17.5.10

બરફનાં ચણતર - ઘડીકના ઘડતર-મનુ ખોકાણીફરી એકવાર  આવ્યાં "દાસ"નાં  દહીંવાળા ગળચટ્ટા ખમણ
અને સાથે મળી મનુ ખોકાણીની તમતમાટ નવી કવિતા !
(શ્રી મનુ ખોકાણી "દાસ" પરિવારના કુટુંબ મિત્ર છે એવું જાણવા મળ્યું)
બરફનાં ચણતર - ઘડીકના ઘડતર

કલ્પનાનો પનો ટુંકો પડે એવી સદીનાં પાદરે માનવી ઉભો છે ત્યારે ...
બિલ ક્લીન્ટન અને બિલ ગેટ્સ એના સપનાનાં સોદાગર છે
ઈન્ટરનેટ અને વેબસાઈટ એની બારાખડી છે
લાઈફ- સ્પેસ અને સાયબર - સ્પેસ એકાકાર થતાં જાય છે
યંત્રવત માનવી અને માનવવત યંત્રો આજની સમસ્યા છે
જાહેરખબરોથી ભારતીય આત્માઓને ટ્રાન્સપ્લાન્ટ કરાઈ રહ્યાં છે
જનરેશન ગેપ નહીં, કમ્યુનિકેશન ગેપ એને પજવે છે
કુથલી- વાયરસને કારણે પરિવારો બરબાદ થતાં જાય છે
બ્રમ્હાંડ નાનું થતું જાય છે - કૌભાંડ મોટા થતાં જાય છે
"શુભ" પર એને ભરોસો રહ્યો નથી- "લાભ એ જ શુભ" એવી ગણતરી એ માંડે છે
ધર્મમાં રીચ્યુઅલ રહી ગયું છે -- સ્પીરીચ્યુઅલ કશું નથી
પથ્થર  એટલાં દેવ માને છે અને માનવીને પથ્થર માને છે
માનવી તોળાય  છે -- બચપણ રોળાય છે-- અસ્મત ચોળાય છે
વાલ્મિકીઓ  રાફડા છોડીને વાલિયા બનતાં જાય છે
ટાગોરનો કાબુલીવાલા તાલિબાન બનતો જાય છે
માનવીય સંબંધોમાં  દિવાને-આમ અને દિવાને-ખાસ બની ગયા છે
કોઈની પાસે ધરમનો કાંટો નથી
કોઈની આંખમાં શરમનો છાંટો નથી
બરફનાં ચણતર ઠાલા છે  છતાં ઘડીકના ઘડતર એને વહાલા છે
માણસોની ભીડ વચ્ચે માણસ ભીડમાં છે
આ..ખ્ખું કલ્ચર બદલાતું જાય છે - ઘીનો દીવો મીણબત્તી થઇ ગયો છે
છતાં સંકલ્પ હોય તો વિકલ્પ છે જ....
યોગી ન  થઇ શકીએ તો ભલે પણ ઉપયોગી થવાની ભાવના સાથે
નૂતન યાત્રા આરંભીએ તો જગત ગોકુળીયું ગામ બની રહેશે 
     - મનુ ખોકાણીટિપ્પણીઓ નથી: