28.2.13

આપણે નથી પૂરેપૂરા , કેવળ આપણે ચૂરેચૂરા ! -સુરેશ દલાલ

સુરેશ દલાલ


કોઇ દિવસ એવો ઉગે જયારે પવન પુરેપુરો અનુકુળ હોય ત્યારે આપણે કશું કરવાનું હોતું  નથી, બસ શઢ ખોલી નાંખવાના હોય છે !

આપણે જે કંઈ કરીએ તે પૂરેપૂરી લગન થી પૂરેપૂરી આર્દ્રતા થી કરીએ. પ્રાર્થના કરો તો એ પણ પૂરા આવેશ થી કરો,  ખાઓ, પીઓ, નર્તન કરો- જે કંઈ કરો
પૂરેપૂરી તલ્લીનતાથી કરો , શા માટે ઈશ્વરના સમુદ્રમાં મરેલી માછલીની જેમ દેખાયા કરો છો? કોઈક દિવસ કાળ એની જાળમાં આપણને ઝાલી લેશે છતાં પણ એના ભયમાં તરવાનું ઓછું છોડી શકાય છે ?

ફાધર વાલેસ કહેતાં કે ગુજરાતીમાં ચાલશે જેવો બીજો અપશુકનિયાળ શબ્દ એકે નથી!
આપણે જે કંઈ કરીએ છીએ તે અપૂર્ણતા થી કરીએ છીએ, જીવ પરોવીને કશું કરતા નથી. ઓતપ્રોત થઇ જતા નથી, કરવા ખાતર કરીએ છીએ, લગાવ વિના કરીએ છીએ.
કોઈક તમારી સાથે વાત કરતું હોય ત્યારે તમે સાંભળો છો ખરા ?
આપણે વેરાઈ ગયા છીએ.
આપણે બોલીએ છીએ ત્યારે પણ મોમાંથી શબ્ જેવા શબ્દો બહાર પડે છે ! વાણીમાં તો મનની પ્રતિષ્ઠા થયેલો હોવી જોઈએ.
પણ આપણે તો બધું ફરજીયાત કરીએ છીએ, મરજિયાત કશું કરતા નથી !
એટલે આપણું કામ પણ કામ જ રહે છે . એ કદીયે કર્મયોગ થતો નથી.

આપણે જો સમૂહ ગીત ગાવાનું હોય તો એ આવું હોય:

અમે નથી પૂરેપૂરા
  મનુષ્યના સમ્પર્ક માં કે નથી પૂરેપૂરા  ઈશ્વરના સમ્પર્કમાં.
નથી પૂરેપૂરા  છલોછલ લાગણીના કે નથી પૂરેપૂરા  બુદ્ધિના,
તર્કના નથી પૂરેપૂરા  સ્વર્ગમાં કે નથી પૂરેપૂરા  નર્કમાં ,
નથી પૂરેપૂરા  અંધકારમાં કે નથી પૂરેપૂરા  વરેણ્ય ભર્ગમાં.
આપણે નથી પૂરેપૂરા , કેવળ આપણે ચૂરેચૂરા !

રૂમી કહે છે : ઈશ્વર વિશ્વના સૌન્દર્યમાં જ વસ્યા છે . આપણે એના તરફ યાત્રા કરીએ એ જ મહત્વનું છે.
અનંત ની સાથે રહે ક્ષણેક્ષણ નો નાતો,

આટલો આનંદ તો ક્યાંય નહીં માતો.

પંથ અને પગલાં ને પાગલ થઇ ચાહતો

ધરતી પર આભ થઇ ને એવો તો છવાતો.

શરણ અને સ્મરણ ની લીલીછમ ભૂમિ

સૂફી કવિ રૂમી !