20.2.10

અમારો ગુજરાતી ઉલ્લાસ....

 

       મ  ન્વ  ય
સહરચના- સુરેશ દલાલ, માધવ રામાનુજ, વિનોદ જોશી, અંક્તિ ત્રિવેદી
[ગુજરાત સમાચાર આયોજિત સમન્વય કાર્યક્રમમાં રજૂ કરાયું]
 
 
સુર ઉગે છે સુરજ થઇને કલરવ ભીના શ્વાસ...
શબ્દોનું અજવાળું પહેરી ઉઘડે છે આકાશ...
અમારો ગુજરાતી ઉલ્લાસ.....
 
ચીલાઓને ચાતરી લઇ ને વહે લયની લીલા
ગીત અને સંગીત તો જાણે શબ્દોના કુટુંબકબીલા
રગ રગમાં છે રટણાને અહીં ઘટનાઓનો પ્રાસ....
અમારો ગુજરાતી ઉલ્લાસ....
 
સત્ય,પ્રેમ ને કરુણા પણ જ્યાં સ્પર્શ પામતાં લયનો
વૈષ્ણવજનનાં વ્હાલનો વારસ સાથી સદા સમયનો
એક એક આ અક્ષર એનો મઘમઘતો અજવાસ
અમારો ગુજરાતી ઉલ્લાસ....
 
અવિરત ઉચ્છલ ઉર્મિ આજ લયનર્તનથી મદમાતી,
રમ્ય રેલતી રહે, સમન્વય શબ્દ-સૂરના પાતી;
આ દશ ઓ દશ અખિલ નાદનો ચગે રસોજ્જવલ રાસ,
અમારો ગુજરાતી ઉલ્લાસ....
 
 
 

ટિપ્પણીઓ નથી: