27.2.10

પૈસાનું ગૃપ ચેક કર્યું છે?


પૈસાનું ગૃપ ચેક કર્યું છે?

મનુષ્ય જયારે જન્મે છે
ત્યારે તેનું વજન અઢી કિલો હોય છે.

અને અગ્નિસંસ્કાર બાદ
તેની રાખનું વજન પણ અઢી કિલો જ હોય છે !

જિંદગીનું પહેલું કપડું જેનું નામ ઝભલું,
જેમાં ખિસ્સું ન હોય

ને જિંદગીનું છેલ્લું કપડું કફન
એમાંય ખિસ્સું ન હોય !

તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધી શા માટે?

આટલા દગા અને પ્રપંચ શા માટે?
લોહી લેતા પહેલા ગૃપ ચેક કરાય છે,

પૈસા લેતા પહેલા જરા ચેક કરજો
એ કયા ગૃપનો છે?

ન્યાયનો છે?
હાયનો છે?
કે હરામનો છે?

અને ખોટા ગૃપના પૈસા ઘરમાં આવી જવાથી જ
આજે ઘરમાં અશાંતિ, કલેશ, કંકાસ છે.

હરામનો ને હાયનો પૈસો

જીમખાના ને દવાખાના ,
ક્લબો ને બારમાં
પુરો થઇ જશે.

....ને તનેય પુરો કરી જશે!

બેંક બેલેન્સ વધે પણ જો ફેમીલી બેલેન્સ ઓછુ થાય
તો સમજવું કે પૈસો આપણને સુટ નથી થયો.

ટિપ્પણીઓ નથી: