3.9.11

ગગનવાલા મિસ્ટર જીઓડી જો ધારતે

બુધવારની મારી સવાર દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિ સાથે, 
અને એમાય ખાસ તો મધુ રાય સાથે ગુજરે છે.  
ગગનરાય ગગનવાલા ની કલમ અને કોલમના 'હમો' કાયલ છીએ. 
શબ્દ-ભાષા અને મૂડને આ માણસ જે રીતે રમાડે છે 
એ જોઇને હમો મોં મા ચા ને નાસ્તાને બદલે આંગળા નાંખીએ છીએ. 
તાજેતરમાં એમના બહુ જ ગમેલા લેખો ની લીંક્સ અહીં મૂકી છે .. 

ટ્વીન્કલ ટ્વીન્કલ ગગનલાલ

એટલે બટ નેચરલી છે કે 
ગગનવાલાનાયે ગગનવાલા મિસ્ટર જીઓડી ધારતે 
તો હમે કેબીસીનું હોષ્ટિંગ કરતા હોતે 
ને કરોડોનું કોષ્ટિંગ હોય તેવી મૂવીઝોમાં સંજીવકુમારની ઓપોઝમાં ડાયલોગગીરી કરતા હોતે, 
યા તો હેમાના સોલ્ડરમાં કે વહીદાની વેઇષ્ટમાં હેન્ડ મૂકીને બોલડાન્સ કરતા હોતે. 

ગગનવાલાને આમ એક્ટિંગ બેકટિંગનો હોબી બિગિનિંગથી, ઓકે?  
લખવામાં ટાઇમ વેષ્ટ ન કરેલ હોત તો અમિતાભ-બમિતાભ ટાઇપ શુપર સ્ટાર બની ચૂક્યા હોત. અમારા બેષ્ટફ્રેન્ડ રાધેશ્યામ શર્માએ તો ટોક વિધિન ટોકમાં 
એકવાર રંગતરંગ પેપરમાં બી આલી દીધેલું કે 
અમે ફિલ્મ લાઇનમાં એન્ટ્રી લીધી હોત તો અમિતાભની છુટ્ટી કરાવી દીધી હોત. 
પણ સપોઝ કે રાધેશ્યામે ફ્રેન્ડશીપમાં તેમ લખ્યું હોય, 
કે રાધશ્યામ પોતાને માટે બી તેમ જ બિલીવ કરતા હોય, 
કેમ કે તે કવિ છે ને કવિ-પીપલ તો, યુ નોવ ને, કે એગઝાઝર બહુ કરે.

કલકત્તાની સ્કૂલ ફાઇનલ પરીક્ષામાં હમને હિન્દીમાં ૭૪ ટકા માર્ક આવેલા. 
અગેન, હિન્દીમાં અમે ને બદલે હમે કહેવાય છે તેથી હમે આ આરટિકલમાં હેમ કરીશું
મોરોવર, હમે રાષ્ટ્રભાષા કોવિદ છિયેં. 
ને એકવાર કલકત્તાના ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં 
દિલીપકુમાર ખાદીના શૂટ પાટલૂન બાય કરવા આવેલા
અને અમે બે લોટોફ પબલિકની સાથે તેમને જોવા ગયેલા. ગગનવાલાએ એક્ચ્યુલી પોતે પર્સનલી એક નાટકમાં 
બિગશોટ કૈલાસ પંડ્યા અને દામિની મહેતાની પેરની ઓપોઝમાં 
બહુ ઓસ્સમ રોલ કરેલ 
પણ કૈલાસભાઇની જેલ્શીના કારણે 
તે નાટક કાઇન્ડોફ ફેલ થયેલ. 
પછી બીજું નાટક લખીને અમે કહેલ કે અમને આમાં હીરોનો રોલ આપો 
તો સેઇમ જેલ્શીથી કૈલાસભાઇએ તે નાટક કરવાનું લેટ ગો કરેલ.

આખો લેખ વાંચવા અહી ક્લિક કરો    

ગગનવાલાને ગગનમાર્ગે મલે છે, ભાંતિ ભાંતિ કે લોગ.


એરપોર્ટના ગેઇટ પાસે એક જાજરમાન મહિલા શ્માઇલિંગી પૂછે છે, યુ હેવ સેલફોન? શ્યોર. 
મહિલા તેમની યંગર ડોટરને ફોનથી જણાવે છે કે દિનેસકુમાર મૂકવા આયવાતા ને બધું ઓલરાઇટ છે. બીજો કરવો છે? 
ના, ના. બહેન કહે છે પણ ચહેરો કહે છે હા, હા. 
અગેન શ્માઇલિંગી મહિલા તેમના બ્રધરને જણાવે છે,કે દિનેસકુમાર મૂકવા આયવાતા ને બધું ઓલરાઇટ છે. બસ તો? 
વ્હોટ? યુગાન્ડા? ત્યાં સેઇફ છે? હા, હા. ગવરમેન્ટે પ્રોપર્ટી પાછી આપી છે ને વાં હવે કંઇ વ્યાધિ જેવું નથી. ઘરમાં ચોર આવે તો આયાં ‘ગન’ લઇને આવે ને મારીને જાય. ને વાં ઇ ખાલી હાથે આવે, ને ટીવીબીવી ચોરી જાય. આપણે જોયા કરવાનું. ને સમજવાનું કે ધરમાદો કઇરો. ઇ લોકોના પૈસે તો જીવીએં છિયેં ને. ઠીક, તમે કયો છો તો તીજો ફોનેય કરી નાખું, મારા હસબન્ડને... દિનેસકુમાર મૂકવા આયવાતા ને બધું ઓલરાઇટ છે.
આખો લેખ વાંચવા અહીં ક્લિક કરો


મધુ રાયઃ- કાનુડો મારે ખેધે પડ્યો છે..

બુધવારની મારી સવાર દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિ સાથે, 
અને એમાય ખાસ તો મધુ રાય સાથે ગુજરે છે.  
ગગનરાય ગગનવાલા ની કલમ અને કોલમના 'હમો' કાયલ છીએ. 
શબ્દ-ભાષા અને મૂડને આ માણસ જે રીતે રમાડે છે 
એ જોઇને હમો મોં મા ચા ને નાસ્તાને બદલે આંગળા નાંખીએ છીએ. 
તાજેતરમાં એમના બહુ જ ગમેલા લેખો નો અહીં ઉલ્લેખ કરૂં છું..  

બીજી ભાષાઓમાં હશે કે કેમ, પણ કોઇ નામ સાથે ડો, કે ડી કે ડું જોડીને તુચ્છકાર કરવાની, ને તે જ તુચ્છકાર દ્વારા બેસ્ટમાં બેસ્ટ લવ દર્શાવવાની સવલત ફક્ત ગુજરાતીમાં જ છે, અથવા તો એમ માનવાનું અમારા મનડાને ગમે છે. આ તો નીલે ગગનડાની નીચેની વાત છે, જેમાં મનવામાં જે આવે તેની વાતડી કરવાની હમોને હાઝાદી છે.

ચિનુ મોદીડા સાહેબ હરખમાં આવે ત્યારે મધિયાને મધિયો કહેતા હોય છે, ને મધિયાનાં મધર મધિયાને મધુડો કહેતાં હતાં. ને બચી ભરવાને બદલે ગાલે ચીટિયો ભરતાં હતાં. વન કાઇન્ડ ઓફ બેસ્ટેસ્ટ લવ. એક હિન્દી કવિ મધિયાને મધુઆ કહત પુકારત હંય. 

સ્વ. ભૂપેન ખખ્ખર સ્વ. સુરેશ જોષીને વહાલથી સૂરિયો કહેતા.સૂરિયાભાઇએ એકવાર એક હિન્દી કવિને ‘રઘલો’ કહેલું. મીન્સ કે ડો કે યો લગાડ્યા સિવાય પણ લવ થઇ શકે છે,

કોઇવાર ડ અને ય બંને સાથે જોતરીને ડબલ લવ કરવાનો પ્રયોગ પણ સંભળાય છે જેમ કે બાબુલાલનું બાબુડો કે બાબિયો નહીં પણ બાબુડિયો! ઘણીવાર વહાલ બતાવવાની રીત વિશેષણરૂપે અવતરે છે, જેમ કે ઘોડીનો કન્ડક્ટર. કે ગધનો કલેક્ટર.

દ્વારકામાં પરણેલી બહેનપણીઓ વાતવાતમાં કહેતી સંભળાય કે ‘મારો વર ગધનો કોઇનું કીધું માને નઇં ને!’ 

વરસાદને ગાળ દેવી હોય તો વરસાદડીનો, 
ને ભગવાનને પ્યાર જતાવવો હોય તો કહેવાય છે ભગવાનડીનો. 
ભગવાનડીનાએ વહેલી સવારે વરસાદ વરસાવ્યો હોય તો કહેવાય છે, 
‘વરસાદડીનો ગધનો અટાણમાં ગુડાણો છે ?’ 
  
આખો લેખ વાંચવા અહીં ક્લિક કરો.