XP ના એકના એક રંગ રુપ જોઇને કંટાળ્યા છો?
એનુ એ ગ્રીન બટન, એ જ બલ્યુ ટાસ્ક-બાર , એના એ જ કલરની વિંડોઝ......
ઓકે. જો તમે પણ તમારા XP ને દરરોજ નવા નવા રુપમાં જોવા ઇચ્છતા હો તો હવે
એ કામ સહેલું છે...... તમે એક્ષ્પર્ટ હો એ જરુરી નથી.....
ડેસ્ક્ટોપ પર ખાલી જગ્યામાં રાઇટ ક્લિક કરી, PROPOERTIES પર ક્લિક કરવાથી આપણે ઇન-બિલ્ટ થીમમાં થી કોઇ એક થીમ સિલેક્ટ કરી શકીએ છીએ. પણ , અન્ય કોઇએ બનાવેલી થીમ કે વિઝયુઅલ સ્ટાઇલ XP સ્વીકારતું નથી , XP ની UXtheme.dll આમાં વિલનનો ભાગ ભજવે છે. આ વિલનને ઠીક કરવા માટે કમ્પ્યુટરના કીડાઓએ UX theme multi-patcher નામનો પ્રોગ્રામ બનાવ્યો છે. જો તમે આ ફાઇલ ડાઉનલોડ કરી, રન કરી લો તો ત્યાર બાદ XP ડાહ્યુ- ડમરું થઇને નોન-માઇક્રોસોફ્ટ થીમ કે વિઝયુઅલ સ્ટાઇલ પણ સ્વીકારવા લાગે છે, બસ! એ ઘડી થી તમારા XP ના દીદાર એવા બદલાતા રહેશે કે લોકો એ પુછવુ પડશે કે ભૈ, આ કમ્પ્યુટરની ઓપરેટિંગ સીસ્ટમ કઇ છે !
તો ચાલો, સમજી લઇએ કે આ ઓપરેશન કઇ રીતે પાર પાડીશું...
પહેલું ચરણ :
સોફ્ટપિડિયા વેબસાઇટ પરથી UX theme multi-patcher ડાઉનલોડ કરો :
http://www.softpedia.com/progDownload/UXTheme-MultiPatcher-Download-2369.html
ડાઉનલોડ થયા બાદ , ફાઇલ પર ક્લિક કરી, એને પોતાનું કામ ચાલુ કરવા દો. ઓરિજીનલ UXtheme.dll ફાઇલને ઠીક કરવા માટે વિંડોઝની File Protection System ને ટેમ્પરરી ડિસેબલ કરવાની સૂચના આવશે, ત્યારે તમને જણાવ્યા મુજબના ઓપ્શન પર ક્લિક કરવુ જરુરી છે.
બીજું ચરણ :
ક્રિએટીવ ભેજાઓએ બનાવેલી કોઇપણ નવી થીમ ડાઉનલોડ કરો. આ માટેની સાઇટ શોધવા તમે ગૂગલની મદદ લેજો. XP themes – freeware કે XP visual styles – freeware લખવાથી આવી સાઇટસ્ ની લાંબી સૂચિ તમને મળી જશે.
મારી ફેવરીટ થીમ OS XP 1.0 માટે
http://www.softpedia.com/progDownload/OS-XP-XP-Theme-Download-1045.html
પર જાવ.કે પછી એવી જ સરસ બ્રીલીયંટ થીમ માટે
http://www.belchfire.net/index.php?automodule=downloads&req=download&code=confirm_download&id=5056
પર જાવ.
ત્રીજું ચરણ :
નવી થીમ એપ્લાય કરતા પહેલા થોડીક નાની સમજુતી:
XP તેની થીમ્સ c:/windows/resources/themes મા (એટલે કે c: ડ્રાઇવમાં windows ફોલ્ડરમાં resources સબ-ફોલ્ડરમાં themes નામના સબ-સબ ફોલ્ડરમાં) સાચવે છે. કોઇ પણ નવી થીમ માટે , અહિંયા (c:/windows/resources/themes માં) એ થીમના નામવાળી વિંડોઝ થીમ ફાઇલ રચાય છે અને થીમના નામવાળુ એક ફોલ્ડર પણ બને છે. પણ જો તમે થીમના બદલે ફક્ત સ્ટાઇલ બદલવાની ફાઇલ ડાઉનલોડ કરો તો એની ફાઇલ c:/windows/resources/themes માં ફક્ત પોતાના ફોલ્ડરમાં સચવાય છે.
તમે ડાઉનલોડ કરેલ ઝીપ ફાઇલને અન્ -ઝીપ કર્યા પછી જો એક ફોલ્ડર અને એક ફાઇલ જોવા મળે તો બંનેને c:/windows/resources/themes માં કોપી કરી દો. વધારાની ઇમેજ ફાઇલ કે અન્ય કોઇ પણ ફાઇલ પણ એ જ રીતે કોપી કરી દો.
બસ! તમારુ XP નવો દેહ ધારણ કરવા તૈયાર છે! ડેસ્ક્ટોપ પર ખાલી જગ્યામાં રાઇટ ક્લિક કરી, PROPOERTIES પર ક્લિક કરી, થીમ ની વિંડો માં ક્લિક કરો. તમે ઇન્સ્ટોલ કરેલી થીમનું નામ અહીં દેખાશે. તેના પર ક્લિક કરી, એપ્લાય કહેવાથી XP નવા રુપમાં દેખાવા લાગશે!
બીજી એક વાત: જ્યારે તમે થીમ નહીં પણ ફક્ત વિઝ્યુઅલ સ્ટાઇલ બદલવાની ફાઇલ ઇન્સ્ટોલ કરી હોય ત્યારે તે theme બટન હેઠળ નહીં પણ APPEARANCE બટન હેઠળ windows and buttons માં દેખાશે. ઘણી વાર, એક જ વિઝ્યુઅલ સ્ટાઇલમાં એક થી વધુ કલર સ્કીમ આપવામાં આવી હોય છે જે APPEARANCE બટન હેઠળ COLOR SCHEME માં દેખાશે.
2 ટિપ્પણીઓ:
THNKS FOR KIND INFORMATION
pan parki themes thi computer ni operating speed ghati jai che teno su upay??
Me to ghani try kari pan mane solution na madata hu bill gates kaka ni theme thi j man manvi lau chu.
ટિપ્પણી પોસ્ટ કરો