લેબલ અનુવાદ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અનુવાદ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
24.10.13
7.7.12
“મનુષ્ય” ના ઉત્પાદનકર્તાની રી-કૉલ નોટીસ !!
રી-કૉલ નોટીસ
“મનુષ્ય” ના ઉત્પાદનકર્તા (ભગવાન) એ
તેમણે બનાવેલા તમામ નંગો પાછા ખેંચવાની જાહેરાત કરી છે.
ઉત્પાદન-વર્ષ ગમે તે હોય તો પણ આ નોટીસ લાગુ પડશે.
“મનુષ્ય” ના પ્રાથમિક અને કેન્દ્રીય ભાગ
“હ્રદય”માં જોવા મળેલી ગંભીર ખામી ને પગલે આ નિર્ણય લેવાયો છે.
આ ખામી સૌ પ્રથમ બનાવાયેલા નંગો – આદમ અને ઇવ માં ઉદભવી હતી,
જેને લીધે તેમના પરથી બનાવવામાં આવેલા બધા નંગોમાં આ ખામી ઉતરી આવી છે.
ટેકનીકલ ભાષામાં આ ખામીને
Sub-sequential Internal Non-morality
એટલેકે SIN તરીકે ઓળખી કઢાઇ છે.
આ ખામીને લીધે સામાન્યપણે નીચેના લક્ષણો જોવા મળે છે:
૧. મારગ ભૂલી જવો.
૨. ખોટા વચનોના ધુમાડા કાઢવા.
૩. પોતાની (સાચી) ઓળખાણ નો સ્મૃતિલોપ.
૪. શાંતિ અને આનંદ નો અભાવ.
૫. સ્વાર્થી કે હિંસક વર્તણુંક.
૬. “મન” નામના હિસ્સામાં મુંઝવણ યા હતાશા.
૭. ભયભિત રહેવું.
૮. વિધિઓ–વિધાનોમાં વધુ સમય ગાળવો.
૯. બળવાખોરી.
પોતાની કોઈ કાનૂની જવાબદારી ન હોવા છતાં
અને પોતાને લીધે આ ખામી ના સર્જાઈ હોવા છતાં,
આ ખામી સુધારી લેવા માટે “મનુષ્ય” ના ઉત્પાદક
ફ્રી સર્વિસ અને કંપની ઓથોરાઇઝ્ડ રીપેરીંગ ની સગવડ આપી રહ્યા છે.
અને ઉદારતાપૂર્વક આ રીપેરીંગનો તોતિંગ ખર્ચો ઉઠાવી લેવાની જાહેરાત કરી છે.
આ માટે વધારાની કોઈ ફી ભરવાની રહેશે નહીં .
તમે દુનિયાના કોઈ પણ સ્થળે રહેતા હો ,
રીપેરીંગ માટે તમારે નીચે દર્શાવેલ એક જ નંબર પર SMS કરવાનો રહેશે:
પ્રા-ર્થ-ના
ફોન કનેક્ટ થાય પછી ,
તમારા SIN (પાપ) ના બોજને , “પસ્તાવા”ની પ્રોસેસથી અપલોડ કરી મોકલી આપવો.
ત્યારબાદ, તમને મોકલી આપવામાં આવેલ “ ક્ષમા” ને
હ્રદય ના ભાગમાં ઇન્સ્ટોલ કરી દેવી.
તરત જ SIN ખામીને દુર કરવાનું કામ શરુ થઇ જશે,
જેને લીધે અગાઉ બતાવેલ લક્ષણો ને સ્થાને
નીચે મુજબના નવા લક્ષણો જોવા મળશે:
૧. પ્રેમ
૨. આનંદ
૩. શાંતિ
૪. ધીરજ
૫. દયા
૬. સારપ
૭. વફાદારી
૮. નમ્રતા
૯. ખુદ પર નિયંત્રણ
આ બાબતે વધુ જાણકારી મેળવવા માટે
આપને અપાયેલ ઓપરેટીંગ મેન્યુઅલ –
શ્રીમદ ભગવત ગીતા જોઈ જવા વિનંતી છે.
ચેતવણી :
ઉપર મુજબના સુધારા લાગુ કર્યા સિવાય
જો “મનુષ્ય” કામ કરતો રહેશે
તો મેન્યુફેક્ચર ની વોરંટી રદબાતલ ગણાશે !
એથી પણ વધુ ગંભીર વાત એ છે કે
સુધારા લાગુ ન કરવાથી
“મનુષ્ય” યુનીટ અસંખ્ય જોખમો અને સમસ્યાઓથી ઘેરાઈ જશે
અને હમેશને માટે જપ્ત થઇ જશે !
જોખમ
આ રીકોલ નોટીસ નો પ્રત્યાઘાત ન આપનાર
તમામ મનુષ્ય યુનિટ્સનો નાશ કરાશે
જેથી આ ખામી સ્વર્ગમાં સડો ના ફેલાવે !
ધ્યાન આપવા બદલ આભાર !
- ભગવાન
તા.ક.
જયારે પણ તક મળે ત્યારે
અન્યો ને આ અગત્યની રીકોલ નોટીસ બાબતે જાણ કરી
એમને મદદરૂપ થજો !
19.3.12
ઘડપણ એક સૌગાદ
A gift, called, Old Age
[ આ લખનાર મહિલા છે એ સિવાય અન્ય કોઇ માહિતી ઉપલબ્ધ નથી ]
મને ખાતરી થઇ છે કે
ઘડપણ એક સૌગાદ છે..
જિંદગીમાં પહેલી વાર એવું લાગે છે કે
હંમેશા જેવી બનવાની ઈચ્છા હતી
એવી વ્યક્તિ હું હવે બની છું !
હા, ક્યારેક મને
મારૂં શરીર , મારી કરચલીઓ , મારી આંખો જોઈને નિરાશા થાય છે.
મારા આયનામાં રહેતો પેલો ( બિલકુલ મારા પપ્પા જેવો લાગતો !)
ઘરડા માણસ જોઈને મને ઘણી વખત આંચકો લાગે છે !
પણ એ અકળામણ લાંબી ચાલતી નથી ...
મારાં અનન્ય મિત્રો , રોમાંચક જિંદગી અને પ્રેમાળ કુટુંબ ની સરખામણીમાં;
ઓછા વ્હાઈટ વાળ કે ફાંદ વગરનું પેટ મને ઓછા આકર્ષક લાગે છે !
ઉમર વધતી ગઈ છે તેમ તેમ ,
હું મારી જાત સાથે વધુ ઉદાર બનતો ગયો છું,
અને હવે બહુ ઓછી વખત એનો ટીકાકાર હોઉં છું.
હવે હું મારો પોતાનો શ્રેષ્ઠ મિત્ર બની ગયો છું.
એક વધારાનું બિસ્કીટ ખાઈ લઉં ત્યારે,
કે મારી પથારી વ્યવસ્થિત તૈયાર ના કરૂં ત્યારે,
કે ઘરની બહાર મુકવા પેલો એકદમ ક્રિએટીવ, સિમેન્ટની બનેલો પોઠીયો લઇ આવું ત્યારે ય (! )
હું મારી જાત પર ગુસ્સે થતો નથી.
ઉજવણીનો મને અધિકાર છે.
અવ્યવસ્થિતતાનો અને વેડફાટ નો પણ .
વ્હાઇટ વાળ સાથે આવતી મોટી આઝાદીને સમજી શકે
એક વધારાનું બિસ્કીટ ખાઈ લઉં ત્યારે,
કે મારી પથારી વ્યવસ્થિત તૈયાર ના કરૂં ત્યારે,
કે ઘરની બહાર મુકવા પેલો એકદમ ક્રિએટીવ, સિમેન્ટની બનેલો પોઠીયો લઇ આવું ત્યારે ય (! )
હું મારી જાત પર ગુસ્સે થતો નથી.
ઉજવણીનો મને અધિકાર છે.
અવ્યવસ્થિતતાનો અને વેડફાટ નો પણ .
વ્હાઇટ વાળ સાથે આવતી મોટી આઝાદીને સમજી શકે
એ પહેલાં જ મારાં ઘણાં મિત્રોને મેં આ દુનિયામાંથી અકાળે - અચાનક વિદાય લેતાં જોયા છે.
પરોઢ ના ચાર વાગ્યા સુધી હું કમ્પ્યુટર પર બેઠો રહું
કે કંઈ વાંચતો રહું એમાં કોઈનું કશું લુંટાઈ જવાનું નથી.
હવે પચાસ ના કે સાઠ ના દાયકાની મસ્ત તરજો સાંભળતા સાંભળતા
હવે પચાસ ના કે સાઠ ના દાયકાની મસ્ત તરજો સાંભળતા સાંભળતા
નાચવાનું મન થશે તો હું નાચી લઈશ...
અને એ સાંભળતા સાંભળતા કોઇ યાદ આવી જશે તો રડી પણ લઈશ.
મારા શરીર પર (ભલે લબડતો હોય એવો) સ્વિમ-સૂટ પહેરીને
અને એ સાંભળતા સાંભળતા કોઇ યાદ આવી જશે તો રડી પણ લઈશ.
મારા શરીર પર (ભલે લબડતો હોય એવો) સ્વિમ-સૂટ પહેરીને
હું દરિયા કિનારે ચાલીશ
અને મન થશે તો દરિયાની લહેરોમાં બિન્ધાસ્ત ડૂબકી પણ મારી લઈશ.
ભલેને પોતની જાતને ધનકુબેર માનતા લોકો મારી તરફ દયામણી નજરે જોઈ રહે...
એ લોકો પણ એક દિવસ બૂઢઢા થવાના જ છે !
મને ખબર છે હું થોડો ભૂલકણો થઈ ગયો છું !
મને ખબર છે હું થોડો ભૂલકણો થઈ ગયો છું !
પણ આમ જુઓ તો જિંદગી ની ઘણી બાબતો ભૂલી જવામાં જ મઝા છે !
અને યાદ રાખવી જ પડે એવી વાતો હું યાદ રાખું જ છું !
કબૂલ, જિંદગીમાં ઘણી વાર મારૂં દિલ તૂટ્યું છે.
તમારૂં પ્રિયજન ગુમાવી દો ત્યારે,
કોઇ બાળકને પીડાતું જુઓ ત્યારે,
કે પછી કોઈના વ્હાલસોયા શ્વાનને કાર ટક્કર મારી દે
ત્યારે દિલને ધક્કો તો લાગે જ ને ?
પણ હ્રદય પરના આવા આઘાતો જ આપણને શક્તિ , સમજણ અને સહાનુભૂતિ આપે છે.
અને યાદ રાખવી જ પડે એવી વાતો હું યાદ રાખું જ છું !
કબૂલ, જિંદગીમાં ઘણી વાર મારૂં દિલ તૂટ્યું છે.
તમારૂં પ્રિયજન ગુમાવી દો ત્યારે,
કોઇ બાળકને પીડાતું જુઓ ત્યારે,
કે પછી કોઈના વ્હાલસોયા શ્વાનને કાર ટક્કર મારી દે
ત્યારે દિલને ધક્કો તો લાગે જ ને ?
પણ હ્રદય પરના આવા આઘાતો જ આપણને શક્તિ , સમજણ અને સહાનુભૂતિ આપે છે.
કદી ઘવાયું ના હોય એવું હ્રદય તો વપરાયા વગરનું, ખામીભરેલું હ્રદય કહેવાય !
અપૂર્ણ હોવાનો આનંદ શું છે એ એને કદી ખબર નહિ પડે ...
જિંદગી એટલી લાંબી મળે કે તમે તમારા વાળ સોનેરી થતાં જુઓ તો તમારી જાતને ભાગ્યશાળી માનજો !
તમારા યૌવનસભર અટ્ટહાસ્યોને તમારા ચહેરા પરની કરચલીઓમાં હંમેશને માટે અંકિત થવા દેજો.
ઉમર વધતી જાય એમ જિંદગી પ્રત્યે વધુ ને વધુ હકારાત્મક થવું સહેલું થઇ પડે છે.
બીજા શું વિચારશે એની ફિકર ઓછી થતી જાય છે...
તમે હવે ક્યારેય તમને પોતાને આરોપીના પીંજરામાં પુરતાં નથી.
ખોટા હોવાનો પણ તમને અધિકાર મળે છે !
એટલે સાચું કહું તો ઘરડાં થવું મને ગમે છે.
એણે મને મુક્ત કર્યો છે.
એક વ્યક્તિ તરીકે હું મને બહુ પસંદ કરૂં છું !
મને ખબર છે હું અમરપટો લખાવીને આવ્યો નથી.
પણ છું ત્યાં સુધી,
શું થઇ શક્યું હોત કે શું થશે એની ચિંતા કરવામાં મારો સમય જરાય નહીં વેડફું.
અને હા, જો મન થશે તો દરરોજ આઇસ્ક્રીમ ખાઇશ !
14.3.12
મા-બાપ ઇરેઝર જેવા હોય છે !
પેન્સિલ :
મને એ જોઈને બહુ દુખ થાય છે કે મારે લીધે તારે વેઠવું પડે છે.
જયારે-જયારે હું કોઇ ભૂલ કરૂં ,
ત્યારે એ ભૂલને મિટાવી દેવા તું હમેશા હાજર થઇ જાય છે.
પણ...
પણ...
મારી હરેક ભૂલ મીટાવતી વખતે તું તારા અસ્તિત્વનો નાનકડો ભાગ ગુમાવતો જાય છે...
તું દિવસે ને દિવસે ઘસાતો જાય છે...
ઇરેઝર :
તું દિવસે ને દિવસે ઘસાતો જાય છે...
ઇરેઝર :
વાત તો તારી સાચી છે,
પણ સાચું કહું,
મને એની જરાય પરવા નથી.
કારણ કે મારૂં કામ જ આ છે.
જયારે જયારે તારાથી કોઇ ભૂલ થાય
જયારે જયારે તારાથી કોઇ ભૂલ થાય
ત્યારે તને મદદરૂપ થવું એ જ મારા જીવન નો હેતુ છે.
મને ખબર છે કે આમ કરતાં -કરતાં હું ખલાસ થઇ જઈશ
મને ખબર છે કે આમ કરતાં -કરતાં હું ખલાસ થઇ જઈશ
અને તું મારે સ્થાને નવું ઇરેઝર લઇ આવીશ,
પણ હું મારા કામ થી ખુશ છું.
એટલે તું ફિકર કર મા.
એટલે તું ફિકર કર મા.
તને ચિંતાતુર જોવો મને જરાય પસંદ નથી !
................
................
હવે આ સંવાદને
સંતાન અને મા-બાપ વચ્ચેના સંવાદ તરીકે ફરીથી વાંચો
એટલે તમને સમજાશે કે એમાં કેવી અદભુત વાત કહેવાઇ છે!
દરેક મા-બાપ એમના સંતાનો માટે ઇરેઝર જેવા હોય છે.
એમના બાળકો માટે એ હમેશા તત્પર રહે છે ,
એમની ભૂલો , એમની તકલીફોને જલ્દીથી મિટાવી દેવા માટે...
એમ કરતાં-કરતાં એ લોકો ધીમે ધીમે ઘસાતા જાય છે,
એમ કરતાં-કરતાં એ લોકો ધીમે ધીમે ઘસાતા જાય છે,
ઘરડાં થતાં જાય છે,
અને કાળક્રમે એમના બાળકોની દુનિયામાંથી વિદાય લે છે..
એમનું બાળક
એમનું બાળક
એક નવું ઇરેઝર - એની જીવનસાથી ! -
શોધી લે છે,
છતાંય મા-બાપ તો પોતાના બાળક માટે પોતે જે કંઈ કરી શકે છે એનાથી
અને પોતાનું બાળક ખુશ છે એ વાત થી ખુશ રહે છે...
પોતાના બાળકને ચિંતાતુર જોવો એમને જરાય પસંદ નથી !
આખી જિંદગી, હું પેન્સિલ જ રહ્યો છું.
અને એટલે આજે જ્યારે મારા ઈરેઝરને,
મારાં મા-બાપને,
દિન-પ્રતિદિન ક્ષીણ થતાં જોઉં છું
આખી જિંદગી, હું પેન્સિલ જ રહ્યો છું.
અને એટલે આજે જ્યારે મારા ઈરેઝરને,
મારાં મા-બાપને,
દિન-પ્રતિદિન ક્ષીણ થતાં જોઉં છું
ત્યારે વ્યથિત થઇ જાઉં છું,
કારણ કે મને ખબર છે
કારણ કે મને ખબર છે
કે એક દિવસ મારી પાસે બાકી બચશે
મારી પાસે જે હતું (હતાં),
એની ફક્ત સ્મૃતિઓ. ...
મારી પાસે જે હતું (હતાં),
એની ફક્ત સ્મૃતિઓ. ...
" આપણે ખુદ મા-બાપ ના થઈએ
ત્યાં સુધી આપણને ખ્યાલ આવતો નથી
24.7.10
4.7.10
તમે સુખી છો ?
તમે સુખી છો ?
નવાંગતુક માર્કેટિંગ ડિરેક્ટર નાં સ્વાગત સમારોહમાં
એમની સાથે આવેલ એમની પત્ની ને અન્ય સ્ત્રીઓએ પૂછ્યું
“તમારા પતિથી તમે સુખી છો ને?”
નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત્ જવાબ ની આશામાં , વિશ્વાસ સાથે , થોડા ટટ્ટાર થઇ ગયા.
એમને ખાતરી હતી કે એમની પત્ની નો જવાબ હકારમાં જ હશે.
એમને અને બીજા બધાંને પત્નીનો જવાબ સાંભળીને સખત આંચકો લાગ્યો જયારે તેણે કહ્યું,
“ના, હું મારા પતિ થી સુખી નથી !”
આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ!
પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ!
એ માની જ નહોતા શકતા કે એમની પત્ની આવું કહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે.
પોતાના માથા પરનો સ્કાર્ફ સરખો કરતાં કરતાં એ સ્ત્રી એ આગળ કહ્યું :
“ના, હું એમના-થી સુખી નથી, હું [જાતે] સુખી છું !”
હું સુખી છું કે કેમ, એ બાબત એમના પર આધારીત નથી ,
એ બાબત મારા પર આધાર રાખે છે!
“મારૂં સુખ ફક્ત મારા પર આધાર રાખે છે. ”
જિંદગીની હરેક પરિસ્થિતિમાં, હરેક ક્ષણમાં હું સુખનો અનુભવ કરવાનું પસંદ કરૂં છું.
સુખનો અનુભવ કરવા માટે મારે બીજા લોકો પર,
બીજી બાબતો પર કે પરિસ્થિતિઓ પર આધાર રાખવાનો હોય
તો તો હું મુશ્કેલીમાં મૂકી જઉં!
આપણી જિંદગીમાં અસ્તિત્વ ધરાવે છે એ તમામ વસ્તુઓ પરિવર્તનશીલ છે :
માણસો, સંપત્તિ, મારૂં શરીર, હવામાન, ખુશીઓ
આ તમામ પરિવર્તનશીલ છે..
મારી જિંદગીમાં હું કેટલીક બાબતો શીખી છું:
હું સુખી છું એવો નિર્ણય હું કરી લઉં છું
બાકીની તમામ બાબતો
“અનુભવો” યા તો “પરિસ્થિતિઓ” નો વિષય છે!
જેમ કે મદદરૂપ થવું,
સમજવું,
સ્વીકારવું,
સાંભળવું,
સધિયારો આપવો:
મારા પતિ સાથે હું આમ જ જીવું છું.
સાચું સુખ મળે છે ક્ષમાવાન થવામાં,
અને તમારી જાતને ને બીજા બધાંને ચાહવામાં.
.....મને સુખી કરવાની જવાબદારી મારા પતિ ની નથી
એની પાસે પણ એના પોતાના “અનુભવો” કે “પરિસ્થિતિઓ” છે!
અમારા સંજોગો ગમે તે હોય , પણ
હું એને ચાહું છું, અને એ મને ચાહે છે
એ બદલાતા રહે છે, હું પણ બદલાતી રહું છું.
વાતાવરણ બદલાતું રહે છે.
તમામ વસ્તુઓ બદલાતી રહે છે
ક્ષમાશીલતા હોય, સાચો પ્રેમ હોય
અને પરિવર્તનો તો હમેશા આવે જ છે એ જોયું હોય
તો બંનેએ એક બીજા માટે પોતાના હદયમાં રહેલા પ્રેમ વડે આવા પરિવર્તનોને ઝીલવા જોઈએ.
જો આપણે બેઉ એકબીજાને પ્રેમ કરતાં રહીએ અને માફ કરતાં રહીએ
તો પરિવર્તનો એવા “અનુભવો યા પરિસ્થિતિઓ” બની રહેશે
જે આપણને સમૃદ્ધ કરે અને શક્તિશાળી બનાવે.
એમ નહી થાય તો આપણે ફક્ત “ સાથે જીવન ગુજારનાર” બની રહેશું.
સાચો પ્રેમ કરવો કઠિન છે.
સાચો પ્રેમ એટલે
અપેક્ષારહિત્ ક્ષમા આપવી
“અનુભવો યા પરિસ્થિતિઓ”ને છે એમ જ સ્વીકારવા
અને એમને સાથે રહીને ઝીલવા
અને પરિણામ થી ખુશ રહેવું.
એવા કેટલાય લોકો છે જે કહેશે:
હું સુખી થઇ શકું એમ નથી
...... કારણકે હું રોગગ્રસ્ત છું
........ કારણકે મારી પાસે એક પણ પૈસો નથી
......... કારણ કે ભયંકર ગરમી છે
................કારણકે એમણે મારૂં અપમાન કર્યું છે
.......... કારણકે એ હવે મને પ્રેમ કરતો નથી
....... કારણકે એ હવે મારા વખાણ કરતો નથી!
પણ તમને ખબર નથી કે
રોગગ્રસ્ત હોવા છતાં
ભયંકર ગરમી હોવા છતાં
પૈસા ના હોવા છતાં
અપમાનિત થવા છતાં
પ્રેમ ના મળવા છતાં
કે
ખ્યાતિ ના મળવા છતાં
તમે સુખી રહી શકો છો.
સુખી હોવું
એ જીવન વિશેનું આપણું મનોવલણ છે
અને
એ આપણે નક્કી કરવાનું છે!
સુખી હોવું
એ તમારા પર નિર્ભર કરે છે !
એ તમારા પર નિર્ભર કરે છે !
Diseño original y galería de fotos de libre acceso en internet
Cortesía de Carlos Rangel
Santiago de Querétaro, Mex. Dic. 2007
Carlitosrangel@hotmail.com
Translated into English by
Paul Cushman
gocush@comcast.net
[ "Are You Happy?" શીર્ષક ધરાવતા પાવરપોઇન્ટ્નો અનુવાદ]
13.5.10
family/ કદર
ઘણા વખત પહેલા ઈ-મેઈલમાં આ કવિતા વાંચવા મળી ત્યારે ખુબ જ સ્પર્શી ગઈ હતી. હમણા-હમણાં એનો અનુવાદ કરવા ઈચ્છતો હતો પરંતુ કવિતા મારી પાસે સચવાયેલી ન હતી.. એટલે જયારે એક મિત્રના ઇનબોક્સમા એને જોઈ કે તરત મને ફોરવર્ડ કરી દીધી ! લાગે છે કે કવિતામાં જે વાત કહેવાઈ છે એ મને ખુબ જ લાગુ પડે છે. બહાર હોઈએ ત્યારે સારૂં વર્તન કરવું સહેલું છે, પણ ઘરના સ્વજનોને પણ એ જ માન, આદર અને અટેન્શન આપવા વધારે મહત્વના છે.
F A M I L Y/ કદર
એક અજાણ્યા સાથે સાવ અચાનક હું અથડાઈ ગઈ
તરત મેં કહ્યું , ઓહ સોરી, મારી ભૂલ થઇ ગઈ.
એણે પણ કહ્યું વાંક મારો હતો,
હું તમારી તરફ બેધ્યાન હતો
અમે બંને આમ વ્યવહારમાં વિનયી રહ્યા
અને ગુડબાય કહી હસી છુટા પડ્યા
પણ ઘરે તમે જોજો સાવ જુદી વાત હોય છે
નાના મોટા સાથે વર્તનની અલગ ભાત હોય છે
સાંજે જયારે હું રસોડામાં મશગુલ હતી
મને સરત ના રહી કે કોઈ ખુશ્બો આસપાસ તરતી હતી
અચાનક જયારે હું પાછળ વળી ,
ચુપચાપ ઉભેલા દીકરા સાથે ભટકાઈ પડી
હવે આઘો ખસ કહી હું છંછેડાઈ ગઈ
એના અણઘડપણાથી અકળાઈ ગઈ
એ ચાલ્યો ગયો ભગ્ન-હ્રદય થઇ
મને ખબર ના પડી મારાથી કેવી ભૂલ થઇ
રાતે જયારે મેં નિદ્રાધીન થવા ઈચ્છયું
ઈશ્વરે એમના નાના અવાજમાં મને કહ્યું ,
સાવ અજાણ્યા સાથે તું વિનય વ્યવહાર ચૂકતી નથી
પણ જેમને ચાહે છે એ સ્વજનોને તો માણસ ગણતી જ નથી !
અત્યારે જ ઉભી થા ને તારા રસોડામાં જો
ત્યાં દરવાજા પાસે તને મળશે સુવાસિત પુષ્પો
તારા દીકરાએ તારા માટે ચૂંટ્યા'તા ખાસ
ગુલાબ, જુહી, મોગરો ને પારીજાત.
એ ચુપચાપ એટલે ઉભો'તો કે તને ચમકાવી દે
તે ક્યાં જોયા એના આંસુ જયારે તે કહ્યું આઘો ખસ , જગ્યા કરી દે
આટલું સાંભળતા જ મને મારી લઘુતા નો એહસાસ થયો
ને મારી આંખોમાંથી અશ્રુનો ધોધ વહ્યો
હું ધીમે થી ઉભી થઇ ને એના પલંગ સુધી પહોંચી
કહ્યું , તારા પુષ્પોની સુગંધ છેક હવે મારા સુધી પહોંચી !
દીકરા, મારા માટે તું આટલા બધા ફૂલો લાવ્યો ?
એની આંખો હસી, હા મા , તારા માટે સ્તો હું બધાં ચૂંટી લાવ્યો
મેં ફૂલો જોયાં ને મને થયું, કેવાં સુંદર !
જાણે મા નો ચહેરો, વ્હાલનો સમન્દર !
મેં કહ્યું , દીકરા સાંજે તને નાસીપાસ કર્યો
દીલગીર છું, મારા વર્તન થી તને ઉદાસ કર્યો
એણે કહ્યું , ઓહ મોમ ! એ વાત જવા દે
હું છુ તારો - એટલું મને કહેવા દે
મેં કહ્યું, દીકરા હું પણ તને ચાહું છુ
તારા પ્રેમની ખુશ્બોમાં મ્હાલું છું .
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
















