મસ્તીનાં પૂર - સાંઈરામ દવે
(સંદેશ-અર્ધ સાપ્તાહિક )
તમે માણસો કયા બેઇઝ ઉપરથી અમને પિતૃઓ ગણો છો?
આ મુદ્દે અમારા પક્ષીસમાજમાં ખૂબ મોટા ઝઘડાઓ થઇ ગયા છે.
એક તો એકેય બાજુથી તમે લોકો કાગડા જેવા લાગતા નથી.
કાગડા હોવાનો પ્રથમ નિયમ એ છે કે જેવા અંદર હો એવા જ બહાર દેખાવું પડે,
અને જે ગુણ તમે કદી આત્મસાત્ કરી શકતા નથી.
ઊલટાનું તમે તો સફેદ કપડાં પહેરીને કાળા ધંધા આદરો છો. જે ગુણ બગલા સાથે મળતો આવે છે.
તો આપ સર્વે મનુષ્ય સમાજને વિનંતી છે કે બગલા અથવા વાંદરાને આપ ખીર ખવડાવો !
તમારા પિતૃઓની તો ખબર નથી
પરંતુ ગયા ભાદરવે તમારી ભેળસેળવાળી ખીરથી
અમારા ૨૧૫ જેટલા કાગડાઓ અવસાન પામીને પિતૃ થઇ ગયા !
આખો લેખ વાંચવા અહી ક્લિક કરો....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો