26.10.16

જય વસાવડા -રોજ જાતને રિઈન્વેન્ટ ન કરીએ તો વાસી થઈ જશે

અનાવૃત:
જય વસાવડામુજ કો ચલને દો અકેલા 

હૈ અભી મેરા સફર
 
રાસ્તા રોકા ગયા 

તો કાફિલા બન જાઉંગા..!એ મરે છે, ધીરે ધીરે

(માર્થા મેડેઇરૉસ)

જે બને છે, આદતોના ગુલામ.
જે રોજ અનુસરે છે,
એકની એક દિનચર્યા.

જે નથી કદી બદલાવતા ફેવરિટ બ્રાન્ડ.
નથી જોખમ લેતા
પોતાના કપડાંના રંગો બદલવાનું !

જે ક્યારેય નથી કરતા
અજાણ્યાઓ સાથે વાતચીત.

એ મરે છે, ધીરે ધીરે.

એ જે બનાવે છે,
ટીવી (મોબાઈલ)ને પોતાના ગુરૃ.
મરે છે, ધીરે ધીરે.

એ પુરૃષ કે સ્ત્રી,
જે દબાવી દે છે પોતાના પેશનને.
જેને ગમે છે; બધું જ બીબાંઢાળ.
જેને પસંદ છે ફક્ત
'કાળા' અથવા 'ધોળા'ના અંતિમો !

અને લાગણીઓના વમળોને બદલે
કેવળ 'હું' ઉપરનો અનુસ્વાર.

એ લોકો જે દૂર રાખી શકે છે
એમની આંખોને ચમકથી.
બગાસાં ને સ્મિતથી.

દિલને ફીલિંગ્સમાં અથડાવાકૂટાવાથી
એ મરે છે ધીરે ધીરે !

એ તમામ
જે નથી કરી શકતાં
જીવનમાં કશુંક સીધી લીટીથી ઊંધુચત્તું
જે નાખુશ રહે છે, પોતાના કામમાં

જે ખુદની સલામતીને, દાવ પર નથી લગાવતા-
ભાવિ અનિશ્ચિતતાઓ ખાતર,
કોઇ અંગત સપના ખાતર.

એ, જે જીવનમાં એકાદ વાર પણ
નથી સાંભળતા શાણી સૂફિયાણી સલાહો
મરે છે, ધીરે ધીરે.

એ જે નથી ખેડતા પ્રવાસ.
નથી વાંચતા કશું ય.
જે નથી સાંભળતા સંગીત

જેમને ખુદમાં જ નથી જડતી
ગરિમા, ડિગ્નિટી.
એ મરે છે, ધીરે ધીરે.

એ બધાં જે હળવે હળવે
ભૂલે છે પોતાના જ આત્મસન્માનને

જે નથી કરવા દેતા સ્વયમ્ની જ મદદ.
જે કેટલાય દિવસો વેડફે છે,
પોતાના દુર્ભાગ્યની ફરિયાદોમાં.

કદી રોકાતો નથી,
એવા વરસાદની કચકચમાં.
મરે છે, ધીરે ધીરે.

એ છોકરો કે છોકરી
જે અભેરાઇ પર ચડાવે છે
કોઇ પ્રોજેક્ટને શરૃ કરતાં પહેલા જ.

જે પોતે જાણતા નથી,
એવા વિષયો બાબતે સવાલો પૂછતાં
શરમાય છે.

અને એ કે જે કશુંક જાણતા હોય
એ બાબતે જવાબ દેતા
કતરાય છે.
એ મરે છે, ધીરે ધીરે.

ચાલો, નાના નાના ડૉઝમાં આવતા
મૃત્યુને મારી હટાવીએ.

ખુદને યાદ દેવડાવીએ કે
જીવવા માટે માત્ર શ્વાસ લેવા કરતાં
ઘણા વધુ પ્રયત્નો કરવા પડે છે.

અને ફક્ત સતત પ્રજ્જ્વલિત ધીરજ-ખંત
જ લઇ જાય છે :
ભવ્ય સુખનાં સાક્ષાત્કાર તરફ !

સ્કૂલો, કોલેજો ઉઘડે લોંગ વેકેશન પછી, એનો ય એક ચાર્મ હોય છે. દોસ્તો સાથે ધમાલ ધીંગામસ્તી, ટીચર્સ પાસેથી નવું નવું શીખવાનું અને વિકસવાનું.
પણ ટ્રેજેડી એ છે કે આપણે ત્યાં આ જીંદગીના પ્રાઇમ ઇયર્સની રસિક પ્રક્રિયા 'ફિકસ્ડ ફૉરમેટ'માં ફિટ થઇ ગઇ છે.
એકદમ ચાલુ ચીલે ચાલતી એકધારી, એકસરખી પ્રક્રિયા રૃટિન પ્રક્રિયા, રૃટિન પ્રતિક્રિયાના ફોરમેટ માં.
ભણતર જ શા માટે ? મોટા ભાગની જોબનું પણ આવું જ છે !
જે કાંઇ મોનોટોનસ છે, એનું રિઝલ્ટ હંમેશા બોરડમ, કંટાળો હોય છે. જીવન તો એક્સાઇટિંગ હોવું જોઇએ. કામમાં નિત્યનૂતન પડકારો ઝીલીને પોતાની ક્ષમતાની ધાર કાઢવામાં લિજ્જત છે.

આપણે કઈ  વાંચ્યા વગર પડી રહેલા ઈમેઈલ્સ કે મેસેજીઝના ઢગલા નથી,
ફેસબૂકની લાઈક્સ નથી.
લંચબ્રેકમાં ઓર્ડર થતું ફાસ્ટફૂડ નથી.

આપણે તો છીએ ખભા પર પડતા ખરતા પાંદડાઓ,
પગ નીચે ચંપાતું લીલુંછમ ઘાસ,
પથ્થરો વચ્ચેથી વહેતું પાણી,
આંગળીઓ વચ્ચેથી પસાર થતો પવન !


એલન ગુડમેનનું ક્વૉટ છે :
નોર્મલ હોવું એટલે કામ પર જવા માટેના (ફોર્મલ) કપડાં ખરીદયા હોય એ પહેરીને ટ્રાફિક વીંધી,
જેના હપ્તા તમે હજુ ય ભરતા હો એવી કાર હંકારીને
એ જોબ પર જવું,
જેને લીધે તમે ક્લોથ્સ કે કારના બિલો ચૂકવી શકો !
અને એ ઘટમાળ, ભાગદૌડમાં એ ઘરને આખો દિવસ ખાલી પડયું રહેવા દો,
જે તમે એમાં જીવવા માટે જ લીધું અને શણગાર્યું છે !''


શાહરૃખે એકવાર કહેલું કે, ''પહેલાં હું રસથી બધા ન્યુઝપેપર વાંચતો, હવે નથી વાંચતો કારણ કે, પેપર-ચેનલનું 'બોલીવૂડાઇઝેશન' થઇ ગયું છે ! જસ્ટ એન્ટરટેઇનમેન્ટ ! બધા પાના પેજ થ્રી લાગે છે. સાવ સરખાં. અને ગોસિપ પણ પેઇડ થઇ ગઇ છે ! બધું જ જાણે એક વિરાટ જાહેરખબર છે. પૈસા અને પાવરની ગણત્રી મુજબ જ આપણી સામે મૂકાય છે. અપડેટ્સ તો ફોન પર મળી જાય છે. સમજણ વિસ્તારે એવું કશું હોય તો આપણા અખબારો કે ન્યૂઝચેનલ્સ પર નજર નાખું ને ! આથી તો બેહતર કે દરિયા સામે, ખુલ્લા આસમાન નીચે બેસવું. જે આપણને એની વિશાળતાને લીધે થોડાક નમ્ર બનાવે, નાના બનાવે. હાલત એવી છે કે ટ્રાફિક જામ જ એવો મોકો હોય છે, જ્યાં બીજું બધું હોલ્ડ પર મૂકાયેલું હોઇને હું મારી જાત સાથે રહી શકું છું !''
વેલ સેઇડ ટ્રુથ. વી ડાઇ સ્લોલી. રોજ ધીમું ધીમું મરવાનું છે આ.
કચરાપટ્ટી માહિતીનો ભંગાર મગજમાં સંઘરીને.
એકના એક બદમાશો અને બેવકૂફોની ગપ્પાબાજી અને પટાબાજીના બ્રેકિંગ ન્યૂઝના તમાશા જોઇને.
રોજેરોજ ૩૬૫ દિવસ ચામડીની જેમ સૂટ અને ટાઇ ચપોચપ પહેરનારો કોર્પોરેટ બોસ ફ્રીડમની ટ્રેનિંગ આપે, એ જોક નથી ?
ઈન્ફિનિટીને બદલે નિફટીની ચર્ચામાં જ વ્યતીત કરવાનું છે જીવન ?

અંદરથી  બકારી આવે એવી ગળચટ્ટી ફિલસૂફીઓ ઓચર્યા  કરતા ભાભાઓ અને ચાંપલાવેલ્લાઓના કૃત્રિમ વિવેકને જ સાંભળી સાંભળી ઉંમરને લીધે કાન ખોઈ દેવાના છે, એક દહાડે ?

અવૈધાનિક ચેતાવની : આનો અર્થ એવો નહિ કે કંઈ કમાવું જ નહિ, અને પોતે દુનિયાથી ડિફરન્ટ છે, એવા વહેમમાં ક્રિએટિવ જીનિયસનો ફાંકો રાખીને પારકા ઓટલે આળોટયા કરવું, પોતાના પર આધારિત લોકોને બેજવાબદાર બની રખડાવ્યા કરવા. આ કંઈ જેન્યુઈન ગૂંગળામણ નથી, વાયડાઈ છે, શિસ્તનો અભાવ છે, લુચ્ચાઈ છે. ડ્રગ એડિક્ટ જેવી  પલયાનવાદી અને તકલાદી માનસિકતા છે. સપના બંધ આંખે જોવાય છે, પણ એને સાકાર ખુલ્લી આંખે કરી શકાય છે.
અને સૌથી મોટું સત્ય પૈસો બહુ ક્રાંતિકારી છે. જેટલા વધુ આઝાદ બનવું હોય, એટલા વધુ અમીર બનવાની મહેનત કરતા રહો !
મની ગિવ્ઝ યુ ફ્રીડમ ઓફ ચોઈસ, વિંગ્સ ટુ ફલાય !


પણ રોજ રોજ મરવાનું ટાળો.
બ્રેક ધ મોડ. ક્રિએટ ધ રોડ.
લાઈફ ફક્ત અને ફક્ત પૈસાની થપ્પીઓ કરવા માટે નહિ, પણ એ થપ્પીઓનો ઉપયોગ કરવાનો મનગમતી પસંદગી માટે મળેલી ગોડ ગિફ્ટ છે. પરફેક્ટ એર ક્રાફ્ટ. આપણે ખુદ જ વહેતી નદી છીએ,
ધોધમાર વરસાદ આપણી ભીતર વરસે જ છે.
ઝંઝાવાતી પવન આપણી છાતીમાં લહેરાય છે,
અને સૂરજની રોશની આપણી આંખોમાં ઝગમગે છે.


તો, ફ્રેન્ડસ. આ નવા શૈક્ષણિક વર્ષને વધાવવા માટે એક સંકલ્પ કરીએ.
નવા નવા રોમાંચક અને રસપ્રદ અનુભવો લેતા રહીને શીખતા રહેવાનો સંકલ્પ !

એગ્રી, બધું જ રોમાંચક નહિ હોય, બધામાં શરૃઆતમાં રસ પણ નહિ પડે.
પણ છતાં ય કશુંક નવું જાણવું, માણવું, જોવું, ચાખવું, જીવવું.
લાઈફના એક્સપીરિયન્સીઝમાં ઈન્વેસ્ટમેન્ટ વધારતા જવાનું.
કોણ શું કહે છે, એ વાતની બહુ બધી પરવા નહિ કરવાની. પોતાના સ્વાર્થ કે ધૂર્તતા માટે ડોળ કરતા લોકો સાથે માથાકૂટ ના કરો તો ય અંતર બનાવીને રાખવું. મુક્તમિજાજી માનવી જેલના કેદીઓ માટે ઈર્ષાનું પાત્ર જ હોવાનો!

પણ અનુભવો લેવા. સારા-ખરાબ, ગમતા-અણગમતા.
એમાંથી સાચા-ખોટાની પરખ આવશે.
સ્વતંત્ર પસંદગી વિકસશે.
યાત્રાઓ કરવાની હોય કે જાતે કોઈ ડિફિકલ્ટી સોલ્વ કરવાની હોય.

એક્સપ્લોર,
 
એક્સપિરિયન્સ,
 
એક્સાઈટ,
 
એક્સેલ,

આ જ ખરી એકઝામિનેશનની એક્સપેરિમેન્ટ પ્રોસેસ છે.

જેવા છીએ એવા રહેવામાં કોમ્પ્લિકેશન્સ ઓછા છે. એટલે જ મહેતાજીએ લલકાર્યું હશે 'એવા રે અમે એવા રે.' આપણે પરફેક્ટ નથી. ઓરિજીનલ છીએ. બધી જ કવિતામાં પ્રાસ ન હોય, એમ જીવનમાં બધું જ વાર્તાની માફક સ્પષ્ટ ગોઠવાયેલું ન હોય. બધું ધાર્યું ન યે થાય. એનો સતત લોડ નહિ લેવાનો. કૃષ્ણે ગીતામાં આ જ સમજાવવાની કોશિશ કરી.
એક હસીન અનિશ્ચિતતા છે, જીવનમાં. એટલે એ રહસ્યમય છે, એટલે એ જકડી રાખે છે, આકર્ષિત કરે છે.

જીવન જાણવામાં નથી, અનુભવવામાં છે.

'ઈશાવાસ્ય ઉપનિષદ'નો પ્રથમ જ શ્લોક છે :
ઓમ્ ઈશાવાસ્યમિદં સર્વ, યત્કિંચ જગત્યાં જગત, તેન ત્યકતેન ભુંજીથા, મા ગૃધ: કસ્યસ્વિદ્ધનમ્.
વાત આધ્યાત્મિક નથી, સાંસારિક પણ છે.

આ સકળ સૃષ્ટિ ઈશ્વરની ઈચ્છા મુજબ બની છે. આપણી મરજી મુજબ નથી એન્ટ્રી (જન્મ) અને નથી એકિઝટ (મૃત્યુ). પાર્કમાં ફરવું છે કે પાર્કિંગમાં સબડયા કરવું છે, એ ચોઈસનું ડિસિશન એક ચેલેન્જ તરીકે આપણી સામે આવે છે, બસ. માટે 'ચરાચર' યાને જડ અને ચેતન બંનેમાં ઈશ્વરની લીલા છે. જે સંવેદનો, ભાવ, લાગણી છે એમાં ચૈતન્ય છે જ. પણ જે નિર્જીવ સ્થિર છે, એ પણ ચૈતન્ય અદ્રશ્યરૃપે ધરાવે છે. આખરે ઉર્જા અને અણુઓ એક જ છે, અચળ છે. મોબાઈલ કે કાર પણ અંતે તો કોઈ જીવંતનું સર્જન કે વિચાર છે. અને એ જીવન જેણે સર્જ્યું છે, એના ખેલમાં આપણે હિસ્સેદાર છીએ એમ માની થોડોક સ્ટ્રેસ ઓછો લેવાનો.

મતલબ, રમવાનો સ્ટ્રેસ લેવાનો, પણ એની કોમેન્ટ્રી કે એની આગળપાછળના પરિણામોનો બહુ સ્ટ્રેસ લઈ રમતનો આનંદ, એનું શિક્ષણ વેડફી નહિ નાખવાનું. પરમાત્માની ઈચ્છાથી બનેલા આ જગતમાં એ સર્વવ્યાપી છે, એ સ્વીકારીને એમાં બહુ માથું માર્યા વિના કે બહુ જ લાલચુ થયા વિના જે મળે એ સારા-ખરાબને ઈશ્વરનો પ્રસાદ સમજી જીવવાનું.
પડી ગયા તો આરંભના આઘાતની રડારોળ પછી, સહજ ચીસાચીસ, ગુસ્સો, પીડા બધું શમ્યા પછી; ધૂળ ખંખેરી, ફાટેલાં કપડાં બદલવાના વિકલ્પ વિચારી ડગમગું ચાલતા થવાનું. તો જ પડવાનું ભૂલાશે !
સફળતા આર્થિક આવક અને સામાજીક પ્રતિષ્ઠામાં છે જ પણ એનું ત્રીજું ડાયમેન્શન ઊંડાઈનું છે.
તમે કેટલા પ્રસન્ન છો, અને તમારે લીધે બીજા કેટલા શાંત-સુખી-ખુશ છે એ 
ત્રીજું ડાયમેન્શન!
માટે આપણી કાયાની માફક આપણને ગમતું બધું જ કાયમી એમ જ ટકવાનું નથી, એવું માની કેવળ ત્યાગ કે કેવળ ભોગ નહિ કરવાનો.

ધેટ્સ ધ કી. બધું ભોગવવાનું જરૃર. વિનાસંકોચે. પણ એનો ત્યાગ કરવાનો આવે તો એ છૂટી જાય એની તૈયારી સાથે. બધું ત્યાગવાનું, પણ ભાગી-કંટાળી-જીદ-ધાર્મિકતાથી નહિ, નવું ભોગવી શકાય એ માટે. તો જ ધીમું મૃત્યુ અટકશે. ઉસ્તાદ જૂઠાડા કરતાં પ્રામાણિક ફાલતુ બનવામાં મજા છે.
શેતાન શિંગડાપૂંછડાવાળો હોતો નથી. પણ એ આવે છે આપણી અધૂરી ઈચ્છાઓની તડપમાંથી.
અનોખા અભિનેતા ઈરફાન ખાને હમણાં કહ્યું કે એ અમુક ફિલ્મો માત્ર નવા અનુભવ લઈ જાતને સમૃદ્ધ કરવા કરે છે. જેથી કોઈ નવા લોકેશન પર જઈ શકાય, નવા માણસોને મળી એમનું નિરીક્ષણ કરી શકાય. નવું જ્ઞાાન મળે.
રોજ જાતને રિઈન્વેન્ટ ન કરીએ, તો વાસી થઈ જશે.
જૂનું ફગાવો,
નવું ઘડો.
ઈરફાન કહે છે કે 'મારે સ્ટાર નથી બનવું. મારે વર્ષો સુધી આપણી પાસે રહે, એવી કહાનીઓ સાથે જાતને જોડવી છે. કિરદારોમાં એક જીવનમાં વધુ જીંદગી જીવીને એને સ્પર્શવી છે.'
યસ,

આપણી કહાની, યાદગાર કહાની આપણે લખવાની છે.

રોજ જીવીએ,

ધીરે ધીરે.

(શીર્ષક : વાસીમ બરેલવી)

કિંગ થિંગ
નાની નાની બાબતો
નાની નાની ક્ષણો
લાંબાગાળે નાની રહેતી નથી કદી ! (જોન ઝબાટ ઝિન)


25.10.16

જય વસાવડા: મરવાનું છે એક વાર, પણ એ પહેલા જીવવાનું રોજેરોજ છે !સ્પેક્ટ્રોમીટર - જય વસાવડામરવાનું છે,
તૈયારી કર.

જ્યાંથી આવ્યા,
બસ ત્યાં પાછા

ફરવાનું છે,
તૈયારી કર.


હસતા હસતા,
રડતા રડતા
કાદવમાંથી આરસ ચડતા
ફૂલો જેવું ખીલ્યાં તેથી
ખરવાનું છે,
તૈયારી કર.


એનાં નામે આવેલું જે,
ધોળે દા'ડે જોયેલું તેં -
સપનું આંખોના ગજવામાં
ભરવાનું છે,
તૈયારી કર.


હોડી ક્યાં છે, ક્યાં છે પાણી
ઓય હલેસાનાં બંધાણી-
મરજી ના હો તો પણ રણમાં
તરવાનું છે,
તૈયારી કર.


કાલ હતો એ આજે ક્યાં છે
સૂરજ રાતે સૂરજ ક્યાં છે
તું કોનો એ તારે નક્કી-
કરવાનું છે,
તૈયારી કર.આ કાવ્યના સર્જક કવિ શીતલ જોશી. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં વર્ષોથી વસે, ખામોશ પ્રકૃતિના ઇન્સાન. સંવેદનો ભીતરમાં રાખે અને ક્યારેક કાગળ પર, સોરી ફેસબૂક પર ઉતારે. મિડલ ક્લાસનું ઇન, મીન, તીનનું કુટુંબ. એકમાત્ર પુત્રને પતિ ઘેર પણ અવનવી યાત્રા કરીને ભણાવે.

મનહર ઉધાસે અમદાવાદ પર એમની ગઝલ ગાઈ હોવા છતાં, સતત પોતાની કૃતિઓ સંભળાવવાની એમને કોઈ જ ખુજલી નહિ. સામેથી આગ્રહ કરો તો માંડ કહે. એમની આર્થિક સંકડામણ છતાં જીગર ભારે વિશાળ. ભરપૂર તસવીરો ખેંચે, એમાંય પોતાનો ચહેરો દેખાડવાના 'એન્થુ-વેડાં' નહિ.

ફરી મળવાના કોલ સાથે છેલ્લે આસમાનમાં થતી આતશબાજી અને જમીન પર રોકકોન્સર્ટની ધમાલનાં ઉત્સવી માહોલમાં છૂટા પડયા. ગયા મહિને અમેરિકામાં લેખકડાને એમનો ફોન પણ આવ્યો, અને ઇન્તેઝાર રહેશે નેકસ્ટ વિઝિટમાં મળવાનો એવી વાત થઈ.

અને એ વિઝિટ અત્યારે શરૃ થઇ એ પહેલા જ હાથમાંથી ફોન છટકી જાય એવા આઘાત જનક સમાચાર મળ્યા. સ્ટીવ જોબ્સે પૃથ્વીગ્રહ પરથી એક્ઝિટ કરી, એ જ ૫ ઓક્ટોબરના દિવસે માત્ર ૪૫ વર્ષની વયે, શીતલ જોશી હસતા રમતા સાવ અચાનક હાર્ટ એટેકથી 'મોટા ગામતરે'ચિરવિદાય લઇ ગયા ! ત્યાં વાવાઝોડું આવવાનું હતું, એ સીધું એમના ન્યુક્લીઅર ફેમિલી પર જ ન્યુક્લીઅર બોમ્બની જેમત્રાટક્યું. સીધી લીટીના માણસનો કાર્ડિયોગ્રામ પણ સીધી લીટીનો જ થઇ ગયો !

પોતાનો સંગ્રહ છપાવવાના આગ્રહ બાબતે પણ નમ્રતાથી અસ્વીકાર કરનાર આવા સેન્સેટિવ જીવોને આવું સેન્સેશનલ ડેથ એટલે મળતું હશે કે એ પોતાના ઇમોશન્સને ભીતર ધરબી દે છે ! બહારથી 'શીતળ' રહેવા માટે અંદરથી સતત 'બળતા' રહે છે, અને એમના સ્વજનોને પણ એમની અંદરના અજંપાના વલોપાતની ખબર જ નથી પડતી ? બેઠાડુ જીંદગી કે વ્યસનો ન હોય છતાં ય દિલમાં દર્દ ઉઠે, એની પાછળ સારપનો અતિરેક જવાબદાર હોતો હશે ? જેને લીધે વારંવાર તમારા દિલને કોઈ ભાંગતું જાય, અને થાકીને તૂટેલું ફૂટેલું દિન ધબકતું જ બંધ થઇ જાય ?

શીતલભાઈની જ શીર્ષક પંક્તિઓની માફક ગમે એટલી મીઠાશ પછી આમ મૃત્યુના ખારા સમંદરમાં જ ભળવાની 'સજા' અકાળે મળતી હોય તો 'ભલાઈ કર, બૂરાઈ સે ડર'નો મતલબ જ શું રહ્યો ? આવા કોયડાનો ઉકેલ ભલભલા મહાત્માઓ પાસે નથી હોતો. સ્વામી વિવેકાનંદ નહિ તો ૩૯ વર્ષે થોડા દુનિયા છોડી જાત ? ભલે, મનને મનવવા ગમે તેવી થિયરીઝ બનાવીને સેલ્ફ કોન્સોલેશનની કસરત કરીએ - વાસ્તવ એ જ છે કે 'કભી અલવિદા ન કહેના' ફિલ્મના સંવાદ મુજબ 'મહોબ્બત ઔર મૌત - બિનબુલાયે મેહમાન હૈ !' આ અતિથિઓ છે.ગમે ત્યારે ટપકી પડે. બેઉમાં 'આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે !
'પ્રેમમાં હૃદય અચાનક કાબૂબહાર બીજાનું થઇ છોડી દે, અને મૃત્યુમાં શ્વાસ અચાનક જ સાથ છોડી દે, કાળ પાસે ચાલી જાય !

સ્વ. શીતલ જોશીના શબ્દોમાં તો
જીવન જ 'ચાલવાનું, દોડવાનું પણ કશે દોડવાનું પણ કશે ના પહોંચવાનું...
આપણું હોવું, હવામાં ક્યાં સુધી ઓગળવાનું ?'

જેવું હોય ત્યારે રોજ પેલા હોસ્પિટલમાં ચડાવાતા પાઇન્ટના બાટલામાંથી ટપકતા ગ્લુકોઝની જેમ ધીમે ધીમે મૃત્યુ ઝમતું હોય છે !


શીતલભાઈએ અગમતા એંધાણની જેમ લખેલું :
'આવશે તે બધા જવાના
શ્વાસ ક્યાં કોઇના થવાના છે...
છે જીવન આમ તો ઢાળ જેવું પણ,
ભલભલા તો ય હાંફવાના છે !'
અને શોકસંતપ્ત આપ્તજનોને આગોતરું આશ્વાસન પણ આપેલું : 'આંખ મીંચો એટલે હાજર 'શીતલ', દૂર સુધી ક્યાં જવાનું હોય છે !'


* * *

ફિલસૂફો મૃત્યુને યાત્રાનો અંત નથી કહેતા, પરિવર્તન કહે છે. પુર્નજન્મમાં માનનારા ધર્મો મૃત્યુને વસ્ત્રોની માફક ખોળિયાં બદલવાનું માધ્યમ કહે છે.

સવાલ જતા રહેવાવાળાનો નથી. માનો કે હસતા હસતા નહિં, તો રડતા રડતા - કે પછી સાવ ખામોશીથી ચૂપચાપ એ એક્ઝિટ લઇ જાય છે. સવાલ છે પછી રહેવાળાનો. મૃત્યુને કેવી રીતે સ્વીકારવું, સ્વજનના વિયોગને કેમ જીરવવો તેનો.

જીંદગી એક બીજ છે. પ્રેમ, સ્નેહ, સંવેદન એમાંથી અંકુરિત થતું મુલાયમ મનમોહક પુષ્પ છે. અને હાસ્ય, આનંદ, સુખની અનુભૂતિ એની મઘમઘતી સુગંધ છે. લવ એન્ડ લાફ્ટર, મેઇક્સ અ લાઇફ. જે ભરપૂર જીવી શકે છે, એમને કદાચ મોતનો એટલો ડર રહેતો નથી, અને એમના પરિવારને એટલો એમના મૃત્યુ પછી અફસોસ થતો નથી. કારણ કે, કશી અધૂરપ લાગતી નથી પણ મોટા ભાગે મૃત્યુનો સંતાપ 'યૂં હોતા તો ક્યા હોતા'વાળા 'રિગ્રેટ્સ'માંથી આવે છે. આ રહી ગયું, પેલું કહેવાયું હોય તો, ત્યાં મળાયું હોત તો, આ જોવાયું હોત તો... ગ્લાનિ ચિત્તને ધુમાડાની માફક ઘેરી વળે છે.

મોત હસ્તીને મિટાવી દે છે. અસ્તિત્ત્વનો કણ-કણ વિખરાવી દે છે. પણ એક સુંદર ભારતીય શબ્દ છે આપણી પાસે. 'સ્મૃતિશેષ' .
જે બચે છે, તે યાદો રહે છે. વ્યક્તિ સ્મરણમાં, સપનામાં જીવતી રહે છે.
આખરી અલવિદા વખતે કઇ અતૃપ્ત ઝંખનાઓ હોય છે ?
બધું દુઃખ મેળવવાની ?
જી ના.
વધુ આનંદ મેળવવાની !
કોઈ પ્રેમની તડપ લઇ મરે છે, કોઇ ઘરનું ખ્વાબ લઇને ! કોઈ સફળતાની આશામાં, તો કોઈ
નવીનતાની અભિલાષામાં !
એક સરસ જાપાનીઝ ફિલ્મ જોઈ હતી. હમણાની જ છે. અંગ્રેજીમાં એનું નામ લખાય 'વોટ ઇફ કેટ્સ ડિસએપીઅર્ડ ફ્રોમ ધ વર્લ્ડ ?'
'આનંદ'બ્રાન્ડ એવો એનો પ્લોટ જૂનો છે, પણ એની 'બિડેઝલ્ડ' છાપ રજુઆત નવી છે ?!


વાત એમાં એવી છે કે, એક મસ્તીમાં જીવતા જવાન પોસ્ટમેને અચાનક જ ખબર પડે છે કે, એને ટર્મિનલ અને ક્રિટિકલ કેન્સર છે. બહારથી તંદુરસ્ત દેખાતા એના દેહ પાસે ગણત્રીના દિવસો જ બચ્યા છે. એકલો રહેતો એ જીવ ભાંગી પડે છે, ત્યાં એને ડેવિલ ઉફે ર્સેતાન દેખાય છે.શિંગડા પૂંછડાવાળો નહિ, પોતાના જેવો જ. જે એને કહે છે કે એની જીંદગીના એક દિવસ વધારવાના બદલામાં એ પૃથ્વી પરથી પોતાની (મતલબ, ડેવિલ સાહેબની) મરજીની કોઈ એક ચીજ સાવ જ ગાયબ કરી નાખશે. યુવાન આ સોદો સ્વીકારી લે છે.
અને રોજની એક લેખે ધરતી પરથી ચીજો અલોપ થતી રહે છે. જેમ કે, મોબાઇલ. એ જતાં રહેતાં જ યુવાનના જીવનમાં આવેલી એકમાત્ર છોકરી સાથેની પહેલી મુલાકાત જ ઓગળી જાય છે, જે એને મોબાઇલ ચેટ દ્વારા મળી હતી. મોબાઇલ નહિ, તો એ ઓળખાણ જ નહિ છોકરીના જીવનમાં જાણે એ કદી આવ્યો જ નથી ! ભૂંસાઈ ગઈ એ બધી યાદો !

એવી જ રીતે નેક્સ્ટ ડે સેતાન આયુષ્યના એક દિવસના બદલામાં ફિલ્મો ગાયબ કરી દે છે અને સ્કૂલમાં જ ફિલ્મોના શોખના માધ્યમે મળેલો અને છેક સુધી ટકેલો બેસ્ટ ફ્રેન્ડ પણ અલોપ થઈ જાય છે, અન્જાન બની જાય છે. ફિલ્મ નહિ, તો બે ય વચ્ચે દોસ્તારીનો સેતુ પણ નહિ !

બોનસના દિવસો મળે છે, એમ ખુશી કરતાં ગમ વધુ સાંપડે છે ! સંબંધોનું સ્મૃતિઓનું વિસર્જન થતું જાય છે.

સેતાન પછી બિલાડીઓને આ જગત પરથી ગાયબ કરી દેવાનું કહે છે. અને બીમાર યુવાન ભૂતકાળમાં સરી પડે છે. કારણ કે, એની પાસે એક બિલાડીનું ક્યુટ બચ્ચું છે, એ જ એનું જોડીદાર છે ! પણ વાત એટલી જ નથી વર્ષો અગાઉ એક રખડતા બચ્ચાને ખુદને એલર્જી છતાં નાનકડા અને એકના એક દીકરાના રાજીપા ખાતર એની મમ્મીએ સાચવ્યું ને ઉછેર્યું હોય છે, એ એને યાદ આવે છે !અને યાદ આવે છે, મા એને કેવો પ્રેમ કરતી એ ઘટનાઓ. ઘડિયાળ રીપેર કરતા પિતા કાયમ ગંભીર અને ઓછાબોલા જ રહેતા. એ મોટો થયો ત્યારે મા પણ ગંભીર બીમાર પડી. ત્રણે જણા હવાફેર માટે ફરવા ગયા, ત્યારે ય માંદી માને બાપ- દીકરાની જ ફિકર હતી. એમાં પેલું વર્ષોથી સાથે રહેતું અને મોટું થતું બચ્ચું બીમાર પડી મરી ગયું. માંદી મા ઉદાસ થઈ ગઈ.ત્યારે કરડા અને અકડુ લાગતા બાપે ગુપચુપ એક બચ્ચું ખરીદી, પત્નીને રાજી રાખવા ટોપલીમાં ઘર પાસે લાવી રાખેલું, જેથી પત્નીને અચાનક મળ્યું હોય એવું લાગે ! બાપને દરકાર તો હતી, પણ લાગણી શબ્દોમાં વ્યક્ત કરવાનું ફાવતું નહોતું.

દરિયા કિનારે હોસ્પિટલની વ્હીલચેરમાં દીકરો માને ફરવા લઈ જાય છે. પિતા ફોટો પાડે છે. મા હસીને બેટાને કહે છે ઃ આ ફોટો બરાબર નહિ આવે, તારા બાપને અંદરથી રડવું આવે છે ને, એટલે કેમેરા ધ્રુજી ગયો છે ! તું એની જોડે રહેજે. અને મને ખબર છે, તું મારા વિના રહી નહિ શકે પણ મન મક્કમ રાખજે. હું નહિ હોઉં, એટલે જિંદગી પૂરી નહિ થઈ જાય. મેં તને વ્હાલથી ઉછેર્યો છે, અને તને દુઃખી જોઈને હું જરાય રાજી નહિ થાઉં માટે બહુ મને યાદ ન કરતો.

ફિલ્મના અંતિમ દ્રશ્યોમાં નાયકના હાથમાં એ ધૂંધળો ફોટો છે. એને સેતાનનો એક એક દિવસનું આયુષ્ય વધારવાનો સોદો મંજૂર નથી. એને ખ્યાલ આવે છે કે સંબંધો અને સ્મરણો પર જો પૂર્ણ વિરામ આવી જાય તો એ મૃત્યુ જ છે. માણસ લાગણીઓ અને યાદોની કેટલીય રંગબેરંગી ખાટીમીઠી મોમેન્ટસ પર જ સંસારની, જીવનની રંગોળી રચતો હોય છે એ બધું જતું રહે ને કેવળ ખોળિયું વ્હીલચેર કે વેન્ટીલેટર પર રહે એ લાશ જ છે, શ્વાસ લેતી, હૃદય ધબકાવતી ! મૃત્યુ આપણને નજીક આવીને, પાસેથી પસાર થઈને અહેસાસ કરાવે છે કે જીંદગી કેટલી મૂલ્યવાન છે. નકામી લાગતી લાઇફમાં ય કેટલી બધી મેમોરેબલ મોમેન્ટસ, કેટલા બધા આપણી સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા કનેક્ટ થયેલા આપણા પર છાપ છોડીને કશોક બદલાવ લઈ આવતા પાત્રો હોય છે !

ફ્રેન્ક કાપ્રાની 'ઇટ્સ વન્ડરફૂલ લાઇફ'ના મેસેજની ઝાંય ધરાવતી આ જાપાનીઝ ફિલ્મના અંતે વિખૂટી પડેલી એક્સ- ગર્લફ્રેન્ડ એ યુવાનને એની માતાનો પત્ર આપે છે, જે માંદગીના બિછાનેથી મરતી માએ ખાનગીમાં દીકરાની બહેનપણીને પુત્ર ભાંગી પડે, એ ક્ષણે આપવા કહેલું. જેમાં દીકરાને વધુ મોટો થતો જોતા ન રોકાઈ શકવાની વેદના હતી, અને ભાવસભર વ્હાલ હતું. દીકરો લાંબા સમયથી જેને મળવા નથી ગયો એવા જૈફ બાપને દૂર ગામડાના ઘરે મળવા જાય છે, પેલું બિલાડીનું બચ્ચું દેવા એક પત્ર સાથે અને સાઇકલ લઈને નીકળી પડે છે. એની માંદગીનું અને એનું શું થયું - એ સર્જક આપણને કહેતા નથી.

એમને કહેવું છે કે, હારીને હતાશ થવાને બદલે એ નાયક હવે જાતે જ ઝઝૂમી રહ્યો છે. અને મૃત્યુનું એને એટલું દુઃખ નથી. કારણ કે, એને હવે અહેસાસ થયો છે કે એની તુચ્છ લાગતી જીંદગી પણ સાવ ખાલી નહોતી. એમાં ય કશુંક યાદગાર હતું, સુંદર ભાવસભર હતું. એ 'સોગાત' ટૂંકી જ ટૂંકી જીંદગીમાં ય એણે માણી લીધી હતી. બધું જ અધૂરું રહ્યું નહોતું !

વેલ, સ્નૂપી ડોગની કાર્ટૂન સીરિઝનું એક કાર્ટૂન હતું.
સ્નૂપીને છોકરો કહે છે :

'એક દિવસ આપણે મરી જઈશું.'

એને સ્નૂપી જવાબ આપે છે:

'પણ બાકીના દિવસોએ આપણે નહિ મરીએ !'

યાને, જીવન છે ત્યાં સુધી જીવી લેવું.
મરવાનું માત્ર એક દિવસે ચલો બુલાવા આયા હૈ કહીને આવશે, પણ
એ પહેલા જીવવાનું રોજેરોજ છે !

ફાસ્ટ ફોરવર્ડ
લાપતા છે
ગઈકાલ સાંજથી...
યુવાન, રૃપે રંગે મધ્યમ,
કહ્યાગરી,
ગુણિયલ પણ
કહી શકાય...
લોકો કહેતાં હતા કે,
એની આંખ
મળી ગઈ છે
ગલીના નાકે
ઉભા રહેતા
મવાલી મૌત
સાથે...
બે ત્રણ વાર તો
હાથ ઝાલીને
પાછી લાવ્યા'તા
પણ...
આ વખતે
શાયદ
પાછી ના આવે
જિંદગી...!!
(શીતલ જોશી)


21.10.16

ઉદયન ઠક્કર: અમને વનવગડામાં મરવું છે

ઉદયન ઠક્કરજો મરવાનું જ હોય

તો અમને વનવગડામાં મરવું છે
ધૂળવાળી ધરતીને અડીઅડીને મરવું છે અમારે

ઇન્ટ્રાવિનસ નીડલને બદલે
વાંસના રોપા શરીરે ભોંકાતા હોય
આસપાસ સગાંસંબંધી નહીં
ચાર-છ ખિસકોલી હોય
તો ગમશે

બામણોના મુખે થતા પંદરમા અધ્યાયના પઠનને નહીં
ઝાડઝાંખરમાંથી સરી જતા પવનને સાંભળતાં સાંભળતાં
મરવું છે અમારે

બપોરના પરસેવાયુક્ત આલસ્યમાં
કે રાતની ભેંકારતામાં
મરવાની મજા ન આવે
બ્રાહ્મમુરત હોય
અને આંખે ઓસનાં આંસુ બંધાતાં હોય
તો છેટેના ગામનો કૂકડો ગ્રીવામાંથી કેકા કાઢે ને
એવી સરળતાથી પ્રાણ કાઢીને આપી દઈએ

પણ આવું બધું કહીશું તો માનશે કોણ?
વ્યવહારકુશળ સજ્જનો છૂપું હસશે
પંડિતો ઠપકારશે કે વત્સ,
મરવા જેવી ચીજમાં સ્થળ અને સમયની આસક્તિ રાખો છો?

તો હવે ગઝલ સ્વરૂપે કહી જોઈએ
પ્રાસના વિશ્વાસ સાથે
છંદના પ્રબંધ સાથે
કદાચ અમારી વાત કોઈ સિરિયસલી સાંભળે...

પરોઢે પહેલા કલરવમાં મને ચુપચાપ મરવા દો
ઉષાના મંગલોત્સવમાં મને ચુપચાપ મરવા દો

શિયાળામાં પડ્યા રહી ઓસભીની લાલ માટી પર
અહીં તરણાના નીરવમાં મને ચુપચાપ મરવા દો

જુઓ ત્યાં પગલીઓ મૂકી પવન પર ચકલીઓ ચાલી
હવાથી ખરતા પગરવમાં મને ચુપચાપ મરવા દો

પવનની પ્યાલી અડક્યાથી તૃણોના ઓષ્ઠ પલળ્યા છે
આ ઝાકળભીના આસવમાં મને ચુપચાપ મરવા દો

આ રાની ઘાસની વચ્ચે, આ રાની ઘાસની માફક
અસલ વગડાઉ વૈભવમાં મને ચુપચાપ મરવા દો

~ ઉદયન ઠક્કર
__._,_.

मन की खिडकी से हटो। ~~~~~ ओशो ~~~

Osho Fragranceमेरे पास आ जाते हैं, लोग मुझसे कहते हैं कि हमारा आत्मविश्वास कैसे मजबूत हो? कोई उपाय बताएं।

वे सोचते हैं, बडी आध्यात्मिक खोज कर रहे हैं। आत्मविश्वास कैसे मजबूत हो!

इसी तथाकथित आत्मविश्वास की वजह से तो तुम जन्मों-जन्मों भटके हो।
अब तक टूटने नहीं दिया, अब तक टूटा नहीं।
तुम्हारा आत्मविश्वास टूट जाए तो तुम समर्पित हो जाओ, तो तुम अर्पित हो जाओ प्रभु को।
मगर ये अकड़। कोई कहता है, मेरा संकल्प, विल पावर कैसे मजबूत हो?
क्या करोगे विल पावर मजबूत करके?
संकल्प मजबूत करके करना क्या है?
किसी को धन कमाना है, किसी को पद, किसी को प्रतिष्ठा, साम्राज्य बनाने हैं यश के, गौरव के।
लेकिन कब कौन बना पाया?

तो एक तो हैं सांत्वना देने वाले संत। जो कि झूठे संत हैं।
वे तुम्हारे मन की ही सेवा कर रहे हैं। हालाकि वे तुम्हें प्रीतिकर लगेंगे।
क्योंकि जो भी तुम्हारे आंसू पोंछ देगा, वही प्रीतिकर लगेगा !
और जो भी तुम्हें थपकी देकर सुला देगा और कहेगा कि राजा बेटा, सो जाओ, वही अच्छा लगेगा !
कि कितना प्यारा संत है!

मैं उनमें से नहीं हूं। मैं तुम्हें वही कहना चाहता हूं,जैसा है।
चाहे कितनी ही कड्वी हो दवा, चाहे पीने में तुम कितना ही ना-नुच करो, चाहे तुम भागो, चाहे तुम नाराज होओ, लेकिन जो है, मैं तुमसे वही कहना चाहता हूं।
मैं तुम्हें सांत्वना देने में उत्सुक नहीं हूं।
जगा सकूं तो ठीक, तुम्हें सुलाने में मेरी कोई उत्सुकता नहीं है।

मन जब तक है, तब तक दुख है।
मन जब तक है, तब तक नर्क है।
तुम मन के पार उठो।
मन से बहुत झांककर देख लिया,
अब जरा मन को सोने दो-तुम जागो।

अब मन की खिडकी से हटो।

यही तो अर्थ है ध्यान का। मन की खिड़की से हट जाना।

जब कोई विचार न हो तुम्हारे भीतर-कोई विचार न हो, कोई विचार की तरंग न हो, तब प्यास बचती है?
कभी एकाध क्षण ऐसा पाया जब कोई विचार नहीं है, तुम बैठे हो निर्विचार, निस्तरंग?
उस क्षण कोई प्यास उठती है?
उस क्षण अनुभव होता है कि मैं प्यासा हूं?

उस क्षण तृप्ति ही तृप्ति बरस जाती है।
उस क्षण कोई अतृप्ति नहीं होती।


तो यह तो बहुत छोटा-सा गणित है-
जहां तक विचार है, वहां तक प्यास,
जहां से निर्विचार शुरू हुआ, वहां से तृप्ति।


तो एक ही काम करो- यही काम करने जैसा है।
और सब करना न करने जैसा है।
और सब किया एक दिन अनकिया हो जाएगा,
एक ही काम करने जैसा है जो कभी अनकिया न होगा।

और तुमने जो किया, मौत छीन लेगी।
एक ही काम ऐसा है जो मौत नहीं छीन पाएगी, अगर तुम कर पाए....
उस काम का नाम ध्यान है।

थोड़ी - थोड़ी घड़ियां निकालने लगो, बैठने लगो।
विचार चलते रहें, चलने दो। देखते रहो शांति से।
न जाओ उनके साथ, न करो उनका विरोध।
न निंदा, न स्तुति।
न कहो कि यह विचार कितना सुंदर आया, न कहो कि यह कहां का दुर्विचार मेरे भीतर प्रविष्ट हुआ!
नहीं कोई निर्णय लो, न्यायाधीश न बनो, साक्षी बने बैठे रहो।
चलने दो यह टैरफिक विचार का, यह राह चलने दो, तुम बैठे रहो।
काले, गोरे, सब तरह के विचार निकलेंगे; बुरे, भले, सब तरह के विचार निकलेंगे।
यह राह है।

इससे तुम इतना भी संबंध मत रखो कि यह मेरा मन है।
तुम्हारा क्या लेना - देना है !
तुम मन नहीं हो, तुम देह नहीं हो,
तुम जरा भीतर से बैठकर इसे देखते रहो।
देखते-देखते, देखते - देखते एक दिन ऐसी घड़ी आएगी.
पहले तो बड़ी कठिनाई होगी,
विचारों पर विचार आते जाएंगे,
जैसे सागर में तरंगों पर तरंगें आती हैं, कोई अंत ही न मालूम होगा,
बड़ा अंधेरा मालूम होगा,
लेकिन घबड़ाना मत।

पनपने दे जरा आदत निगाहोंको अंधेरोंकी
अंधेरे में अंधेरा रोशनीके काम आएगा

न जाने दर्द को दिल अब कहां आराम आएगा
जहां यह उम्र सिर रख दे कहां वह धाम आएगा

अभी कुछ और बढ़ने दे पलक पर इस समुंदर को
तभी तो मोतियों का और ज्यादा दाम आएगा


~~~~~ ओशो ~~~20.10.16

શિશિર રામાવત: ક્રિએટિવ લિવિંગ બિયોન્ડ ફિઅર-ડર કે આગે જીત હૈ


 
છેલ્લે તમે કયારે

ભરપૂર પ્રસન્નતા અનુભવી હતી?

ટેક ઓફ : શિશિર રામાવત

'ઈફ અ મોર લાઈકેબલ રાઈટર ધેન ગિલ્બર્ટ ઈઝ કરન્ટલી ઈન પ્રિન્ટ, આઈ હેવન્ટ ફાઉન્ડ હિમ ઓર હર.'
'બિગ મેજિક' નામના પુસ્તકના બેક-કવર પર લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટના વખાણમાં આ શબ્દો લખાયા છે.  તમને આ વાત યથાતથ સ્વીકારી લેવાનું મન થશે, જો તમે એલિઝાબેથ ગિલ્બર્ટના અઠંગ ચાહક હશો તો.
૪૭ વર્ષીય એલિઝાબેથ ગિલ્બર્ટ નામનાં આ અમેરિકન લેખિકા ફિક્શન અને નોન-ફિક્શન બન્ને લખે છે. આઠ વર્ષ પહેલાં પ્રકાશિત થયેલા એમના 'ઈટ પ્રે લવ'નામના આત્મકથનાત્મક પુસ્તકને ચકિત્ થઈ જવાય એવી સફળતા મળી હતી. લગભગ પોણાચાર વર્ષ સુધી આ પુસ્તક એકધારું 'ધ ન્યુ યોર્ક ટાઈમ્સ'ના બેસ્ટસેલર લિસ્ટમાં રહ્યું હતું. પીડાદાયી ડિવોર્સ પછી વેેરવિખેર થઈ ગયેલી જિંદગીને થાળે પાડવાની આશામાં એલિઝાબેથે ઈટાલી, ભારત અને ઈન્ડોનેશિયામાં વારાફરતી ચાર-ચાર મહિના ગાળ્યા હતા. (આ આખા વર્ષની ટૂર એના પ્રકાશકે સ્પોન્સર કરી હતી, બોલો.) આ એક વર્ષમાં શું શું બન્યું એનો જબરદસ્ત રસાળ અહેવાલ 'ઈટ પ્રે લવ' પુસ્તકમાં છે. હોલિવૂડે આદત મુજબ તેના પરથી ફિલ્મ બનાવી કાઢી. જોકે જુલિયા રોબર્ટ્સ અને જેવિઅર બર્ડેમ જેવા ટોપ સ્ટાર્સ હોવા છતાં ફિલ્મે પુસ્તક જેવી જમાવટ ન કરી. પુસ્તકની સફળતા એટલી પ્રચંડ હતી કે, કમર્શિયલ ધોરણે 'ઈટ પ્રે લવ' ટૂર્સનું આયોજન થવા લાગ્યું. એમાં એલિઝાબેથે ઈટલી-ઈન્ડિયા-ઈન્ડોનેશિયામાં જે-જે સ્થળોએ સમય વીતાવ્યો હતો ત્યાં પ્રવાસીઓને લઈ જવામાં આવતા!  
આજે એલિઝાબેથ ગિલ્બર્ટના લેેટેસ્ટ નોન-ફિક્શન પુસ્તક 'બિગ મેજિક'ની વાત કરવી છે. ટેગલાઈન છે - 'ક્રિએટિવ લિવિંગ બિયોન્ડ ફિઅર'. ક્રિએટિવિટી અથવા સર્જનાત્મકતા એટલે એક્ઝેટલી શું? ક્રિયેટિવિટી કેવી રીતે પેદા થાય? કેવી રીતે આવે? ક્રિયેટિવિટી શું એકલા લેખકો, કવિઓ, ચિત્રકારો, અક્ટરો, ટૂંકમાં કલાના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની જાગીર છે? બીજા લોકોને તેની સાથે કંઈ લેવાદેવા નથી? કલાકારો જેને પ્રેરણા-પ્રેરણા કરતા હોય છે તે પ્રેરણા શું છે? પ્રેરણા કેમ આવ-જા, આવ-જા કર્યા કરે છે? પગ વાળીને એક જગ્યાએ શાંતિથી બેસતી કેમ નથી?
માણસનું અંતરમન અને રહસ્યમય પ્રેરણા - આ બે વચ્ચેનો સંબંધ એ જ ક્રિયેટિવિટી. આવી વ્યાખ્યા બાંધીને એલિઝાબેથ એક ઉદાહરણ ટાંકે છે. ચાલીસ વર્ષની એક મહિલા છે. આમ તો એની લાઈફ સરસ ગોઠવાયેલી છે, પણ મનમાં ઉમંગ નથી, પ્રસન્નતા નથી. બધું રૂટિન બની ગયું છે. આનંદપૂર્વક જીવવાને બદલે પોતે જાણે સમયની સાથે પોતે ઘસાડાયા કરતી હોય એવું એને લાગ્યા કરે છે. એ વિચારવા બેઠી કે છેલ્લે મેં કયારે સાચા અર્થમાં પ્રસન્નતા અનુભવી હતી? મનને બહુ ખોતરતાં જવાબ મળ્યોઃ હું ટીનેજર હતી અને આઈસ-સ્કેટિંગ કરવા જતી હતી છેક ત્યારે મેં સો ટકા પ્યોર અને મન-હૃદયને છલકાવી નાંખે એવી પ્રસન્નતા અનુભવી હતી! આ જવાબથી ખુદ મહિલા ચોંકી ગઈ. સ્કેટિંગ કરવાનું બંધ કર્યું તે વાતને તો દાયકાઓ વીતી ગયા છે. તો શું તે પછીનાં આટલાં વર્ષોમાં મેં જીવવાનો તીવ્રતમ આનંદ માણ્યો જ નથી?
મનમાં બીજો સવાલ જાગ્યોઃ શું મને હજુ પણ સ્કેટિંગમાંથી પહેલાં જેટલો જ આનંદ મળે તે શકય છે? મહિલાએ નવેસરથી આઈસ-સ્કેટિંગ શીખવાનો નિર્ણય કર્યો. નવા સ્કેટ્સ ખરીદ્યા, એક જગ્યાએ મેમ્બર બની ગઈ, કોચ રાખ્યો. મનના એક ખૂણામાંથી અવાજ આવતો હતો કે, આ શું ગાંડપણ માંડયું છે? આધેડ ઉંમરે તું હવે સ્કેટિંગ શીખીશ? નાની-નાની નવ-દસની વર્ષની છોકરીઓની વચ્ચે તું ભૂંડી નહીં લાગે? મહિલાએ આ અવાજની અવગણના કરી. એણે સ્કેટિંગ શીખવાનું શરૂ કરી દીધું. સવારે વહેલી ઊઠીને ઘરનાં કામ પતાવી નાંખે. પછી ઓફિસ જતાં પહેલાં સ્કેટિંગકલાસ પહોંચી જાય ને પછી બરફ પર લસર્યા કરે. એને ભાન થયું કે, સ્કેટિંગમાંથી એને આજની તારીખેય પહેલાં જેેટલો જ આનંદ મળે છે. અરે, પહેલાં કરતાંય વધારે આનંદ મળે છે! સ્કેટિંગ કરતી વખતે એ જીવંત બની જતી, એ ખીલી ઊઠતી, સઘળી ચિંતા ને સ્ટ્રેસ ભૂલી જતી. સ્કેટિંગ કરતી વખતે એને લાગતું કે, મારા જીવનમાં જવાબદારીઓ અને બીબાંઢાળ કામકાજ સિવાય પણ કશુંક છે જેના લીધે હું, હું બની શકું છું. એના દિલમાં નક્કરપણે એવી લાગણી જાગતી કે હું મારી લાઈફ સાથે કશુંક અર્થપૂર્ણ કરી રહી છું.
મહિલાને કંઈ આઈસ-સ્કેટિંગમાં ચેમ્પિયન નહોતું બનવું. એને કંઈ ગાંડાની જેમ પ્રેક્ટિસ કરીને જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવાના ધખારા નહોતા. એને તો બસ, કોઈ પણ પ્રકારનું પ્રેશર લીધા વિના સ્કેટિંગનો આનંદ માણવો હતો. બન્યું એવું કે, સ્કેટિંગને લીધે એનો સુષુપ્ત જીવનરસ જાગ્રત થઈ ગયો જેની પોઝિટિવ અસર એના સંબંધો તેમજ કરિઅર પર પડી.
બસ, આ જ છે ક્રિયેટિવ જીવન. ક્રિયેટિવ જીવન એટલે વધારે સુખી, વધારે રસમય, વધારે વિશાળ અને વધારે ઈન્ટરેસ્ટિંગ જીવન. એક જમાનામાં તમને હારમોનિયમ શીખવાનો શોખ હતો. તમે પદ્ધતિસર રાગ-રાગિણી શીખવાનું શરૂ કરેલું. તમે રંગ ને પીંછી લઈને ચિત્રકામ કરવા બેસી જતા ને તેમાં કલાકોના કલાકો કાઢી નાંખતા હતા. તમે ડેકોરેશન માટેના હાઈકલાસ શો-પીસ બનાવતા હતા. તમે એક સમયે સરસ બેડમિન્ટન રમતા. તમને લખવાનો શોખ હતો ને તમે એક પુસ્તક લખવાનું પ્લાનિંગ પણ કરી નાંખેલું. આ બધી એવી એક્ટિવિટીઝ હતી જે કરવામાં તમને દિવ્ય આનંદ આવતો હતો. ઈવન આજે એ બધું યાદ આવે છે તો રોમાંચિત થઈ જવાય છે. તો પછી કેમ બધું બંધ કરી નાંખ્યું? કેમ એમાં આગળ વધી ન શકાયું? શું રોકી રાખે છે તમનેે? જવાબ એ છે કે ક્રિયેટિવ જીવન જીવવામાં આપણને જાતજાતના ડર લાગતા હોય છે. જેમ કે આપણને થાય કે -
- મારામાં પૂરતી ટેલેન્ટ નહીં હોય તો? 
- લોકો મારા પર હસશે તો? ગેરસમજ કરશે તો? બિલકુલ નોંધ જ નહીં લે તો? 
- ક્રિયેટિવિટીમાંથી બે પૈસા મળવાના ન હોય તો શું કામ ખોટી માથાકૂટ કરવી? 
- ઓલરેડી કેટલાય ગાયકો-સંગીતકારો-ચિત્રકારો-લેખકો-ખેલાડીઓ અદ્ભુત કામ કરી રહ્યા છે. હું કંઈ એમના કરતાં ચડિયાતું કામ થોડો કરી શકવાનો?
- મારા આઈડિયા કોઈ ચોરી લેશે તો? 
- હું જે કરવા માગું છું એનાથી કોઈના જીવન પર પ્રભાવ પડવાનો ન હોય તો મતલબ શો છે મજૂરી કરવાનો?
- આ બધું કરવા માટે શિસ્ત જોઈએ. મારામાં કયાં શિસ્તનું નામોનિશાન છે? 
- મેં કયાં ટ્રેનિંગ લીધી છે? ટ્રેનિંગ વગર તો શું થઈ શકે?     
- આ બધું કરવાથી મારા પરિવારના લોકો નારાજ થશે તો? ચીડાશે તો?
- મારું બેસ્ટ કામ તો ઓલરેડી થઈ ગયું છે. આના કરતાં વધારે સારું બીજું શંુ કરવાનો? 
- હું વન-હિટ-વંડર બનીને રહી જઈશ તો? 
- હું વન-હિટ-વંડર પણ નહીં બની શકું તો?
આવા તો અસંખ્ય પ્રકારના ડર હોઈ શકે છે. અમિતાભ બચ્ચન કહે છે કે, આજની તારીખે ય નવી ફિલ્મના શૂટિંગના પહેલા દિવસે હું નર્વસ હોઉં છું. મને થાય કે, શોટ બરાબર નહીં આપી શકું તો? લતા મંગેશકરે કબૂલ્યું છે કે, હું ગીત રેકોર્ડ કરવા માઈક્રોફોન સામે ઊભી રહું છું ત્યારે દર વખતે મારા પેટમાં પતંગિયાં ઊડતાં હોય છે. જો અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર જેવાં લેજન્ડ્સને આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ ડર લાગતો હોય, તો બીજાઓની શી વાત કરવી.
આપણા સૌનો અનુભવ છે કે, કોઈ નવો પ્રોજેકટ શરૂ કરવાના હોઈએ ત્યારે મનના એક ખૂણે ડર, શંકા અને ચિંતા ઉત્પાત મચાવવાનું શરૂ કરી દે છે. કામ બરાબર નહીં થાય તો? તૈયારી ને આવડત ઓછાં તો નહીં પડેને? ટાઈમ પર પૂરો નહીં થાય તો? એલિઝાબેથ ગિલ્બર્ટને ડર અને ક્રિયેટિવિટી કન્જોઈન્ડ ટ્વિન્સ જેવાં લાગે છે.
બન્ને એકમેકથી જોડાયેલાં. અમુક અંગ-ઉપાંગ બન્નેમાં કોમન. લેખિકાએ તો ડર માટે રીતસર એક લાંબી વેલકમ સ્પીચ તૈયાર કરી છે. નવો પ્રોજેકટ શરૂ કરવાનો હોય ત્યારે એ ડરને મનોમન કહે છેઃ
'ડિયેરેસ્ટ ડર, જો, હું અને ક્રિએટિવિટી, સાથે રોડટ્રિપ પર નીકળવાનાં છીએ.
હું માની લઉં છું કે તું પણ અમારી સાથે જોઈન થઈ જ જઈશ.
હું કશુંક સરસ કામ કરવાની હોઉં બરાબર ત્યારે જ હો-હોનો દેકારો કરીને મને ગભરાવી મૂકવાની મોટી જવાબદારી તને સોંપવામાં આવી છે ને આ જવાબદારી પૂરી કરવા માટે જીવ રેડી દઈશ તે ય હું જાણું છું.
ભલે. હું તો આ રોડટ્રિપ દરમિયાન મારંુ કામ કરવાની જ છું. શું છે મારું કામ?
પુષ્કળ મહેનત કરવી અને ફોકસ્ડ રહેવું.
મારી સાથે ક્રિએટિવિટી પણ એનું કામ કરશે. એનું કામ શું છે?
ઉત્સાહ અને ઉમંગ ટકાવી રાખવા.
તું પરિવારનો હિસ્સો છે એટલે તારું માન જરૂર રાખીશ. તને તારું કામ કરવા દઈશ. કારમાં આપણા ત્રણેય માટે પૂરતી મોકળાશ છે એટલે તને બેસવાની જગ્યા દઈશ, પણ એક વાત કાન ખોલીને સાંભળી લે.
આખા રસ્તે તમામ નિર્ણયો તો હું અને ક્રિયેટિવિટી જ લઈશું.
કયા રસ્તે જવું, કયાં હોલ્ટ લેવો, કયાંથી બાયપાસ લઈને ફંટાઈ જવું, કયાંથી યુ-ટર્ન મારવો, કારમાં એસી કેટલું તેજ રાખવું - આ બધું માત્ર અને માત્ર હું અને ક્રિયેટિવિટી નક્કી કરીશું. તારે સૂચન પણ નહીં કરવાનું. રોડ-મેપ શું, એફએમ રેડિયોને પણ હાથ નહીં લગાડવાનો. કારનું સ્ટિયરિંગ હાથમાં લેવાનું તો વિચારવાનું પણ નહી, સમજ્યો?'
- ને પછી લેખિકા, ક્રિયેટિવિટી અને ડર એકસાથે પ્રવાસ પર નીકળી પડે. પ્રવાસ (એટલે કે પ્રોજેક્ટ)નું પરિણામ ધાર્યું હતું એવું જ મળે છે, ધાર્યા કરતાંય વધારે સુંદર મળે કે તદ્દન વાહિયાત મળે એ પછીની વાત છે, પણ પ્રવાસ રોમાંચક અને ઘટનાપ્રચુર પુરવાર થશે એ તો નક્કી છે. સો વાતની એક વાત એ કે, મનગમતું કામ કરવા માગતા હોઈએ ત્યારે ડરના વશમાં થવાનું નથી. એનો સંગાથ અપ્રિય જરૂર લાગે તો લાગે. જો ડર સાથે પ્રવાસ કરતા નહીં શીખીએ તો કયારેય કોઈ સરસ સ્થળે પહોંચી નહીં શકીએ. લાઈફમાં કયારેય કોઈ ઈન્ટરેસ્ટિંગ કામ કરી નહીં શકીએ. ડર કે આગે જીત હૈ, યાદ છેને?
__._,_.___


દીપક સોલીયા -‘નકલી હું’થી ખરડાયેલું ન હોય એ અસ્તિત્વ વધુ રૂપાળું હોય છે‪#‎એકવાતનીસોવાત‬

દીપક સોલીયા


અમિતાભે એક વાર બ્લોગ પર લખેલું કે એમનો પરિવાર બહાર જવા નીકળે ત્યારે એક વિશિષ્ટ દૃશ્ય જોવા મળે. બાકી બધાં લોકો કારમાં ગોઠવાઈ ગયાં હોય અને ડ્રાઈવરે કાર ચાલુ કરી દીધી હોય ત્યારે છેલ્લી ઘડીએ જયા-ઐશ્વર્યા ઘરના દરવાજા પાસે ઊભાં ઊભાં સર્વન્ટ્સને સૂચનાઓ આપવાનું શરૂ કરે. એ સૂચનાઓ લાંબી ચાલે. કામો ચીંધવાનું એ કામ અગાઉ થઈ શકે તેવું હોવા છતાં, છેલ્લી ઘડીએ જ બધાં કામ યાદ આવે.

આ માત્ર જયા-ઐશ્વર્યાની જ ખાસિયત નથી. બધાં પરિવારો-યુગલોમાં આવી નાનીનાની સાંસારિક ખૂબીઓ હોવાની. અમારી વાત કરું તો મારી પત્ની સોમથી શુક્ર એક પર્સ વાપરે અને શનિ-રવિની રજામાં બીજું પર્સ વાપરે. ઓફિસના પર્સ અને રજાના પર્સ વચ્ચે સામગ્રીઓની હેરફેર સતત ચાલતી રહે. પછી કોઈ વસ્તુની જરૂર પડે અને પર્સમાં એ ન જડે ત્યારે યાદ આવે કે એ ચીજ તો બીજા પર્સમાં રહી ગઈ.

જેમ પત્નીના પર્સમાં વસ્તુઓનું ટર્નઓવર અટકે નહીં એમ સામેના છેડે મારી કૅરી બેગ (ખભે ઉંચકવાની બેગ) એટલે જાણે બ્લેક હોલ. એમાં વસ્તુ અંદર ગઈ એટલે ગઈ, પછી એ ઝટ બહાર ન આવે. બિલ ભરાઈ ગયાં પછી પણ અંદર પડ્યાં રહે, લેખ લખાઈ ગયા પછી પણ લેખ માટેના કટિંગ્ઝ અંદર પડ્યાં રહે, જૂનાં છાપાં-મેગેઝિન્સ પણ એમાં અડીંગો જમાવે. ક્યારેક પાણીની બોટલ અને થોડો નાસ્તો પણ એમાં ઉમેરાય. આવામાં, ક્યારેક બહારગામ ફરવા ગયા હોઈએ અને હોટેલ નજીક થોડું ચાલવા માટે નીકળવાનું હોય એ વખતે પણ હું ખભા પર મારી ભારેખમ કેરી બેગ ભરાવું ત્યારે પત્ની હળવેકથી કહે, 'થોડી વાર માટે પણ તને કૂલી બન્યા વિના નહીં ફાવે?' જવાબમાં મારી દલીલ આ પ્રકારની હોય, 'જો યાર, હું બહાર નીકળું ત્યારે ખભા પર આ બોજ ન હોય તો મને એવું લાગે જાણે હું શર્ટ વિના, માત્ર ગંજીભેર બહાર નીકળ્યો છું. ભાર વિના મને અધુરું-અધુરું લાગે.'

આ માત્ર દીપક સોલિયાની જ ખાસિયત નથી. ભાર વિના ખાલી ખાલી લાગવું, બોજ વિના અધૂરપ લાગવી એ એક સાર્વત્રિક અનુભવ છે. આપણે સૌ આપણી ઓળખોથી ભરેલો થેલો ખભે ઊંચકીને ફરીએ છીએ. ઓળખના થેલામાં અનેક સામગ્રી હોય, જે મુખ્યત્વે આ પ્રકારની હોય છેઃ
મારો સામાજિક હોદ્દો કેવો છે?
લોકો મને પ્રેમ કરે છે કે નહીં?
મારી આવક કેટલી છે?
મારું ઘર કેવડું છે?
મારી નોકરી કેવી છે?
હું સફળ છું કે નિષ્ફળ?
હું સબળો છું કે નબળો?

આ તો કેટલીક મુખ્ય ચીજો કહી. બાકી આ ઉપરાંત જ્ઞાતિ-ધરમ-દેશના ગૌરવ ઉપરાંત બીજી આવી અસંખ્ય ચીજો ઓળખના થેલામાં ભરેલી પડી હોય.
એમાંથી અલગઅલગ સમયે અને અલગઅલગ સ્થળે ઓળખના અલગઅલગ પાસાં માથું ઊંચકે. જેમ કે, એક કિશોરી માટે ચહેરા પરની ચમક કે ઓઇલી સ્કિન કે વધારે પડતાં ખીલ ઓળખનો સૌથી મુખ્ય હિસ્સો બની રહે એ શક્ય છે. પુરુષ જુવાનીમાં પૈસા અને મોંઘી કારના જોરે પોતાને 'સિદ્ધ-પુરુષ' ગણે, પણ પૈસા મેળવી લીધા પછી મોટી ઉંમરે નામના, એવોર્ડ્સ, સમારંભના પ્રમુખ બનવું, સ્ટેજ પર જઈને શાલો ઓઢવી... આ બધું 'સિદ્ધ-પુરુષ' બનવા માટે એને વધુ મહત્ત્વનું લાગવા માંડે. આ સમય-સમયનો પ્રભાવ છે. એ જ રીતે, સ્થળનો પણ પ્રભાવ પડે. એક દલિત જ્યારે પોતાના નાનકડા ગામમાં ફરતો હોય ત્યારે દલિત હોવાની એની સભાનતા વધુ તીવ્ર રહેવાની, પણ શહેરમાં પોતાના દલિતપણા વિશે એ ઓછો સભાન રહેવાનો. અમેરિકામાં નવોસવો ગયેલો સવર્ણ ભારતીય આસપાસના ગોરા લોકોથી સહેજ ઉતરતો હોવા વિશે (અથવા કમસે કમ ગોરાઓ એને સહેજ ઉતરતો ગણી શકે એ શક્યતા વિશે) સભાન રહેવાનો. ટૂંકમાં, ઓળખનો ખેલ સતત બદલાતો રહે. તે એ હદે કે આપણો આત્મવિશ્વાસ (ઓળખ પરનો ભરોસો) કપડાં-જૂતાંના જોરે નાચે. કપડાં-જૂતાં સારાં પહેર્યાં હોય તો જાત પર ભરોસો વધે. કપડાં-જૂતાં ખરાબ પહેર્યાં હોય તો જાત પરનો ભરોસો ઘટે.

બીજી રીતે કહું તો, એક છબિ છે. એ છબિ આપણું મન દોરે છે. એ છબિમાં અનેક રંગ હોય છે. એ રંગો વત્તેઓછે અંશે બદલાતા રહે. ક્યારેક નોકરી છૂટી જાય, છૂટાછેડા થાય, સંતાનનું અવસાન થાય, મોટો વિશ્વાસઘાત થાય, માણસ અચાનક અમીરમાંથી ગરીબ બની જાય... આવી બધી ઘટનાઓને કારણે આપણી સ્વછબિમાં મોટા ફેરફારો થાય એ શક્ય છે. બાકી, મોટે ભાગે માણસ આખી જિંદગી પોતાના વિશેની એક બ્રોડ આઉટલાઈન, બહોળી આકૃતિ દોરી રાખે અને એને વળગી રહેવા મથે.

આ આખો મામલો ફક્ત વિચારોનો ખેલ છે. એ વાત સાચી છે કે વિચાર બેઝિકલી બહુ ઉપયોગી છે અને વિચાર વિના આપણું ગાડું અટકી પડે, પણ એનો મતલબ એ નથી કે 'માણસ એટલે વિચાર'. તાજું જન્મેલું બાળક ભાગ્યે જ કશું વિચારતું હોય તો પણ એનું એક મસ્ત મજાનું અસ્તિત્વ હોય છે. એ ટચુકડું બાળક પોતે પોતાની મોજમાં હોય છે એ તો ઠીક, એ માતા-પિતાને અને એને તેડનાર લગભગ બધા જ લોકોને ખૂબ આનંદ આપે છે. આવું આ મસ્ત મજાનું બાળક વિચારી નથી રહ્યું, એની અંદર 'નકલી હું'એ દોરેલી પેલી છબિ નથી તો શું એ બાળકનું કોઈ અસ્તિત્વ જ નથી? ના, અસ્તિત્વ છે જ. ઉલટાનું, એ અસ્તિત્વ હજુ 'નકલી હું'થી ખરડાયેલું ન હોવાને લીધે વધુ રૂપાળું હોય છે.

ટૂંકમાં, આપણે વિચારીએ નહીં ત્યારે પણ આપણે હોઈએ છીએ. આપણા મનમાં આપણા વિશેની કોઈ સ્વછબિ ન હોય તો પણ આપણે હોઈએ જ છીએ. રાત્રે આપણે સૂઈ ગયા હોઈએ અને સપનાંરૂપે પણ વિચાર સક્રિય ન હોય ત્યારે સુધ્ધાં આપણે તો હોઈએ જ છીએ. મુદ્દો આ છે. વિચાર દ્વારા દોરાયેલું આપણું જે ચિત્ર છે એ નકલી છે, ધારણા છે, કલ્પના છે. એ કલ્પના આપણા સમગ્ર અસ્તિત્વ પર જિંદગીભર છવાયેલી રહે એ ન ચાલે. એ કલ્પનાને ક્યારેક સામે બેસાડીને કહેવું પડે કે હે છબિ, તું એક કલ્પના છે એની મને ખબર છે.

બસ, આટલું જ કરી જુઓ. હું એમ નથી કહેતો કે સ્વછબિ હોવી જ ન જોઈએ કે એને તોડીફોડીને ફેંકી દો. ના, એવી મારામારી કરવાની કશી જરૂર નથી. કામ સાવ આસાન છે. ફક્ત આ વિશે વિચારી જુઓ, જાગૃત બનો. એ જાગૃતિ પછી આપોઆપ, આપણને ખબર પણ ન પડે એ રીતે ઘણું બધું કામ કરી શકે, ઘણો બધો ભાર ઉતારી શકે. ટ્રાય તો કરો. લાગ્યું તો તીર, નહીંતર ખાજો ખીર (ક્રમશઃ)

19.10.16

अकेला होना नियति हैअकेला होना नियति है

– ओशो

कोई दूसरे को थोड़े ही प्रेम करता है, लोग अपने को ही प्रेम करते हैं। पति पत्नी को इसलिए प्रेम करता है कि पति अपने को प्रेम करता है और पत्नी सुख देती है, सुविधा देती है। पत्नी मर जाएगी तो पति दूसरी पत्नी का विचार करने लगेगा। क्यों मरेगा पत्नी के साथ! पत्नी के लिए थोड़े ही कोई प्रेम था, प्रेम तो अपने लिए था; पत्नी का तो उपयोग था।

यहां हम सब एक-दूसरे का उपयोग कर रहे हैं। कोई तुम्हारे लिए यहां नहीं जी रहा है। तुम बिलकुल अकेले हो। जिसे यह बात समझ में आ जाती है कि मैं बिलकुल अकेला हूं, यहां कोई संगी नहीं, कोई साथी नहीं, क्योंकि मौत तो सब संगी-साथी छीन लेगी।

मौत ही जब तुम्हें अकेला कर देगी तो फिर जीवन के संग-साथ का कितना मूल्य है! दो घड़ी साथ चल लिए थे, रास्ते पर संयोग से मिलना हो गया था--नदी-नाव-संयोग। संयोग की बात थी कि तुम एक स्त्री के प्रेम में पड़ गए; संयोग की ही बात थी कि तुम एक बस में सफर करते थे, वह स्त्री मिल गयी; संयोग की बात थी कि तुम्हारे पड़ोस में रहती थी, संयोग की बात थी कि एक ही स्कूल में पढ़ने चले गए थे, संयोग की बात थी प्रेम हो गया, संयोग की बात थी तुम एक-दूसरे से बंध गए और एक-दूसरे के सुख-दुख के साथी अपने को मानने लगे। एक दिन संयोग टूट जाएगा। जैसे रास्ते पर चलते वक्त कोई मिल जाता है, दो घड़ी साथ चल लेते हैं, फिर रास्ते अलग हो जाते हैं।

मौत सबके रास्ते अलग कर देती है, मौत बड़ी उदघाटक है। मौत चीजों को साफ-साफ कर देती है। जैसी असलियत है वैसा प्रगट कर देती है। हम अकेले हैं, यहां अकेलापन मिटता ही नहीं, न प्रेम से, न मैत्री से, किसी चीज से नहीं मिटता; हम अकेले ही बने रहते हैं। हम चेष्टा कर लेते हैं मिटाने की, अकेलेपन को भुलाने की। लेकिन तुमने कभी खयाल नहीं किया! कभी तुम्हें याद नहीं आती किसी क्षण में कि हम बिलकुल अकेले हैं! पत्नी पास बैठी है और तुम अकेले हो। बेटा पास खेल रहा है और तुम अकेले हो। पिता पास बैठे हैं और तुम अकेले हो। परिवार में बैठे-बैठे कभी तुम्हें यह याद आयी या नहीं कि तुम बिलकुल अकेले हो, कौन किसका साथी है!

और इसका यह मतलब नहीं है कि बुद्ध यह कह रहे हैं कि पत्नी का कोई दोष है कि तुम्हें साथ नहीं दे रही है। पत्नी भी अकेली है। बुद्ध यह भी नहीं कह रहे हैं कि इसमें किसी का दोष है। ऐसा मत करना जाकर घर कि अपनी पत्नी को कहो कि तू मुझे प्रेम नहीं करती है, मैं अकेला हूं। अपने बेटे से कहो कि तू मुझे ठीक से प्रेम कर, क्योंकि मैं अकेला हूं।
नहीं, वे लाख उपाय करें तो भी तुम अकेले हो।

अकेला होना नियति है। इसे बदला नहीं जा सकता। इसे हम भुला सकते हैं, छिपा सकते हैं, मगर इससे छुटकारे का कोई उपाय नहीं। यह स्वाभाविक है। मृत्यु इस अकेलेपन को दिखा देती है।—ओशो