13.8.11

પૈસા બચાવવાની પચ્ચીસ રીતો ! – મન્નુ શેખચલ્લી

[http://gujratipremi.multiply.com/journal/item/27]

ઘરના લોકો અમથાઅમથા ફ્રિજ, વોશિંગ મશીન, ઘરઘંટી, પંખા, ગિયર, ગ્રાઈન્ડર-મિક્સર જેવી વસ્તુઓ વાપર્યા કરતા હોય છે. એટલે ઘરના સભ્યોને ખબર ન પડે એ રીતે અઠવાડિયામાં બે દિવસ ઘરનો ફ્યુઝ ઉડાડી દો !
***************************
ઘરની કામવાળીની આસપાસ આંટા મારો. તેની સાથે હસી હસીને વાતો કરો. તમારી પત્નીને શંકા જતાંની સાથે જ તે કામવાળીને કાઢી મૂકશે. અને નવી કામવાળીઓ કંઈ રસ્તામાં રેઢી પડી છે ? નવી ને આવતાં દિવસો જશે. ત્યાં સુધી તમારી પત્ની ઘરકામ કરશે અને તમે કામવાળીના પૈસા બચાવશો !
**************************
ક્રિકેટ મેચોની શરત લગાડો. 
હંમેશાં એવી જ શરત મારો કે ભારત હારશે ! 
ગણી જોજો, સરવાળે ફાયદો જ છે !  
*******************************

ટિપ્પણીઓ નથી: