8.8.11

કાંતિ ભટ્ટ: મહાવીરવાણી, પરમશાંતિ લાવે તાણીમહાવીરવાણી, પરમશાંતિ લાવે તાણી

mavahir1_f.jpg


કાંતિ ભટ્ટ(આસપાસ)


જૈનોના નવકારમંત્રનું મહાત્મ્ય આજના ક્રોધી, વેરભાવ રાખનારા અને અશાંતિ વહોરનારા સમાજે સમજવા જેવું છે. નવકારમંત્ર એ ખરેખર માત્ર જૈનોનો જ નથી એ તો સેક્યુલર મંત્ર છે.

માત્ર જગતના ૪૨ લાખ કે ૪૫ લાખ જૈનો માટે જ નહીં આ મંત્ર તમામ ધર્મના લોકો માટે છે.

મહાવીરે જગતના લોકોને યાદ દેવડાવ્યું કે જૈન ધર્મમાં પણ કહ્યું છે (જેમ સ્વામી વિવેકાનંદે કહેલું) કે પ્રત્યેક આત્મામાં પરમાત્મા બનવાનું પોટેન્શિયલ રહેલું છે.
પરમાત્મા બનવું કે પાશવ એ આપણા હાથમાં છે.

રજનીશે કહેલું 'નવકારમંત્રને તમે સાચા હૃદયથી રટો અને પાપ કરતાં કે ખોટું કર્મ કરતાં પહેલાં નિષ્ઠાથી રટો તો તમારામાં એક વિશેષ પ્રકારનું આત્મામંડળ નિર્માણ થાય છે.

તમે ખોટું કરતાં અટકો છો અને તબીબ વિજ્ઞાનમાં કહે છે તેવી
'રોગ પ્રતિકારશક્તિ' કુદરતી રીતે આવે છે.


રજનીશે કહેલું કે આમાં જે નમન શબ્દ છે તે નમનનો અર્થ છે, સમર્પણ. માણસ પછી તે જૈન હોય કે જૈનેતર, તેણે તેની બધી જ ચિંતા-વ્યથા અને ભાવિ ઇષ્ટદેવતાને સમર્પિત કરવાં જોઈએ.
મહાવીર, ઈશ્વર, અલ્લાહને ઉપાધિ સોંપી દેવી.
નવકારમંત્ર માત્ર શાબ્દિક ઉચ્ચાર નથી, એક જાગૃત ભાવ છે.
આ મંત્રનું સત્ય એ છે કે
જે જે મહાન આત્માઓ ઊંચું આત્મજ્ઞાન મેળવી ચૂક્યા છે તેવા 


ગુરુઓને હું સમર્પિત થાઉં છું. 
 
આ સમર્પણનો ભાવ સમજો તો ઉપરના અતિ કષ્ટપ્રદ ઉચ્ચારવાળો મંત્ર સહેલો બની જશે.


રજનીશે નવકારમંત્રને સમજાવતાં કહેલું કે તેમાં અરિહંતોને નમસ્કાર કરવાનું કહેવામાં આવ્યું છે.
અરિહંત એ માત્ર જૈન કે બૌદ્ધ નહીં પણ
જેણે શત્રુને જીતી લીધા છે (કામ, ક્રોધ, મોહ, ભય વગેરે) તે અરિહંત છે.
તેને નમસ્કાર કરવાનું કહેવાયું છે.
રજનીશે કહ્યું કે નમો અરિહંતાણંમાં કોઈ ખાસ ભગવાનનું નામ નથી.
મહાવીરનુંય નામ નથી, કારણ કે જૈન પરંપરા સ્વીકારે છે કે અરિહંત માત્ર જૈનોમાં જ નથી.
બીજા ધર્મોમાં પણ અરિહંતો છે.
એ દ્રષ્ટિએ 


નવકારમંત્ર સેક્યુલર છે.
 

 જે આખરી મંજિલે પહોંચી ગયા છે તેને નમસ્કાર કરવાના છે.

ટિપ્પણીઓ નથી: