17.2.10

EAST VS WEST!

 

East V/s West ! 
 
સારી રીત નથી
એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી
ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને
શુ લખુ ? અહીયા સંસ્કાર  કે સંસ્કૃતિ સંકલિત નથી.
મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.
અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના
અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સંગીત નથી.
સંતાનોના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહીયા ભારતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી
બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.
પ્રેમ , વિશ્વાસ અને અનુકુલીન આધારીત સંબંધો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી
દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયામાં હે પ્રભુ
મનને મારીને જીવ્યા કરવુ સારી રીત નથી
                                                                           (CANADA)
 
READ AN ANSWER TO THIS POEM..........
    મગરનાં આંસુ-
જે દેશનો રોટલો ખાવો છે-તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા છો જાતે,હવે રોદડાં રડવા ઠીક નથી.
લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,
 અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
સરસ્વતી મંદીરોમા, જયાં વિદ્યાર્થીનીઓ  સેઇફ નથી,
ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવા ઠીક નથી.
બોલિવુડના બિભત્સ નૃત્યો રોજ ટીવી પર જોયા પછી,
મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક  નથી.
જયાં ઘરડાંઘર નીત નવા બંધાતા હોય ત્યાં,
ભારતિય માબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.
મહારાજો ,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓ-અને "ભાઇ" નો.
 દેશ છોડી આવ્યા પછી ,હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં છે.
પાછા પહોંચી જાવ,કોઇ રોકે નહી, મગરના આંસુ ઠીક નથી.

અને એનો પણ આવ્યો નવો જવાબ!


  એવુંય નથી કે વતન માટે મને પ્રીત નથી 
 
પણ દેશ માં રેહવા થી મને શું સંસ્કાર મળવા નાં છે 
દેશ માં તો જો કોઈ બાગ માં જાઉં તો પ્રેમી પંખીડા 
ની ચેષ્ટા ને અશ્લીલતા જ દેખાય છે 
કોઈ સ્ટોર માં જાઉં તો બેઈમાની ને ઠગાઈ જ  દેખાય છે 
રસ્તા પર ચાલુ તો બાઈક વાલા ની ગાળો જ સંભળાય છે 
ને  આગળ ચાલુ તો  ગાય ગધેડા ને બકરા ઓ દેખાય  છે 
ધૂળ નાં ઢગલા ને સડેલા કચરા  ની દુર્ગંધ થી માથું ફરી જાય છે  
કોઈ રેસ્ટોરાં માં જાઉં તો વાસી  ખોરાક મળે છે 
બિચારા નાના અબુધ બાળકો ને વિદ્યાર્થી ઓ ને સ્કૂલ જતા  
કે વળતા સીટી બસ ઉપર  લટકતા જોઉં  છું  
દંભી ને વિલાસી બાબા ,ભગવાનો ,મહાત્મા ઓ ની 
વાકછટાથી  છેતરાતા ભક્તો ને બાબા ની અશ્લીલ ડીવીડી
થી પણ આંખ મીચામણા  કરતા જોઉં  છે  
રસ્તા પર અકસ્માત થાય તો રઝળતા પડી રેહવા ની 
કે હોસ્પિટલ માં પોલીસ કેસ  હોવા થી ટ્રીટમેન્ટ
 નાં મળતા  મૃત્યુ થતું જોઉં છું 
 
એવું ય નથી કે મને માત્ર અમેરિકા માટે જ પ્રીત છે
મને પણ મારો દેશ ખુબ વહાલો છે પણ હું દંભી નથી  
 
કારણ કે અહી કોઈ બાગ માં હું અશ્લીલતા જોતો નથી 
રસ્તા ઓ ચોખ્ખા ને લીલી હરિયાળી થી ભરેલા દેખાય છે 
સ્ટોર માં ૯૦ દિવસે પણ વસ્તુ પાછી લેતી નીતિ દેખાય છે 
રસ્તા પર ચાલતો હોઉં તો મસમોટી કાર વાળો ઉભો રહી 
મને માન થી રસ્તો ક્રોસ કરવા ની સગવડ આપતો જોઉં છું  
મારા પૌત્ર  ને સ્કૂલ બસ પર લેવા જાઉં ત્યારે એને અકસ્માત 
નાં થઇ જાય તે માટે સ્કૂલ બસ થી ૧૦ ફૂટ દુર આગળ પાછળ 
વાહનો થોભી ને નાના બાળક ને સાચવતા જોઉં છું અહી 
 લાયબ્રેરી માં તમારી વાચન ભૂખ સંતોષવા ૧૫/૨૦ પુસ્તકો 
કોઈ ફી વગર લઇ જવાની સગવડ ને કોમ્પ્યુટર થી સંશોધન
 કરવા ની સગવડ મળતી જોઉં છું 
અહી રસ્તા પર અકસ્માત થાય તો ટ્રીટમેન્ટ માટે
 હેલીકોપ્ટર લેવા આવતું જોઉં છું 

બાકી બધે  માણસ જ છે એટલે  માનવ સહજ નબળાઈ ઓ તો હોવાની જ 
 ને દરેક દેશ નાં સારા ને નરસા પાસાં  તો હોવા નાં જ 
 
પણ આપણે જ શ્રેષ્ઠ   છીએ એ દંભ જ  આપણ ને પાછા  ધકેલી દે છે 
કમનસીબે  હું  દ્રાક્ષ ખાટી  છે એમ  પણ કહી  શકતો  નથી.   


__._,_.___
 

ટિપ્પણીઓ નથી: