19.4.10

personality development notes-gujarati powerpoint








આ પાવરપોઇન્ટ ને ડાઉનલોડ કરવા માટે 
અહીં  ક્લિક કરો.

તું છોડાવી આંગળી મારી ઉડવાને આતુર

તા.ક.: ૨૦/૪/૨૦૧૦ - આજે ગૂગલમાં સર્ચ કરતાં જોવા મળ્યું કે આ રચના તુષાર શુક્લ ની છે અને 
ડોક્ટર મોહિત શાહ ના બ્લોગ પર  પહેલેથી ઉપલબ્ધ છે.  
તાજા તાજા કલમ: આંખો લેખ હવે વિશાલ ભાઈ ની રચના ના પ્રતાપે અહી ઉપલબ્ધ છે......... 

મારા ભાઈબંધ   પરાગ  વકીલે ઈ -મેઈલમાં મોકલેલી આ કવિતા અધૂરી હતી, ને એને એ યાદ નહોતું કે ક્યાંથી મળી હતી! એટલે મેં ગુગલ માં તપાસ કરી તો જોયું કે એક લેખ સાથે આ કૃતિ ગુજરાત સમાચારમાં ફેબ્રુઆરી ૨૦૧૦ માં પ્રસિદ્ધ થઇ હતી. પણ એ લીંક વડે જોવા મળેલ પાનું યુનીકોડમાં નહીં પણ ગોપિકા ફોન્ટ્સ માં હતું. વિશાલ મોણપરા એ બનાવેલ ફોન્ટ  કન્વર્ઝન સાધન /વેબપેજ [gurjardesh.com] વડે યુનીકોડમાં કન્વર્ટ તો કર્યું પણ પરફેક્ટ નહોતું. એટલે છેલ્લી બે લીટીમાં કદાચ કોઈ ફેરફાર સંભવ છે. મૂળ લેખ  કવિતા અને લેખકનું નામ કોઈને મળે તો જણાવવા વિનંતી છે.
તું છોડાવી આંગળી મારી ઉડવાને આતુર.  
ઉંબર,આંગણ ઓળંગીને જવા દુર સુદૂર.

અમે જ  ખોલી'તી બારી,અમે બારણા પણ ખોલીશું.
આવ્યા ત્યારે આવો કીધું, આવજો પણ બોલીશું

જીવતાં જીવતાં જે સમજાયું ,એ કહેવું છે મારે.
હું જાણું છું તારું જીવન જીવવાનું છે તારે.

બેટા, આવ બેસ પાસે.
સાંભળ. જે કહું છું આજે .

કદીક લાગશે જીવન તો છે મનગમતો તહેવાર,
કદીક લાગશે જીવન તો છે અણગમતો વહેવાર.

જીવનપથ પર  મળશે હોટલ, કદીક મળશે ઘર.
શું છે સગવડ? શેમાં સુખ છે?જાણવાનો અવસર.

હોઠ ભીંજવતું પીણું શું? શું તરસ છીપવું , પાણી
શું છે જળ અને શું મૃગજળ એ ભેદ લેવો ને જાણી.

અહંકાર અને અધિકારની મનડું ગૂંથે જાળ.
ઉડતા શીખવી,ઉડવા પણ  દઈ, રાખીશું સંભાળ

માંગતા ભૂલી, આપતા શીખો ,પામશો આપોઆપ. 
આજ નહીતો કાલે મળશે, વાટ જુઓ ચુપચાપ.

જીવન મળ્યું છે જીવવા માટે લાગણીભીનું જીવો.
તૂટે ત્યાંથી તરત જોડજો, ફાટે  ત્યાંથી સીવો.

સડી જાય  એ કાપવું પડશે એટલું લેજો જાણી
જાગ્યા ત્યાંથી સવાર સમજો, જીવન બને ઉજાણી.

કોઈને ગમતી રાતરાણી ને કોઈને પારીજાત,
કોઈને ઢળતી  રાત ગમે ને  કોઈને ગમે પ્રભાત .

પોતપોતાની પસંદમાંહે સહુ કોઈ રહેતા મસ્ત,
સુરજ પાસે શીખવા જેવું : ઉગે તેનો અસ્ત.

સંપતિને, સમૃદ્ધિને,  વૈભવ તો છે વહેમ.
"જીવન જીવવા જેવું છે" એના કારણમાં છે પ્રેમ.   

બાળપણમાં  લન્ચબોક્ષમાં મમ્મી નાસ્તો ભરતી. 
કદીક ભાવતું, કદીક તને ના ભાવતુંએ પણ મૂકતી.

ભાવતું જોઇને હરખાતી, નાભાવતું એ  ખાતી.
હાથ નહિ રોકાતો, જયારે ભૂખ લાગતી સાચી.

ગમતું ,અણગમતું, સઘળું જે કામનું લાગ્યું મને,
બેટા, એનું જીવનભાથું મેં બંધાવ્યું તને. 

આભે ઉડતા જોઈ તને બસ ! અમે રાજી રહેશું 
અમારો છે આ દીકરો એટલું ગૌરવ થી  અમે કહેશું

બેટા , ઊડ હવે આગળ!
લખજે કદીક   તું કાગળ !

11.4.10

જિંદગી ની પાઠશાળા

મને ગમી ગયો એ પાવર-પોઈન્ટનું ગુજરાતી ભાષાંતર .....
ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

10.4.10

સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,આ શાની અગન છે ? આ શાનો ધખારો ?
સરૂપ ધ્રુવ
 [લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ]
અંદરનો ખાલીપો અને સંબંધોની રિક્તતા
એવા બહુ ખેડાયેલા વિષય પર પણ અહીં એ પોતાની અલગ જ છાપ છોડે છે.
સરૂપ ધ્રુવના કાવ્યો સ્વભાવે વિદ્રોહી છે. એમનો એક એક શબ્દ તણખા જેવો છે.

ચાલ સખી, પાંદડીમાં… - ધ્રુવ ભટ્ટ | ટહુકો.કોમ

ચાલ સખી, પાંદડીમાં… - ધ્રુવ ભટ્ટ | ટહુકો.કોમ

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.

જેટલીવાર સાંભળો એટલીવાર એમ થાય, કે ફરીથી એકવાર સાંભળીયે 

સ્વર : અમર ભટ્ટ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ


5.4.10

Copy to / Move to Folder… હવે રાઇટ-ક્લિક વગા !

Copy to / Move to Folder… હવે રાઇટ-ક્લિક વગા !
XP સાથે કામ કરતાં-કરતાં જો કોઇ એક એક્શન વારંવાર લેવાના થતાં હોય તો એ છે : કોઇ ફાઇલને અન્ય ફોલ્ડરમાં ખસેડવી કે કૉપી કરવી. સામાન્યત: આપણે ડેસ્ક્ટોપ પર જ ફાઇલ રાખતા હોઇએ છીએ, એટલે કામ પત્યા પછી ફાઇલને અન્યત્ર રવાના કરવાની જરુર પડે જ. આ કામ માટે આપણે સૌ પ્રથમ તો જે તે ફાઇલ પર રાઇટ-ક્લિક કરી CUT  કે  COPY કહીએ છીએ અને પછી, જ્યાં PASTE કરવી છે એ ફોલ્ડર ખોલી PASTE કહીએ છીએ. પણ મૂળ ફાઇલ પર રાઇટ ક્લિક કરી તેને કયા ફોલ્ડરમાં પેસ્ટ કરવી છે એવું કહી શકાતું નથી.
       વૅલ, જો તમે Windows Explorer નો ઉપયોગ કરતા હો તો આ વિકલ્પ મળે છે. (Start > All Programs > accessories > windows explorer OR  right-click START, select explore) ફાઇલ સિલેક્ટ કર્યા પછી, Edit મેનુમાં જઇ તમે Copy to Folder કે Move to Folder સિલેક્ટ કરી શકો છો. આ સાથે જ કમ્પ્યુટરના તમામ સ્થાનો નો નકશો આવી જશે ( જે તમે Save As કહો છો ત્યારે આવે છે), તમારે તમારું ફોલ્ડર શોધી Copy કે Move નો ઓર્ડર જ આપવાનો રહે છે.
       આ કમાન્ડને હાથવગો રાખવો હોય તો ઓર એક ટ્રીક: વિન્ડોઝ એક્ષ્પ્લોરરમાં ટુલબાર પર રાઇટ-ક્લિક કરી, ક્સ્ટમાઇઝ કહો. અહીંયા અવેલેબલ ટુલબાર બટન્સ વાળી બારીમાંથી Copy to પર ક્લિક કરી, Add પર ક્લિક કરો. આથી તે સામેની ‘કરન્ટ ટુલબાર બટન્સ’ વિન્ડોમાં તેમજ ટુલબારમાં દેખાવા લાગશે. આ જ રીતે, Move to ને પણ ટુલબારમાં સામેલ કરો. પછી ક્લોઝ બટન પર ક્લિક કરી દો. હવે પછી જ્યારે પણ કોઇ ફાઇલ માટે CUT  કે  COPY કહેવાની જરુર પડે ત્યારે ઉપરના ટુલબારમાંથી Copy to કે Move to પર ક્લિક કરો, ઍશ કરો!
       બટ વેઇટ!
       ધ બૅસ્ટ ઇઝ યેટ ટુ અરાઇવ !
       કેવું સરસ લાગે જો Copy to Folder અને Move to Folder ઑપ્શન્સ રાઇટ-ક્લિક મેનુમાં જ સામેલ થઇ જાય?! ઑ.કે. કોઈ નેટર્ષિએ તમારા માટે એવી ફાઇલ [CopytoXP.reg] તૈયાર કરી છે, જેના પર ક્લિક કરવામાત્રથી Copy to Folder અને Move to Folder ઑપ્શન્સ રાઇટ-ક્લિક મેનુમાં સામેલ થઇ જાય છે. બસ ત્યારે, હવે કોઇ પણ ફાઇલને, એ હોય ત્યાંથી જ,  ઠેકાણે પાડી દો!
આ નાનકડી પ્રોગ્રામ ફાઈલ ડાઉનલોડ કરવા સોફ્ટપીડિયા સાઈટ પરની નીચેની લીંક પર ક્લિક કરો, ડાઉનલોડ કરો.. અને મજા કરો!
http://www.softpedia.com/progDownload/Add-Copy-To-Move-To-Download-139487.html
[ આવો જ અન્ય પ્રોગ્રામ અહિયા મળશે ]

 
   

2.4.10


અહંકાર શું છે?
' હું ચંદુભાઇ છું ' એ જ અહંકાર.
જ્યાં તું નથી ત્યાં તું પોતાપણાનો આરોપ કરે છે તે જ અહમ.
પોતે નથી ત્યાં માની લીધું કે હું આ છું એનું નામ અહંકાર.
અહંકારથી જ આ બધું ઊભું થયું છે ને અહંકાર વિલય થાય એટલે મુક્તિ છે !
આ અહંકાર શેના હારુ ? જેણે અનંત અવતાર મુશ્કેલી માં મૂકી દીધા એ તો પાકો શત્રુ છે. 

અહંકાર હંમેશા પોતાનું ખોટું ના દેખાય એવો ધંધો કરે.
અહંકાર આંધળો હોય એટલે બધું ઉંધુ-છત્તું કરે. સ્વભાવથી જ આંધળો છે, સહેજ બુદ્ધિની  આંખે થોડું ઘણું જુએ છે અને બુદ્ધિ ની સલાહથી ચાલે છે. એ બુદ્ધિ જ્યાં કહે ત્યાં એની સહી કરે. બાકી આમ પોતે આંધળો છે.

મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ કર્યા જ કરે છે. પ્રાપ્ત સંજોગોમાં સહેજ પણ ડખલ ના હોય તો ભગવાનની સત્તા રહે , તેને બદલે ડખો કરે અને પોતાની સત્તા ઉભી કરે છે. 
આપણે જે ભાવના કરીએ છીએ એનાથી આ પાપ કે પુણ્ય બંધાય છે , તો એ ભાવના કોની ? અહંકારની.

આ ગાંડો અહંકાર છે એ કેવી રીતે ખબર પડે?
દુઃખ આપે એ બધો અહંકાર ગાંડો.
જેને લોકો એક્સેપ્ટ ના કરે ને અહંકાર પોતે ‘હું કઈક  છુ’ એવું માની બેઠો હોય, તે ગાંડો અહંકાર કહેવાય, કદરૂપો અહંકાર કહેવાય.
નિયમ શું છે કે જે અહંકાર વહોરી લે, તેના માથે જોખમદારી થાય. અહંકાર જે કરે તેને એનું ફળ મળે. થતું હોય એની મેળે, કર્મ ના ઉદયે રાજા બનાવ્યા એમને, પણ એ અહંકાર કરે ‘મેં કર્યું !’ કે માર પડ્યો.

જ્યાં સુધી આપણે છંછેડીએ નહીં  ત્યાં સુધી આપણા વ્યવસ્થિતમાં  કંઈ ડખો ડખલ ના થાય? 
ના, કોઈના અહંકારને આપણે કશું પણ ન કરીએ તો કોઈ કશું કરે નહીં .
વિનયમાં રહો , અવિનય નહીં કરો તો કોઈ તમારું નામ લેનાર નથી.

અહંકાર જાય ક્યારે?
કૃપાળુદેવે કહ્યું , ‘ દીઠા નહી નિજદોષ તો તરીએ કોણ ઉપાય?’ જ્યારથી દોષ દેખાવાના થાયને, ત્યારથી કૃપાળુદેવનો ધર્મ સમજ્યો કહેવાય. પોતાના દોષ દેખાય નહીં ત્યાં સુધી કશું સમજ્યો નથી.
બીજાના દોષ દેખાય છે તે આપણા જ દોષનો પડઘો છે.
મોટામાં મોટો આપણો જ દોષ છે. એને અહંકાર કહેવાય !

કોઈ ગાળ ભાંડે તો અહંકાર ઘવાય? અહંકાર ઘવાય તો સારૂં, ઓછું થાય એટલું. ઘવાતું ઘવાતું પડી જાયને? અહંકારનું રક્ષણ કરવા જેવું નથી. અહંકાર પોતે જ રક્ષણ કરી લે એવો છે.

અહંકાર જાય ક્યારે? અહંકાર ખોટો છે, એવું સ્વીકાર્ય બને ત્યારે. જ્યાં કકળાટ થાય ત્યાં સમજી જવું કે પોતાનો જ અહંકાર ખોટો છે. એટલું સમજ્યા તો તે અહંકાર જાય.
મતભેદ પડે ત્યાં આપણીજ ભૂલ છે એમ માનીશું ત્યારે જગતનો છેડો આવશે.

વ્યવહાર માં જે ‘ખરું - ખોટું ‘ બોલવામાં આવે છે તે બધું ‘ઈગોઈઝમ’ છે. કોઈનું ખોટું તો છે જ નહીં જગતમાં. બધું વિનાશી સત્ય છે, તો પછી એમાં શું પકડ પકડવાની ? કશું ‘ખરું - ખોટું ‘ હોતું જ નથી, બધું ‘કરેક્ટ’ જ છે. પછી સહુ સહુનું ડ્રોઈંગ જુદું જ હોય. એ ડ્રોઈંગ કલ્પિત છે, સાચું નથી.

જીભની, વાણી ની ભાંજગડ અને ઘડભાંજ એ શું છે?
એ અહંકાર છે પૂર્વભવનો. એ અહંકારથી જીભ ગમે તેમ આપે અને એમાં સ્પંદનોની અથડામણ ઉભી થાય. આજે તો જે દુઃખો છે તે મોટા ભાગે તો જીભના, વાણીના સ્પંદનોના જ છે.
વીતરાગ વિજ્ઞાન શું કહે છે કે ઘરનાની પ્રકૃતિ ને જીતો. જીતો એટલે?
એ બધા તમારી પર ખુબ રાજી થાય. તેથી એમને દુઃખ ના થાય , એવી રીતે જીતો.
બહાર દુનિયા જીતવાની નથી, તમારી ઘરની સાત ફાઈલો છે એને જીતો. દુનિયા જીતાયેલી જ છે.
તમારી ફાઈલ ને મુકીને નાસી છુટ્યા ને સાધુ થઇ ગયા, તો દહાડો વળે નહીં . એ ફાઈલને જીતવી પડશે. એ ફાઈલ જ તમારે માટે આવેલી છે. 

આપણે ગમે તેટલું કરીએ પણ સામો ના સુધરે તો શું કરવું?
આપણે સુધર્યા ના હોઈએ ને બીજાને સુધારવા જઈએ, એ મીનિંગલેસ છે. ત્યાં સુધી આપણા શબ્દ પણ પાછા પડે. અહંકારથી સામાને દબડાવી-કરીને કામ કરાવવા જઈએ, તો સામો વધારે બગડે. જ્યાં અહંકાર નથી , ત્યાં તેને બધા કાયમ ‘સિન્સીયર’ હોય, ત્યાં રિયાલીટી હોય. ‘અહંકાર નુકસાનકર્તા છે’ એવું જાણી લો ત્યારથી જ બધું કામ સરળ થાય.
વઢવું  એ મોટામાં મોટો અહંકાર છે, ગાંડો અહંકાર છે.
વઢેલું કામનું ક્યારે કહેવાય? પૂર્વગ્રહ વગર વઢે તે.   

અહંકારના બે રસ્તા કરવા જેવા છે.
જો મોક્ષે જવું હોય તો અહંકારને છોડાવવા માટે મારી પાસે [જ્ઞાની પુરુષ પાસે] આવવું જોઈએ. જે અહંકારથી મુક્ત છે ત્યાં તમને એ અહંકારથી મુક્ત કરી શકે.
જો સાંસારિક સુખો જોઈતા હોય ઓ અહંકારને સુંદર બનાવો. લોકો પસંદ કરે એવો અહંકાર જોઈએ.






    

12.3.10

જેકસન બ્રાઉનની યાદ રાખવા જેવી વાતો

 જેકસન બ્રાઉનની
 યાદ રાખવા જેવી વાતો
 
* 'કેમ છો " કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
* મહેણું ક્યારેય ન મારો.
* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
*
જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
*
કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
* જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો.
*
ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો

8.3.10

"શબ્દો થી નહીં ચુકવી શકું તમારું ઋણ "




હજુ થોડા દિવસ પહેલાં જ "મારું મૌન એ જ મારી ભાષા " કવિતા બ્લોગપર મુકી ત્યારે કલ્પના પણ ન હતી કે થોડા જ દિવસોમાં એવી વિભૂતિના અવસાનના સમાચાર સાંભળવા પડશે જેના માટે આ કવિતા અક્ષરસઃ લાગુ પડે છે. અમારા સંસ્કૃતના શિક્ષક શ્રી પાંડે સાહેબ ના અવસાન-સમાચાર સાંભળીને એમ જ કહેવાનું મન થયું કે

" શબ્દો થી નહીં ચુકવી શકું તમારું  ઋણ ."
માતૃભાષા ગુજરાતી સામે આજે જ્યારે પ્ર્શ્નાર્થ છે ત્યારે સંસ્કૃત ને વ્હાલ કરી શકાય , એનો આનંદ માણી શકાય એવો લ્હાવો અમને પાંડે સાહેબના વિદ્યાર્થી હોવાને કારણે જ મળ્યો છે. હિંદુ સંસ્કૃતિના ઘરેણારુપ સંસ્કૃત શ્લોકો, પ્રાર્થનાઓ, સ્તોત્ર અને પાઠ સમજીને, ભાવપૂર્વક બોલવાના થાય ત્યારે પાંડેસાહેબ અચુકપણે યાદ આવે.  કોઇ નવો શ્લોક કે મંત્ર સાંભળવા મળે અને અર્થ ના લખ્યો હોય તો ય એને સમજી શક્યા એવું લાગે ત્યારે એ અતિ શિસ્તપ્રેમી ,   શ્વેતકેશી ગુરુજી  પ્રસન્નતા પૂર્વક મંદમંદ સ્મિત કરતા  હોય એમ લાગે.
શિવમહિમ્ન સ્તોત્ર જેવા પાઠમાં અઘરા - અઘરા ઉચ્ચારો સાચી રીતે બોલાય ત્યારે,  કે કોઇ જોડાયેલા શબ્દને બોલવાની સરળતા ખાતર સંધિથી છુટો પાડતાં હોઇએ ત્યારે, સપ્તમિ કે સષ્ઠિ ન્ક્કી કરતા હોઇએ ત્યારે એ દેવવાણીને વરેલા મહર્ષિનું સ્મરણ તો થાય જ. ....

વિધ્યાનું  દાન કરનાર ગુરુઓને આ તે કેવું મોટુ વરદાન મળે છે!
વૈજ્ઞાનિકો , કલાકારો અને શિક્ષકો - કદી લુપ્ત થતા નથી.
એમના આવિષ્કારો, એમની કૃતિઓ અને એમણે આપેલી વિધ્યા જ્યાં સુધી ટ્કે છે ત્યાં સુધી એ અમરત્વને વરેલા રહે છે.

બિછડે સભી બારી બારી ના નિયમે છુટા પડતા જવાનુ તો નક્કી જ છે. પણ એક શિક્ષક એના વિદ્યાર્થીના જ્ઞાનમાં , એની સમજણમાં હંમેશા ધબકતો રહે છે.

એટ્લે જ્યાં સુધી મારા તમારા આપણા અને આપણી પછીની પેઢી - કે જેને આપને આપણા ગુરુજી પાસેથી પામેલા જ્ઞાનની મદદથી સંસ્કૃત્મા છબ્છબીયા કરતા શિખવાડીશું, - ના મુખેથી એ મધુર શ્લોકો વહેતા રહેશે, એ ડહાપણ  ભરેલા સુભાષિતો  યાદ થતા રહેશે, ત્યાં સુધી એ શ્વેતકેશી  ગુરુવર્ય શેષ થવાના નથી એ નક્કી.

લાગે છે કે ઇશ્વરને પણ શીઘ્રલુપ્ત થૈ રહેલી દેવ ભાષા  બચાવવામાં રસ પડ્યો છે.

અને એ માટે આપણા આ ભેખધારી ગુરુજી થી વધુ સારો પ્રચારક કોણ મળવાનો હતો ભલા?

એટલે,  આપણાજ પાંડેસાહેબ, નવા વેશમા નવા દેહમા આપણી   વચ્ચે પાછા તો ફરવાના જ છે... આપણા   છોકરાવને ય સંસ્કૃતના પ્રેમમાં તો પાડવા પડશે ને ભલા.......


મારું મૌન એ જ મારી ભાષા

તમારા વખાણ ધીમા સ્વરે કરવા બદલ મને માફ કરજો
પરંતુ તમારા માટેનું માન જ
મારી પાસે માંગે છે
વધારે પડતું બોલવાની આવી અનિચ્છા.
કારણ
હાથ ઉપર હાથ મુકાય છે ત્યાં ઉતરે છે મૌન .

માફ કરજો કે મારા શબ્દો આવે છે પાતળા અને ધીમા.
પરંતુ વાચાળતા માટેનો આ ના હોઈ શકે સમય
કારણકે જીવને શાતા થાય છે એની સાથે જ
અવતરે છે મૌન.

આપણે ઓછું જાણીએ છીએ એ જ બોલીએ છીએ.
અને મને ખબર છે કે મારું પ્રેમપાત્ર મને ઓળખે છે.
તમારી પૂર્ણતા મને કરે છે મુક્ત.

તમે મારી વાચાળતાને લઇ લીધી છે મારા ડરની સાથે.

માફ કરજો કે હું અહીં ઉભો છું મૂંગો,
પણ
શબ્દોથી નહિ ચૂકવી શકું તમારું ઋણ.