12.5.10

મૌન (જોસેફ હાંઝલિક –ચેક)

મૌન
(જોસેફ હાંઝલિક ચેક)

કુહાડી કે શબ્દથી
કરાયેલા ઘા જેવું મૌન

ગળા પરની
છરી જેવું મૌન

ખડક પરથી તળિયા સુધીની
ચીસ જેવું મૌન

બંદુકમાંથી નીકળતું
કે પડઘમમાં થી પડઘાતું મૌન

મૃત્યુ પછી ઉચ્ચારાયેલા
પ્રથમ અક્ષર જેવું મૌન

હવે મૌન
અને ત્યાં સુધી મૌન.

શ્રી સુરેશ દલાલ સંપાદિત વિશ્વ કવિતામાંથી
આ કવિતા ટપકાવી હતી એવું યાદ છે.
અનુવાદક નું નામ નોધવાનું રહી ગયું હોવાથી દર્શાવ્યું નથી.
 

ટિપ્પણીઓ નથી: