તું હવે સરનામું
પાકું આપ બસ,
રોજ મંદિરનો મને
ધક્કો પડે…
ગૌરાંગ ઠાકર
તાજ હોટેલ, બેંગલોરના ખ્યાતિપ્રાપ્ત
શેફ નારાયણ ક્રિશ્નન ને નોકરી માટે હવે સ્વીત્ઝર્લેન્ડ ની ઓફર મળી હતી. યોરપ માટે વિદાય થતાં પહેલા એ મદુરૈ માં રહેતા પોતાના કુટુંબીજનોને મળી લેવા માંગતો હતો.
મદુરૈ શહેરના રસ્તાઓ પરથી પસાર થતી વખતે એણે એક એવા માણસને જોયો જે માનસિક રીતે અસ્થિર હતો અને અસહ્ય ભુખને લીધે પોતાનું જ મળ ફંફોસી રહ્યો હતો !
બુદ્ધ અને મહાવીરના
જીવનની જેમ એ એક જ દ્રશ્યએ નારાયણના જીવનની દિશા બદલી
નાંખી.
નારાયણે હોટેલના શેફની ઝળહળતી કારકિર્દી
છોડી દીધી અને રસ્તે રઝળતા, માનસિક રીતે અસ્થિર લોકોને દરરોજ ત્રણેય વખત નું ભોજન
પહોંચાડવા ને જ પોતાના જીવનનો ધ્યેય બનાવી લીધો.
“ હોટેલોમાં ફૂડ તો મળે છે, ખુશી નથી મળતી. તમે
જ્યારે એક ભુખ્યાને ભોજન આપો છો, ત્યારે એ વાત તમને અપાર ખુશી આપે છે. ”
એના મા-બાપને સગાવ્હાલાઓએ સલાહ આપી કે એમણે પોતાના
દીકરાને કોઈ મનોચિકિત્સક પાસે લઇ જવો જોઈએ, પણ જ્યારે એમણે નારાયણનું કામ જોયું
અને એ ભૂખ્યા જનોના ચહેરા પરનો આનંદ જોયો ત્યારે એની માએ કહ્યું , ‘ તું એ લોકોને ખવડાવવાનું ચાલુ રાખ, હું તને
ખવડાવવાનું ચાલુ રાખીશ !’
આજે નારાયણ દરરોજ ૪૫૦
માનસિક અસ્થિર લોકોને ત્રણ ટાઈમ નું ભોજન પૂરું પાડે છે ! એટલું જ નહિ, સમયાંતરે
એમના માટે શેવિંગની ને વાળ કપાવવાની પણ વ્યવસ્થા કરે છે.
"અંદર મુરત પર ચડે ઘી, પૂરી, મિષ્ઠાન...
મંદિર કે બાહર ખડા ઈશ્વર માગે
દાન..."
- નિદા ફાજલી.
“એવા દિવસો વારંવાર આવતા હતા કે જ્યારે તપેલા ના
તળિયા દેખાતા હોય અને કાલે ખવડાવીશું શું એની સુઝ પણ પડતી ના હોય. પણ યાદ રાખજો,
સાધનોના અભાવે દુનિયામાં કોઈ સારું કામ અટકી પડ્યું નથી. જો એ અટકી પડ્યું હોય તો
કદાચ એ એટલું ઉમદા કામ નથી જેટલું આપણને લાગે છે.”
ભૂખ્યાંની ભુખ ભાંગવાની
નારાયણની આ ભુખ આજે “અક્ષય” (ટ્રસ્ટ) થઇ ગઈ
છે.
પોતે ભૂખ્યા હોવાં છતા ખોરાક શોધવાની ય સુઝ નથી
એવા લોકોના મો માં ભોજન
મૂકી,
એમની આંખોમાં હર્ષના આંસુ જોવા
એ નારાયણનો હવે “ફુલ ટાઈમ જોબ” છે.
“ મધર ટેરેસા ને યાદ કરું છું ત્યારે મને સમજાય છે કે
મારું કામ તો કશું જ નથી. પણ એક વ્યક્તિ તરીકે તમે મદદ નું કોઇ પણ કાર્ય કરો છો તો
એ કાર્ય મહાન છે. દુનિયામાં દરેક માણસ જો દરરોજ ફક્ત એક જ માણસ ને મદદ કરવાનું નક્કી કરે,
તો “અક્ષય ટ્રસ્ટ” જેવા NGO ની કોઈ જ જરૂર નહિ રહે !”
एक पथ्थर सिर्फ एक बार मंदिर जाता है और भगवान बन जाता है
हम इंसान हर रोज़ मंदिर जाते है फिर भी पथ्थर ही रहते है ..!
૨૦૧૦
માં CNN
HEROS 2010 ના
ટોપ ટેન લીસ્ટમાં માં નારાયણનું નામ
હતું. આ ખ્યાતીને લીધે IIM-બેંગલોર માં જવાની એની ઝંખના પૂરી થઇ. અલબત્ત, સ્ટુડન્ટ તરીકે તો નહિ, પણ IIMના
વિદ્યાર્થીઓ સામે પ્રવચન આપનાર મહાનુભાવ તરીકે !
http://www.akshayatrust.org/
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો