25.12.18
ગાંઠ છૂટયાની વેળા!
બ્રેક અપ :
અપાર સંભાવનાઓનો જામ ઢોળાઇ જવાનું પેઈન
જય વસાવડા
રિચાર્ડ બાક મોટા ગજાના પોએટિક ઇન્સ્પિરેશનલ રાઈટર. ૧૯૮૨માં એમની ચારસો એક પાનાની સેમી ઓટોબાયોગ્રાફિલ કથા આવેલી. "બ્રિજ એક્રોસ ફોરએવર" વાર્તામાં નાયક એક લેખક છે, અને એને સોલમેટની જેમ મળેલી રમણી લેસ્લી એકટ્રેસ છે. બેઉ વાતવાતમાં મૈત્રીથી મહોબ્બત સુધીના પડાવ વટાવતા વટાવતા નજીક તો આવે છે. પણ કમિટમેન્ટ ઇસ્યૂઝ છે, કોમ્પિટિબિલિટી કવેશ્ચન્સ છે. જે - તે વખતે સ્ત્રી લાગણી વરસાવે છે, ત્યારે કન્ફ્યુઝડ પુરૂષ એ ઝીલી નથી શક્તો.
બટ વોટ વી કુડ હેવ ગીવન ટુ ઈચ અધર ધેટ આઇ વિલ મિસ!'
પણ એની ઓછપ જરૂર આવશે જે આપણે એકબીજાને આપી શકતા હતા!''
ફાસ્ટ ફોરવર્ડ
કૂછ યૂં લગતા હૈ, તેરે સાથ હી ગુઝરા વો ભી
હમને જો વક્ત, તેરે સાથ ગુઝારા હી નહીં!
(મખ્મૂર સઈદી)
जो तुलना छोड़ देता है, वह आनंद में मग्न हो जाता है
एक झेन फकीर से किसी ने पूछा:
तुम्हारे जीवन में इतना आनंद क्यों है?…मेरे जीवन में क्यों नहीं?
उस फकीर ने कहा:
मैं अपने होने से राजी हूं और तुम अपने होने से राजी नहीं हो।
फिर भी उसने कहा,
कुछ तरकीब बताओ।
फकीर ने कहा,
तरकीब मैं कोई नहीं जानता।
बाहर आओ मेरे साथ.....
यह झाड़ छोटा है, वह झाड़ बड़ा है।
मैंने कभी इन दोनों को परेशान नहीं देखा कि मैं छोटा हूं, तुम बड़े हो।
कोई विवाद नहीं सुना। तीस साल से मैं यहां रहता हूं।
छोटा अपने छोटे होने में खुश है, बड़ा अपने बड़े होने में खुश है; क्योंकि तुलना प्रविष्ट नहीं हुई। अभी उन्होंने तौला नहीं है।
घास का एक पत्ता भी उसी आनंद से डोलता है हवा में, जिस आनंद से कोई देवदार का बड़ा वृक्ष डोलता है।
कोई भी भेद नहीं है।
घास का फूल भी उसी आनंद से खिलता है, जिस आनंद से गुलाब का फूल खिलता है। कोई भेद नहीं है।
तुम्हारे लिए भेद है।
तुम कहोगे: यह घास का फूल है, और यह गुलाब का फूल। लेकिन घास और गुलाब के फूल के लिए कोई तुलना नहीं, वे दोनों अपने आनंद में मग्न हैं।
जो तुलना छोड़ देता है, वह मग्न हो जाता है। जो मग्न हो जाता है, उसकी तुलना छूट जाती है।
( सुन भई साधो )
મજામાં હોવું એટલે... ડૉ. નિમિત્ત ઓઝા
મજામાં હોવું એટલે...
ડૉ. નિમિત્ત ઓઝા
કોઈએ પણ પૂછેલા 'કેમ છો ?' ની પાછળ આપણે
'મજામાં'
એટલું સરળતાથી જોડી દઈએ છીએ
જાણે આપણા નામની પાછળ આપણી અટક !
પણ મજામાં હોવું એટલે શું ?
મજામાં હોવું એટલે...
કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર, બીજા કોઈના પણ અભિપ્રાયોને મહત્વ આપ્યા વગર પોતાની જાતને પ્રેમ કરવો. કોઈની પણ અવગણનાથી દુઃખી થયા વગર પોતાની જાતને મહત્વ અને ધ્યાન આપવું.
મજામાં હોવું એટલે...
સરળતાથી માફ કરી શકવું. જે લોકો પાસે ખુશ રહેવાના કારણો હોય છે, તેમની પાસે બદલો લેવાનો સમય નથી હોતો. તેઓ લોકોને એટલા માટે માફ કરી દે છે કારણકે તેઓ પોતે શાંતિ ઈચ્છે છે. કોઈને પણ માફ ન કર્યાનો ભાર લઈને ફરવું, એ સ્વાસ્થ્ય માટે સિગરેટ કરતા વધારે હાનીકારક છે.
મજામાં હોવું એટલે...
સંતોષ હોવો. ઈશ્વર તરફથી જે મળ્યું છે એનો આભાર અને જે નથી મળી શક્યું એનો સ્વીકાર, આ સમજણ હોવી એટલે મજામાં હોવું. જે દેખાતું નથી એને પામવાની ઝંખનામાં રાત-દિવસ રઝળપાટ કરવાને બદલે, સમી સાંજે એક બાંકડા પર બેઠા બેઠા ગમતા લોકો સાથે સૂર્યાસ્તને જોઈ શકવો.
મજામાં હોવું એટલે...
કોઈપણ આડંબર કે દંભ વગર ખુલ્લા દિલે હસી શકવું.
આપણા જ ક્ષેત્ર કે વ્યવસાયમાં રહેલા કોઈ મિત્રની પ્રગતિથી ખુશ થવું.
મજામાં હોવું એટલે...
કશુંક ગુમાવી દેવાના ડર કે અસલામતી વગર જે મળ્યું છે એની ઉજવણી કરવી.
કોઈપણ વળતરની અપેક્ષા વગર લોકોને મદદ કરી શકવી અને એ વાતનું અભિમાન ન આવવું.
મજામાં હોવું એટલે...
વર્તન, વાણી અને વિચારમાં ઉદાર હોવું.
નાનામાં નાની વ્યક્તિને યોગ્ય સન્માન આપી શકવું.
મજામાં હોવું એટલે...
એકાંતમાં ગીતો ગાવા.
શરમના પડદાઓ ફાડીને દિલ ખોલીને નાચવું.
સામે મળતા દરેક જણને હસીને ગળે મળવું.
મજામાં હોવું એટલે...
સાંજનું ગમવું. દરેક સાંજ આપણા મૂડ અને મનોભાવોનું પ્રતિબિંબ હોય છે. સાંજ એ આપણા વિચારો અને અવસ્થાનો અરીસો છે. જેને સાંજ ગમે છે, એ માણસ નક્કી મજામાં છે.
મજામાં હોવું એટલે...
કોઈપણ વાતનો અફસોસ ન હોવો.
ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ભૂલી જવી, એ બીમારી નથી, તે એક કળા છે.
આનંદના આકાશમાં ઉડવું હોય તો વિમાનમાં બેસવાની એક જ શરત છે:
ધારદાર ભૂતકાળ કે અણીદાર વાતો સામાનમાં રાખવી નહિ !
મજામાં હોવું એટલે...
જાતમાં તલ્લીન હોવું.
ઈશ્વરે બનાવેલા અજોડ અને અનન્ય સર્જનને અરીસામાં નિહાળીને તાળીઓ પાડવી.
બીજાનું સારું ઈચ્છવું.
જેઓ અન્યનું ખરાબ ઈચ્છે છે, એ લોકો મજામાં નથી હોતા.
પ્રેમ એવા જ લોકો કરી શકે છે જે મજામાં હોય છે!
આપણી આસપાસ રહેલા અન્ય લોકોને મજામાં રાખવા માટે આપણું પોતાનું મજામાં હોવું જરૂરી છે.
મજામાં હોવું એટલે...
એ રીતે વર્તવું
કે સામે મળતા કોઈએ પણ
'કેમ છો ?'
પૂછવાની જરૂર જ ન પડે !
12.4.18
ईर्ष्या किससे करनी चाहिए
(ओशो )
किसी के वस्त्र देख लिए, ईर्ष्या हो गई।
किसी का मकान देख लिया, ईर्ष्या हो गई।
बना भी लोगे मकान तो कुछ न होगा।
कुछ भी नहीं हुआ। हो सकता है, तुमसे भी ज्यादा दीन—हीन अवस्था हो।
ईर्ष्या ही करनी हो
यह हो सकता है कि तुम जिसका मकान देखकर ईर्ष्या कर रहे हो, वह तुम्हारा स्वास्थ्य देखकर ईर्ष्या कर रहा हो। सम्राट भी ईर्ष्या से भर जाते हैं।
मैंने सुना है, एक सम्राट का हाथी निकलता था। और एक जवान आदमी नें—एक फकीर था और एक मजार पर लेटा रहता था—उसकी पूंछ पकड़ ली और हाथी को रोक लिया। सोचो उस गरीब सम्राट की हैसियत! उसके प्राण कैप गए, सारा साम्राज्य मिट्टी हो गया। अचानक उस फकीर ने सम्राट को नपुंसक कर दिया। बड़ा दुखी हुआ। घर तो लौट आया, लेकिन बड़ा उदास हुआ। एक नंगा फकीर!
उसने किसी बुजुर्ग को पूछा कि क्या करें? कुछ करना पड़ेगा। यह तो निकलना बंद हो जाएगा। मैं गांव में निकलूंगा तो शर्म मालूम पड़ेगी। मैं हाथी पर हूं भला, मगर इसका क्या मतलब रहा? कोई आदमी पूंछ पकड़ ले हाथी की, हाथी न सरक सके, हम ऊपर अटके रह गए; महावत था, कुछ न कर पाया। उस बुजुर्ग ने कहा, घबड़ाओ मत। तुम ऐसा करो, खबर भेजो उस फकीर को कि तुझे एक रुपया रोज मिलेगा, सिर्फ मजार पर रोज शाम को छह बजे दीया जला दिया कर।
फकीर ने सोचा, यह तो अच्छा ही है; अभी मांगकर खाना पड़ता था, यह झंझट ही मिटी मांगकर खाने की, एक रुपया मिल जाएगा।
उन दिनों एक रुपया बड़ी बात थी, जागीर थी। एक रुपया तो एक महीने के लिए काफी था। उसने कहा कि यह तो बड़ा सौभाग्य हो गया। और कुल काम इतना है कि छह बजे दीया जला देना है। उसी मजार पर तो पड़े ही रहते हैं, तो उसमें झंझट भी क्या? उठकर जला देंगे।
महीने भर बाद, उस बुजुर्ग ने कहा, तुम फिर निकलना हाथी पर। महीने भर मत निकलो। महीने भर बाद निकला सम्राट। उस फकीर ने फिर पूंछ पकड़ी, लेकिन घिसट गया। सम्राट हैरान हुआ। उस बुजुर्ग से ईर्ष्या हुई उसे अब, कि यह आदमी बड़ा अदभुत जानकार है; न देखा इस आदमी को, न गया, बस बैठे—बैठे इतनी बात बता दी और कारगर हो गई! पूछा कि कैसे यह हुआ?
उसने कहा, सीधी सी बात है।
बेफिक्री उसकी मस्ती थी , उसकी ताकत थी; जरा सी फिक्र पैदा कर दी, मारा गया !
ईर्ष्या ही करनी हो तो उनकी करना, जिनकी सारी ईर्ष्या खो गई।
ईर्ष्या मैं कुछ बुरा नहीं है।
गलत की ईर्ष्या मत करना,
क्योंकि गलत की ईर्ष्या करोगे तो गलत ही हो जाओगे।
शुभ की ईर्ष्या करना,
मंगल की ईर्ष्या करना,
तो जिसकी ईर्ष्या करोगे,
उसी तरफ यात्रा शुरू हो जाती है।
ईर्ष्या तो दिशासूचक है—
कहां जाना चाहते हो,
क्या होना चाहते हो!
ईर्ष्या में कुछ भी बुरा नहीं है।
द्वेष में भी कुछ बुरा नहीं है।
किसी चीज में कुछ बुरा नहीं है !
बस, ठीक दिशा में सारी चीजों को संयोजित करने की बात है।
कांटे भी फूल हो जाते हैं, बस जरा सी समझ चाहिए।
फूल भी कांटे हो जाते हैं, बस जरा सी नासमझी काफी है !
( एस धम्मो सनंतनो )
17.3.18
ઓટોગ્રાફ પ્લીઝ ! (અશોક દવે)
કવિ-લેખકોનો આ પ્રોબ્લેમ છે. બૅન્કમાં ચૅક વટાવવા ગયા હોય ને ત્યાંનો ક્લાર્ક એમની પાસે સહી કરાવે,એમાં કવિ 'ઑટોગ્રાફ' સમજે અને ચૅકની પાછળ મૅસેજ 'બૅસ્ટ વિશીઝ'... લખીને સ્માઇલ સાથે પાછો આપે !!
તારી ભલી થાય ચમના, કઇ કમાણી ઉપર તું એને ઑટોગ્રાફ સમજી બેઠો છું ? પેલો તારી સામે ઊંચું ય જોતો નથી ને તું એને ચાહક સમજીને તારો મોબાઇલ તૈયાર રાખીને ઊભો છે કે, 'હમણાં સૅલ્ફી પડાવવો પડશે... ઓહ, કેટલાને ના પાડીએ ?!!!'
નવેનવા કલાકાર કે સાહિત્યકાર એવા રીહર્સલો રોજ કરે કે, 'ક્યાંક ફંક્શન-બંક્શનમાં ગયા હોઇએ અને વાચકોના ટોળેટોળા આપણને વળગી પડે, ત્યારે હાવભાવ કેવા ગંભીર રાખવા, સૅલ્ફી કેવી રીતે પડાવવી, મૅસેજમાં શું લખવું......આપણી પૅન વાચકના હાથમાં રહી ન જાય, એનો ખ્યાલ કેવી રીતે રાખવો.....ફોટોગ્રાફરો ઉપસ્થિત હોય ત્યારે કઇ બ્રાન્ડના સ્માઇલો આપવા !!!
સૅલિબ્રિટીઓ ઑટોગ્રાફ્સ આપતી વખતે-'ઑટોગ્રાફ્સ આપવા અમને બહુ ગમતા નથી', એવા સ્થિર કચકડાંના મોંઢાં રાખે, એ સ્ટાઈલ અજમાવવાની કોશિશ સાવ નવેનવા સાહિત્યકારે પણ કરી જોઈ હતી- પહેલી વાર કોઈએ ઓટોગ્રાફ માંગ્યા ત્યારે.
એક સમારંભમાં એક સુંદર યુવતી એનો ઑટોગ્રાફ લેવા આવી. માંગે અને તરત આપી દઇએ તો જરા ચીપ લાગે, એટલે નાનો અમથો 'પો' પાડવા એણે મોંઢું સ્થિર કરીને કહી દીધું,
''સૉરી... હું હસ્તાક્ષર નથી આપતો...!''
પેલી એનીય મા નીકળી.
ડૂંગળીના દડાને બચકું ભરતી હોય એવું કાચેકાચું હસીને જતા જતા બોલી,
''ઓ હીરો... હું ઑટોગ્રાફ લેવા નથી આવી... તમારી પૅન પડી ગઇ'તી, તે પાછી આપવા આવી'તી...!''
એમાં તો યુવતી અને પૅન બન્ને ગયા !!
સાવ નવા કલાકાર કે સાહિત્યકાર પાસે કોઇ ગેરસમજથી ચાહક એનો ઑટોગ્રાફ લેવા ગયો અને નૉટ-પૅન ધર્યા... ભ'ઇને ઑટોગ્રાફ આપવાનો કોઇ અનુભવ ન હોય, એમાં તો હલવઇ જાય અને સામું પૂછે,
જરા ધૂંધવાઇ જઇને આવડો આ પેલાની સામે દયામય ભાવમુદ્રાથી જોશે, પછી નૉટ-પૅનની સામે જોશે અને ભારે ચીવટથી લખશે,
''મોદી હરિશકુમાર જશવંતલાલ-સોજીત્રાવાળા''....
પેલો લેખકશ્રીનો મૅસેજ જોવા મુંડી નીચી કરે એ જ ક્ષણે ઝાટકા સાથે ઊંચી કરી નાંખે.....
''...આ...આઆ...આ શું ? ઓ સૉરી, તો તમે... સાહિર લુધિયાનવીજી નથીઇઇઇ...? ઓહ, મોંઢે શીળીના ચાઠાં જોયા, એટલે મને એમ કે તમે સાહિર સાહેબ છો... સૉરી !''
એટલું કહીને, ઘટનાસ્થળે પાનું ફાડી, ડૂચો કરી ત્યાં જ નાંખીને જતો રહે !
વર્ષો પહેલા ફિલ્મ 'ક્રાંતિ'ના ગોરેગાંવ પાસે તુલસી-લૅક ખાતે શૂટિંગમાં શશી કપૂરને મળવાનું થયું હતું. મારી સાથે પત્ની હતી. શશી કપૂરની ફ્લૅમબૉયન્ટ સ્ટાઇલ હતી, ખુલ્લા સ્માઇલ સાથે હથેળી મસળતો મસળતો બોલતો આવે, ''હાય... આઈ ઍમ શશી કપૂર...'' એમ કહીને અમારી સામે આંખ મારી હાથ મિલાવ્યા. વાઇફે એનો ઑટોગ્રાફ તો લીધો પણ એ એને યાદ નથી રહ્યો... 'આંખ મારી' એ બખૂબી યાદ રહી ગયું છે. એ પછી તો એ અડધા ગુજરાતને કહી ચૂકી છે કે,
એનો ઘા રૂઝવવા ઘેર આવ્યા પછી મેં એને આજ સુધી બે કરોડ આંખો મારી આપી હશે, પણ એની એને કિંમત હોય ?
હા. વાઇફ મારા ઑટોગ્રાફ્સ ભૂલ્યા વિના દર પંદર દિવસે માંગે છે, ચૅકબૂકમાં સાઇન કરાવવા !
16.2.18
સૌરભ શાહ : એકલા પડી ગયા હોવાનો ડર કેવી રીતે દૂર થાય ?
૬. એકલતા દૂર કરવાનો છઠ્ઠો ઉપાય જરા અટપટો છે. કારણ કે ઉપરછલ્લી રીતે, એ પાંચમા ઉપાય કરતાં વિરોધાભાસી લાગે એવો છે.