22.2.10

સ્વ-મુલ્યાઁકનના સોનેરી નિયમો


 "હું મારા માટે શું માનું છું?"
જવાબ આપતા પહેલા આ નિયમો યાદ કરી લેજો...


તમારા વિશે ક્યારેય કશું ઘસાતું બોલશો નહીં કે વિચારશો નહીં.
એમ કરવાથી તમને બનાવ્યા છે એ ઇશ્વરની સાથે વિરોધાભાસ સર્જાશે.


તમને ઇશ્વરે આપી છે
એ શક્તિઓને યાદ રાખવાનું અને
ખુદને સતત પ્રોત્સાહન આપવાનું શીખી લેજો,
કારણકે એ કામ બીજું કોઇ ભાગ્યે જ કરશે !


તમારી સરખામણી બીજા કોઇની સાથે ના કરશો.
તમે અનન્ય છો: એકમાત્ર  અને    અસલ-ઓરિજીનલ !
માટે મહેરબાની કરીને
ડુપ્લીકેટ બનવાનું સ્વીકારશો નહીં !

તમારી ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરજો,
મર્યાદાઓ પર નહીં.
યાદ રાખો-તમારામાં ઇશ્વરનો વાસ છે.

તમને બહુ ગમતું હોય એવું કામ શોધી કાઢો
એ કામ સરસ રીતે પુરું કરો
અને એ સર્વોત્તમ રીતે કરી શકાય એવી મહારત હાસલ કરવા મથતા રહો.

અલગ હોવાની અને અલગ બની રહેવાની હિંમત કેળવો.
ખુદાને ખુશ રાખજો, લોકોની પરવા ના કરશો!

ટીકાઓ સાથે કામ પાડતા શીખી જજો
વિરોધોથી તો વધવાનું હોય, કરમાવાનું ના હોય

બીજા પાસે કરાવવા કરતાં તમારૂં મૂલ્યાંકન તમે જાતે જ કરજો.
બીજા તો તમારી કીમત ઓછી જ આંકશે !

આત્મવિશ્વાસ માટે તમારી અંદર જ એક અખૂટ સ્ત્રોત છે      
એના પર દરરોજ ધ્યાન કેન્દ્રીત કરજો. 
                                  એ છે-
  તમારી અંદર જ રહે છે એ તમારો ભગવાન !

તમારી ત્રુટીઓ અને ખામીઓને પ્રમાણસર મુલવજો:
આપણે હજુ "વર્ક ઇન પ્રોગ્રેસ" છીએ!


ટિપ્પણીઓ નથી: