13.2.10

મધર ટેરેસાની મનપસંદ પ્રાર્થના- anyway! [ અનુવાદ]


લોકો તો ઘણીવાર ગેરવાજબી અને સ્વકેન્દ્રી બની જતા હોય છે..
આપણે માફ કરતાં રહેવું.....


તમે ઉદાર હશો તો લોકો તમને સ્વાર્થી કહેશે,
તમારા ઇરાદાઓ પર શંકા કરતા રહેશે
આપણે ઉદાર બનતાં રહેવું....

તમે સફળ હશો તો થોડાક સાચા મિત્રો મળશે, થોડાક જુઠા ...
આપણે સફળ થતાં રહેવું....


તમે નિખાલસ અને પ્રમાણિક હશો તો કેટલાક લોકો તમને છેતરી જશે...
આપણે ખુલ્લા દિલના બન્યા રહેવું...

જેના નિર્માણમાં વર્ષો ખર્ચ્યા એને કોઇ રાતોરાત ખેદાન-મેદાન કરી દે એવું બને..
આપણે તો ય સર્જન કરતાં રહેવું...

તમને સંતોષ અને સુખ મળી જાય તો કેટલાક લોકો તમારી ઇર્ષ્યા કરશે...
આપણે તો સુખમાં રહેવું...

તમે આજે કરેલા ઉમદા કાર્યો શક્ય છે કે લોકો કાલે ભુલી જાય..
આપણે તો ય એવા કામ કરતાં રહેવું...


આપણી અંદર જે કાંઇ ઉત્તમ છે
એ દુનિયાને હંમેશા આપતાં રહેવું...

તમે જોયું?
વાસ્તવમાં તો આ
તમારી અને ઇશ્વર વચ્ચેની બાબત છે.
એટલે એ બાબત ક્યારેય
તમારી અને  "એ લોકો '' વચ્ચેની નથી
એમ માનતા રહેવું...







ટિપ્પણીઓ નથી: