14.3.12

મા-બાપ ઇરેઝર જેવા હોય છે !

પેન્સિલ :
મને એ જોઈને બહુ દુખ થાય છે કે મારે લીધે તારે વેઠવું પડે છે. 
જયારે-જયારે હું કોઇ ભૂલ કરૂં ,
ત્યારે એ ભૂલને મિટાવી દેવા તું હમેશા હાજર થઇ જાય છે.
પણ...
મારી હરેક ભૂલ મીટાવતી વખતે તું તારા અસ્તિત્વનો નાનકડો ભાગ ગુમાવતો જાય છે...
તું દિવસે ને દિવસે ઘસાતો જાય છે...

ઇરેઝર :
વાત તો તારી સાચી છે,
પણ સાચું કહું,
મને એની જરાય પરવા નથી.
કારણ કે મારૂં કામ જ આ છે.
જયારે જયારે તારાથી કોઇ ભૂલ થાય
ત્યારે તને મદદરૂપ થવું એ જ મારા જીવન નો હેતુ છે.
મને ખબર છે કે આમ કરતાં -કરતાં હું ખલાસ થઇ જઈશ
અને તું મારે સ્થાને નવું ઇરેઝર લઇ આવીશ,
પણ હું મારા કામ થી ખુશ છું.
એટલે તું ફિકર કર મા.
તને ચિંતાતુર જોવો મને જરાય પસંદ નથી !
................


હવે આ સંવાદને
સંતાન અને મા-બાપ વચ્ચેના સંવાદ તરીકે ફરીથી વાંચો
એટલે તમને સમજાશે કે એમાં કેવી અદભુત વાત કહેવાઇ છે!

દરેક મા-બાપ એમના સંતાનો માટે ઇરેઝર જેવા હોય છે.

એમના બાળકો માટે એ હમેશા તત્પર રહે છે ,
એમની ભૂલો , એમની તકલીફોને જલ્દીથી મિટાવી દેવા માટે...
એમ કરતાં-કરતાં એ લોકો ધીમે ધીમે ઘસાતા જાય છે,
ઘરડાં થતાં જાય છે,
અને કાળક્રમે એમના બાળકોની દુનિયામાંથી વિદાય લે છે..
એમનું બાળક
એક નવું ઇરેઝર - એની જીવનસાથી ! - 
શોધી લે છે,
છતાંય મા-બાપ તો પોતાના બાળક માટે પોતે જે કંઈ કરી શકે છે એનાથી
અને પોતાનું બાળક ખુશ છે એ વાત થી ખુશ રહે છે...
પોતાના બાળકને ચિંતાતુર જોવો એમને જરાય પસંદ નથી !

આખી જિંદગી, હું પેન્સિલ જ રહ્યો છું.
અને એટલે આજે જ્યારે મારા ઈરેઝરને,
મારાં મા-બાપને,
દિન-પ્રતિદિન ક્ષીણ થતાં જોઉં છું
ત્યારે વ્યથિત થઇ જાઉં છું,
કારણ કે મને ખબર છે
કે એક દિવસ મારી પાસે બાકી બચશે
મારી પાસે જે હતું (હતાં),
એની ફક્ત સ્મૃતિઓ. ...


" આપણે ખુદ મા-બાપ ના થઈએ
ત્યાં સુધી આપણને ખ્યાલ આવતો નથી
કે આપણા મા-બાપ આપણને કેટલો બધો પ્રેમ કરતાં હતાં !"
ટિપ્પણીઓ નથી: