3.9.11

મધુ રાયઃ- કાનુડો મારે ખેધે પડ્યો છે..

બુધવારની મારી સવાર દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિ સાથે, 
અને એમાય ખાસ તો મધુ રાય સાથે ગુજરે છે.  
ગગનરાય ગગનવાલા ની કલમ અને કોલમના 'હમો' કાયલ છીએ. 
શબ્દ-ભાષા અને મૂડને આ માણસ જે રીતે રમાડે છે 
એ જોઇને હમો મોં મા ચા ને નાસ્તાને બદલે આંગળા નાંખીએ છીએ. 
તાજેતરમાં એમના બહુ જ ગમેલા લેખો નો અહીં ઉલ્લેખ કરૂં છું..  

બીજી ભાષાઓમાં હશે કે કેમ, પણ કોઇ નામ સાથે ડો, કે ડી કે ડું જોડીને તુચ્છકાર કરવાની, ને તે જ તુચ્છકાર દ્વારા બેસ્ટમાં બેસ્ટ લવ દર્શાવવાની સવલત ફક્ત ગુજરાતીમાં જ છે, અથવા તો એમ માનવાનું અમારા મનડાને ગમે છે. આ તો નીલે ગગનડાની નીચેની વાત છે, જેમાં મનવામાં જે આવે તેની વાતડી કરવાની હમોને હાઝાદી છે.

ચિનુ મોદીડા સાહેબ હરખમાં આવે ત્યારે મધિયાને મધિયો કહેતા હોય છે, ને મધિયાનાં મધર મધિયાને મધુડો કહેતાં હતાં. ને બચી ભરવાને બદલે ગાલે ચીટિયો ભરતાં હતાં. વન કાઇન્ડ ઓફ બેસ્ટેસ્ટ લવ. એક હિન્દી કવિ મધિયાને મધુઆ કહત પુકારત હંય. 

સ્વ. ભૂપેન ખખ્ખર સ્વ. સુરેશ જોષીને વહાલથી સૂરિયો કહેતા.સૂરિયાભાઇએ એકવાર એક હિન્દી કવિને ‘રઘલો’ કહેલું. મીન્સ કે ડો કે યો લગાડ્યા સિવાય પણ લવ થઇ શકે છે,

કોઇવાર ડ અને ય બંને સાથે જોતરીને ડબલ લવ કરવાનો પ્રયોગ પણ સંભળાય છે જેમ કે બાબુલાલનું બાબુડો કે બાબિયો નહીં પણ બાબુડિયો! ઘણીવાર વહાલ બતાવવાની રીત વિશેષણરૂપે અવતરે છે, જેમ કે ઘોડીનો કન્ડક્ટર. કે ગધનો કલેક્ટર.

દ્વારકામાં પરણેલી બહેનપણીઓ વાતવાતમાં કહેતી સંભળાય કે ‘મારો વર ગધનો કોઇનું કીધું માને નઇં ને!’ 

વરસાદને ગાળ દેવી હોય તો વરસાદડીનો, 
ને ભગવાનને પ્યાર જતાવવો હોય તો કહેવાય છે ભગવાનડીનો. 
ભગવાનડીનાએ વહેલી સવારે વરસાદ વરસાવ્યો હોય તો કહેવાય છે, 
‘વરસાદડીનો ગધનો અટાણમાં ગુડાણો છે ?’ 
  
આખો લેખ વાંચવા અહીં ક્લિક કરો.   


ટિપ્પણીઓ નથી: