હું કોઇ ધાર્મિક માણસ નથી, પણ આઘ્યાત્મિક છું. આઘ્યાત્મિક હોવા માટે ધાર્મિક હોવું જરૂરી છે, એવું મને નથી લાગતું. અઘ્યાત્મ પોતાનામાં જ અલગ અને અદ્ભુત અસ્તિત્વ છે. એ પૂજા-પાઠ અને કઠોર નિયમોની પાર છે. આખી જિંદગી ગુજરાન ચલાવવા મારે કામ કરવું પડયું, એટલે પહાડની ટોચે બેસી ઘ્યાન કરવાનો આનંદ ન લઇ શકયો કે એ રીતનો આઘ્યાત્મિક પણ ન બની શકયો. મારે માટે અઘ્યાત્મનો સામાન્ય અર્થ છે ‘સ્વ’ની સાથે અને દુનિયાની સાથે શાંત અવસ્થામાં હોવું.
પરેશાન કરી નાખે એવા સંજૉગોમાં પણ ચીડિયા ન થઈ જવું કે ગુંગળાઈ ન જવું એ બહુ મુશ્કેલ કામ છે.પરંતુ હવે હું આ કે આવા બધાંથી વિચલિત નથી થતો અને શાંત રહું છું. શાંતિનો આ મેળ ધીમે ધીમે તમારી ભીતર આવે છે.
મને આ સંતુલન પ્રકòતિમાંથી મળ્યું છે. હું દ્રઢપણે માનું છું કે પ્રકૃતિની નજીક હોવું એ ઐક આઘ્યાત્મિક અનુભવ છે. લેખકોમાં મારો વિશેષ પ્રેમ થોરો માટે છે, જેઓ પ્રકૃતિની વરચે રહેવા જતા રહેલા. અને વડ્ર્ઝવર્થ જેવા કવિઓ માટે પણ લગાવ ખરો. જિંદગી ઘણી વધારે તાણભરી બની જાય અને દુનિયા જયારે મારા પર હાવી થઇ જાય ત્યારે વૃક્ષો વરચે ટહેલવું અને પ્રકૃતિ સાથે જોડાવું મદદગાર સાબિત થાય છે. મને મારા ‘સ્વ’ની સાથે હોવું, પ્રકòતિના પરિવેશમાં ટહેલવું ગજબની શાંતિ આપે છે.
આ એકાંતમાં પોતાની જાત સાથે સંવાદ કરવો એ એક અનોખો અનુભવ હોય છે. ત્યારે મને લાગે છે કે હું ઇશ્વરની સાવ સમીપ છું. વાયા પ્રકૃતિ થઇને ઇશ્વરને પામવાનો આ રસ્તો મને આવા જ એક અનુભવ દરમિયાન મળેલો.
આ તો કોઇ કિંમત ચૂકવ્યા વગર મળતો ઇશ્વરનો સ્નેહ છે, પરંતુ તમે એનો આનંદ લેવાનું નહીં જાણતા હો તો કયારેય એનો અનુભવ નથી કરી શકતા. તમે જે કંઇ કરતા હો એમાં આનંદ લેતા હો તો એમ કરવું તમને શાંત બનાવે છે અને તમે તમારા આંતરિક ‘સ્વ’ સાથે સંપર્કમાં આવો છો. બીજો લેખ આજના દિવ્ય-ભાસ્કરની પૂર્તિમાં મળ્યો:
આટલી બધી બહિર્મુખતા શા માટે?
Dipak Soliya
રાજકારણથી માંડીને ધર્મ સુધીની તમામ બાબતો માણસને બહિર્મુખી બનાવી રહી હોય ત્યારે એક નજર અંદરની તરફ નાખવા જેવી ખરી.ડિસ્કોથેકમાં ઝૂમી રહેલા જુવાનિયાઓ કે વરઘોડામાં સરેઆમ નાચી રહેલા જાનૈયાઓ કે ધાર્મિક સમારંભમાં ડોલી ઊઠતાં ભકતો વરચે તાત્ત્વિક ભેદ ખરો?
ધાર્મિક મેળાવડા પર જ ઘ્યાન કેન્દ્રિત કરીએ તો એટલું સમજાય કે આ પ્રકારની ‘સમુહસાધના’ માણસની આઘ્યાત્મિક કરતાં સામાજિક જરૂરિયાત પૂરી કરવામાં વધુ મદદરૂપ બનતી હોય એવી શકયતા તો ખરી જ.
આમ તો માણસને વધારે પડતો બહિર્મુખ બનતો રોકવાનું કામ ધર્મોએ કરવાનું હોય, પરંતુ સામાન્ય રીતે ધર્મોપોતે જ માણસને બહિર્મુખ બનવતા હોવાનું જોવા મળી રહ્યું છે.
આરતીની ઝાલરમાં કે હજયાત્રા યા વેટિકનપ્રવાસમાં મળતો આનંદ પણ સુંદર હોય છે, પરંતુ બાહ્ય ધર્મ અને આંતરિક આઘ્યાત્મિકતાની ભેળસેળ ટાળવા જેવી ખરી, કારણ કે અઘ્યાત્મ માણસને અંદરની દુનિયામાં પ્રવેશવા માટે પ્રેરતી બાબત છે. મીરાં, કબીર કે નરસિંહ ધાર્મિક કરતાં આઘ્યાત્મિક આરાધકો હતાં. ેમને ભકિત માટે સમુહની જરૂર નહોતી. એ અંતર્યાત્રાનાં યાત્રીઓ હતાં. એમાં ‘હું’ અને ‘એ’ એ બે સિવાય બીજા કોઈની, સંગઠનની, ટ્રસ્ટની, સંપ્રદાયની, ધર્મયાત્રાની, ટૂંકમાં, કોઈ પણ પ્રકારના બાહ્ય અવલંબનની જરૂર પડતી નહોતી.
પહેલી વાત તો એ કે અંતર્મુખ હોવું સારું કે બહિર્મુખ હોવું સારું એવો કોઈ સવાલ જ નિરર્થક છે. બન્નો અંતિમો ટાળવાં જેવાં છે. જરૂર છે સંતુલનની.
એ જ રીતે માણસ જાગૃત અવસ્થા દરમિયાન સતત બહિર્મુખી જ બની રહે એ પણ ઠીક નથી. પણ મોટા ભાગના લોકોનું મન ઉઠવાથી સૂવા સુધીના ગાળામાં સતત બાહ્યજગતના વિચારોમાં પરોવાયેલું રહે છે. રાજકારણ છોડો, ધર્મો પણ બાહ્ય જગતની વાતો કરતા હોય છે. એક ખતરનાક સરચાઈ એ પણ છે કે માણસને તેના માંયલા સાથે જોડવાને બદલ ધર્મોસંસારને જાણે તોડવા બેઠા હોય એવો માહોલ છે.આપણે તો ચારે તરફ ધમધમતી બહિર્મુખતા વચાળે અંતર્યાત્રા કરવાંની છે.
1 ટિપ્પણી:
nice one...!!
ટિપ્પણી પોસ્ટ કરો