24.7.10

ચેક-અપ : પાવર-પોઈન્ટ નો અનુવાદ

ચેક-અપ : પાવર-પોઈન્ટ નો અનુવાદ
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.



ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


14.7.10

બિંબ-પ્રતિબિંબ: રીફ્લેક્શ્ન્સ પાવર-પોઈન્ટ નો અનુવાદ




બિંબ-પ્રતિબિંબ: 
રીફ્લેક્શ્ન્સ પાવર-પોઈન્ટ નો અનુવાદ
પાવર-પોઈન્ટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

પાવર-પોઈન્ટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

10.7.10

આહારમાં વિવેક-દાદાવાણી- એપ્રિલ ૨૦૧૦

આહારમાં વિવેક
લેખ ને સન્ક્ષિપ્ત માં મુકવા માટે આવશ્યક ગોઠવણી કરી છે. મૂળ લેખ વાંચવા દાદાવાણી લીક પર ક્લિક કરવી.  
જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાને
અધ્યાત્મ વિજ્ઞાનની દ્ષ્ટિએ વાસ્તવિકતાની રજૂઆત કરી
ઘણી બધી અણસમજણો દૂર કરી આપી છે

પ્રશ્નકર્તા : બધામાં જીવ છે, વનસ્પતિમાં પણ જીવ છે, ઇંડાંમાં પણ જીવ છે તો પછી ખાવા-પીવાની બાબતમાં સંસારી માણસને ક્યાં સુધી વિવેક રાખવા માટે તમે સજેસ્ટ (સૂચન) કરો છો ?

દાદાશ્રી : જે ખવાય છે એ બધા જીવ છે. જીવ વગરની અજીવ વસ્તુ કોઇ ખાઇ શકાય નહીં. જાનવરેય અજીવ ના ખાય. ગાય-ભેંસ કોઇ અજીવ ના ખાય. જે એક-એક ઇન્દ્રિયના જીવ છે એ, અને જે આમ હાલતાં-ચાલતાં નથી, ત્રાસ પામતાં નથી, તે તમે ખાજો, કહે છે.

જે ખોરાક ખઇએ એ, જે જીવ આપણાથી ત્રાસ ના પામે તે ખોરાક, તે જીવની હિંસા કરવી આપણે. ત્રાસ પામનારા જીવોને અડશો નહીં અને મારશો નહીં. ફક્ત આ ઘઉં છે, બાજરી છે, ચોખા છે એ બધા ત્રાસ પામતા નથી એ તમને છોડશે.

આપણને ઘઉં, ચોખા, દૂધી, આ શાકભાજી એ બધું ખાવાનો અધિકાર છે, કારણ કે એકેન્દ્રિય જીવ છે. આ એકેન્દ્રિય જીવો ખાવાની છૂટ આપી છે. માણસને ખોરાક ખાધા વગર છૂટકો જ નથી. અને એ જીવહિંસાની ખોટ તો માણસને અવશ્ય જાય છે. એને ખઇને તમે જે કાંઇ ભગવાન તરફનો અધ્યાત્મ માર્ગ કરો તેનાથી એમની ગતિ ઊંચી જાય. એટલે આ બધો ગોઠવાયેલો ક્રમ છે.

આહારમાં ઊંચામાં ઊંચો આહાર કયો ? એકેન્દ્રિય જીવોનો ! બે ઇન્દ્રિયથી ઉપરના જીવોના આહારનો જેને મોક્ષે જવું છે એને અધિકાર નથી.
સહુથી સારામાં સારંુ ફળાહારી જીવન હોય. ફળાહારી, ફળો (ફ્રૂટ્સ) ઉપર માણસ જીવતો હોય તો એની સમજવાની શક્તિ બહુ જ જબરજસ્ત હોય


હવે ભગવાન શું કહેવા માગે છે કે પહેલાં મનુષ્યોને સાચવો. હા, એ બાઉન્ડ્રી શીખો કે મનુષ્યોને તો મન-વચન-કાયાથી કિંચિત્માત્ર દુઃખ ના દેવું. પછી પંચેન્દ્રિય જીવો ગાય, ભેંસ, મરઘાં, બકરાં એ બધાં જે છે, તેમની મનુષ્યો કરતાં થોડી ઘણી ઓછી પણ એમની કાળજી રાખવી. એમને દુઃખ ના થાય એવી કાળજી રાખવી. એટલે અહીં સુધી સાચવવાનું છે, મનુષ્ય સિવાયના પંચેન્દ્રિય જીવોને પણ એ સેકન્ડરી સ્ટેજમાં. પછી ત્રીજા સ્ટેજમાં શું આવે ? બે ઇન્દ્રિયથી ઉપરના જીવોને સાચવવાનું.બે ઇન્દ્રિયથી આગળનાં બધા જીવો ત્રસ જીવો કહેવાય. ત્રસ એટલે ત્રાસ પામી જાય !



પ્રશ્નકર્તા:પર્યુષણના આઠ દિવસ લીલોતરી ન ખાય એમાં કંઇ ફરક પડે ?

દાદાશ્રી : લીલોતરી તો એવું છેને, લીલોતરી પર જીવો બેસે એ જીવાત શરીરમાં જાય, શરીરને નુકસાન કરે છે અને શરીરને નુકસાન થાય એટલે ધર્મ થાય નહીં અને દોષ બેસે પાછો, જીવાતની હિંસાનો દોષ તો બેસેને ! શરીરને નુકસાન થાય ને દોષ બન્ને જોડે થાય.

પ્રશ્નકર્તા : ડુંગળી, લસણ એ બધું કેમ નહીં ખાવું ?

દાદાશ્રી : તમારે સંસારમાં જો રહેવું હોય અને સંસારમાં જો તમને પોતાની ઉગ્રતા બહુ ના ગમતી હોય, ક્રોધ ના ગમતો હોય તો આ અમુક વસ્તુઓ, ડુંગળી છે, લસણ છે એવી જે ઇમોશનલ કરનારી વસ્તુઓ ના ખાવ. કારણ કે એ ડુંગળી, લસણ હિંસક છે. માણસને ક્રોધી બનાવે છે અને ક્રોધ થાય એટલે સામાને દુઃખ થાય.

અને સંસારમાં તારે રહેવું છે એટલે તમને જો કદિ અજાગૃતિ રહેતી હોય તો આ શક્કરિયાં છે, બટાકા છે તે કંદમૂળ ના ખાવ. ભગવાને કહેલું કે આ વસ્તુ હિતકારી નથી. બીજું મળતું હોય તો પછી બટાકાથી પેટ ભરવાને કંઇ કારણ નથી. બટાકાનો, કંદમૂળનો શોખ ના હોવો જોઇએ. વખતે કોઇ કારણસર ખાવું પડે એ વાત જુદી છે પણ શોખ ના હોવો જોઇએ. મહીં પરમાણુ ગયા એટલે અસર થયા કરશે. આ દેહ, બૉડી જ પરમાણુનું બંધાયેલું છે. એટલે ભગવાને કહ્યું કે પરમાણુના બંધાયેલામાં જાગૃતિ રાખજો.

આ જે કંદમૂળ છે તે આવરણને વધારનારંુ છે, માટે ના પાડી છે. બાકી જીવની કંઇ પડી નથી. ગરીબ પ્રજાને માટે [બટાકા] કામના છે. પણ જે સાધનસંપન્ન છે, જેમને ખાવા-પીવાનું સુંદર રીતે મળે છે, તેને ની જરૂરિયાત નથી. આ બધા સંતો પેલા હિમાલયમાં જંગલમાં રહે છે તે બધા કંદમૂળ ખાઇને રહેને ! એટલે કંદમૂળ માટે આપણાથી અવળું ના બોલાય. બાકી બટાકા ખાવામાં કોઇ જગ્યાએ પાપ નથી. પણ તમને નુકસાન શું થશે ? કે મગજની સ્થૂળતા આવશે, જાડી બુદ્ધિ થઇ જશે. કંદમૂળમાં સૂક્ષ્મ જીવો બહુ છે, નર્યું જીવનો જ ભંડાર છે. તેથી કંદમૂળથી જડતા આવે, એ કષાય ઉત્પન્ન થાય.

મોક્ષને માટે જાગૃતિ આવે, એટલા માટે કંદમૂળનો ત્યાગ કરવાનો છે. ત્યારે એ જાગૃતિનો ઉપયોગ લોકોએ સંસારમાં કર્યો.

ગમે તેટલો બાહ્ય ત્યાગ આ લોકો કરે પણ ત્યાગમાં વિષમતા આવે તો (પોતાની) ભૂલ ના દેખાય, પણ ત્યાગમાં સમતા આવે તો (પોતાની) ભૂલ દેખાય. સાધુ વહોરવા ગયા હોય પણ એમાં એકાદ બટાકો દેખાઇ જાય તો વિષમતા થઇ જાય, તો ભૂલ શી રીતે દેખાય ?

ત્યાગમાં સમતા રહેવી જોઇએ. સમતા ક્યારેય પણ ના છોડાય. ત્યાગમાં સમતા રહે તો 'એ' મોક્ષે લઇ જનાર છે. ત્યાગ તો સમતા વધારવા માટે છે અને જો સમતા ના રહે તો એ ત્યાગ એ ત્યાગ નથી.

ભગવાને ત્યાગીઓનોય મોક્ષ ના કહ્યો ને ગૃહસ્થીઓનોય મોક્ષ ના કહ્યો. એક માણસને ચાનો ત્યાગ નથી અને એ ચા ગ્રહણ કરે છે, તો એ ગ્રહણ કરવાનો અહંકાર કરે છે. જ્યારે બીજો ચાનો ત્યાગ કરે છે અને ચા ગ્રહણ કરતો નથી, તો એ ત્યાગ કરવાનો અહંકાર કરે છે. આ બંને જે કરે છે એ ઇગોઇઝમ છે અને ઇગોઇઝમ છે ત્યાં સુધી મોક્ષમાર્ગ નથી.

જ્ઞાનીને ત્યાગાત્યાગ સંભવે જ નહીં. તીર્થંકરે કહેલું જેવા સંયોગ હોયને, તે પ્રમાણે વર્તે. વિકલ્પ ના કરે કે હવે આમ કરંુ, કારણ કે કર્તા નથી. એટલે શું થાય ? કે જે બની આવે સહેજમાં, તે પ્રમાણે જ વર્તે, બીજી કશી ભાંજગડ નહીં. ભગવાનેય દોષ ના કાઢી શકે. કારણ કે એ તો પોતે કર્તા નથી બિલકુલેય, સંપૂર્ણ અકર્તાભાવ. એ તો સહેજાસહેજ જે બને તે પ્રમાણે જ રહે. ના મળે તોય વાંધો નહીં, મળે તોય વાંધો નહીં.

પ્રશ્નકર્તા : તો પણ આમ રાત્રિભોજન તો ન જ કરવું જોઇએ ને ?

દાદાશ્રી : રાત્રિભોજન જો ન કરાય તો એ ઉત્તમ વસ્તુ છે. એ સારી દ્ષ્ટિ છે. ધર્મને ને એને લેવા દેવા નથી. આ તો ધર્મમાં ઘાલેલું, એનું કારણ શું ? કે જેમ શરીરની શુદ્ધિ હોય એટલું ધર્મમાં આગળ વધે. એ હિસાબે ધર્મમાં ઘાલેલું. બાકી ધર્મમાં કંઇ એની જરૂર નથી પણ શરીરની શુદ્ધિ માટે સારામાં સારી વસ્તુ છે એ.

પ્રશ્નકર્તા : દહીં તો ખાઇ શકીએ. તો આ દહીંમાં જે જીવો છે એ અને ઇંડાના જીવમાં ફેર શો છે ? દહીં ખાવામાં વાંધો નહીં અને ઇંડું ખાવામાં વાંધો શું ?

દાદાશ્રી : એવું છે, દહીં ખાવામાં જે જીવ છે એ બધા એકેન્દ્રિય જીવો છે. અને ઇંડાંમાં જે જીવ છે તે પંચેન્દ્રિય જીવ છે, ત્યારે ભગવાને શું કહ્યું હતું કે તમે એકેન્દ્રિય જીવ બધા ખાજો, કારણ કે જીવ વગર તો બીજો ખોરાક છે જ નહીં.

પ્રશ્નકર્તા : પણ દૂધ તો વાછરડા માટે કુદરતે મૂક્યું છે, આપણા માટે નથી મૂક્યું.

દાદાશ્રી : વાત જ ખોટી છે. એ તો જંગલી ગાયો ને જંગલી ભેંસો હતીને, તેને પાડું ધાવે, તે બધું દૂધ પી જાય. અને આપણે ત્યાં તો આપણા લોકો ગાયને ખવડાવીને પોષે છે. એટલે વાછરડાને ધવડાવવાનુંય ખરંુ અને આપણે બધાએ દૂધ લેવાનુંય ખરંુ. અને તે આદિ-અનાદિથી આ વ્યવહાર ચાલુ છે. અને ગાયને વધારે પોષણ આપેને, તો ગાય તો ૧૫-૧૫ રતલ દૂધ આપે છે. કારણ કે એને ખવડાવવાનું, જેવું સરસ ખવડાવીએ એટલું એનું દૂધ નોર્મલ જોઇએ તેના કરતા ઘણું વધારે હોય. એવી રીતે લેવાનું અને બચ્ચાને ભૂખ્યું મારશો નહીં.

પ્રશ્નકર્તા : તાવ આવ્યો, ગૂમડું થયું, પાક્યું, પછી આ જંતુઓ મહીં મારી નાખવાની દવા આપે, તે લેવાય કે નહીં ?

દાદાશ્રી : જંતુની ચિંતા કરવાની નહીં, અમુક લોકો સિવાય બીજાં જંતુની ચિંતા કરતા જ નથી. જંતુની ચિંતા ના કરશો.

પ્રશ્નકર્તા : પેટમાં કૃમિ થયા હોય ને એને દવા ના આપે તો પેલું છોકરંુ મરી જાય.

દાદાશ્રી : એને દવા એવી પાવ કે મહીં કૃમિ કશું રહે જ નહીં. એ કરવાનું જ છે. ભગવાને આવી હિંસા પાળવા માટે કહ્યું જ નથી.

પ્રશ્નકર્તા : હવે આત્મસાધના માટે શરીરને સારંુ રાખવાનું. હવે એને સારંુ રાખતા, જો જીવને હાનિ થાય તો એ કરવું કે ના કરવું ?

દાદાશ્રી : તમારે શરીર સાચવવું છે, એવા જો તમે ભાવ કરવા જશો તો સાધના ઓછી થશે. જો પૂરી સાધના કરવી હોય તો શરીરનું તમારે ધ્યાન નહીં રાખવાનું. શરીર તો એનું બધું લઇને આવેલંુ છે. બધી જ જાતની સાચવણી લઇને આવેલું છે અને તમારે એમાં કશો ડખો કરવાની જરૂર નથી. તમે આત્મસાધનામાં પૂરાં પડી જાવ, હંડ્રેડ પરસેન્ટ. ને આ બીજું બધું કમ્પ્લીટ છેે. તેથી હું કહું છું ને, કે ભૂતકાળ વહી ગયો, ભવિષ્યકાળ 'વ્યવસ્થિત'ના તાબામાં છે એટલે વર્તમાનમાં વર્તો !
છતાં અમે શું કહીએ છીએ કે જે દેહે જ્ઞાની પુરુષ ઓળખ્યા એને મિત્ર સમાન માનજો. આ દવાઓ હિંસક હોય તો તેય પણ કરજો ને શરીરને સાચવજો. કારણ કે લાભાલાભનો વેપાર છે આ. આ શરીર જો બે વર્ષ ટક્યું વધારે, તો આ દેહ જ્ઞાની પુરુષને ઓળખ્યા છે, તો બે વર્ષમાં કંઇનું કંઇ કામ કાઢી નાખશે. અને એક બાજુ હિંસા બાબતમાં ખોટ જશે, તો એના કરતાં આ વીસ ગણી કમાણી છે. તો વીસમાંથી ઓગણીસ તો આપણે ઘેર રહ્યા. એટલે લાભાલાભનો વેપાર છે.

4.7.10

તમે સુખી છો ?


મે સુખી છો ?

                           

નવાંગતુક માર્કેટિંગ ડિરેક્ટર નાં સ્વાગત સમારોહમાં
એમની સાથે આવેલ એમની પત્ની ને અન્ય સ્ત્રીઓએ પૂછ્યું
તમારા પતિથી તમે સુખી છો ને?

                                

નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત્ જવાબ ની આશામાં , વિશ્વાસ સાથે , થોડા ટટ્ટાર થઇ ગયા.
એમને ખાતરી હતી કે એમની પત્ની નો જવાબ હકારમાં જ હશે.
એમને અને બીજા બધાંને  પત્નીનો જવાબ સાંભળીને સખત આંચકો લાગ્યો જયારે તેણે કહ્યું,
ના, હું મારા પતિ થી સુખી નથી !
 આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ!
પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ!
એ માની જ નહોતા શકતા કે  એમની પત્ની આવું કહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે.


પોતાના માથા પરનો સ્કાર્ફ સરખો કરતાં કરતાં એ સ્ત્રી એ આગળ કહ્યું :
ના, હું એમના-થી સુખી નથી, હું [જાતે] સુખી છું !

હું સુખી છું કે કેમ, એ બાબત એમના પર આધારીત  નથી ,
એ બાબત મારા પર આધાર રાખે છે!
મારૂં સુખ ફક્ત મારા પર આધાર રાખે છે.

જિંદગીની હરેક પરિસ્થિતિમાં, હરેક ક્ષણમાં હું સુખનો અનુભવ કરવાનું પસંદ કરૂં છું.   
સુખનો અનુભવ કરવા માટે મારે બીજા લોકો પર,
બીજી બાબતો પર કે પરિસ્થિતિઓ પર આધાર રાખવાનો હોય
તો તો હું મુશ્કેલીમાં મૂકી જઉં!
આપણી જિંદગીમાં અસ્તિત્વ ધરાવે છે એ તમામ વસ્તુઓ પરિવર્તનશીલ છે :
માણસો, સંપત્તિ, મારૂં શરીર, હવામાન, ખુશીઓ
આ તમામ પરિવર્તનશીલ છે..

                                         

મારી જિંદગીમાં હું કેટલીક બાબતો શીખી છું:
હું સુખી છું એવો નિર્ણય હું કરી લઉં છું
બાકીની તમામ બાબતો
અનુભવો યા તો પરિસ્થિતિઓ નો વિષય છે!
જેમ કે મદદરૂપ થવું,
સમજવું,
સ્વીકારવું,
સાંભળવું,
સધિયારો આપવો:
મારા પતિ સાથે હું આમ જ જીવું છું.

સાચું સુખ મળે છે ક્ષમાવાન થવામાં,
અને તમારી જાતને ને બીજા બધાંને ચાહવામાં.
.....મને સુખી કરવાની જવાબદારી મારા પતિ ની નથી
એની પાસે પણ એના પોતાના  અનુભવો કે પરિસ્થિતિઓ છે!
અમારા સંજોગો ગમે તે હોય , પણ
હું એને ચાહું છું, અને એ મને ચાહે છે

                               

એ બદલાતા રહે છે, હું પણ બદલાતી રહું છું.
વાતાવરણ બદલાતું રહે છે.
તમામ વસ્તુઓ બદલાતી રહે છે
ક્ષમાશીલતા હોય, સાચો પ્રેમ હોય
અને પરિવર્તનો તો હમેશા આવે જ છે એ જોયું હોય
તો બંનેએ એક બીજા માટે પોતાના હદયમાં રહેલા પ્રેમ વડે આવા પરિવર્તનોને ઝીલવા જોઈએ.
જો આપણે બેઉ એકબીજાને પ્રેમ કરતાં રહીએ અને માફ કરતાં રહીએ
તો પરિવર્તનો એવા અનુભવો યા પરિસ્થિતિઓ બની રહેશે
જે આપણને સમૃદ્ધ કરે અને શક્તિશાળી બનાવે.  
એમ નહી થાય તો આપણે ફક્ત સાથે જીવન ગુજારનાર બની રહેશું.

                             

સાચો પ્રેમ કરવો કઠિન છે.
સાચો પ્રેમ એટલે
અપેક્ષારહિત્ ક્ષમા આપવી
અનુભવો યા પરિસ્થિતિઓને છે એમ જ સ્વીકારવા
અને એમને સાથે રહીને ઝીલવા
અને પરિણામ થી ખુશ રહેવું.

                       
                           
એવા કેટલાય લોકો છે જે કહેશે:
હું સુખી થઇ શકું એમ નથી
...... કારણકે હું રોગગ્રસ્ત છું
........ કારણકે મારી પાસે એક પણ પૈસો નથી
......... કારણ કે ભયંકર ગરમી છે
................કારણકે એમણે મારૂં અપમાન કર્યું છે
.......... કારણકે એ હવે મને પ્રેમ કરતો નથી
....... કારણકે એ હવે મારા વખાણ કરતો નથી!

                                     
                                                                             
પણ તમને ખબર નથી કે
રોગગ્રસ્ત હોવા છતાં
ભયંકર ગરમી હોવા છતાં
પૈસા ના હોવા છતાં
અપમાનિત થવા છતાં
પ્રેમ ના મળવા છતાં
કે
ખ્યાતિ ના મળવા છતાં
તમે સુખી રહી શકો છો.

સુખી હોવું  
એ જીવન વિશેનું આપણું મનોવલણ છે
અને
એ આપણે નક્કી કરવાનું છે!
સુખી હોવું
       એ તમારા પર નિર્ભર કરે છે !
Diseño original y galería de fotos de libre acceso en internet
Cortesía de Carlos Rangel
Santiago de Querétaro, Mex. Dic. 2007
Carlitosrangel@hotmail.com
Translated into English by
Paul Cushman
gocush@comcast.net
 
[ "Are You Happy?" શીર્ષક ધરાવતા પાવરપોઇન્ટ્નો અનુવાદ]

2.7.10

હું જ કેમ?!

ચેપી લોહીના કારણે લાગુ પડેલા એઇડ્સથી જગવિખ્યાત વિમ્બલડન પ્લેયર
આર્થર એશ મૃત્યુ ભણી ખેંચાઇ રહ્યા છે એ જાણી,
આખી દુનિયામાંથી એમના ચાહકો એમનો પત્ર દ્વારા સમ્પર્ક કરી રહ્યા હતા. 
એમાંથી એકે લખ્યું, 
આવા ભયાનક રોગ માટે ઇશ્વરે તમને જ શા માટે પસંદ કર્યા ?
આર્થર નો આ રહ્યો જવાબઃ
દુનિયા મા સરેરાશ પાંચ કરોડ બાળકો ટેનિસ રમવાનું શરૂ કરે છે, 
એમાંથી પચાસ લાખ ટેનિસ રમતાં શીખે છે... 
એમાંથી પાંચ લાખ પ્રોફેશનલ ટેનિસ રમવાનું શીખે છે.... 
એમાંથી પચાસ હજાર ક્વૉલિફાઇડ પ્રોફેશનલ તરીકે રમવા પામે છે....
એમાંથી  પાંચ હજાર ગ્રાન્ડ સ્લેમ સુધી પહોંચે છે..... 
એમાંથી માંડ પચાસ વિમ્બલ્ડન સુધી પહોંચે છે..... 
એમાંથી ફક્ત ચાર સેમી ફાઇનલ સુધી, 
અને ફક્ત બે ફાઇનલ સુધી પહોંચે છે...
જીતીને જ્યારે વિજેતા તરીકે ટ્રોફી મારા હાથમાં હતી 
ત્યારે મેં ઇશ્વરને કદી કહ્યું ન્હોતું- 
" હું જ કેમ ? "
તો પછી આજે જ્યારે પીડાગ્રસ્ત છું 
ત્યારે ય 
મારાથી ઇશ્વરને એમ કેમ કહેવાય કે  
" હું જ કેમ ?! "