20.10.12

લતા એક દંતકથા [અનુવાદક -શરદ ઠાકર]


[લતાજી  ના અવાજ ને ના સાંભળ્યો હોય ને એનાથી પ્રભાવિત ના થયો હોય 
એવો ભારતીય મળવો મુશ્કેલ છે. હરીશ  ભીમાણી લિખિત અંગ્રેજી પુસ્તક 
in search of lata પુસ્તક નો ડો શરદ ઠાકરે "લતા એક દંતકથા" શીર્ષકથી અનુવાદ કર્યો છે.
૩૦૦/- ની કિંમત નું આર આર શેઠ પ્રકાશનનું આ પુસ્તક 
લતા, ભારતીય સંગીત અને ફિલ્મ જગતના અન્ય પાર્શ્વગાયકોને ચાહનારાઓ માટે 
દુર્લભ હીરા સમાન છે. પ્રસ્તુત છે કેટલાક અંશ :]
તમામ  તસ્વીરો ઈન્ટરનેટ પરથી લેવાઈ છે.
 ********************************************************
અતિશય પરિચિત હોવા છતાં જેણે જાદુ ગુમાવ્યો ન્ હોય
એવી એકમાત્ર ઘટના લતા મંગેશકર નો અવાજ છે . - પુ લ દેશપાંડે
  

અનીલ બિશ્વાસ પાસેથી લતાને એક અણમોલ તરકીબ શીખવા મળી. એ છે શ્વાસ લેવા મુકવા ની નિયંત્રિત નિપુણતા. અનિલદા એ મને શીખવ્યું કે બે શબ્દો ની વચ્ચે ના સમયમાં શ્વાસ કઈ રીતે લઈ શકાય અને એમ કરતી વખતે ગાયકે કેવી રીતે માઈક આગળ થી એનું મોઢું સહેજ ખસેડી લેવું જોઈએ, અને જેવો શ્વાસ લેવાઈ જાય કે તરત પાછુ માઈક ની સામે કેવી રીતે આવી જવું પડે.
એમણે લતાને એ પણ શીખવાડ્યું કે ગીત ની દરેક પંક્તિ નો આરમ્ભ જરા હળવા સુરમાં કરવો અને એ જ શૈલીમાં એને હળવાશથી સમાપ્ત કરવી. આર ડી બર્મન :-મને તો એવું લાગતું હતું કે એ ફક્ત હોઠ ફફડાવી રહ્યા હતા, પણ મિશ્રણ ક્ક્ષ્ માં ગયો ત્યાં એમનો જબરદસ્ત અવાજ સાંભળવા મળ્યો. મેં બાબા[એસ ડી બર્મન] ને પૂછ્યું , તેઓ ત્યાં તો ગાઈ નથી રહ્યા , તો આ અવાજ આવે છે ક્યાંથી ?
એસ ડી બર્મન : આ જ એની શૈલી છે. એ બહુ જ મૃદુતાપૂર્વક ગાતા હોય એવું લાગે છે, પણ એમના અવાજ માં જોરદાર શક્તિ રહેલી હોય છે. એમનો અવાજ માઈક્રોફોન માટે એવો અનુકુળ છે કે જે  પરિણામ મળે છે તે તમારા શ્વાસ ને થંભાવી મુકે છે.એમના અવાજમાં એક ખાસ ફ્રીકવન્સી છે જે માઈક્રોફોન સાથે પૂરે પૂરી  યોગ્ય રીતે ટકરાય છે. તમે એમના સ્વરને માઈક્રોફોન સાથે મૈત્રી વાળો અવાજ કહી શકો.    કૌશિક બાવા-રેકોર્ડીંગ એક્સપર્ટ -  બાઈને તમે ચૌદ વાર માઈક ઉપર રિહર્સલ કરવાનું કહેશો, કે દસ વાર અંતિમ રેકોર્ડીંગ કરાવવાનું કહેશો, તો પણ તમને એ જ સૂર સાંભળવા મળશે, અવાજનો એવો ને એવો ફંગોળ જાણવા મળશે.

લતા એક એવું નૈસર્ગિક કમ્પ્યુટર છે
જે સંગીત ની પૂર્ણતાના અસંખ્ય પાસાઓને 
ગણતરીની ક્ષણોમાં પકડી લે છે . - પંડિત કુમાર ગાંધર્વ 


     
દીનાનાથ ના પ્રથમ લગ્ન થી થયેલ દીકરી નું નામ લતા હતું, જેનું નવ માસ ની ઉમરે જ અવસાન થયું હતું. લતા મંગેશકર ની અસલ રાશી કર્ક છે . જન્મ સમયે પિતા એનું નામ હ્રદયા રાખવાના હતા પણ માતા એ જીદ કરી લતા રાખ્યું . 


 
હું માનું છું કે હું ઘણી ચતુર છું . હું જો ગાયિકા ન પણ બની હોત , અને જો કોઇ બીજા વ્યવસાય માં પડી હોત તો પણ હું લતા મંગેશકર ની ઊંચાઈએ જરૂર પહોંચી શકી હોત.


    
લતાજી ના માતા સેવંતી તાપી નદીના કાંઠે આવેલા થાળનેર નામના નગરના શેઠ હરિદાસ લાડની ત્રીજી દીકરી હતી. ગુજરાતી હોવાં છતાં મહારાષ્ટ્રમાં વસેલા હોવાથી એમના રીત રીવાજો મહારાષ્ટ્રીયન હતા. શ્યામ રંગ અને સાધારણ દેખાવ ને લીધે  એ એની માને અળખામણા હતી. એની રૂપાળી બહેન નર્મદા( દીનાનાથ સાથે એમના લગ્ન થયા હતા, એમનું અવસાન થયા પછી સાવંતીના એમની સાથે લગ્ન થયા) નો ઘરમાં પડ્યો બોલ ઝીલાતો જયારે  સેવંતીના માથે બધા ઘરકામ નાંખી દેવાયા હતાં. એમની મા એમને એટલો ત્રાસ આપતી અને વારે વારે એવો મેથીપાક આપતી કે એક વાર એમણે એમના પિતાને પૂછ્યું હતું કે શું હું સાચે જ તમારી દીકરી છું કે કોઇ પાસેથી તમે મને વેચાતી લીધી છે ?!
[માતાએ મૂંગે મોઢે વેઠેલા આવા અત્યાચારે જ કદાચ લતાજીને પોતાના હક્કો માટે , પોતાના અસ્તિત્વ માટે મક્કમ, બળવાખોર અને અડગ બનાવ્યા હશે, ત્યારે જ તો ] ગાયેલા ગીતો માટે ગાયકને પણ રોયલ્ટી મળવી જોઈએ એવી એમની માંગણીમા એ એકલા અડગ રહ્યા અને આજે તેઓ એકમાત્ર એવા કલાકાર છે જે આવી રોયલ્ટી મેળવે છે !

એમના પિતાજી ની મૂળ કૌટુંબિક અટક હર્ડીકર હતી, પણ નાટ્ય જગત મા પ્રવેશતા પહેલા પોતાની આગવી ઓળખ માટે ની તીવ્ર સભાનતાના લીધે એમણે પોતાના કુળદેવતા મંગેશ અને ગામ મંગેશી પરથી મંગેશકર અટક ધારણ કરી. એક સમયે એ એટલા સફળ  હતા કે ગોવામાં એમણે કેરી અને કાજુ ની વિશાળ વાડીઓ ખરીદી હતી. એમના દરેક નાટક પાછળ એ જમાના મા ૭૦,૦૦૦ નો ખર્ચ કરવામાં આવતો હતો. પણ ચિત્રપટ નો સુરજ ચમકવા માંડતા એમની બલવંત નાટક મંડળી નો સુરજ આથમવા લાગ્યો. ૧૯૪૨ માં ૪૨ વર્ષે, જયારે એ મરણપથારીએ હતા ત્યારે એમની પત્ની એ એમને  પૂછ્યું , મને ખબર છે તમે અમને છોડીને ચાલ્યા જવાના છો...પણ આ બધા નું શું ? દીનાનાથે તાનપૂરો વગાડતા હોય એ રીતે આંગળીઓ થી ઈશારો કર્યો. મતલબ બાળકો એ ગાઈ-વગાડીને પેટ ભરવાનું હતું.  
  
હ્રીદયનાથ : કદાચ જો [બાબા ] હયાત હોત તો દીદી ની શાશ્વત પ્રતિભા પરંપરાગત રૂઢીઓ અને કાર્યોમાં ગુમરાહ થઇ ગઈ હોતમેં અત્યાર સુધીમાં હજારો ગીતો ગયા છે પણ એ દરેકે દરેક ગીતમાં ચોક્કસ કઈ જગ્યાએ મેં સારી રીતે નથી ગાયું , એ ગીત શરુ થતાની સાથે જ મને યાદ આવી જાય છે. એટલે એ ગીત પ્રસારિત થતું હોય ત્યારે હું દોડીને રેડીઓ બંધ કરી દઉં છું કે મોટે થી વાતો કરવા લાગુ છું જેથી બેઠેલાનું ધ્યાન બીજી દિશામાં ખેંચાઇ જાય ! એકે ભૂલ ના હોય એવા રડ્યા ખડ્યા ગીતોમાંનું એક સર્વાંગ સંપૂર્ણ ગીત છે : બૈરન નીન્દીયા ના આયે !

ઈજીપ્ત ની ગાયિકા ઉમ્મે કુલસુમ ની હું પ્રશંસક છું. કેટલાક લોકો એને 'ઈજીપ્ત ની લતા મંગેશકર' તરીકે ઓળખાવે છે ..શા માટે મને કોઇ 'ભારત ની ઉમ્મે કુલસુમ' કહીને નથી બોલાવતું ?!તમને ખબર છે, મુકેશ ભૈયા વહાલપૂર્વક મને શું કહેતા હતા ? ' સસુરી, મૈ તેરા કયા કરું ? અચાર કર ડાલું ?'

"લતા શું છે ?
 શ્વેત સદીમાં સ્મેતાયેલું પાંચ ફીટનું એક વામન વ્યક્તિત્વ. 
પણ એનો સ્વર
જાણે આ વિશ્વ ને અજવાળવા માટે આવ્યો હોય એવો
શુદ્ધ પ્રકાશ નો સ્તંભ. 
આવનારી કંઈક પેઢીઓ આ 'ટેપ' અને 'સી.ડી. ' ની ઋણી રહેશે
કારણ કે એની અંદર લતાનો અદભુત કંઠ સચવાયેલો છે. 
એ લોકો નસીબદાર છે, જેઓ એને ખુબ નિકટ થી ઓળખે છે ... "
- દિલીપ કુમાર
*******************************
લતાજીના જન્મદિવસ નિમિત્તે ૨૦૦૯માં દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયેલો 
ડો શરદ ઠાકરનો લેખ વાંચવા 
ક્લિક કરો. 
***********************
"લતા એક દંતકથા " પુસ્તક વિષે 
અન્ય બ્લોગ પર લખાયેલ શ્રી સૂર્ય નો લેખ વાંચવા 
 ક્લિક કરો.
   

6.10.12

male મધર ટેરેસા


તું હવે સરનામું પાકું આપ બસ,
રોજ મંદિરનો મને ધક્કો પડે 
ગૌરાંગ ઠાકરતાજ હોટેલ, બેંગલોરના ખ્યાતિપ્રાપ્ત શેફ નારાયણ ક્રિશ્નન ને નોકરી માટે હવે સ્વીત્ઝર્લેન્ડ ની ઓફર મળી હતી. યોરપ માટે વિદાય થતાં પહેલા એ મદુરૈ માં રહેતા પોતાના કુટુંબીજનોને મળી લેવા માંગતો હતો.
મદુરૈ શહેરના રસ્તાઓ પરથી પસાર થતી વખતે એણે એક એવા માણસને જોયો જે માનસિક રીતે અસ્થિર હતો અને અસહ્ય ભુખને લીધે પોતાનું જ મળ ફંફોસી રહ્યો હતો ! 

બુદ્ધ અને મહાવીરના જીવનની જેમ એ એક જ દ્રશ્યએ નારાયણના જીવનની દિશા બદલી 
નાંખી.

નારાયણે હોટેલના શેફની ઝળહળતી કારકિર્દી છોડી દીધી અને રસ્તે રઝળતા, માનસિક રીતે અસ્થિર લોકોને દરરોજ ત્રણેય વખત નું ભોજન પહોંચાડવા ને જ પોતાના જીવનનો ધ્યેય બનાવી લીધો.
 
હોટેલોમાં ફૂડ તો મળે છે, ખુશી નથી મળતી. તમે જ્યારે એક ભુખ્યાને ભોજન આપો છો, ત્યારે એ વાત તમને અપાર ખુશી આપે છે.
 એના મા-બાપને સગાવ્હાલાઓએ સલાહ આપી કે એમણે પોતાના દીકરાને કોઈ મનોચિકિત્સક પાસે લઇ જવો જોઈએ, પણ જ્યારે એમણે નારાયણનું કામ જોયું અને એ ભૂખ્યા જનોના ચહેરા પરનો આનંદ જોયો ત્યારે એની માએ કહ્યું , તું એ લોકોને ખવડાવવાનું ચાલુ રાખ, હું તને ખવડાવવાનું ચાલુ રાખીશ !
 
આજે નારાયણ દરરોજ ૪૫૦ માનસિક અસ્થિર લોકોને ત્રણ ટાઈમ નું ભોજન પૂરું પાડે છે ! એટલું જ નહિ, સમયાંતરે એમના માટે શેવિંગની ને વાળ કપાવવાની પણ વ્યવસ્થા કરે છે. 

"અંદર મુરત પર ચડે ઘી, પૂરી, મિષ્ઠાન...
મંદિર કે બાહર ખડા ઈશ્વર માગે દાન..."

- નિદા ફાજલી.
એવા દિવસો વારંવાર આવતા હતા કે જ્યારે તપેલા ના તળિયા દેખાતા હોય અને કાલે ખવડાવીશું શું એની સુઝ પણ પડતી ના હોય. પણ યાદ રાખજો, સાધનોના અભાવે દુનિયામાં કોઈ સારું કામ અટકી પડ્યું નથી. જો એ અટકી પડ્યું હોય તો કદાચ એ એટલું ઉમદા કામ નથી જેટલું આપણને લાગે છે.
 
ભૂખ્યાંની ભુખ ભાંગવાની નારાયણની આ ભુખ આજે અક્ષય (ટ્રસ્ટ) થઇ ગઈ છે.  

પોતે ભૂખ્યા હોવાં છતા ખોરાક શોધવાની ય સુઝ નથી 
એવા લોકોના મો માં ભોજન મૂકી, 
એમની આંખોમાં હર્ષના આંસુ જોવા 
એ નારાયણનો હવે ફુલ ટાઈમ જોબ છે.

 
મધર ટેરેસા ને યાદ કરું છું ત્યારે મને સમજાય છે કે મારું કામ તો કશું જ નથી. પણ એક વ્યક્તિ તરીકે તમે મદદ નું કોઇ પણ કાર્ય કરો છો તો એ કાર્ય મહાન છે. દુનિયામાં દરેક માણસ જો  દરરોજ ફક્ત એક જ માણસ ને મદદ કરવાનું નક્કી કરે, તો અક્ષય ટ્રસ્ટ જેવા NGO ની કોઈ જ જરૂર નહિ રહે !
एक पथ्थर सिर्फ एक बार मंदिर जाता है और भगवान बन जाता है
हम इंसान हर रोज़ मंदिर जाते है फिर भी पथ्थर ही रहते है ..!


૨૦૧૦ માં CNN HEROS 2010 ના ટોપ ટેન લીસ્ટમાં માં નારાયણનું નામ હતું. આ ખ્યાતીને લીધે IIM-બેંગલોર માં જવાની એની ઝંખના પૂરી થઇ. અલબત્ત, સ્ટુડન્ટ તરીકે તો નહિ, પણ IIMના વિદ્યાર્થીઓ સામે પ્રવચન આપનાર મહાનુભાવ તરીકે !

http://www.akshayatrust.org/