આપણો કૅસ હવે પતવા આવ્યો છે, એની નિશાનીઓ કઇ કઇ?
માથાના વાળ ઉતરીને આંખોની ભ્રમર અને કાનમાંથી બહાર નીકળવા માંડે.
બખોલમાં અંદર ૮-૧૦ દાંત ગાયબ હોય ને નવા નંખાવ્યા હોય, એ ફાવતા ન હોય!
પગના અંગૂઠા અને આંગળાના નખ બૂટ ફાડીને બહાર આવે ત્યાં સુધી કાપવા માટે નીચા વળાતું ન હોય!
હજી ઉંમર થઇ નથી, એ બતાવવા માથે વાળ ઉપર કાળી ઝમ્મ જેવી ડાઇઓ એવી લગાવી હોય કે, લિસોટા કપાળની ચામડી સુધી ઉતરી આવ્યા હોય!
અને બધાથી ઉપર....
વાઇફો સાલી આપણી જેમ જ સાઇઠે પહોંચી હોય છતાં ૬૦ની ''લાગતી'' ન હોય, એમાં એને લઇને બહાર નીકળવામાં ય જોખમ! સામે આપણાંથી ય કોક વધારે ઘરડું મળે, તો આપણને બતાડીને વાઇફને સીધો સવાલ પૂછે,
''અલી, તારા બાપુને લઇને નીકળી છો...? જરા હંભાળજે... ડોહા ક્યાંક ગોથું-બોથું ખાઇ ન જાય!''
તારી ભલી થાય ચમના... તું એમ ના બોલ્યો કે, ''આ તારો બાબો છે, અલી?''
આખો લેખ વાંચવા અહીં ક્લિક કરો