17.8.17

નૈયા પાર કરા દે, ભૈયા...! (અશોક દવે- બુધવારની બપોરે )નૈયા પાર કરા દે, ભૈયા... !
(અશોક દવે)


ઘણા યુવાન-યુવતીઓને વૃધ્ધોને રસ્તો ક્રૉસ કરાવવાનો બહુ ડોડળીયો (શોખ) હોય છે. રસ્તા ઉપર કોઇ વડીલને જોયા નથી ને એમનો ઉમંગ ફાટફાટ થતો નથી. ઘણીવાર તો કાકાની ઇચ્છા હોય કે ન હોય , એમને સામે પાર જવું હોય કે ન જવું હોય , એ જાતે જઇ શકે એમ હોય કે ન હોય... આ લોકોનો ઉત્સાહ છલકાઇ જાય છે ને , ' આવો વડીલ... હું તમને સામે પાર પહોંચાડું. ' તરવરાટ એવો હોય જાણે ડોહાને રસ્તો નહિ , દુનિયા પાર કરાવવાની હોય !

પણ કહે છે ને કે , ચોક્કસ હેતુ કે ઇરાદા વગરની તમામ સેવાઓ રદબાતલ થવાને પાત્ર હોય છે. કોઇ વૃધ્ધ-વડીલને રસ્તો ક્રૉસ કરાવવો, એમાં પૂણ્ય તો ત્યારે મળે જો આપણું ઓળખીતું કોઇ જોનારૂં હોય. એમને એમ કોઇ વડીલને રોડ ઉપર વેડફી નાંખવાના ન હોય ! રસ્તો ક્રૉસ કરાવી લીધા પછી ખ્યાલ આવે કે , કોઇએ તમને આ સેવાકાર્ય કરતા જોયા જ નથી , તો કાકાને ફરી મૂળ સ્થાને લાવીને ફરી રસ્તો ક્રૉસ કરાવવો જોઈએ. આવી સેવા કરતા તમને તમારા કોક ઓળખીતાએ જોયા હોવાનું નિહાયત જરૂરી છે. જોનારા ઉપર છાપ પડવી જોઇએ કે , વૃધ્ધો માટે તમને કેવી કાળજી છે !

બની શકે તો એ ખ્યાલ પણ રાખવો જોઇએ કે , જેને રસ્તો ક્રૉસ કરાવી રહ્યા છીએ , એ ડોહો કામનો માણસ છે કે નહિ ! કોઇ મરવા પડેલા ગરીબને ભવસાગર પાર કરાવવા માટે તો ઉપર શામળીયો બેઠો છે. આપણે તો એ જોઇ લેવું જોઇએ કે , કાકો કેટલા કરોડનો આસામી છે, એના દીકરાઓનો ધંધોધાપો આપણને કામમાં આવે એવો છે કે નહિ અને ઉંમર હજી તંદુરસ્ત હોય તો એ ય જોઇ લેવું જોઇએ કે , ડોહાની દીકરી... આઇ મીન , આ તો એક વાત થાય છે !

અલબત્ત , રસ્તો પાર કરાવ્યા પછી અત્યંત વિવેકપૂર્વક કાકાને પૂછવું જોઇએ (એ હા પાડે એવી રીતે) કે , ' કાકા , ઘેર મૂકી જઉં... અહીં ખાડા-ટેકરા બહુ છે ! ' અંકલને ખબર પડવી ન જોઇએ કે , મોટો ખાડો તો તું છે !
વડીલોને રસ્તો પાર કરાવવાના કેટલાક નિયમો છે.
તમારા બંનેની સરખામણીમાં વૃધ્ધ એ લાગવા જોઈએ, તમે નહિ.
બીજું , હાથ પકડયા પછી ખેંચાખેંચી નહિ કરવાની. સાયકલની પાછળ કપડું ઘસડાતું આવે,એવી હાલત કાકાની થવી ન જોઇએ. કોમળ અને મૃદુ હાથે એમનો હાથ પકડીને લઇ જવાના હોય , સ્મશાને લઇ જવાના હોય એવા જોશોજૂનુનથી નનામીનો દાંડો પકડયો હોય એવો કચ્ચીને એમનો હાથ ન પકડાય !
ત્રીજું , રસ્તો ક્રોસ કરાવતી વખતે, ન કરે નારાયણ ને અચાનક કોઇ વાહન પૂરપેટ આવી ગયું, તો ડોહાને આગળ ધરી દેવાય... આપણો જાન જોખમમાં મૂકવાની જરૂર નથી. આપણે હજી બીજા કાકાઓને રસ્તા પાર કરાવવાના છે ! ખુદ આપણે હજી ડોહા થવાનું બાકી છે. સુઉં કિયો છો ?
અને છેલ્લું... સામે પાર પહોંચ્યા પછી કાકાને તમારૂં બિઝનૅસ-કાર્ડ ખાસ આપી દેવાનું ને એમનું હોય, તો લઇ લેવાનું. એ પૂછે કે , શું કામધંધો કરો છો ? તો કહી દેવાનું , ' બસ... આ જ ! '

આશીર્વાદ તો મળવાના જ છે , જો કાકા સંસ્કારી હશે તો કે , ' ભાઇ , તેં મને રસ્તો પાર કરાવ્યો... પ્રભુ તને દુનિયા પાર કરાવે ! આજે તેં મને ઉચક્યો , કાલે પ્રભુ તને ઉચકી લે...! '

' રામાયણ ' ભણ્યા હો તો ભગવાન શ્રીરામને કેવટ હોડીમાં બેસાડીને ગંગા પાર કરાવે છે , એના બદલામાં કેવટીયો પ્રભુ પાસે હોડીનું ભાડું ઉબેર-ઓલાથી ય વધારે માંગી લે છે , હું તમને ગંગાપાર કરાવું... તમે મને ભવસાગર પાર કરાવો '.... ધંધામાં કોઇની બી શરમ ન રખાય ! તમે સમજ્યા ? મફતમાં તો ભગવાનોને ય રસ્તા પાર ન કરાવાય. હવે કોઇ પંખો ચાલુ કરો !

હજી આ કળા ઇન્ડિયામાં પૂરેપૂરી ફૂલીફાલી ન હોવાથી કેટલાક શીખાઉ યુવાનોનો રસ્તો ક્રૉસ કરાવવામાં પૂરો પગ બેઠો હોતો નથી અને પ્રારંભ ઘરડાઓને બદલે સ્કૂલે જતા બાળકોથી કરે છે. મોટે ભાગે, એમની સુંદર મમ્મી પાછળ આવતી જ હોય, એટલે આ યુવાનોની ગણત્રી સાવ ખોટી નથી. બાળકને ક્રૉસ કરાવીને આપણે મૂળ સ્થળે પાછા આવવાનું હોય છે, જેથી અદ્ભુત સ્માઇલ આપીને એની મૉમ ' થૅન્ક્સ ' કહે.

મિત્રો , આવા ' થૅન્ક્સ ' થી તમારે બચવાનું છે.

પેલાની મૉમે તમને થૅન્ક્સ કીધું એટલે સમજી જજો કે , છોકરાઓને આવા રસ્તા તો ઘરઘાટીઓ કે સ્કૂલ-રીક્ષાવાળાઓ ય પાર કરાવી આપે છે ને આવા મધુરા ' થૅન્ક્સો ' એમની મમ્મીઓ ધૂળજી-બૂળજી સમજીને આપતી હોય છે ! અમે એક વાર આવી ભૂલ કરેલી અને ઘણા નમ્ર સ્માઇલ સાથે ' થૅન્ક્સ ' સામે ' થૅન્ક્સ ' કીધું હતું. એના જવાબમાં પેલીએ કોઇ રાણીસાહેબાની અદાથી અમને પૂછી જોયું હતું , ' બે કામના કેટલા લઇશ... ખાલી કપડાં અને વાસણ જ છે ! '

એક જમાનો હતો , જ્યારે જુવાન અને સુંદર યુવતીઓ પણ રસ્તા ક્રૉસ કરતી. એ પહેલા જોઇ પણ લેતી કે , એને રસ્તો ક્રૉસ કરાવે એવો કોઇ હૅન્ડસમ યુવાન આજુબાજુમાં દેખાય છે ? એ તો અમે હૅન્ડસમ હતા , એટલે અમને તો આવું બધું યાદ હોય !!! રોજની સરેરાશ ત્રીસેક યુવતીઓને અમે મારગડો પાર કરાવતા. કોઇવાર ત્રીસને બદલે બત્રીસ પણ થઇ જાય. (આ સંખ્યાને યુવતીઓના ધાડાંમાં ન ગણવી... સ્પષ્ટતા પૂરી) મુખ્ય હૉબીના ફૉર્મમાં ' રસ્તો ક્રૉસ કરાવવો ' લખ્યું , એનાથી અમારા પ્રિન્સિપાલ ઘણા પ્રભાવિત થયા હતા.

પણ એ જમાના આજે ક્યાં ? આજે તો પહેલા જેવી સુંદર યુવતીઓ ય નથી થતી. અમારા જમાનામાં યુવતી એકલી રસ્તો કદી ક્રૉસ ન કરે. અમારા જેવું કોક ઊભું હોય , એને રીક્વૅસ્ટીયું સ્માઇલ આપીને સાથે ક્રૉસ કરે. ઘણી મૃદુતાથી અમારા હાથો પકડવામાં આવતા. કેવી નાજુક ચાલથી એ રસ્તો ક્રૉસ કરતી. અમારૂં ધ્યાન આવતા-જતા ટ્રાફિકમાં ન હોય.પેલીએ પકડેલા અમારા એક હાથમાં ઉપડતી ઝણઝણાટીઓમાં હોય. હાથ પકડયો હોય ત્યાં સુધી પૂરા તનબદનમાં રીતસરની ખાલી ચઢી જતી. ખોટું નહિ કહું , પણ હંગામી હસ્તમેળાપ જેવું-જેવું લાગતું. આજુબાજુ બસ , રીક્ષા કે સ્કૂટરોને બદલે ગોર મહારાજ , સાજન-મહાજન અને લગ્ન નિમિત્તે નવા શૂટો સિવડાવી લાવેલા પેલીના ભાઇઓ દેખાય. એ મરમરી હાથોની કસક હજી ય યાદ છે... પણ રસ્તો પાર કરાવી લીધા પછી મ્યુનિસિપાલિટીવાળાઓ ઉપર ગુસ્સો આવે કે, ઝટ આવી જાય એવી સામી ફૂટપાથો શું કામ બનાવતા હશે ? રસ્તાઓ તો કેવા પહોળા બનાવવા જોઈએ કે ફૂટપાથ આવે જ નહિ !


વળી , અમારા વખતમાં કમ્પિટિશનો બહુ , એટલે કે હરિફાઇઓ બહુ. રસ્તો એક છોકરી ક્રૉસ કરવા માંગતી હોય ત્યારે અમે બધા તો ઠીક , દુકાનદારો ધંધા છોડીને એને રસ્તો પાર કરાવવા ઉતરી આવે ! હવે જો કે , એવી છોકરીઓ ય ક્યાં થાય છે , હવે એવા મરમરી હાથો ક્યાં અડાય છે... ? હવે તો મજૂરે હાથમાં ત્રિકમ-કોદાળી પકડી હોય એવો તો પેલીનો હાથ હોય ! આપણે બંધ પડેલું સ્કૂટર ઘસડીને લઇ જતા હોઇએ , એવો સીન લાગે.

યસ. હવે આપણે સ્ટોરીની બીજી બાજુમાં આવી ગયા કહેવાઇએ. સમજો ને , હવે ડિમ્પલ કાપડીયા કે કૅટરીના કૈફોને રસ્તો ક્રૉસ કરાવવાના જમાના તો ગયા. હવે તો આપણને રસ્તા ક્રૉસ કરાવવાના દહાડા શરૂ થયા. મુસીબત એટલી છે કે, પ્રજામાં હજી દોઢડાહ્યાઓ મળી જ રહે છે. ' આવો કાકા...તમને બહુ નહિ દેખાતું હોય... હું તમને રસ્તો પાર કરાવું. ' આવી ઑફરો પાછી યુવાન સ્ત્રીઓ નથી કરતી.
ગધેડા જેવા દેખાતા યુવાનો કરે છે...ના પાડીએ તો ય ! કેમ જાણે આપણે ગૂગલ-મૅપ જોઇને રસ્તો ક્રૉસ નહિ કરી શક્તા હોઈએ ! એ વાત જુદી છે કે , એવો મૅપ વાપરવામાં ગૂગલ કંઇક વધારે પડતો શૉર્ટ-કટ બતાવે છે, જે સીધો ઑર્થોપેડિક હૉસ્પિટલમાં જતો હોય છે..!
16.8.17

પરાણે પુણ્ય કરવાનું પુણ્ય(હસ તું હરદમ - દિલીપ રાવલ)

પરાણે પુણ્ય કરવાનું પુણ્ય
હસ તું હરદમ - દિલીપ રાવલ


સવારના ચાર વાગ્યામાં 'મહેન્દ્ર કપૂર'ના અવાજમાં ગીત સંભળાયું. 'ઓ શંકર મેરે, કબ હોંગે દર્શન તેરે...' ક તો પ્રાત:કાળની નીરવ શાંતિ અને મહેન્દ્ર કપૂર સાહેબનો બુલંદ અવાજ, તમારી નીંદરને બાય બાય કહેવા માટે કાફી હતું. થોડી વાર વાગીને ગીત બંધ થઈ ગયું. એટલે મેં પાછું ઓશીકું માથે દાબ્યું ને 'બાય બાય' કહીને ઝાંપા સુધી જતી રહેલી નીંદરને પાછી બોલાવવાનો પ્રયત્ન કર્યો. એ આવી પણ ખરી ને માંડ 'આંખડી ઘેરાણી' ત્યાં તો

'શિવજી બિહાને ચલે પાલકી સજાય કે... ભભૂતી લગાય કે હાય...' ગાજ્યું ! ભલે  હેમંતકુમારનો મૃદુ સ્વર હતો, પણ સવાર સવારમાં તો એ ય કાનમાં વાગ્યો જ. અને પેલી નીંદર !   'હવે નહિ બોલાવતો હં...' કહીને આજના દિવસ પૂરતી ફાઈનલ એક્ઝિટ કરી ગઈ.

'શિવજી બિહાને ચલે પાલકી સજાય કે...' થોડી વાર રહીને પાછું શરૂ થયું અને ખબર પડી કે આ તો પન્નાના મોબાઈલનો રિંગટોન છે.
ભ્રષ્ટ નેતાઓ જેટલી સરળતાથી અને ઝડપથી પક્ષ અને પાટલી બદલે એટલી સરળતાથી અને ઝડપથી અમારી  પન્ના પોતાના રિંગટોન બદલ્યા કરે છે ! જન્માષ્ટમીને દિવસે આખો દિવસ એના મોબાઈલની આ રિંગ વાગતી રહી : 'ઓ ક્રિષ્ના, યુ આર ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન ઑફ ધિસ વર્લ્ડ. બાંસુરી સે તુને પ્રેમ સંદેશા દિયા હૈ મોહના...'
કૃષ્ણ ભગવાન પરનાં આટઆટલાં સરસ ગીતો છોડીને આવા વાહિયાત ગીત પર પસંદગી  !

બોળચોથને દિવસે તો 'ગાય હમારી મૈયા હે... બૈલજી ઉનકે સૈંયા હૈ...' આવું ભોજપુરી ગીત ક્યાંકથી શોધી લાવી અને આખો દિવસ એટલું વગાડ્યું કે રોટલો ને મગ ગળેથી નીચે જ ના ઊતર્યાં ! નાગપાંચમને દિવસે કુલેર ચોળી ચોળીને કુલેરવાળા હાથે મોબાઈલમાં આંગળી કરતી જાય ને ગીત શોધતી જાય. છેવટે એને નાગપાંચમને એનહાંસ કરનારું ગીત મળ્યું.
'તૂ ક્યા બીન બજાયેગા, મૈં તેરી બજાઉંગી પુંગી
મૈં નાગીન હૂં, બદલા લુંગી... બદલા લુંગી... બદલા લુંગી...!'

મેં એને કહ્યું કે આ કોલર-ટ્યુન અને રિંગટોન વાતે વાતે બદલવાનો શું મતલબ છે? તો મને કહે

'જીસ દિન જીસ કા માતમ હોતા હૈ... (એ માહાત્મ્ય કહેવા માંગે છે) ઉસ દિન ઉસ કા નામ સુમીરન કાન મેં પડે તો ભગવાન કો અચ્છા લગતા હૈ. પુણ્ય કે ખાતે મેં આપ કી ક્રેડિટ બઢતી હૈ બાબુ.'

તો આવી પરાણે પુણ્ય કરાવનારી પન્નાએ મને સવાર સવારમાં એના જુદા જુદા બે મોબાઈલમાં રાખેલા શંકરદાદાનાં બે ફિલ્મી ગીતથી ઉઠાડ્યો. નવરાવી ધોવરાવીને... તૈયાર કરીને ચા-કોફી પીધા વગર અમારા એરિયાના 'મુક્તેશ્ર્વર મહાદેવના મંદિરે' મહાદેવને જળ ચડાવવા એ મને
લઈ ગઈ. 'જલ્દી પહોંચેંગે તો ગીરદી કમ મિલેગી...' એવું એનું લોજિક. નીચે સોસાયટીના પ્રાંગણમાં આવીને છઠ્ઠા માળે રહેતાં સમુદ્રામાસીને છેક નીચેથી સવારના સાડાચાર વાગ્યામાં પન્ના બૂમ પાડવા માંડી:   'સમુદ્રા... મૌ...સી...ઓ સમુદ્રા મૌસી....' મેં એને અટકાવવાની કોશિશ કરી,  'પન્ના, શું સવાર સવારમાં બૂમાબૂમ કરે છે? ઈન્ટરકોમ કર... ફોન કર... આવી રીતે કંઈ બૂમ પાડીને બોલાવાય?'

પન્ના ઉવાચ... 'ટેક્નોલોજી કે જમાને મેં હમ અપની સંસ્કૃતિ ઔર અપની પરંપરા વિસરતે જાતે હૈં બાબુ... હમ પહેલે કે જમાને મેં ઐસે હી અપને દોસ્તો કો બુલાયા કરતે થે ના...?' મેરી કોશિશ હૈ મૈં ઈસ મરતી પરંપરા કો, અપને કલ્ચર કો બચાઉં.' હવે બૂમ પાડીને તમે કોઈને છ્ઠ્ઠા માળેથી નીચે બોલાવો આમાં કયું કલ્ચર આવ્યું એ સમજાય એ પહેલાં તો પન્નાએ  બીજી બૂમ પાડી. 'સરોવર... મૌ સા...જી... ચલો જલ્દી... વરના મંદિર મેં ભીડ બઢ જાયેગી...'

સમુદ્રામાસીની બારી ખૂલે એ પહેલાં તો હર્ષદભાઈ હાથીની બારી ખૂલી, ને અંધારામાં કશું દેખાયું નહિ એટલે એટલી જ જોરથી બૂમ પાડીને બોલ્યા. 'વોચમેન, સોસાયટી મેં સે ભીખારન કો બહાર નિકાલો...!!!'

ત્યાં સમુદ્રામાસી બારીએ ડોકાયાં. 'પન્ના ઊભા રહો... આતી હૂં... તમેરે મૌસા હાજતે ગયે હૈં ઔર મુજે જો ચાંદલા કરને કા હૈ વો ટોઈલેટ કી દીવાલ પે ચોંટાડ્યા હૈ. હમેરે વોહ નિકલેંગે તભી તો ચાંદલા ચોડ પાઉંગી.'

'ઠીક હૈ... આઓ મૌસી.' હમ ઈન્તઝાર કરેંગે તેરા કરામત તક (કયામત) ખુદા કરે કે કરામત હો ઔર તૂ આયે... રોશનસાહેબની આ અદ્ભુત તરજની વાટ લગાડીને પન્ના સોસાયટીની ટાંકી પર બેસી ગઈ. ને મને પણ બેસડવાનો ઈશારો કર્યો. હું બેઠો અને એણે મને ઈશારો કર્યો. 'વક્ત ગંવાતે નહિ હૈ... મૌસી-મૌસા આતે હૈં તબ તક મહાદેવજી કી ધૂન ગાતે હૈ...' હું
કંઈક બોલવા જાઉં એ પહેલા તો એ તાળીઓ પાડતી શરૂ થઈ ગઈ. 'ઓમ નમ: શિવાય... ઓમ નમ: શિવાય... ઓમ નમ: શિવાય... ઓમ નમ: શિવાય...' પાછી મને ઈશારો કર્યો કે તમે પણ સાથે જોડાઓ. હું તો શરમ નો માર્યો ખાલી હોઠ ફફડાવતો  રહ્યો,  પણ  એની આ ધૂનથી આખી સોસાયટીની બારીઓમાં લાઈટ થઈ ગઈ !

ત્યાં તો પેલો ટોઈલેટમાં ચોંટાડેલો ચાંદલો પાછો પોતાના મસ્તિષ્ક પર ચોંટાડીને સમુદ્રામાસી ને સરોવરમાસા આવી ગયા.  જેમ જેમ અમે ચારેય  'ઓમ નમ: શિવાય...' 'ઓમ નમ: સિવાય' ગાતાં ગાતાં પ્રભાત ફેરીની જેમ 'મુક્તેશ્ર્વર મહાદેવ' તરફ પ્રયાણ કરવા લાગ્યા તેમ તેમ  રસ્તામાં આવતી દરેક સોસાયટીની બારીઓની લાઈટ થવા માંડી !

લોકોની ઊંઘ બગાડીને કયું પુણ્ય એકઠું કરવું છે આ બાઈને
એ જ મને તો સમજાતું નહોતું, ત્યાં અચાનક એક બંગલા પાસે સમુદ્રામાસી અટક્યા અને સરોવરમાસાને વાડ ઠેકીને અંદર ઊગેલા બીલીના ઝાડમાંથી એકસો આઠ બીલીપત્ર તોડી આવવાની વરદી આપી ! 'હા-ના હા-ના' કરતા સરોવરમાસા એ આખરે હુકમ ને તાબે થવું જ પડ્યું. પણ વાડ ઠેકવા જતાં ક વિચિત્ર બોદા અવાજ સાથે  'ઓલી પાર' પડ્યા. થોડી જ વારમાં જોરથી બે જુદા જુદા અવાજમાં 'વઉ વઉ વઉ ' ટાઈપનો તીણો... અને 'ભઉ ભઉ ભઉ' ટાઈપનો ઘોઘરો કૂતરાઓનો અવાજ આવવા લાગ્યો , અને અમારા શરીરમાંથી ભય નું લખલખું પસાર થઈ ગયું....આ 'ભઉ ભઉ' અને 'વઉ વઉ' ની વચ્ચે 'ઓ બાપ રે... અરે કોઇ બચાવો ... અરે જવા દો બાપલા...' ટાઈપનો જે ત્રીજો અવાજ હતો એ સરોવરમાસાનો હતો !!!

માંડ બહાર કૂદીને આવેલા સરોવર માસાના વિખરાયેલા વાળ, કોણીએથી નીકળતું લોહી અને પૃષ્ઠ ભાગેથી ફાટેલું પેંટ જોઈને '
દિલસોજી... એંકઝાઈટી... હસવું... ' જેવા મિશ્ર ભાવો મને ઘેરી વળ્યા. પણ માસાના દીદાર પણ પળ વાર પણ ધ્યાન આપ્યા વગર પન્ના અને સમુદ્રામાસીએ એમના હાથમાંથી બીલીપત્રની થેલી ઝૂંટવી લીધી, અને   બીલીપત્ર ગણવા માંડ્યા. થોડી વારમાં જ ગણાઈ રહ્યા એટલે માસી બરાડ્યા,

'અરે આ તો નેવું જ છે.' 'બીજા અઢાર જોઈશે... જાઓ લઈ આવો !!!'3.6.17

સૌરભ શાહ : મારી ટેલેન્ટ કયા ક્ષેત્રમાં છે એ જ્ઞાન સૌથી વધુ મૂલ્યવાન છેપંખો, રેડિયો અને મર્સીડીસ
સૌરભ શાહ

બદામ જો દોઢ રૂપિયે કિલો વેચાતી હોત તો તમે રોજની કેટલી ખાતા હોત?
બ્રાન્ડ ન્યુ અને લેટેસ્ટ મર્સીડીસ પચાસ હજાર રૂપિયામાં મળતી હોત તો એનું કેટલું આકર્ષણ હોત તમને?
કપડાં, મેકઅપ, શૂઝ અને એસેસરીઝની ટૉપમોસ્ટ બ્રાન્ડસ તમારા ઘરની કામવાળીને પણ પોસાઈ શકે એવી પ્રાઈસ રેન્જમાં વેચાતી હોત,
તો તમે એ બધાની પાછળ ઘેલાં ઘેલાં થઈ જતાં હોત ?
ફાઈવ સ્ટાર હૉટેલોને ટક્કર મારે એવી સગવડો ધરાવતા ઈન્ટિરિયર ડેકોરેશન પાછળ બે કરોડ રૂપિયા ખર્ચવાને બદલે વીસ હજારમાં પતી જતું હોત, તો તમે એનાં સપનાં જોતા હોત?

જે દુર્લભ, અશક્યવત્ છે તમારા માટે, એનાં સપનાં જોવામાં;
જે શક્ય છે તેને
તાગવાનું તમે ભૂલી જાઓ છો.

આજે તમારા ઘરમાં પંખો છે એનું તમને અભિમાન છે?
ઘરમાં કેટલા પંખા છે એની પણ ગણતરી નહીં હોય.
એક જમાનામાં પંખો લકઝરી ગણાતી. પૂછી જો જો તમારા દાદાને.
એક જમાનામાં રેડિયો મોટી લકઝરી આયટમ ગણાતો. ગામમાં બહુ બહુ તો એક શ્રીમંતના ઘરે હોય.
આજે પટાવાળો પણ ઈયરફોન ખોસીને એફએમ ચેનલ સાંભળતો થઈ ગયો છે !
પંખો અને રેડિયોની જેમ બદામ, મર્સીડીસ વગેરે પણ ઘેરઘેર જોવા મળે તો તમને એનું આકર્ષણ રહે?

મારી પાસે જે છે એનું મને મૂલ્ય નથી એટલે મારે બીજાની પાસે જે દેખાય છે તેની પાછળ દોડવું પડે છે.
આજની તારીખે ઘડીભર હું માની લઉં કે મારી પાસે જેમ પંખો-રેડિયો છે, એમ મર્સીડીસ વગેરે પણ છે.
મારે હવે એ બધાની જરૂર નથી.
બે કરોડ રૂપિયાના ઇન્ટિરિયરવાળું ઘર પણ છે.
તો હવે હું શેની ઈચ્છા રાખું?
હવે હું કોની પાછળ ભાગું?

આ સવાલોનો જવાબ મળશે કે તરત જ જીવનનો હેતુ શું છે એનો ઉત્તર મળી જશે !
પછી મારે આ સવાલનો જવાબ મેળવવા આશ્રમોમાં, પ્રવચનોમાં, ધર્મગ્રંથોમાં ભટકવું નહીં પડે.

જિંદગીનો મકસદ ઘરમાં રેડિયો કે પંખો વસાવવાનો નહોતો
અને જિંદગીનો મકસદ મર્સીડીસ વસાવવાનો, બે કરોડનું ઈન્ટિરિયર કરાવવાનો પણ નથી.

બે ટંક જમવાનું મળે અને ટાઢ-તડકાથી બચવા માટે એક છાપરું મળી જાય એ પછી પણ
જો હું વધારે ને વધારે સારા છાપરા માટે,
વધારે ને વધારે મોંઘા ભોજન-કપડાં માટે તપસ્યા કરતો હોઉં તો મારું જીવન એળે ગયું.
આટલું મળ્યા પછી હું હજુય એ જ બધું મેળવવા માટે મહેનત કર્યા કરતો હોઉં તો મારા જીવનનું મૂલ્ય હજુ હું સમજ્યો નથી.

આ જિંદગી મને ફરી વાર મળવાની નથી એ જાણવા છતાં,
મારે પંખો-રેડિયો-મર્સીડીસના ચક્કરમાં રહેવું હોય તો ભગવાન બચાવે મને !

જિંદગીની લંબાઈ-પહોળાઈ અને એનું ઊંડાણ, એની ઊંચાઈ તાગવા માટે મર્સીડીસની, કે બે કરોડ રૂપિયાના ઈન્ટિરિયર ડેકોરેશનવાળા ઘરની જરૂર નથી. આંખ-કાન ખુલ્લાં રાખ્યા હશે તો સમજાશે કે આ જિંદગીનો વ્યાપ કેટલો છે ને મેં મારા સંકુચિત વિચારોને લીધે આ દુનિયાને કેટલી સીમિત કરી નાખી છે.

મારો સમય અને મારી શક્તિ મર્સીડીસ ખરીદવામાં વેડફી નાખવા માટે નથી.
જેમની પાસે આ બધું છે એમને એ મુબારક.
મારે એમની દેખાદેખી કરીને મારી ચાલ બદલી નાખવાની નથી.
મારે સમજવાનું છે કે આ દુનિયામાં જે કંઈ સુખ સુવિધાઓ છે તે બધી જ બધા માટે બની નથી.
એને મેળવવાનાં સપનાં બધાએ જોવાનાં ન હોય.
એવા ફાંફાં મારવામાં જિંદગી ક્યાં પૂરી થઈ જશે ખબર પણ નહીં પડે.
કુદરતની ગોઠવણ મુજબ મારી પાસે આ બધું નહીં હોય તો બીજું ઘણું મેળવવાની પાત્રતા એણે મને આપી હશે !
મારે એ પાત્રતા પ્રમાણે ખોજ કરવાની છે કે હું શું શું મેળવી શકું છું, જે મર્સીડીસ જેટલું જ....કે એથીય અધિક મૂલ્યવાન હોય !

રવીન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ ગઈ કાલે જ ગઈ. 7મી મે. એ નિમિત્તે લખેલા એક લેખમાં મેં ગુરુદેવની આ વાત ટાંકી હતી :
પોતાને કઈ ચીજમાં ખરેખરી આવડત છે તેનું જ્ઞાન ઘણાને આખીય જિંદગીમાં કદી થતું નથી.
બીજા કેટલાકને પોતાની બક્ષિસનું જ્ઞાન ઘણી મોટી ઉંમરે થાય છે.
પણ નાની વયે તેનું જ્ઞાન થઇ જવું તે મોટું અહોભાગ્ય છે.
જેમાં આપણને બક્ષિસ હોય તેમાં આપણી બધી શક્તિ રેડી તેનો આપણે 
વિકાસ  કરવો જોઈએ.

દરેક વ્યક્તિને વહેલો કે મોડો આ અહેસાસ થતો જ હોય છે કે પોતાને કઈ ચીજમાં ખરેખરી આવડત છે. આંખ-કાન ખુલ્લાં રાખ્યાં હશે તો ટીનએજમાં જ આ અહેસાસ થઈ જાય.
ધારો કે તે વખતે પેરન્ટસ કે પ્રેશરના શોરબકોરમાં આ અવાજ દબાઈ જાય તો અર્લી ટ્વેન્ટીઝમાં તો આ અહેસાસ
થઈ જ જાય.
કોઈ વખત સંજોગો આગળ ઝૂકી જવું પડ્યું હોય તો દસેક વર્ષ મોડો અહેસાસ થાય.

પણ આવો અહેસાસ થયા પછી આપણે આપણી જાત સાથે કબૂલ કરતાં અચકાઈએ છીએ કે અત્યારે જે કામ કરીએ છીએ તેમાં નહીં પણ બીજી કોઈ ચીજમાં ખરેખરી આવડત છે, કારણ કે આવી કબૂલાત આપણને બીજાઓ આગળ આપણે અત્યાર સુધી ખોટા હતા, ખોટી દિશામાં દોડ્યા એવી ભોંઠપભરી પરિસ્થિતિમાં મૂકાવે છે.
એવી પરિસ્થિતિમાં મૂકાવું પડતું હોય તો ભલે. જાગ્યા ત્યારથી સવાર.
પાંત્રીસ કે પિસ્તાળીસ વર્ષે પણ બેન્કની નોકરીને બદલે વાંસળી વગાડવામાં ખરેખરી આવડત છે, એવું લાગે તો ફંટાઈ જવું. કોઈ વાંધો નહીં. પછી એમાં જીવ રેડી દેવો, અને એ ક્ષેત્રમાં આગળ વધવું.

અઢાર વર્ષની ઉંમરે મને ખબર નહોતી કે મારા ભવિષ્યમાં મર્સીડીસ છે કે નહીં, બે કરોડ રૂપિયાના ઈન્ટિરિયરવાળું ઘર છે કે નહીં.
આજે પણ ખબર નથી.
તે વખતે પણ મને એની કંઈ પડી નહોતી.
ને આજેય નથી પડી.

પણ તે વખતે એટલી જરૂર ખબર હતી કે મારી આવડત કઈ ચીજમાં છે.
એ બક્ષિસ જે મને મળી છે તેમાં મારી બધી શક્તિ રેડીને એનો વિકાસ મેં એકનિષ્ઠાએ કર્યો
અને એને લીધે જીવનમાં એક પછી એક બધું જ મળતું ગયું.
રવીન્દ્રનાથે ટાગોર પણ એટલે જ મળ્યા અને આત્મસાત થયા.
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થઈને થર્ટી ફર્સ્ટ માર્ચના એન્ડિંગ સમયે ઉજાગરા કર્યા હોત તો આમાંનું કશું જ ન મળ્યું હોત...હા, મર્સીડીઝ અને બે કરોડના ઈન્ટિરિયરવાળુ ઘર જરૂર મળી ગયાં હોત !
પણ એ મળ્યા પછીય ક્યારેય એવી ખબર પડી ન હોત
કે જીવનમાં એના કરતાંય કશુંક મૂલ્યવાન છે જેને હું મિસ કરું છું...
આજે મર્સીડીઝ તો શું,  જીવનમાં હું પંખો-રેડિયોને પણ મિસ કરતો નથી...


 
19.5.17

Woman and a Fork

There was a young woman who had been diagnosed with a terminal illness and had been given three months to live. So as she was getting her things 'in order,' she contacted her Pastor and had him come to her house to discuss certain aspects of her final wishes. 

She told him which songs she wanted sung at the service, what scriptures she would like read, and what outfit she wanted to be buried in.

Everything was in order and the Pastor was preparing to leave when the young woman suddenly remembered something very important to her.

'There's one more thing,' she said excitedly.. 
'What's that?' came the Pastor's reply.
'This is very important,' the young woman continued, 'I want to be buried with a fork in my right hand.'
The Pastor stood looking at the young woman, not knowing quite what to say.
That surprises you, doesn't it?' the young woman asked. 
'Well, to be honest, I'm puzzled by the request,' said the Pastor.

The young woman explained. 'My grandmother once told me this story, and from that time on I have always tried to pass along its message to those I love and those who are in need of encouragement. In all my years of attending socials and dinners, I always remember that when the dishes of the main course were being cleared, someone would inevitably lean over and say, 'Keep your fork.' It was my favorite part because I knew that something better was coming...like velvety chocolate cake or deep-dish apple pie. Something wonderful, and with substance!' 

So, I just want people to see me there in that casket with a fork in my hand and I want them to wonder 'What's with the fork?' Then I want you to tell them, 'Keep your fork ..the best is yet to come.'

The Pastor's eyes welled up with tears of joy as he hugged the young woman good-bye. He knew this would be one of the last times he would see her before her death. But he also knew that the young woman had a better grasp of Heaven than he did. She had a better grasp of what Heaven would be like than many people twice her age, with twice as much experience and knowledge. She KNEW that something better was coming. 

At the funeral people were walking by the young woman's casket and
 they saw the cloak she was wearing and the fork placed in her right hand.. Over and over, the Pastor heard the question, 'What's with the fork?' And over and over he smiled. 

During his message, the Pastor told the people of the conversation he had with the young woman shortly before she died. He also told them about the fork and about what it symbolized to her. He told the people how he could not stop thinking about the fork and told them that they probably would not be able to stop thinking about it either.


He was right. So the next time you reach down for your fork, let it remind you, ever so gently, that

                             the best is yet to come... 


9.2.17

અતિથી માથે પડ: - દિલીપ રાવલ

 


અતિથી માથે પડ:
હસ તું હરદમ - દિલીપ રાવલ

ઈન્ટરકોમની રિંગ વાગી અને સિક્યોરિટી વાળો કહે...
'સરજી કઉનું જટકીયા પરિવાર મીલને આયે રહે'
મેં કહ્યું,
'તો મીલો... મીલો તમ તમારે...'
સામે બે ત્રણ સેકંડનો પોઝ જાય છે. પછી સિક્યુરિટીવાળો વોચમેન બોલે છે.
'અરે હમ મીલકે કા કરેંગે આપસે મીલને આયે રહે ! કહો તો છોડત હૈ વરના રવાના કરત હૈ.'


મન તો બહુ થયું કે 'રવાના કરી દે' આવું કહી દઉં, પણ મા બાપે આપેલા સંસ્કાર આડા આવ્યા અને 'અતિથિ દેવો ભવ:'ની પેલી ઉક્તિ પાછી યાદ આવી.
એટલે મેં કહ્યું, 'ભેજો ઉનકો... બોલના લીફટકે બાજુવાલા ફ્લેટ હૈ છે માલે પે.' 'ઠીક હૈ સાહબ...'

મારી પત્ની પન્નાની નાનપણની ફ્રેન્ડ ઉત્પત્તિ એના પતિ જતીન જાટકીયા અને પુત્ર ભદ્રાયુ સાથે મારા ઘરે જમવા આવવાના છે અને પન્ના એમને 'ખડા ડોસા' ખવડાવવાની છે.  'ખડા ડોસા' શું હશે? રામજાણે... 'પન્ના, આ લોકો આવી ગયા છે.' આવો ટહુકો કરીને મેં મારા વાળ સરખા કર્યા. પન્ના ખુશ થતી થતી અંદરથી આવી અને ગાવા લાગી.

'બચપન કે દિન ભુલા ન દેના... આજ હંસે કલ રૂલા ન દેના...
બચપનકે દિન ભી કયા દિન થે... ઉડતે ફિરતે તીતલી બનકે બચપન...
મેરે બચપન તું જા જા જવાની કો લે આ.
જા વે જા... તૈનું રબ દા પાસ્તા... જા વે જા તૈનું રબ દા પાસ્તા... 

'રબ દા વાસ્તા...' નું આ બાઈએ 'પાસ્તા' કરી નાંખ્યું
! હશે. આપણે શું ? આવી વિચારધારા ચાલતી હતી ત્યાં તો પન્ના અંદરથી નાના નાના છોલેલાં કાંદા મૂકેલા બહુ બધા પડીયા એક ટ્રેમાં સજાવીને લઈ આવી અને ઘરની બહાર નીકળીને લીફ્ટથી મારા મેઈનડોર સુધીના રસ્તામાં બેઉ સાઈડ પર એ પાડિયા ગોઠવવા લાગી. આ શું ...?
અને જે રિઝન મળ્યું એ સાંભળીને મારું બ્રહ્માંડ ફરીથી હલી ગયું.


ઉત્પત્તિ
ને સ્કૂલ ડેઝમાં કાંદા બહુ ભાવતા એટલે ડબ્બામાં કાંદા લઈ આવતી. માત્ર કાંદા અને કાચ્ચા કાંદા ખાતી. બાળપણમાં જાંબુ, કરમદા, આમલી કે ગટાગટ એવું બધું ખાધાનું યાદ છે... લીલી વરીયાળી પણ ક્યાંક ક્યાંક સ્મરણમાં છે, પણ કાંદા...? કાચ્ચા કાંદા ને એ પણ નકરા કાંદા કોઈ ખાય ? ઉત્પત્તિ ખાય...
એક વાર ઈતિહાસના પિરિયડમાં શિવાજી મહારાજે અફઝલ ખાનને કઈ રીતે માર્યો એનો પાઠ 'જોષી સર' ભણાવી રહ્યા'તા અને બધાંની આંખમાં પાણી હતા, ઈન્ક્લુડિંગ 'જોષી સર' ! જોષી સરને એ વાતનું આશ્ર્ચર્ય હતું કે   'વિર-રસ' ના પાઠના પઠનમાં 'કરુણ-રસ' સાંભળતા હોય એમ બધાંની આંખમાં પાણી કેમ છે? શાને માટે છે? પછી રહસ્યોદ્ઘાટન થયું કે 'રીસેસ પડે' એ પહેલાં જ કકડીને ભૂખ લાગી ગઈ એટલે
ઉત્પત્તિ બેંચની નીચે બેસીને, ડબ્બો ખોલીને કાચ્ચો કાંદો ખાઈ રહી'તી !

અને
એટલે
પન્ના
એ લીફ્ટથી લઈને અમારા મેઈનડોર સુધી કાંદા ગોઠવી દીધા હતા. નોર્મલી કોઈના સ્વાગતમાં આપણે ફૂલો બિછાવીએ... વરસાવીએ. અહીંયા કંઈ નહિ ને કાંદા! પાછી ગાતી જાય "બહારો કાંદા પથરાવો... મેરા મહેદોસ્ત આયા હૈ... મેરા મહેદોસ્ત આયા હૈ... આ મહેદોસ્ત શું એવો બાળસહજ પ્રશ્ર્ન મને પણ થયો તો પન્ના કહે... મહેબૂબ કી જગહ મહેદોસ્ત... વો ગજલ કા મીટર સાચવને કે લિયે ઐસા કરના પડતા હૈ !

પછી મારો હાથ પકડીને ખેંચીને
એ મને અંદર તાણી ગઈ :
'કિતને સાલોં કે બાદ મીલુંગી ઉસે... ફોન પે બાંતે હોતી હૈં...
ચહેરા યાદ નહીં... ફરિયાદ નહીં. આઝાદ નહીં... અમદાવાદ નહીં. '
બોલીને ખડા ડોસાની તૈયારી કરવા એ અંદર જતી રહી. દસેક મિનિટ વિતી ગઈ. પણ ન તો બારણે ટકોરા પડ્યા કે
ન તો બેલ વાગી. મારાથી રહેવાયું નહી અને સિક્યુરિટીવાળાને ઈન્ટરકોમ લગાવીને પૂછ્યું તો ખબર પડી કે એ લોકો તો ક્યારના મારા ફ્લેટમાં આવવા નીકળી ગયા. ને મને ધ્રાસ્કો પડ્યો. નીકળી ગયા તો ગયા ક્યાં? અહિંયા નથી પહોંચ્યા તો ક્યાં પહોંચી ગયા હશે?

હું રોકિંગ ચેરમાં વિચારો
ને અને ચેરને ઠેસ મારતો ગોઠવાઈ ગયો. પંદર વીસ મિનિટ થઈ ગઈ. મને આટલો અજંપો થઈ રહ્યો છે અને પન્નાનું રુંવાડું યે ફરકતું નથી? મેં પન્નાને કહ્યું 'તારી ફ્રેન્ડને ફોન લગાવ...'
પન્ના :  'પહોંચ જાયેગી... આપ ચિંતા મત કરો બાબુ... કંહી રૂક ગઈ હોગી બીચમે... આપકી ફીક્રકો ધુએ મેં ઉડા દો... મૈં અભી અગરબત્તી લાતી હું.'
આટલું બોલીને રફીનું ગીત પોતાના 'શારદા' જેવા અવાજોમાં ગાતી ગાતી એ જતી રહી : 'હર ફ્રીક્ર કો ધુંએમેં ઉડા'તા ચલા ગયા... મેં જિંદગીકા સાથ નીભાતા ચલા ગયા...


હું ફરી પાછો વિચારોમાં ગરકાવ થઈ ગયો. 'બીચમેં કહી રૂક ગઈ હોગી!' એટલે...? સિક્યુરિટી કેબિનથી મારા ફ્લેટ સુધી પંહોચવામાં મેક્સિમમ પાંચ મિનિટ લાગે. લીફ્ટનો દરવાજો કોઈએ ખુલ્લો રાખી દીધો હોય તો બીજી ત્રણ મિનિટ એડ થાય... પણ આટલી બધી વાર!? અને જે રીતનો આ પરિવાર છે એ ક્યાંય પણ રોકાય નહીં એ જ બધાંના હિતમાં છે !

ત્યાં અંદરથી 'મુત્તુકોડી કવ્વાડી હડા... આપડી પોડે પોડે પોડે... જેવા બે ત્રણ મદ્રાસી ગીત ગાતી ગાતી હાથમાં પ્લેટ અને એમાં વાળીને ઊભો કરેલો ઢોસો લઈને પન્ના આવી.
નોર્મલી આડો પીરસાતો ડોસો એણે ઊભો કરી દીધો. અને નામ આપ્યું 'ખડા ડોસા' ! ઢોસો મદ્રાસી વાનગી એટલે સાઉથના ગીતો ગાવાના... છોલે ભતુરે બનાવે ત્યારે, 'યે દેશ હૈ વિર જવાનોકા અલબેલોંકા મસ્તાનોકા' અને દાળઢોકળી બનાવે ત્યારે 'મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી' ! અને બોલતી જાય... 'જીસ પ્રદેશકાં મંજન હો. (એ વ્યંજન કહેવા માગે છે) ઉસી પ્રદેશકા ગાના ગાઓ તો માહોલ બનતા હૈ...'

ત્યાં તો દરવાજે બેલ વાગ્યો. કી-હોલમાંથી જોયું તો એકદમ વિખરાયેલા વાળવાળા, ઘાંઘા થઈ ગયેલા મારા પાડોશી પંચાતનું પોટલું મંગળભાઈ. મેં દરવાજો ખોલ્યો અને એમને પૂછ્યું "શું થયું મંગળભાઈ ? કેમ આમ બઘવાઈ ગયેલા લાગો છો?" પછી ખબર પડી. 'લિફટ કે બાજુવાલા ફલેટ' આવું સિક્યુરિટીવાળાએ કહીને મોકલેલા પન્નાના પરોણા લિફટની ડાબી બાજુના અમારા ફલેટને બદલે જમણામાં જતા રહ્યા અને મંગળના મગજની બધી નસો ખેંચી નાખી ! ત્રણે ભૂખ્યા થયા'તા તે મંગળનું કિચન વાપરીને બટાટાની કાતળી કરીને પણ ખાઈ લીધી. મંગળ ખૂબ સમજાવતો રહ્યો કે હું "રાવલ નથી 'મંગળ' છું..મારી વાઈફ પન્ના નથી -અરે મારી વાઈફ જ નથી ! " તો પણ એ લોકો મંગળનું માન્યા નહિ અને પન્ના "ભૌ કરવા" ક્યાંક છુપાઈ ગઈ હશે એવું વિચારીને આખું ઘર ફેંદી નાખ્યું. મેં  મંગળની માફી માગી ને એમને ત્યાંથી ઉત્પત્તિ પરિવારને બોલાવવા ત્યાં પહોંચ્યો. મારી ઓળખાણ આપતાં જ જીન્સ અને ટોપ પહેરેલી બૉયકટ વાળવાળી પૌરુષસભર અવાજવાળી એ સ્ત્રી મને જીજાજી જીજાજી કરતી વળગી પડી... મેં એને આજીજી પર આજીજી કરી તો પણ એ જીજાજીને છોડતી જ નહોતી !  એનો સ્ત્રૈણ અવાજવાળો પતિ જતીન જાટકિયા હાથ જોડીને આંખોથી મારી માફી માંગતો હોય એમ લાગ્યું. એના અત્યંત પાતળા, હાડપિંજર જેવા દીકરા ભદ્રાયુએ મને નમસ્તે કર્યું પછી આ લશ્કરને હું મારે ઘરે લઈ આવ્યો.

અમેરિકા શોધ્યા બાદ કોલંબસની આંખોમાં જે ચમક, જે તેજલિસોટો સર્જાયો હશે એવો જ ઉત્સાહ ઉત્પત્તિની આંખમાં
મારા મેઈનડોર સુધીના રસ્તામાં બેઉ સાઈડ પર ગોઠવેલા કાંદા જોઈને વર્તાયો, કાંદા ઊંચકીને તરત જ એ ચાવવા માંડી. એ બધાની પાછળ હું મારા ફલેટમાં  ડરતાં ડરતાં પ્રવેશ્યો. મનમાં ફડકો હતો કે પન્ના ક્યાંય સંતાઈ ન ગઈ હોય તો સારું...પેલું "ભૌ " કરવા માટે ! જો એવું થયું તો મારા ફલેટની દશા પણ મંગળના ફલેટની જેમ બગડી જશે. મેં મનોમન જલારામ બાપાને યાદ કર્યા. ત્યાં તો બેડરૂમમાંથી પન્ના પ્રગટી. ક્યાંકથી કોઈકનું માંગી લાવેલું સ્કૂલનું પીનાફોર્મ, અંદર વ્હાઈટ શર્ટ, બૂટ મોજાં અને અદ્ધર વાળેલા લાલ રિબિન નાખેલા બે ચોટલા વાળેલી પન્નાએ બે હાથ ફેલાવીને લગભગ રા...ડ પાડી, "ઉત્તુડી...!" સામે બાહુપાશ ફેલાવીને ઉત્પત્તિએ "પન્નુડી... !" નો પોકાર કર્યો, અને દસ ફૂટના અંતરમાં પણ બન્ને સ્લો મોશનની એક્ટિંગ કરતાં કરતાં હીરો-હિરોઈનની જેમ એકબીજાની સામે દોડીને ભેટ્યા, ગોળ ગોળ ફર્યા અને પછી અચાનક હાથ જોડીને આંખ બંધ કરીને ચોરસ સ્વરમાં ગાવા માંડ્યા. (સૂરમાં હોય તો 'કોરસ'... નહિ તો 'ચોરસ' જ).

મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો
શિશુને ઉરમાં લ્યો લ્યો દયામય,મંગલ મંદિર ખોલો...

ફરી એક વાર મારી નજર જતીન જાટકિયા પર પડી અને ફરી એક વાર એણે લાચારીભરી આંખથી મારી માફી માંગી. મારા મનમાં એના માટે એક જ ભાવ જાગ્યો; 'સહાનુભૂતિનો'!

ત્યાં તો પેલો, ઉત્પત્તિનો રાજકુમાર ભદ્રાયુ આવ્યો અને મને કહે
"અંકલ, ફું હું તમારું વોફરૂમ યુઝ કરી ફકું?"
મને કંઈ સમજાયું  નહિ તો ય એમનેમ હા પાડી અને એ દોડીને બાથરૂમ તરફ ગયો. જતીન જાટકિયાએ સ્પષ્ટીકરણ કર્યું , " અમારા ભદ્રાયુને સ...શ... અને ષનો પ્રોબ્લેમ છે. (જે નોર્મલી મોટા ભાગના ગુજરાતીઓને હોય છે) અમારો ભદ્રાયુ સ...શ... અને ષની જગ્યાએ હંમેશાં 'ફ' બોલે છે. એટલે તમારે ફમજી જવાનું...! "

ત્યાં તો વોફરૂમમાંથી (આઈ મીન વૉશરૂમમાંથી) વીર ભદ્રાયુ બહાર આવીને કહેવા લાગ્યો, "થેંક્ યુ ફો મચ અંકલ તમારું વોફરૂમ ફુપર્બ છે. ફુ મફત ટાઈલ્ફ લગાડી છે. અંદર બેફી રહેવાનું જ મન થાય. તમારો ટેફ્ટ ફોલિડ છે !"

હું જતીનની સામે જોઉં ત્યાં તો ભદ્રાયુએ પન્નાને પૂછ્યું "માફી ફીકિંગ રોપ છે?"
મને કાંઈ પલ્લે પડ્યું નહી- શેની માફી માંગે છે આ ?
પછી ફોડ પડ્યો કે એ કહેવા માંગી રહ્યો છે. "માસી, સ્કીપિંગ રોપ છે?
  મેં ખભા ઉલાળ્યા પણ પન્ના 'અભી લાઈ મેરા બચ્ચા... ડેરા સચ્ચા... બહોત અચ્છા...' બોલતી બોલતી અંદર દોડી ગઈ. મને પન્નાના આ કાફિયામાં એકનો ઉમેરો કરવાનું મન થયું... 'અકલ કા કચ્ચા.'

"હું પણ હમણાં આવી... તમે જીજાજીને કંપની આપો. સાઢુભાઈ, સાઢુભાઈ વાતે વળગો" આવું કંઈ ઘોઘરા અવાજે બોલીને પન્નાના નકશેદમ પર 'ઉત્ત્પત્તી' પણ સરકી ગઈ. હું અને મારો પરાણે બની બેઠેલો સાઢુભાઈ સોફા પર ગોઠવાયા કે એણે  શરૂ કર્યું . "બોલો બીજું?

અરે, હજુ પહેલાના આઘાતમાંથી બહાર નથી આવ્યો ત્યાં બીજું શું હોય? (આવું હું માત્ર વિચારું છું અને કહું છું)
 "ના તમે ફરમાવો. "
અને એ સ્રૈણ અવાજવાળો પુરુષ શરૂ થઈ ગયો. "આપણી તો ચાર ટેક્સીઓ ફરે છે સાહેબ મુંબઈમાં... પણ આપણી ટેક્સી એટલે આપણી ટેક્સી... સાહેબ પેસેન્જરની સગવડ માટે આપણે એક માટલું પણ ટેક્સીમાં રાખ્યું છે. સાથે એક પવાલું અને પિત્તળનો ડોયો... આપણે તો ટેક્સીમાં 'ભલે પધાર્યા'નું પગલૂછણિયું પણ રાખ્યું છે. આપણી ટેક્સી એટલે આપણે આપણી ટેક્સી... સાહેબ... એકોએક દેવી દેવતાના ફોટા ટેક્સીમાં રાખ્યા છે... શંકર ભગવાન, ગણપતિ બાપા, જલારામ બાપા, સાંઈબાબા, અંબે મા, સીતારામ, બાપા સીતારામ, ખોડિયાર મા, મેલડી મા, રાંદલ મા, સત્યનારાયણ ભગવાન... અને ઈશુ ખ્રિસ્ત અને ગુરુનાનક પણ છે અને 'મક્કા મદીના'નો ફોટો પણ છે. આપણે માટે બધાં સરખા... સાહેબ. આપણી ટેક્સી એટલે આપણી ટેક્સી...

મને થયું,  'ભલે પધાર્યા'ના પગલૂછણિયા, માટલું, ડોયો, તેત્રીસ કરોડ દેવતાઓમાંથી અમુક પર્સન્ટેજ ભગવાનના ફોટા... આ બધા પછી પેસેન્જરને બેસવા માટે જગ્યા કયાં બચતી હશે ? મારા વિચારોને વેગ મળે એ પહેલાં તો જતીનીયાએ આગળ ચલાવ્યું...  "અરે સાહેબ, પેસેન્જર જેવો દરવાજો ખોલે એટલે આપણે એના સ્વાગતમાં એના મોઢામાં એક ગોળનું દડબું મૂકીએ અને ગાઈએ..." આટલું બોલીને શમશાદ બેગમનો અવાજ બેસી ગયો હોય એવા અવાજમાં
ગાવા માંડ્યો .

"કેસરીયા બાલમા હો જી..
પધારો મા....રે દેશ.. 
પધારો મા........રે દેશ...
'મા' અને 'રે' ને એટલું તાણીને ગાતો હતો કે મને થયું કે આને કોઇ 'મારે' નહિ તો સારું.

ભદ્રાયુને દોરડા આપ્યા કે ઉત્ત્પત્તી શરૂ થઇ ગઈ. 'અમારો ભદુ એક્સરસાઈઝ નિયમિત કરે... ટાઈમ થાય એટલે શરૂ જ થઈ જાય. અમારો ભદુ એટલે અમારો ભદુ...'
ભદ્રાયુ દોરડા કૂદવા માંડ્યો અને એની આગળ પાછળ ઊભા રહીને જતીન, ઉત્ત્પત્તી અને પન્ના જાતજાતની સેલ્ફીઓ લઈને આ યાદગાર ક્ષણને કચકડે કંડારવા માંડ્યા. હું મનોમન ભગવાનને પ્રાર્થના કરતો હતો કે આ લપ જલદી જાય તો સારું. ત્યાં સરોવરમાસાનો ઉપરના ફલેટમાંથી ઇન્ટરકોમ આવ્યો. "રાવલ સાહેબ, તમારે ત્યાં જે મહેમાન આવ્યા છે ને એના ખટારાએ મારી ગાડીને ઘસરકો કર્યો છે. ડંટીંગ પેંટિંગના પાંત્રીસસો રૂપિયા મોકલી આપજો નહીં તો તમારી ગાડી પર તવેથો ઘસી નાખીશ..._