28.2.10

મારું મૌન એ જ મારી ભાષા
જ્હોન વેઇન (અંગ્રેજી)


તમારા વખાણ ધીમા સ્વરે કરવા બદલ મને માફ કરજો
પરંતુ તમારા માટેનું માન જ
મારી પાસે માંગે છે
વધારે પડતું બોલવાની આવી અનિચ્છા.
કારણ
હાથ ઉપર હાથ મુકાય છે ત્યાં ઉતરે છે મૌન .

માફ કરજો કે મારા શબ્દો આવે છે પાતળા અને ધીમા.
પરંતુ વાચાળતા માટેનો આ ના હોઈ શકે સમય
કારણકે જીવને શાતા થાય છે એની સાથે જ
અવતરે છે મૌન.

આપણે ઓછું જાણીએ છીએ એ જ બોલીએ છીએ.
અને મને ખબર છે કે મારું પ્રેમપાત્ર મને ઓળખે છે.
તમારી પૂર્ણતા મને કરે છે મુક્ત.

તમે મારી વાચાળતાને લઇ લીધી છે મારા ડરની સાથે.

માફ કરજો કે હું અહીં ઉભો છું મૂંગો,
પણ
શબ્દોથી નહિ ચૂકવી શકું તમારું ઋણ.
શ્રી સુરેશ દલાલ સંપાદિત વિશ્વ કવિતામાંથી
આ કવિતા ટપકાવી હતી એવું યાદ છે.
અનુવાદક નું નામ નોધવાનું રહી ગયું હોવાથી દર્શાવ્યું નથી.

========================================

ટિપ્પણીઓ નથી: