11.8.11

બહુ ખોટું થયું (બુધવારની બપોરે - અશોક દવે )


                                      http://ashok-dave.blogspot.in/
ઘણાં એવું ભાવનામય બોલતા હોય છે કે, કાકો ય ઉપર બેઠો મુંઝાય કે, ‘હું હાળો ખોટો ઉપડી ગયો... અત્યારે જવા જેવું નહોતું !’
*****************

મિત્રો, ઘ્યાન રાખવું કે મૃત્યુ પ્રસંગે પંપાળવા માટે ફક્ત ખભો જ વપરાય છે. બગલની નીચે કે પડખામાં પંપાળો તો પેલાને ગલીપચી થાય ને સાલો કટાઇમે હસવે ચઢી જાય.
*****************************
આ એક જ ક્રિયા એવી છે કે એમાં કલા કે વિજ્ઞાન ન જોવાય.... હૃદયની ઉર્મિઓ જોવાય, થયેલું દુઃખ જોવાય... (હજી કંઈક ત્રીજું ય જોવાતું હોય છે, પણ મને અત્યારે બહુ યાદ નથી આવતું... કોઈ પંખો ચાલુ કરો.)
**************************
ગાડીનો કાચ સાફ કરવામાં અને ખભો પંપાળવા વચ્ચે ફરક ફક્ત સ્પીડનો છે. પોતું તો બન્ને જગ્યાએ મારવાનું છે, પણ અહીં, ‘‘મારે પછી બીજે ય જવાનું છે...’’ એટલે ઉતાવળ પૂરતો કોઈનો ખભો, ‘એક કામ પતે’ના ધોરણે સ્પીડમાં પંપાળી ના અલાય.
************************
 સંસ્થાના ઘ્યાન પર એ ય આવ્યું છે કે, બેસણામાં જવાના બદલે કેટલાક મુમુક્ષુઓ નિરાંત મળ્યા પછી સ્વર્ગસ્થના ઘેર જાય છે પણ ત્યાં ગયા પછી શું કરવાનું, કેવું બોલવાનું અને કેટલું બેસવાનું તેની તાલીમ લીધી ન હોવાથી બાફી મારે છે. એ લોકો કાંઈ પણ બોલ્યા- ચાલ્યા વગર એવા ડઘાઈ ગયેલા મોંઢે બેસે છે કે, શોકગ્રસ્ત પરિવાર  સમજે છે કે, આ લોકોના ઘરમાં ય કોક ઊડ્યું લાગે છે અને અહીં સામે ચાલીને ખરખરો કરાવવા આવ્યા છે. એ લોકો ઊભા થઈને આ લોકોને પાણી આપે છે. 
****************
દિલાસો દેવાની સર્વોત્તમ પ્રથા જગતભરમાં શોધાઈ નથી. મળી આવે તો કહેવડાવજો. આપણે શરુઆત તમારાથી કરશું.

*****************

ટિપ્પણીઓ નથી: