27.4.10

ખરતાં પર્ણો વચ્ચે રાત્રિઓ

શ્રી સુરેશ દલાલ સંપાદિત 'વિશ્વ કવિતા'માંથી
આ કવિતા ટપકાવી હતી એવું યાદ છે.
અનુવાદક નું નામ નોધવાનું રહી ગયું હોવાથી દર્શાવ્યું નથી.

ખરતાં પર્ણો વચ્ચે રાત્રિઓ
(ડગમાર નીક –જર્મન)

રાત્રિઓ પર્ણોની.
ને તોય ખીલે છે ગુલાબ.

આંસુ જડાઈ ગયા છે મૃગનક્ષત્રની મેખલામાં.

હ્રદય એકાકી: મૃત માનવીને ગોપવતા બંધ કમરા જેવું.

જુદાઈ તો હતી ને હશે.

વીતેલા ને વીતી જતા કલાકો
મુદ્રાંકિત થયા છે આપણાં પોપચાં નીચે.

કોઈ જુદાઇ
નથી તો ભુલાઈ
કે નથી તો જીતાઈ.
સ્વપ્નો તો સ્મૃતિભોમ .
કેટલું બધું ગમે મને,
તારાં ચરણો પાસે,
રજકણ ને છાયા પેઠે, શાંત.

સમય રાહ જોતો હશે આપણા પ્રેમની- નહિં?

ખરતાં પર્ણો વચ્ચે રાત્રિઓ...

ટિપ્પણીઓ નથી: