12.2.10

અક્રમવિજ્ઞાન- દાદાવાણી
ચૌદ લોકના નાથ પ્રગટ થયેલા કઇ રીતે અનુભવાય ?
જગતના જીવમાત્ર જોડે એક્તા લાગવી જોઇએ. ભેદ-અભેદ લાગવું ના જોઇએ.  એક્તા જ લાગ્યા કરે એટ્લે કોઇનો દોષ દેખાય જ નહીં. નિર્દોષ જ દેખાય બધું, એ જ પુર્ણ દશા.


પ્રેમ એટલે
આ બધું હું જ છું , હું જ દેખાઉં છું .
પ્રેમસ્વરૂપ એટલે શું?
કે બધું અભેદભાવે જોવું , અભેદભાવે વર્તન કરવું, અભેદભાવે ચાલવું,
અભેદભાવ જ માનવો.
ખરી રીતે ,
જગત જેમ છે તેમ જાણે,
પછી અનુભવે
એને તો પ્રેમસ્વરૂપ જ થાય.

જગત જેમ છે તેમ એટ્લે શું?
કે કોઇ જીવ કિંચિત્માત્ર દોષિત નથી, જીવમાત્ર નિર્દોષ જ છે. ભેદબુધ્ધિથી દોષિત દેખાય છે. જેની ભેદબુધ્ધિ ગઇ , જેને અભેદતા ઉત્પન્ન થઇ ત્યાં દોષિત જેવું કૈં છે જ નહીં.
જગતમા પ્રેમ જ છે.

જ્યાં સુધી દોષિત દેખાય છે ત્યાં સુધી કશું જ પામ્યો નથી.
અભેદ દ્રષ્ટિ થૈ એ ભગવાન કહેવાય.

બધા સાથે બેસાડીને મને કોઇ ગાળો ભાંડે,
ત્યારે હું કયા ઉપયોગમાં (ભાવમાં)રહું?
હું જ બોલું છું ને હું જ સાંભળું છું , એવા ઉપયોગમાં રહું.

દેહમાં, મનમાં, વાણીમાં, 'હું' પણું રાખે છે, તેનાથી ભગવાન છેટા રહે છે
અને ' સ્વરૂપ 'માં 'હું'પણું રાખે છે, તેની સાથે ભગવાન  અભેદ થઇ જાય છે!

અમે આ જગતમા બે ભાવે રહીએ છીએ.
લઘુતમ ભાવ અને અભેદ ભાવ,
આ બે જ અમારી મુખ્ય બાઉન્ડ્રી છે.
વ્યવહાર થી અમે લઘુતમમા છીએ.
નિશ્ચયથી અમે ગુરુતમ ભાવમા છીએ.
અને આમ સ્વભાવે કરીને અભેદ સ્વરૂપ છીએ.જ્યાં સહજભાવ હોય ત્યાં ધર્મ હોય.
સહજભાવ જેટલો હોય એટલો જ ધર્મ સહેજાસહેજ બની જાય ને!

જ્યાં સુધી  જ્ઞાની ના મળે ત્યાં સુધી ભક્તિ માંગવી
ને  જ્ઞાની  મળે તો એમની પાસે મોક્ષ માંગવો.
'તુંહી'માં [ ભક્તિમાં] 'તું' ને 'હું' નો ભેદ રહે , તે ઠેઠ સુધી ભગતને ભગવાન બે જુદા જ રહે; જ્યારે 'હુંહી' [ જ્ઞાનમાં] માં અભેદતા રહે, પોતે જ પરમાત્મા સ્વરૂપ થઇ જાય!
જેમ જેમ સંસાર છુટતો જાય , તમારો પ્રારબ્ધ ખુટ્તું જાય તેમ અભેદતા ઉત્પન્ન થાય. પ્રારબ્ધ જાગ્રુતિપૂર્વક ભોગવાઇ જાય એટલે અભેદ થઇ જાય.

ટિપ્પણીઓ નથી: