'સેકન્ડહેન્ડ' સ્મોકિંગથી થાય છે સાયનસની સમસ્યા
જે લોકો ધૂમ્રપાન કરતી વ્યક્તિઓની સાથે રહેતા હોય છે એટલે કે સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવે છે તેમને સાયનસની સમસ્યા થવાનું જોખમ રહે છે. સેકન્ડહેન્ડ સ્મોકમાં ૪૦૦૦ કરતાં વધુ એવા તત્વો હોય છે જે મનુષ્ય માટે નુકસાનકારક હોય છે. તેમાં ૫૦ તત્ત્વો કેન્સરના કારણે પણ બને છે.
એક રિપોર્ટ અનુસાર સાયનસના લગભગ ૪૦ ટકા કેસોમાં સેકન્ડહેન્ડ સ્મોક જવાબદાર હોય છે. સેકન્ડહેન્ડ સ્મોકના કારણે શ્વસનતંત્રમાં ઇન્ફેકશન થાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા પર પણ અસર પડે છે. ડોકટરોએ તેમની પાસે આવનારા સાયનસના દર્દીઓને સેકન્ડહેન્ડ સ્મોકથી બચવાની સલાહ આપવી જોઈએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો