24.2.10

ઝેન

ઝેન,એક અનોખું દિશાચિન્હ

બી એન દસ્તૂર [નવભારત સાહિત્ય મંદિર,૬૦/-]

ઝેન છે તમારી ભીતરમાં ઝાંખવાની એક રીત

જે તમને જિંદગીને એક નવા દ્રષ્ટિકોણથી જોવામાં મદદ કરશે.

ઝેનનો હેતુ તમારી સમજણ વધારવાનો નથી.

એ તમને તમારી ટેવો,જીન્દગી જોવાની તમારી "નજર" માંથી તમને મુક્ત કરશે.

ઝેન તમને તમારા અસ્તિત્વના ન્યાયાધીશ બનતા રોકશે.

સાવ સામાન્ય જણાતાં શબ્દોમાં ઝેન તમને કોઈ નવો વિચાર આપી શકશે.

જીન્દગી ની પ્રત્યેક ક્ષણ જીવવાની જડીબુટ્ટી આપી શકશે.

*****

જેમ વધારે શાંત થતા જશો

તેમ વધારે સારૂ સંભળાશે

*****

ન કોઈ વિચાર

ન કોઈ વર્તન

ન કોઈ હિલચાલ,

સમ્પૂર્ણ સાયલન્સ.

*****

"કંઈ જ ન કરવાનું કરી શકશો?"

*****

જે તમારી પાસે છે એ જ ખોવાશે

*****

 

બીજાઓને આપવામાં

ઉત્તમ ફાયદાનો સોદો છે

અને વગર કૃતજ્ઞતાએ કંઈ લેવામાં

સૌથી મોટું નુકસાન.

*****

 

બીજાઓમાં તારી જાતને જો , તું કોને નુકસાન કરી શકીશ?

*****

આપણે કોણ છીએ તે આપણા વિચારો નક્કી કરે છે

બધું જ વિચારોમાં થી જન્મે છે અને

આપણા વિચારો જ દુનિયાનું સર્જન કરે છે.

*****

જે કૈ કડક છે

તે

નરમાઈના હાથે હારશે

*****

ઘણીવાર કૈજ ન સમજવામાં

સારી એવી સમજણ રહેલી છે.

*****

એમના કરમાવાનું દુખ થાય

ત્યારે ફૂલો ચાલ્યા જાય છે

એમના આવવા નું દુખ થાય

ત્યારે ઝાંખરા ઉગવા લાગે છે

*****

પાન ભૂરૂં છે અને કલમ પીળી

આ સમજાશે તો જાત સમજાશે

*****

બે અરીસાઓ એકબીજાના પ્રતિબિંબોનું સર્જન કરે છે.

*****

ભીતરની તાબેદારી

સૌથી ઊંચા સત્ય તરફ લઇ જશે.

*****

ડાહ્યો કર્મ કરે છે , સ્પર્ધા નહી.

*****

પાણીનાં ટીપાંઓને કેવી રીતે ખબર પડશે કે એ બધાં નદી છે?

*****

આગળ રહેવા માટે પાછળ રહો .

*****

જેવી કઈક મેળવવાની ઇચ્છા કરી

કે સ્વતંત્રતા ખોવાઈ જશે

*****

પાણી હંસ નો પડછાયો પકડવાનું મન કરતું નથી

*****

કંઈ જ ન સમજવા માટે સમયની જરૂર છે

*****

નાનકડા બાળકનું હદય રાખો

*****

અચ્છો કારીગર એની હાજરી નો પુરાવો છોડી જતો નથી

*****

તમારી ફરજ અસ્તિત્વ છે

*****

જોડા પગમાં બરાબર થાય

એટલે પગ ભૂલી જાય                                                         *****

હું ક્યાં છુ?

અહીં.

સમય શું થયો ?

આ ઘડી.

*****

 

તમે આપ્યો હોય એવો પાવર કોઈની પાસે નથી

*****

સૌથી મોટું વાસણ સૌથી છેલ્લું ભરાય

*****

કંઈ બનવા માટે નહી , કંઈ ન બનવા માટે રમત રમો

*****

બોલવાનું બંધ કરો

વિચારવાનું માંડી વાળો

બધું જ સમજાશે

*****

જે પોતાની જાતને જીતે છે એ જ બળવાન છે

*****

બધું જ મેળવવા

હાથ ખોલી

આપવા માંડો

*****

સૌથી ઊંચો હેતુ છે

કોઈ  હેતુ ન હોવો તે

*****

મનની સાચી પ્રકૃતિ શાંત અને ચોખ્ખું રહેવાની છે

એમાં કોઈ ભ્રષ્ટતા હોતી નથી

*****

બનાવો, પણ માલિકી છોડો

કર્મ કરો, પણ યશ લેવાનું છોડો

*****

જે બુદ્ધ છે એ આળસુ છે

તે કીર્તિ અને પૈસા પાછળ દોડતો નથી

*****

કોઈ પણ બાબત પર કૈ પણ વિચાર ન કરવો તે ઝેન છે

એક વાર આ સમજાય તો તમે જે કૈ કરો છો તે ઝેન છે

મન સાવ ખાલી છે તે સમજવું બુદ્ધને જોવા જેવું છે.

*****

આકાર કોઈ આકાર નથી કારણ કે આકાર નો આધાર મન પર છે

મન એ ફક્ત મન નથી કારણ કે મન આકાર પર આધાર રાખે છે

મન અને આકાર એક બીજાને છેકી નાખે છે

જેનું અસ્તિત્વ છે તેનો આધાર , જે અસ્તિત્વમાં નથી તેના ઉપર છે  

અને જેનું અસ્તિત્વ નથી તેનો આધાર, જે અસ્તિત્વમાં છે તેના ઉપર છે 

આ સાચી દ્રષ્ટિ[vision] છે

*****

દુનિયાની શરૂઆતથી અંત સુધી

તમે જે કાંઈ કરો છો ,

તમે જે છો

તે ફક્ત તમારું સાચું મન છે.

મનની ઉપર ઉઠીને નિર્વાણ ને પામવું અશક્ય છે.

તમારું મન જ નિર્વાણ છે.

નિર્વાણ [enlightenment] માટેના બધા જ રસ્તાઓ મનને સમજવામાં સમાય છે.

મનમાંથી જ બધું જન્મે છે.

મનને સમજશો તો બીજું બધું જ અંદર સમાઈ જશે.

મન દરેક દુનિયાનું પ્રવેશદ્વાર છે.

દરવાજો ક્યાં છે તેની જેને ખબર છે તેને મંઝીલની ખબર છે.

*****

છ જ્ઞાનેન્દ્રિયો વાસ્તવિક નથી અને મનના પાંચ ઘટકો ફક્ત કાલ્પનિક છે

એવું જેને ભાન થાય છે એને બુદ્ધ ની ભાષા સમજાય છે.

[જ્ઞાનેન્દ્રિયો -જોવું, સાંભળવું, સુઘવું, સ્પર્શવું, ચાખવું, વિચારવું ]

 [પાંચ ઘટકો - આકાર, સંવેદના, પર્સેપ્શન, આવેગ અને ચેતના-consciousness ]

*****

જયારે માનવી જીવે છે ત્યારે તેને મરવાની ચિંતા થાય છે

પેટ ભરેલું હોય ત્યારે ભુખની ચિંતા થાય છે

માનવી "શું થશે?"માં થી મુક્ત થતો નથી

જે "સાધુ" છે તે ભૂતકાળને યાદ કરતો નથી ,

ભવિષ્યની ચિંતા કરતો  નથી,

વર્તમાનને વળગી રહેતો નથી ,

એક ક્ષણથી બીજી ક્ષણ

એ એના "રસ્તે" ચાલતો રહે છે.  

*****

આપનું મન ત્રણ વિષના સકંજામાં છે-

લોભ,ગુસ્સો અને ભ્રમ.

આ ત્રણ વિષ આપણી છ ઇન્દ્રિયોમાં છ તસ્કરોની જેમ મોજુદ છે.

એ આપણી સુધબુધના દરવાજાઓમાંથી આવજા કરે છે,

ઘણુંબધું ચોરી લે છે, કુકર્મો કરે છે અને પોતાની ઓળખ છુપાવે છે.

આ છ તસ્કરોને છ લક્ષણોમાં બદલો આ રીતે:

આંખથી થતી અનુભૂતિને છોડી દેવાનું નામ છે દાન.

કાનના ચોરને હાંકી કાઢવાનું નામ છે સદાચાર.

નાકના ચોરને નકામાં કરી બધી જ ગંધોને તટસ્થ માનવાનું નામ છે ધીરજ.

ચાખવાની, વખાણવાની અને સમજાવવાની

ઇચ્છાઓને અકુંશમાં રાખી, જીભને શુદ્ધ કરવાનું નામ છે ભક્તિ.

સ્પર્શથી અલિપ્ત રહી શરીરના ચોરને શાંત કરી દેવાનું નામ છે ધ્યાન.

વિચારોના ચોરને જાગૃત અવસ્થામાં રાખી,

ભ્રમને દુર રાખી જાગૃતિ મેળવવાનું નામ છે ડહાપણ.

આ છ લક્ષણો "નાવો" બની માનવીને સામે કિનારે લઇ જાય છે.

*****

 

ટિપ્પણીઓ નથી: