13.8.11

તમે બુદ્ધ છો, તમે અંકુરિત થઈ રહેલા બુદ્ધ છો

ક્ષર-અક્ષર - વિનોદ ડી. ભટ્ટ

 
ઓશો કહે છે, યાદ રાખો, ‘બુદ્ધએ ગૌતમ બુદ્ધનું નામ નથી. બુદ્ધ એ એક ઉચ્ચ અવસ્થા છે, જે તેમણે પ્રાપ્ત કરી હતી. તેમનું નામ તો ગૌતમ સિદ્ધાર્થ હતું પછી એક દિવસ તેઓ બુદ્ધ બન્યા. એક દિવસ તેમની બોધિ, તેમની બુદ્ધિ પૂર્ણપણે ખીલી ઊઠી અને તેઓ બુદ્ધ કહેવાયા.
દરેક વ્યક્તિ બુદ્ધ થવાની ક્ષમતા ધરાવે છે. તમારા અંતરમાં રહેલું બીજ જો અંકુરણ પામે અને મહાકાય વૃક્ષ તેમાંથી ખીલે ત્યારે તમે બુદ્ધની અવસ્થાએ પહોંચી શકો.
બુદ્ધનાં અતિ સુંદર અને સરળ હૃદયસૂત્રો વ્યાપક જનસમુદાય સુધી પહોંચી શકે, તેવા શુભ આશયથી બુદ્ધના હૃદયસૂત્ર ઉપરના ઓશોનાં મૂળ અંગ્રેજી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ, ‘હૃદયસૂત્ર  નામે ઉપનિષદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયો છે.
હૃદયસૂત્રનું અન્ય એક સુંદર સૂત્ર છે.
 
ભગવતીને - પ્રજ્ઞાની પરિપૂર્ણતાને,
સુંદર અને પવિત્ર ને નમસ્કાર!
 
ઓશો કહે છે
હું તમારી અંદર વસતા બુદ્ધને નમસ્કાર કરું છું
કદાચ તમને એ વાતનો ખ્યાલ નહીં હોય. 
કદી સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય કે તમે બુદ્ધ છો. 
બૌધિત્વ તમારા અસ્તિત્વનું હાર્દ છે. 
પરંતુ તમે ગાઢ નિંદ્રામાં છો. 
તમે જાણતા નથી કે તમે કોણ છો. 
તમારે બુદ્ધ બનવાનું નથી
પરંતુ તમારે કેવળ એ સમજવાનું છે કે તમારે તમારા પોતાના મૂળ સ્ત્રોતમાં પાછા જવાનું છે,  
તમારે તમારી અંદર દૃષ્ટિ કરવાની છે. 
તમારી જાત સાથેનો તમારો સંઘર્ષ તમારા બૌધિત્વને અભિવ્યક્ત કરશે
તમારા હૃદયમાં એ વાત ધરી રાખો કે તમે બુદ્ધ છો. 
તમે બુદ્ધ છો તમે અંકુરિત થઈ રહેલા બુદ્ધ છો. 
તમે એકાકાર બનવા સમર્થ છો. 
કેવળ થોડી જાગૃતિની જરૂર છે. 
થોડી વિશેષ ચેતનાની જરૂર છે- 
ખજાનો તો ત્યાં જ છે,  
તમારે કેવળ તમારા ઘરમાં એક નાનકડો દીવો લાવવાનો છે. 
એક વાર અંધકાર અદૃશ્ય થતાં, તમે ભિખારી રહેશો નહીં, તમે બુદ્ધ હશો, તમે સાર્વભૌમ સમ્રાટ હશો, આ સમગ્ર રાજ્ય તમારું છે,  
સવાલ કેવળ કહેવાનો છે, તમારે કેવળ દાવો કરવાનો છે.
જ્યારે ચિત્ત થંભી જાય છે અને કંઇ પણ પ્રાપ્ત કરવામાં રસ રહેતો નથી 
ત્યારે તે બૌધિત્વ પ્રાપ્ત કરે છે 
જ્યારે ચિત્ત પૂર્ણવિરામ પર આવીને ઊભું રહે છે ત્યારે તે કશે પણ જતું નથી, તે અંદર જવાનું શરૂ કરે છે 
તે પોતાના જ અસ્તિત્વમાં - તે અગાધ ઊંડાણમાં ડૂબકી મારવાનું શરૂ કરે છે. 
પૂર્ણ શૂન્યતા, અપ્રાપ્તિપણા દ્વારા પ્રાપ્ત થાય છે આથી  પ્રાપ્તકર્તા ના બનો.
યાદ રાખો, મુક્તિનો અર્થ સ્વત્વની મુક્તિ એવો નથી. મુક્તિનો અર્થ છે 
સ્વત્વથી, નિજત્વથી, તમારી જાતથી છુટકારો- મુક્તિ.

ટિપ્પણીઓ નથી: