30.5.15

શૉપિંગ-મૉલમાં બેસણાં- હૉલ - અશોક દવે

 

 

Ashok Dave's Blog

 

મરનારો કે એના ઘરવાળાઓ આપણને પૂરતી તૈયાર કરવાના ટાઇમો ય આપતા નથી ને સવારે હજી તો ઊંઘમાંથી ઉઠયા હોઇએ ને, 'ડોહો ઉપડયો'ના સમાચાર વાંચીને અડધી કલાકમાં તૈયાર થઇ જવાનું. સવારની ક્રિયાઓ જલ્દીજલ્દી પતાવવી કોઇ ડાબા હાથનો ખેલ છે ? (ના. એ જમણા હાથનો ય ખેલ નથી : જવાબ પૂરો)

આપણે પુરુષો તો સમજ્યા કે દાઢી- બાઢીના આ બે ઘસરકા માર્યા કે ધોળા કપડાં પહેરીને તૈયાર, પણ આજે સ્ત્રીસશક્તિકરણના જમાનામાં બહેનો માટે એમ તૈયાર થવું કોઇ રમત છે ? છુટો ઊભો મૂકી દો, તો જમીન પર ટટ્ટાર ઊભો રહે એવી આર કરેલો કડક-કડક સાડલો, એની ઉપર છાંટવાનું પરફ્યૂમ, હૅવી નહિ તો લાઇટ મૅઇક- અપ અને ખાસ તો, ફ્રીજ બંધ કરીને, દૂધ ગરમ કરીને... છેલ્લે છેલ્લે એક વાર અરીસામાં સ્માઇલ સાથે બેસણામાં ઊભડક ઊભડક જઇ આવવું કોઇ રમત છે ?

આપણાવાળા એકનું બેસણું ગાંધીનગરમાં હોય, બીજાનું સ્વસ્તિક ચાર રસ્તે, ત્રીજાનું વળી પાલડી-ભઠ્ઠે... આપણે તો આ ઉંમરે, 'બેસણાં-બેસણાં' રમવા આયા હોઇએ, એવું લાગે ને કેટલે પહોંચી વળવું ? આ પધ્ધતિ એવી નથી કે, 'તમારા મધરનું બેસણું કાલને બદલે શુક્રવારે રાખો ને...! અમારે બે ધક્કા થાય એવું છે... આમે ય, અમારે નારણપુરાનો શુક્રવારનો ધક્કો તો છે જ !'


                                               આખો લેખ વાંચવા અહીં ક્લિક કરો