14.8.11

પ્રકૃતિની સમીપે

 
 
 
Every child is an artist. 
The Problem is how to remain an artist when he grows up. 
Pablo Picaso

પ્રકૃતિથી નિકટ હોવું એટલે સર્જનાત્મક હોવું. 
સાચો કલાકાર પ્રકૃતિની નિકટ હોય છે. બાળક પણ.દરેક બાળક કલાકાર હોય છે. 
સમસ્યા એ છે કે બાળક જેમ જેમ મોટું થતું જાય છે, એની ઉંમર વધતી જાય છે 
તેમ તેમ એનું કલાકાર બની રહેવું મુશ્કેલ બનતું જાય છે.

પરમાત્માનો જે ભાગ દ્રશ્ય બની ગયો છે તે પ્રકૃતિ છે*
અને જે હજી અર્દશ્ય છે તે પરમાત્મા છે.*
બસ, પ્રકૃતિ જ લીન થતાં થતાં પરમાત્મા બની જાય છે અને 
પરમાત્મા જ પ્રગટ થતાં થતાં પ્રકૃતિ બની જાય છે. [ઓશો]
 
એટલે જ જેનો આત્મા દિવ્ય છે. જાગૃત છે 
તેનું શરીર વૃદ્ધ હોવા છતાંય એમાં એક બાળક સદૈવ જીવતું હોય છે. 
એમને જીવવાની કલા સહજ હોય છે. 
એવા માણસો જીવી જાય છે, 
જ્યારે કેટલાક માત્ર જીવી ખાય છે. 
 
ગાંધીજી વૃદ્ધ થયા ત્યારે પણ એમનામાં બાળપણ અકબંધ રહ્યું. 
હંમેશાં નિર્દોષ અને નિર્મળ રહી શક્યા 
અને જીવન જીવવાની કલામાં શ્રેષ્ઠ કલાકાર સાબિત થયા.
 
પણ આપણી વિડંબના એ છે કે 
સુખને પામવાના ધમપછાડામાં 
જે કંઇ પ્રકૃતિદત્ત છે, 
પ્રકૃતિગત છે અને 
પ્રકૃતિસ્થિત છે તેને પણ 
જાણે અજાણે વિકૃત કરતા રહીએ છીએ, 
ક્યારેક વિકાસના નામે તો ક્યારેક સુધારાના બહાના હેઠળ. 
 
ખલીલ જિબ્રાને ‘The Prophet’માં બાળકો વિશે લખ્યું છે તે આ સંદર્ભે ઉલ્લેખનીય છે. 
‘તમે તમારા બાળકોને પ્રેમ આપજો 
પણ તમારી કલ્પનાઓ નહીં 
કારણ, 
તેમને એમની પોતાની કલ્પનાઓ છે. 
તમને એમના શરીરને રહેવા ઘર આપજો, 
પણ એમનાં આત્માને નહીં.’
 
[* મૂળ લેખમાં ક્ષતિ હોવાથી અહી અને બીજે ઘણે ઠેકાણે સુધારાઓ કર્યા છે]
 

ટિપ્પણીઓ નથી: