લખો ગુજરાતી - ગૂગલ IME થી ! HOW TO INSTALL & USE GOOGLE GUJARATI IME



ગૂગલ ટ્રાન્સલીટરેશન  સાથે ગુજરાતીમાં લખવું
હવે એકદમ આસાન!
ગૂગલ ટ્રાન્સલીટરેશન IME- ગુજરાતી ઇન્સ્ટોલ કરો અને સૌથી સરળ રીતે ગુજરાતી નો કમ્પ્યુટરમાં ઉપયોગ શરુ કરો! આની મદદથી તમે અંગ્રેજી કી-બોર્ડવડે જ ગુજરાતી લખી શકશો. તમારે તો ગુજરાતી શબ્દનો ધ્વન્યાત્મક સ્પેલિંગ જ ટાઇપ કરવાનો છે.
તમે લખતા હશો ત્યારે જ તમારો શબ્દ કયો હોઈ શકે તેના વિકલ્પો પણ તમને દેખાશે અને તમે એમાંથી જ સિલેક્ટ કરી તમારો શબ્દ પુરો કરી શકો છો!
હ્સ્વ-ઇ / દીર્ઘ-ઇ ની ચિંતામાંથી છુટકારો, શબ્દમાં વચ્ચે આવતાં a,i,o,u,e લખ્યા વગર જ સાચા શબ્દનું લેખન, આખો શબ્દ લખ્યા વગર ઓટો-કમ્પ્લીશન જેવી સુવિધાની મદદથી શબ્દ-લેખન, ફોન્ટ /સાઇઝ વિકલ્પો અને ગુજરાતી શબ્દકોશ આધારિત ઓટોમેટિક જોડણી-સુધાર- આ બધાં પાસા ગૂગલ ટ્રાન્સલીટરેશન IME ને અનિવાર્ય બનાવી દે છે.     
ગૂગલ ટ્રાન્સલીટરેશન IME- ગુજરાતી ઇન્સ્ટોલ કરવા આટલું કરો:


સ્ટેપ વન :-  એશિયન લેન્ગવેજ સપોર્ટ એક્ટીવેટ કરો:

[ વિન્ડોઝ XP  માટે જ , વિન્ડોઝ 7 / 8 અને Vista માટે સ્ટેપ વન ની જરૂર નથી.]  


                અહીં ક્લિક કરી એશિયન લેન્ગવેજ સપોર્ટ માટેનો પ્રોગ્રામ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો. જયારે તમને પી.સી. રી-સ્ટાર્ટ કરવા માટે  કહેવામાં આવે ત્યારે અવશ્ય રી-સ્ટાર્ટ કરવું.



       સ્ટેપ ટુ:- ગૂગલ ગુજરાતી IME ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો:-
                                     

  WINDOWS XP /VISTA/ WINDOWS 7 PC (32 BITS)             
 ડાઉનલોડ      માટે        અહીં   ક્લિક           કરો .

  WINDOWS 7 / 8  PC (64  BITS)    

  ડાઉનલોડ      માટે        અહીં   ક્લિક           કરો . OR 
click here:
http://dl.google.com/transliteration-ime/1.0.4.0/googlegujaratiinputsetup64.exe
google IME(64 BITS):  हिंदी 
OR
click here:
http://dl.google.com/transliteration-ime/1.0.4.0/googlehindiinputsetup64.exe
 



google IME(32 BITS) 
 થી અન્ય ભારતીય ભાષા નો 
ઓફલાઇન પીસી પર ઉપયોગ કરવા 
આ જ બ્લોગ પરના અન્ય પેજ પર આપેલ લિન્ક્સ નો ઉપયોગ કરવો.  

       સ્ટેપ થ્રી :- લેન્ગવેજ બાર એક્ટીવ કરો, 
એડવાન્સ ટેક્સ્ટ સર્વિસ એનેબલ કરો :-
[ વિન્ડોઝ 7 / 8 અને Vista માટે ની જરૂર નથી.] 


કન્ટ્રોલ પેનલ > રીજીઓનલ એન્ડ લેન્ગ્વેજ ઓપ્શન્સ > લેંગ્વેજીસ  > ડિટેલ્સ > advance...
પ્રથમ વિકલ્પને ટીક કરી સ્વીકારો : 
"EXTEND SUPPORT OF ADVANCE TEXT SERVICES 
TO ALL PROGRAMS"  
બીજા વિકલ્પનો (ટીક કાઢી નાંખી) અસ્વીકાર કરો  :
"TUN OFF ADVANCED TEXT SERVICES"  
હવે તમને પી.સી. રી-સ્ટાર્ટ કરવા માટે  કહેવામાં આવશે તે સ્વીકારી અવશ્ય રી-સ્ટાર્ટ કરવું.
 


નોન-સ્ટોપ :- હવે લખવા માંડો ગુજરાતીમાં ક્યાંય પણ, કશું પણ !



ગુજરાતી ભાષા એક્ટીવેટ કરવાથી ટાસ્કબારમાં જમણે ખૂણે, ટ્રે એરિયા ની બાજુમાં, હવે EN લખેલું બટન જોવા મળશે. જયારે જયારે તમારે ક્યાંય પણ ગુજરાતીમાં લખવું હોય ત્યારે આ બટન પર ક્લિક કરી, GUJARATI  સિલેક્ટ કરી, EN ને બદલે GU શબ્દ દેખાવા માંડે એ જોઈ લેવું.

જો તમે વર્ડપેડ, વર્ડ , એક્સેલ, પાવરપોઇન્ટ વિ માં લખવા ઇચ્છતા હો તો પહેલા જે-તે પ્રોગ્રામ (વર્ડ , એક્સેલ, પાવરપોઇન્ટ વિ ) ઓપન કરો, પછી જ (ઉપર બતાવ્યા મુજબ) લેન્ગવેજ બટન ની મદદથી ભાષા બદલીને ગુજરાતી કરો.

તમે નેટ પર પણ , જ્યાં ઈચ્છો ત્યાં ગુજરાતીમાં લખી શકો છો. ઈ-મેઈલ લખવામાં કે કોઈ બ્લોગ તૈયાર કરવામાં કે પછી બ્લોગ પર અભિપ્રાય આપવામાં, બટન દબાવો, ગુજરાતી લાવો!
તમે કોઈ ફાઈલ, ફોલ્ડર નું નામકરણ ગુજરાતીમાં કરવા ઇચ્છતા હો, તો એ પણ કરી શકશો. ફાઈલ સિલેક્ટ કરી, F2 (રીનેમ) દબાવી, પછી લેન્ગવેજ બટન ની મદદથી ભાષા બદલીને ગુજરાતી કરો અને ફાઈલનું નામ ગુજરાતીમાં લખો!

ગુજરાતી લખતા-લખતાં વચ્ચે અંગ્રેજી માં લખવા F12 દબાવી અંગ્રેજીમાં લખી ફરીથી F12 દબાવી, ગુજરાતીમાં લખવાનું ચાલુ રાખી શકો છો.  

ગૂગલ ટ્રાન્સલીટરેશન IME માં તમે લખતા હશો ત્યારે જ તમારો શબ્દ કયો હોઈ શકે તેના વિકલ્પો ડિક્શનરીના આધારે IME વિન્ડોમાં દેખાશે. જો પહેલો વિકલ્પ એ જ શબ્દ હોય જે તમે લખવા ઈચ્છો છો, તો તમે આખો શબ્દ લખવાનું પડતું મૂકી, એન્ટર દબાવી, આખો શબ્દ જાતે જ લખાઈ જાય એવું કરી શકો છો ! આવું ત્યારે પણ શક્ય છે જયારે તમારો શબ્દ અહેલા નહી પણ બીજા ત્રીજા કે પછીના વિકલ્પ તરીકે દેખાતો હોય. જેમકે હું કમ્પ્યુટર લખવા ઈચ્છતો હોઉં તો ફક્ત kmp લખ્યું ત્યાં તો IME વિન્ડોમાં ચોથા વિકલ્પ તરીકે કમ્પ્યુટર દેખાવા લાગ્યો! બસ, મેં તરતજ ડાઉન-એરો કી ની મદદથી એ ચોથા વિકલ્પને સિલેક્ટ કર્યો અને એન્ટર દબાવ્યું, કમ્પ્યુટર શબ્દ લખાઈ ગયો!
ગૂગલ IME માં આવી બીજી અનેક ખૂબી છે જે ગુજરાતીમાં લખવું આસાન બનાવી દે છે.        
હ્સ્વ ઇ દીર્ઘ ઇ ની ચિંતા છોડો: તમારે હમેશા i જ લખવાનો છે. શબ્દ અનુસાર જોડણી જાતે જ સુધારી લેવામાં આવશે! 
[ ritrivaj= રીતરીવાજ, kalindi=કાલિંદી]
તમે જે શબ્દ લખવા ઈચ્છો છો તેમાં વચ્ચે આવતા a,i,o,u,e વિ. ઉમેર્યા સિવાય ફક્ત તે અક્ષ્રરો લખીને IME વિન્ડો માં તમારો શબ્દ વિકલ્પોમાંથી સિલેક્ટ કરી , ખુબ જ ઝડપ થી ગુજરાતી લખી શકો છો !   
 shbd =શબ્દ ,  
 che= છે  , 
 tme=તમે , 
 lkhva= લખવા , 
 ax=અક્ષ્રર,  
zdp= ઝડપ, 
 nthi= નથી

કોઈ એવો શબ્દ હોય જે તમે લાવી ન શકતા હો તો IMEના ગુજરાતી કી-બોર્ડ પર ક્લિક કરી તેને ઇન્સર્ટ કરી શકો છો. આ માટે ટ્રે-એરીયાની ઉપર દેખાતી ગૂગલ IMEની વિન્ડોમાં કી-બોર્ડ આઇકોન (ત્રીજા નમ્બરના)  પર ક્લિક કરી, ‍‍‍‌ઈચ્છિત અક્ષ્રર ઇન્સર્ટ કરો. કી-બોર્ડ બંધ કરવા તેના પર ફરીથી ક્લિક કરો. 


 ગૂગલ IME માટે હેલ્પ પેજ અહિંયા છેઃ