17.9.12

સપના થી સફળતા - બીગ બઝાર ના સ્થાપકના મનોજગત ની વાત

ના થી તા
it happened in India

બીગ બઝાર ના સ્થાપક 
કિશોર બિયાની ની સાહસ કથા 
પ્રકાશક : આર આર શેઠ , કિંમત ૧૨૫/-
 [ પુસ્તકમાં ચૂંટેલા અવતરણો ]


આ પુસ્તક વિશિષ્ટ એટલા માટે છે કે એ તમને સપના જોવા માટે પડકાર ફેંકે છે !

મેં એક જ સિદ્ધાંત ના પાયા પર બધું ઉભું કર્યું કે,  
નિયમો નવેસર થી લાખો , પણ મૂલ્યો સાચવી રાખો


જયારે તમને કશુક જોઈએ જ છે , 
ત્યારે તે મેળવી આપવા માટે તમને મદદ કરવાના કાવતરામાં 
આખી દુનિયા સામેલ થઇ જાય છે ! 
[ પોલો કોહેલો ] 


જો કોઈ વિચાર પહેલી નજરે જરા વિચિત્ર ના લાગે 
તો તેને માટે કોઈ આશા નથી !  
 - આઈનસ્તાઇન 


ખરી નિષ્ફળતા તો ત્યારે જ છે 
જયારે વ્યક્તિઓ 
પોતાની વ્યક્તિગત શ્રેષ્ઠતાને મેળવવાના પ્રયત્નો છોડી દે.


હું માનું છું કે આપણે સહુ 
આ દુનિયામાં વખત પસાર કરવા માટે આવ્યા છીએ !
આપણે કોઈ એવી પ્રવૃત્તિ પસંદ કરી લઈએ છીએ , 
જે આપણને કરવી ગમે છે, 
અને પછી તેને આપણો વ્યવસાય કહીએ છીએ !
આને હું ટાઇમ પાસ સિદ્ધાંત કહું છું. 
( વ્યવસાયમાં)  બચાવ અને સફળતા નો આધાર છે 
ઝડપ અને કલ્પના 
  નારાયણ મૂર્તિ  ઘણી વાર પ્રકૃતિ જે રીતે કામ કરે છે તે આપણને પ્રેરણા આપે છે. 
પ્રકૃતિમાં જાળવણી અને પરિવર્તન વચ્ચે , 
વ્યવસ્થા અને સ્વતંત્રતા વચ્ચે, 
સંગઠિત કે  અસંગઠિત  વચ્ચે 
કોઈ જાતની તાણ નથી હોતી. 
જીવંત રહેવા માટેનો સંઘર્ષ સતત હોય છે, 
છતાં  પ્રકૃતિમાં સુસંગતતા અને પરસ્પર આધાર 
તેના પ્રત્યેક સજીવ સર્જનોમાં જોવા મળે છે.
પ્રકૃતિ આપણ ને એ પણ શીખવે છે કે 
સામાન્ય રીતે વલણોમાં સુમેળ અને સહઅસ્તિત્વ ની જરૂર છે. 
કશું કહેતા કશું જ કાયમી કે અંતહીન હોતું નથી 
અને કોઈ પણ બીજાને નુકસાન પહોંચાડીને પોતે પણ નુકસાન પામ્યા વિના રહેતું નથી.
 પ્રકૃતિની જેમ જ ધંધાકીય સંગઠનો પણ બીજાને પછાડ આપીને પોતે વિકસે તે સંભવ નથી. 
અમે અમારા પુરવઠા સાથીદારો કે ધંધાના ભાગીદારો 
કે પડોશી દુકાનદારો સુદ્ધાંના ભોગે 
વિકાસ ન કરી શકીએ. 
તેમની સાથે  જે દિવસે અમે સંબંધો ના મહત્વને અવગણીશું 
અને સંબંધોને પોષણ આપવાનું બંધ કરીશું 
તે દિવસે અમે જ અમારા સદંતર વિનાશની તૈયારી કરીશું. હું માનું છું કે નેતૃત્વ ને અને કામની સોંપણી ને લેવા દેવા નથી. 
નેતૃત્વ એટલે અધિકાર ત્યાગ. 
નવીનીકરણ અને સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે 
નેતાએ મોટા ભાગના નિર્ણય લેવાની અને અમલ કરવા ની બાબતો 
પોતાની ટીમ માટે ત્યાગી દેવાની હોય. 
એમ થાય તો જ પછી તે પોતે સંગઠન માટે કંઈ વધુ સારું અને વધુ મોટું કામ કરી શકે . 


જ્યાં સુધી દુઃખ ના થાય ત્યાં સુધી આપતા રહો... 
G  i  v  e     T i  l l          I  t       H  u  r  t  s ! 
 મધર ટેરેસા