ઘણીવાર યુ. જી. કૃષ્ણમૂર્તિ બોલતા હોય ત્યારે રજનીશ અને જે. કૃષ્ણમૂર્તિ જેવું બોલતા લાગે. કદાચ યુ. જી. કૃષ્ણમૂર્તિ દમનમાં માનતા નથી. તેઓ મુક્ત છે.
ધીરે ધીરે તેમને સત્ય સમજાઈ જતાં લાગ્યું કે બધા જ ગુરુઓ અને બધા જ ઉપદેશો નકામા છે.
જગતમાં કોઈ લક્ષ્યાંક (ગોલ) જેવું કંઈ જ નથી.
મેં તેમને કહ્યું : જો લક્ષ્યાંક જેવું ન હોય તો લોકો બીજા ગુરુઓ પાસે શું કામ જાય છે?
તમારી પાસે શું કામ આવે છે?
જવાબમાં યુ. જી. કૃષ્ણમૂર્તિએ કહ્યું :
'જે લોકો આવે છે તેમાનાં ઘણાને તો શું જોઈએ છે તે ખબર નથી.
બીજામાંથી ઘણાને આવા ગુરુઓની સામાજિક જરૂરિયાત હોય છે.
પરંતુ જગતના દરેક ગુરુઓના આશ્રમને હું તો જગત પરની આફત જેવા માનું છું.''
જુઓ, તમે બધા ધ્યાન અને યોગથી જે આનંદ મળે છે તે આનંદ કે સુખને કાયમી કરવા માગો છો. યોગ કરો તો જરૂર તત્કાળ ફાયદો થાય છે. તમારા શરીરનું રસાયણ બદલાય છે.
પણ લોકોને કાયમી આનંદ જોઈએ છે.
જગતમાં કશું જ કાયમી નથી.
ઘણા લોકો આધ્યાત્મિક જીવન અને દુન્યવી જીવન વચ્ચે ભેદ સમજે છે. એ લોકો પૂરા આધ્યાત્મિક બનવા માગે છે. પણ આધ્યાત્મિક જીવન અને દુન્યવી જીવનનો ભેદ ન પાડી શકાય. તમારા દુન્યવી જીવનથી તમે આધ્યાત્મને વેગળું પાડી ન શકો. તમે એમ કરવા જાઓ ત્યાં જ દુ:ખ પેદા થાય છે.
ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો