25.12.18

સ્વીડીશ 'લરગોહમ' :બુદ્ધનો સમ્યક સિદ્ધાંત

ન ઓછું, ન વધારે…

 
  ગીતા માણેક



સ્વિડનની પ્રજા વિશ્વભરમાં સૌથી વધુ ખુશ અને આનંદિત પ્રજાઓમાંની એક ગણાય છે. તેમની ખુશી અને શાંતિપૂર્ણ જીવનનું રહસ્ય છે 'લરગોહમ'.

કોલેજિયન આર્યનાનો કબાટ કપડાંથી ખીચોખીચ છે. કોલેજ, પાર્ટી, નવરાત્રિ, લગ્ન, તહેવારો માટેનાં એમ ઢગલાબંધ કપડાં એમાં ભર્યા છે. 

શોભનાબેનનું રસોડું વાસણોથી ખીચોખીચ છે. દિવાળીમાં નાસ્તા પીરસવા માટેની ક્રોકરીથી માંડીને ડિનર સેટ, જાતભાતના તપેલાં, જુદા-જુદા પ્રકારનાં તવાઓ અને કંઈક કેટલુંય ભરેલું છે. 

દીપના શૂ-રેકમાં સ્પોર્ટસ, ફેર્મલ શૂઝ, સ્લીપર, ચંપલ, સેન્ડલ્સ એમ કુલ મળીને જૂતાંની ૨૨ જોડી છે.

દીપકભાઈની રેડિમેડ કપડાંના મુંબઈ, પૂણે, ચેન્નાઈ, કોલકાતા અને હૈદ્રાબાદમાં એમ કુલ મળીને બાર સ્ટોર્સ છે અને હવે તેઓ દુબઈમાં પણ એક સ્ટોર શરૂ કરવામાં વ્યસ્ત છે. મહિનાના વીસેક દિવસ તેઓ બહારગામ હોય છે. તેમની પાસે સમયની સતત અછત હોય છે.

ચીજવસ્તુઓ હોય કે ઈન્ટરનેટ પર સમય વ્યતીત કરવાનો હોય, ખાવા-પીવાનું હોય કે ધંધા-વ્યવસાય માટે સમય ફળવવાનો હોય, આપણે દરેક બાબતમાં અતિરેક કરતા થઈ ગયા છીએ.

આઝાદીની ચળવળ વખતે કે ત્યાર પછીના થોડાં વર્ષો સાદગી અને કરકસરનો મહિમા હતો. પછી એક આખી નવી પેઢી આવી જેમણે કહ્યું કે અમારી પાસે જે છે એ અમે શા માટે ન માણીએ? ત્યાગ, બલિદાનનું સ્થાન ભોગવાદે લઈ લીધું. વાનગીઓથી માંડીને વસ્ત્રોમાં, મોબાઇલથી લઈને મોટરમાં વેરાઈટી આવી ગયાં. મનોરંજન માટે સેંકડો ચેનલો અને મોબાઇલ એપ્સ આવી ગયા, છતાં આપણને જે જોઈતું હતું એ સુખ તો ન આવ્યું. એને બદલે ડ્રગ્સ, ડિપ્રેશન અને સુસાઇડ વધી ગયાં. આનું કદાચ મુખ્ય કારણ છે સંતુલનનો અભાવ.

સ્વિડનની 'લરગોહમ' જીવનશૈલી કહે છે કે કશાયનો ત્યાગ નથી કરવાનો પણ જેટલું જોઈતું હોય એટલું જ ખરીદો અને વાપરો. જે છે એનાથી વધુ મેળવવા માટેની દોડમાં લાગવાને બદલે જે છે એને પહેલાં માણો તો ખરા! થોડાક ધીમા પડો. આખો દિવસ ઊંધું ઘાલીને કામ કરવામાં જ રચ્યાપચ્યા ન રહો.

ધંધો, વ્યવસાય કે નોકરી કરો પણ પોતાની જાત સાથે, પહાડો કે દરિયાકિનારે નહીં તો છેવટે ઘર નજીકના બગીચામાં જઈને થોડો સમય કુદરતના સાનિધ્યમાં વિતાવો. પોતાની જાતને સાંભળો એમ પરિવાર, મિત્રો કે પરિચિતોની વાત પણ કાન દઈને સાંભળો. અધીરા ન બનો. બીજાઓ સાથે પણ થોડું વહેંચો. લાખોનું દાન કે સમાજસેવાના કાર્ય કરવાની જરૂર નથી. પણ આપણી આસપાસના લોકોની આપણે કેટલી નોંધ લઈએ છીએ?

 ડ્રાઇવરને કે કામવાળી બાઈને તેના બાળકો વિશે આપણે છેલ્લે ક્યારે પૂછયું હતું? મોબાઇલમાં મેસેજ કે ફેન પર વાત કરતાં કરતાં રોજ આપણે વોચમેન પાસેથી પસાર થઈ જઈએ છીએ. છેલ્લે ક્યારે આપણે તેમને એક સ્મિત આપીને કેમ છો એવું પૂછયું હતું? ટેક્સી ડ્રાઇવર કે વેઇટરને ધન્યવાદ કહેવાનું આપણને યાદ રહ્યું હતું?

બુદ્ધ ભગવાન સાધનાકાળમાં હતા અને તેમનું શરીર કૃષકાય થઈ ગયું હતું. એ વખતે તેમણે એક સિતારવાદક અને તેના શિષ્યને વાતચીત કરતા સાંભળ્યા હતા. સિતારવાદક કહી રહ્યા હતા કે સિતારના તારને એટલા પણ ન ખેંચવા કે એ તૂટી જાય અને એટલા ઢીલા પણ ન છોડવા કે એમાંથી સંગીત ન નીપજે. બુદ્ધ ભગવાનને ત્યારે સત્ય લાધ્યું જેને તેમણે કહ્યું- સમ્યક. સ્વિડનનો લરગોહમ એટલે કદાચ બુદ્ધે આપેલો સમ્યકનો સિદ્ધાંત જ. ન ઓછું, ન વધારે; ખપ પૂરતું જ.

ગાંઠ છૂટયાની વેળા!

બ્રેક અપ :

અપાર સંભાવનાઓનો જામ ઢોળાઇ જવાનું પેઈન 

જય વસાવડા

ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોંનો!


રિચાર્ડ બાક મોટા ગજાના પોએટિક ઇન્સ્પિરેશનલ રાઈટર. ૧૯૮૨માં એમની ચારસો એક પાનાની
સેમી ઓટોબાયોગ્રાફિલ કથા આવેલી. "બ્રિજ એક્રોસ ફોરએવર"  વાર્તામાં નાયક એક લેખક છે, અને એને સોલમેટની જેમ મળેલી રમણી લેસ્લી એકટ્રેસ છે. બેઉ વાતવાતમાં મૈત્રીથી મહોબ્બત સુધીના પડાવ વટાવતા વટાવતા નજીક તો આવે છે. પણ કમિટમેન્ટ ઇસ્યૂઝ છે, કોમ્પિટિબિલિટી કવેશ્ચન્સ છે. જે - તે વખતે સ્ત્રી લાગણી વરસાવે છે, ત્યારે કન્ફ્યુઝડ પુરૂષ એ ઝીલી નથી શક્તો.
સુંદર એટલી જ સમજદાર એવી નાયિકા એક પત્ર લખે છે. લવલેટર નહિ, લીવ-લેટર. રિચાર્ડ બાકની લેસ્લી લખે છે :
''વેસ્ટર્ન સિમ્ફની સંગીતની મૂળભૂત ઓળખ 'સોનાટા' ફોર્મમાં છે. જેમાં પહેલા એક્સપોઝિશન હોય : ધીમે ધીમે ઉપાડ થાય. વાદ્યો, રિધમ સેટ થાય, ધુનની લહેરખીઓનો આરંભ થાય.પછી ડેવલપમેન્ટ સ્ટેજ આવે જેમાં સૂર ઉપર-નીચે થાય, લય જોર પકડે અને ધ્વનિ એકમેકમાં ભળીને ફેલાતો જાય. છેલ્લે રિકેપિચ્યુલેશન આવે. કોમ્પલેક્સ સૂરાવલિઓ એના શિખર પર પહોંચે, એક મેચ્યોર મેમરી મેજીક બની હળવે હળવે શાંત થાય.
મોટા ભાગના સબંધોની શરૂઆત આકર્ષક અને રસપ્રદ હોય છે. સહજ મુલાકાતો થતી હોઈ ડિફેન્સના કવચ કે ગણત્રીની શતરંજ એમાં ઉમેરાતી નથી. નવીન એક્સપ્લોરેશનનો ચાર્મ ફન પેદા કરે છે. એક્સાઈટમેન્ટ પ્લેઝર આપે છે. ફુલો ખીલેલા હોય છે, એટલે કાંટા હોવા છતાં ઢંકાયેલા લાગે છે!
પણ આપણી વચ્ચે સમયની ન પૂરાય એવી ખાઈ વધતી જાય છે. જે અસુખ પેદા કરે છે. કદાચ તું બીજી બાબતો - વ્યક્તિઓને વધુ પ્રાધાન્ય આપે એમાં 'આપણો સમય' લિમિટેડ થતો જાય છે. પ્રામાણિકતા અને હિંમતથી કબૂલવું પડે કે આપણા સંબંધમાં એ ઉષ્મા નથી રહી. (ઉષ્મા ન રહે તો ગરિમા ન રહે. ક્રેઝ એન્ડ રિસ્પેક્ટનું ફિફ્ટી-ફિફ્ટી બેલેન્સ જ લવ પેદા કરે!)
એટલે હું ગમે તેટલું ઈચ્છું, હું આગળ નહિ વધી શકું.  મારે સ્વીકારવું પડે કે 'જૉય ઓફ કેરિંગ' કેવો હોય એ કોમ્યુનિકેટ તને કરવાના મારા પ્રયાસો નિષ્ફળ ગયા. તને એ કાળજી, ખેવના બંધન લાગવા લાગી.
ડિયર રિચાર્ડ, આ બધું તને પ્રેમથી, ધીમા સાદે ભીનાશથી લખું છું. પણ સોફ્ટ ટોનનો અર્થ એવો નથી કે, મારી ભીતર એનો ગુસ્સો નથી. એ ક્રોધ તો છે, હકીકત છે. પણ એટલે એનું રૂપાંતર આક્ષેપો, આરોપો અને ફોલ્ટફાઈન્ડિંગમાં કરવું નથી. હું એટલે આંતરખોજ કરી વધુ સમજણ કેળવવાનો પ્રયત્ન કરું છું.

મને તો ગૌરવ છે કે, આપણે મળ્યા, સાથે સમય વીતાવ્યો. એ એક દુર્લભ અને સરસ તક હતી એનો કમસેકમ મને તો અહેસાસ રહ્યો, અને જ્યારે સાથે હતા ત્યારે શ્રેષ્ઠ અને ઉત્તમ, પ્યોરેસ્ટ એન્ડ હાઇએસ્ટ લાગણીઓ એમાં રાખી.
આજે આ સંબંધનો અંત આવે છે, ત્યારે હું નિખાલસતાથી કહી શકું કે દુ:ખની સાથે આનંદ પણ છે કે તારો મને સ્પેશ્યલ કહેવાય એવો પરિચય થયો. આપણે સાથે જે સમય વીતાવ્યો એને કીમતી ખજાનાની જેમ હું જાળવીશ. મારો ય એ ગાળામાં વિકાસ થયો, કશુંક તારામાં મારે લીધે આવ્યું, તારી સાથે રહી ઘણું માણવા, જાણવા અને શીખવા મળ્યું. એકબીજાના સ્પર્શે  આપણે બેઉ બેહતર ઈન્સાન બન્યા.
મને અત્યારે ચેસની રમત પણ યાદ આવે છે. એ એવી રમત છે, જેમાં રમનારા બે હોય છે. પણ બે ય સતત માત્ર પોતાની બાજી ઉપર જ ફોકસ થઇ વિચારે છે. સામા તરફ એની ચાલનો જવાબ આપવા જેટલું જ ધ્યાન આપે છે! જેમ-જેમ રમત આગળ વધે છે, એમ સામસામો સંઘર્ષ વધે છે. ટૂકડે-ટૂકડે બેઉ પોતપોતાના સૈન્યને ગુમાવે છે, અને છેલ્લે એક ફસાય છે અને બીજા એને પરાજય માટે ક્યાંય હલીચલી ન શકે એમ મજબૂર કરે છે.
મને લાગે છે, તું લાઈફને ચેસ તરીકે નિહાળે છે. હું એને સોનાટા તરીકે જોઉં છું. અને આ તફાવતને લીધે કિંગ એન્ડ ક્વીન હારી ગયા છે, અને ગીત ખામોશ છે!
હું છતાં ય તારી મિત્ર છું, ને મને ખબર છે કે તું ય મારો મિત્ર છે. હું આ ઉંડા, કોમળ પ્રેમથી છલોછલ હૃદયે લખું છું. તને ય ખબર છે, તારા માટે કેટલી ચાહત અને માન છે. પણ એ સાથે જ એક કાયમી દર્દ પણ છે, કે આપણી વચ્ચે ઉજ્જવળ સંભાવનાઓ હતી, જે ખાસ અને સુંદર હતી એ આમ જ અધૂરી રહી, તક રોળાઇ ગઇ!''

કોઈ પણ જૂનો, સારો, ગાઢ સંબંધ તૂટે ત્યારે એના ઉઝરડાઅને ઉહંકારા તો નીકળે છે. બધાને કહી ન શકાય અને ભીતરથી સહી ન શકાય, એવો એક તબક્કો આવે છે રિલેશનનો. એમાં વિદાયની વેદના સાથે ખુદ પરની આશંકાઓના ગિલ્ટ ખતરનાક રીતે ઘેરી વળે છે.
દરેક બ્રેક અપ બાદ એવી લાગણી થાય કે આપણામાં કંઇક ખૂટે છે, અધૂરપ છે કે કશીક એલર્જીકારક નેગેટીવિટી છે, જેને સામી વ્યક્તિ જીરવી નથી શક્તી. પસંદ નથી કરતી. એવરી રિજેકશન લીડ્સ ટુ થોટ્સ ઓફ કરેકશન. અને સ્વભાવ ઝટ બદલતો નથી, એ બાબત વળી પેદા કરે ફ્રસ્ટ્રેશન! આપણી જ પર્સનાલિટીમાં આપણી જ ખુશીને ખતમ કરતું કોઈ વિષ હોય, એ વાસ્તવ સ્વીકારવા માટે ય સ્થિતપ્રજ્ઞાતા જોઇએ, જે કેળવવી સહેલી નથી. આપણે એ સ્વીકારી નથી શકતા કે બે વ્યક્તિ ક્વૉલિટી ઈન્ડિવિજ્યુઅલ્સ હોય એટલે 'ટુગેધર' રહી જ શકે, એવું થિઅરીમાં લાગતું હશે, પ્રેક્ટિકલમાં હોતું નથી.
કોઈપણ ડેપ્થવાળી રિલેશનશિપની મજા એ છે કે, એ આપણામાં કશુંક ઉમેરે છે. આપણી દુનિયા વિશેની સમજ અને અનુભવની શક્તિને વિસ્તારે છે.રેગ્યુલર રૂટિનની બહાર આપણને લઇ જાય છે, નવીન દ્રષ્ટિકોણ કે શોખના ચાર્મ સાથે. ફ્રેશનેસ હોય ત્યારે આ બદલાવ ગમે ય છે. 
એટલે સંબંધની સમાપ્તિ થાય, ત્યારે ફક્ત એક વ્યક્તિ જ જીવનમાંથી ખોવાઈ નથી જતી, આપણી  થોડીક સેલ્ફ પણ એના જવા સાથે ખોવાઈ જતી હોય છે, મૂરઝાઈને મરી જતી હોય છે!
પછી ઘણી વાર સંવેદનશીલ માણસ બીજી વારના સંબંધમાં ય પોતાની ફરતે પેલા રિજેક્શનના પીડાદાયક અનુભવનું રિપિટેશન ટાળવા અદ્રશ્ય દીવાલો ઊભી કરે! પ્રેમ અને ભરોસા જેવા શબ્દો એના માટે પછી અભિનય થઈ જાય, અનુભૂતિ નહિ! ઘણા જીદ્દી થઈ ફિક્સ ફોર્મેટમાં જીવે.....ઘણા સતત ગ્રોથ પામે - નવું શીખીને. અલ્ટીમેટલી, એક જ ઘટના તરફ બધાની રિએક્ટ કરવાની કેપેસિટી જુદી-જુદી હોવાની. કોઈક એવું માને કે, રિજેક્શન તો ઓક્સિજનની જેમ પાર્ટ ઓફ લાઈફ છે.કેટલાક કોચલું વળીને ખુદને કોસવાની સંતાપ-સફર પર નીકળી પડે.

એટલે જ છોડવાનું પણ શાસ્ત્ર હોવું જોઈએ.
વિચ્છેદના પણ વિધિવિધાન હોવા જોઈએ.
ગુડબાયની પણ રૂલબુક હોવી જોઈએ.
એન્ટ્રી જેટલી જ અગત્યની બાબત છે : એક્ઝિટ.
સમયસર ઉભા થવામાં એક કશીશ બચે છે, ધીમી ધીમી સુગંધ વીખેરતી.
તાજેતરમાં  ઈટાલીના  ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સાલ્વિનીની ટીવી હોસ્ટ ગર્લફ્રેન્ડ એલિઝાએ ઈન્સ્ટાગ્રામ પર બ્રેકઅપ એનાઉન્સ કરતી વખતે બેઉની એક સ્માઇલિંગ ઈન્ટીમેટ તસવીર મૂકી  અને સાથે ઈટાલીયન કવિ જીયો ઈવાનની આ પંક્તિઓ લખી :
'ઈટ્સ નૉટ વૉટ વી હેવ ગિવન ઈચ અધર,
બટ વોટ વી કુડ હેવ ગીવન ટુ 
ઈચ અધર ધેટ આઇ વિલ મિસ!'
અર્થાત
'મને એ બાબતો યાદ નહિ આવે કે જે આપણે એકબીજાને આપી,
પણ એની ઓછપ જરૂર આવશે જે આપણે એકબીજાને આપી શકતા હતા!''
બ્રેકઅપમાં પેઇન જેટલું ગમતાના જવાનું હોય છે, એટલું જ પેઇન  હોય છે આ અપાર સંભાવનાઓનો જામ ઢોળાઇ જવાનું પણ.


ફાસ્ટ ફોરવર્ડ

કૂછ યૂં લગતા હૈ, તેરે સાથ હી ગુઝરા વો ભી

હમને જો વક્ત, તેરે સાથ ગુઝારા હી નહીં!

(મખ્મૂર સઈદી)



जो तुलना छोड़ देता है, वह आनंद में मग्न हो जाता है

ओशो


एक झेन फकीर से किसी ने पूछा:

तुम्हारे जीवन में इतना आनंद क्यों है?…मेरे जीवन में क्यों नहीं?


उस फकीर ने कहा:

मैं अपने होने से राजी हूं और तुम अपने होने से राजी नहीं हो।

फिर भी उसने कहा,

कुछ तरकीब बताओ।

फकीर ने कहा,

तरकीब मैं कोई नहीं जानता।

बाहर आओ मेरे साथ.....

यह झाड़ छोटा है, वह झाड़ बड़ा है।

मैंने कभी इन दोनों को परेशान नहीं देखा कि मैं छोटा हूं, तुम बड़े हो।

कोई विवाद नहीं सुना। तीस साल से मैं यहां रहता हूं।

छोटा अपने छोटे होने में खुश है, बड़ा अपने बड़े होने में खुश है; क्योंकि तुलना प्रविष्ट नहीं हुई। अभी उन्होंने तौला नहीं है।

घास का एक पत्ता भी उसी आनंद से डोलता है हवा में, जिस आनंद से कोई देवदार का बड़ा वृक्ष डोलता है।

कोई भी भेद नहीं है।

घास का फूल भी उसी आनंद से खिलता है, जिस आनंद से गुलाब का फूल खिलता है। कोई भेद नहीं है।

तुम्हारे लिए भेद है।

तुम कहोगे: यह घास का फूल है, और यह गुलाब का फूल। लेकिन घास और गुलाब के फूल के लिए कोई तुलना नहीं, वे दोनों अपने आनंद में मग्न हैं।

जो तुलना छोड़ देता है, वह मग्न हो जाता है। जो मग्न हो जाता है, उसकी तुलना छूट जाती है।

( सुन भई साधो )


મજામાં હોવું એટલે... ડૉ. નિમિત્ત ઓઝા





જામાં હોવું એટલે...
ડૉ. નિમિત્ત ઓઝા

 

 

કોઈએ પણ પૂછેલા 'કેમ છો ?' ની પાછળ આપણે
'મજામાં'
એટલું સરળતાથી જોડી દઈએ છીએ
જાણે આપણા નામની પાછળ આપણી અટક !


પણ મજામાં હોવું એટલે શું ?


જામાં હોવું એટલે...

 કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર, બીજા કોઈના પણ અભિપ્રાયોને મહત્વ આપ્યા વગર પોતાની જાતને પ્રેમ કરવો. કોઈની પણ અવગણનાથી દુઃખી થયા વગર પોતાની જાતને મહત્વ અને ધ્યાન આપવું.


જામાં હોવું એટલે...

સરળતાથી માફ કરી શકવું. જે લોકો પાસે ખુશ રહેવાના કારણો હોય છે, તેમની પાસે બદલો લેવાનો સમય નથી હોતો. તેઓ લોકોને એટલા માટે માફ કરી દે છે કારણકે તેઓ પોતે શાંતિ ઈચ્છે છે. કોઈને પણ માફ ન કર્યાનો ભાર લઈને ફરવું, એ સ્વાસ્થ્ય માટે સિગરેટ કરતા વધારે હાનીકારક છે.


જામાં હોવું એટલે...

સંતોષ હોવો. ઈશ્વર તરફથી જે મળ્યું છે એનો આભાર અને જે નથી મળી શક્યું એનો સ્વીકાર, આ સમજણ હોવી એટલે મજામાં હોવું. જે દેખાતું નથી એને પામવાની ઝંખનામાં રાત-દિવસ રઝળપાટ કરવાને બદલે, સમી સાંજે એક બાંકડા પર બેઠા બેઠા ગમતા લોકો સાથે સૂર્યાસ્તને જોઈ શકવો.


જામાં હોવું એટલે...

કોઈપણ આડંબર કે દંભ વગર ખુલ્લા દિલે હસી શકવું.
આપણા જ ક્ષેત્ર કે વ્યવસાયમાં રહેલા કોઈ મિત્રની પ્રગતિથી ખુશ થવું.


જામાં હોવું એટલે...

કશુંક ગુમાવી દેવાના ડર કે અસલામતી વગર જે મળ્યું છે એની ઉજવણી કરવી.
કોઈપણ વળતરની અપેક્ષા વગર લોકોને મદદ કરી શકવી અને એ વાતનું અભિમાન ન આવવું.

જામાં હોવું એટલે...

વર્તન, વાણી અને વિચારમાં ઉદાર હોવું.
નાનામાં નાની વ્યક્તિને યોગ્ય સન્માન આપી શકવું.

જામાં હોવું એટલે...

એકાંતમાં ગીતો ગાવા.
શરમના પડદાઓ ફાડીને દિલ ખોલીને નાચવું.
સામે મળતા દરેક જણને હસીને ગળે મળવું.

જામાં હોવું એટલે...

સાંજનું ગમવું. દરેક સાંજ આપણા મૂડ અને મનોભાવોનું પ્રતિબિંબ હોય છે. સાંજ એ આપણા વિચારો અને અવસ્થાનો અરીસો છે. જેને સાંજ ગમે છે, એ માણસ નક્કી મજામાં છે.

જામાં હોવું એટલે...

કોઈપણ વાતનો અફસોસ ન હોવો.
ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ભૂલી જવી, એ બીમારી નથી, તે એક કળા છે.
આનંદના આકાશમાં ઉડવું હોય તો વિમાનમાં બેસવાની એક જ શરત છે:
ધારદાર ભૂતકાળ કે અણીદાર વાતો સામાનમાં રાખવી નહિ !

જામાં હોવું એટલે...

જાતમાં તલ્લીન હોવું.
ઈશ્વરે બનાવેલા અજોડ અને અનન્ય સર્જનને અરીસામાં નિહાળીને તાળીઓ પાડવી.
બીજાનું સારું ઈચ્છવું.
જેઓ અન્યનું ખરાબ ઈચ્છે છે, એ લોકો મજામાં નથી હોતા.

પ્રેમ એવા જ લોકો કરી શકે છે જે મજામાં હોય છે!
આપણી આસપાસ રહેલા અન્ય લોકોને મજામાં રાખવા માટે આપણું પોતાનું મજામાં હોવું જરૂરી છે.

જામાં હોવું એટલે...

એ રીતે વર્તવું
કે સામે મળતા કોઈએ પણ
'કેમ છો ?'
પૂછવાની જરૂર જ ન પડે !