19.4.10

તું છોડાવી આંગળી મારી ઉડવાને આતુર

તા.ક.: ૨૦/૪/૨૦૧૦ - આજે ગૂગલમાં સર્ચ કરતાં જોવા મળ્યું કે આ રચના તુષાર શુક્લ ની છે અને 
ડોક્ટર મોહિત શાહ ના બ્લોગ પર  પહેલેથી ઉપલબ્ધ છે.  
તાજા તાજા કલમ: આંખો લેખ હવે વિશાલ ભાઈ ની રચના ના પ્રતાપે અહી ઉપલબ્ધ છે......... 

મારા ભાઈબંધ   પરાગ  વકીલે ઈ -મેઈલમાં મોકલેલી આ કવિતા અધૂરી હતી, ને એને એ યાદ નહોતું કે ક્યાંથી મળી હતી! એટલે મેં ગુગલ માં તપાસ કરી તો જોયું કે એક લેખ સાથે આ કૃતિ ગુજરાત સમાચારમાં ફેબ્રુઆરી ૨૦૧૦ માં પ્રસિદ્ધ થઇ હતી. પણ એ લીંક વડે જોવા મળેલ પાનું યુનીકોડમાં નહીં પણ ગોપિકા ફોન્ટ્સ માં હતું. વિશાલ મોણપરા એ બનાવેલ ફોન્ટ  કન્વર્ઝન સાધન /વેબપેજ [gurjardesh.com] વડે યુનીકોડમાં કન્વર્ટ તો કર્યું પણ પરફેક્ટ નહોતું. એટલે છેલ્લી બે લીટીમાં કદાચ કોઈ ફેરફાર સંભવ છે. મૂળ લેખ  કવિતા અને લેખકનું નામ કોઈને મળે તો જણાવવા વિનંતી છે.
તું છોડાવી આંગળી મારી ઉડવાને આતુર.  
ઉંબર,આંગણ ઓળંગીને જવા દુર સુદૂર.

અમે જ  ખોલી'તી બારી,અમે બારણા પણ ખોલીશું.
આવ્યા ત્યારે આવો કીધું, આવજો પણ બોલીશું

જીવતાં જીવતાં જે સમજાયું ,એ કહેવું છે મારે.
હું જાણું છું તારું જીવન જીવવાનું છે તારે.

બેટા, આવ બેસ પાસે.
સાંભળ. જે કહું છું આજે .

કદીક લાગશે જીવન તો છે મનગમતો તહેવાર,
કદીક લાગશે જીવન તો છે અણગમતો વહેવાર.

જીવનપથ પર  મળશે હોટલ, કદીક મળશે ઘર.
શું છે સગવડ? શેમાં સુખ છે?જાણવાનો અવસર.

હોઠ ભીંજવતું પીણું શું? શું તરસ છીપવું , પાણી
શું છે જળ અને શું મૃગજળ એ ભેદ લેવો ને જાણી.

અહંકાર અને અધિકારની મનડું ગૂંથે જાળ.
ઉડતા શીખવી,ઉડવા પણ  દઈ, રાખીશું સંભાળ

માંગતા ભૂલીઆપતા શીખો ,પામશો આપોઆપ. 
આજ નહીતો કાલે મળશે, વાટ જુઓ ચુપચાપ.

જીવન મળ્યું છે જીવવા માટે લાગણીભીનું જીવો.
તૂટે ત્યાંથી તરત જોડજો, ફાટે  ત્યાંથી સીવો.

સડી જાય  એ કાપવું પડશે એટલું લેજો જાણી
જાગ્યા ત્યાંથી સવાર સમજો, જીવન બને ઉજાણી.

કોઈને ગમતી રાતરાણી ને કોઈને પારીજાત,
કોઈને ઢળતી  રાત ગમે ને  કોઈને ગમે પ્રભાત .

પોતપોતાની પસંદમાંહે સહુ કોઈ રહેતા મસ્ત,
સુરજ પાસે શીખવા જેવું : ઉગે તેનો અસ્ત.

સંપતિને, સમૃદ્ધિને,  વૈભવ તો છે વહેમ.
"જીવન જીવવા જેવું છે" એના કારણમાં છે પ્રેમ.   

બાળપણમાં  લન્ચબોક્ષમાં મમ્મી નાસ્તો ભરતી. 
કદીક ભાવતુંકદીક તને ના ભાવતુંએ પણ મૂકતી.

ભાવતું જોઇને હરખાતી, નાભાવતું   ખાતી.
હાથ નહિ રોકાતો, જયારે ભૂખ લાગતી સાચી.

ગમતું ,અણગમતુંસઘળું જે કામનું લાગ્યું મને,
બેટા, એનું જીવનભાથું મેં બંધાવ્યું તને. 

આભે ઉડતા જોઈ તને બસ ! અમે રાજી રહેશું 
અમારો છે આ દીકરો એટલું ગૌરવ થી  અમે કહેશું

બેટા , ઊડ હવે આગળ!
લખજે કદીક   તું કાગળ !

ટિપ્પણીઓ નથી: