11.5.10

મને એ જ સમજાતું નથી કે...

માણસે ભગવાનને પૂછ્યું :
ભગવાન,
માણસજાત ની કઈ વાતની
તમને સૌથી વધુ નવાઈ લાગે છે ?

ભગવાને કહ્યું,

એ જ કે..............

પૈસા કમાવવામાં એ લોકો તંદુરસ્તી ગુમાવે છે,
ને પછી એ  તંદુરસ્તી પાછી મેળવવા પૈસા ગુમાવે છે !

એ જ કે..............

ભવિષ્યની  ચિંતા કરવામાં એ લોકો વર્તમાનને એવો તો ભૂલી જાય છે
કે ના તો વર્તમાનમાં જીવી શકે છે કે ના તો ભવિષ્યમાં! 

એ જ કે..............

લોકો જીવે છે એવી રીતે કે જાણે કદી મરવાના જ નથી,
અને મરે છે એવી રીતે કે જાણે કદી જીવ્યા જ નથી!

ટિપ્પણીઓ નથી: