8.11.11

આંદામાન : તમે બની જશો દિવ્યત્વને ‘ભાળી’ ગયેલો માણસ !


એલિફન્ટ બીચ પર બોટવાળો તમારા મોંમાં સ્નોર્કલ (ભૂંગળી વડે શ્વાસ લેવાનું સાદું સાધન) ગોઠવશે. એ તમને હાથ પકડીને ધીમે ધીમે પાણીમાં લઈ જશે. 

જરાક વારમાં, જાણે અચાનક વગડો પૂરો થયા પછી શહેર શરૂ થઈ જાય એમ, 
તમે દરિયાઈ સૃષ્ટિના એક ધમધમતા શહેરમાં પહોંચી જાવ. 
ના, એમાં ઘોંઘાટ જરાય નહીં. ઘોંઘાટ છોડો, એક પણ અવાજ તમને ન સંભળાય. 
ગાઢ નીરવતા... 
તમારું શરીર આપોઆપ, બોટવાળાની દોરવણી પ્રમાણે દરિયામાં વહેતું રહે 
અને તમારી નજર સામે હોય રંગો... 
એક-બે રંગો નહીં, હજાર-બે હજાર રંગો પણ નહીં, જાણે લાખ્ખો રંગો... 
જી હા, લાખ્ખો રંગો... 
એવું લાગે જાણે રંગો કિકિયારી કરી રહ્યા છે, 
ચિલ્લાઈ રહ્યા છે, 
સહેજ પણ અવાજ કર્યા વિના. અને એ રંગો પાછા સ્થિર ન હોય.  














તમે એક ફૂટ આગળ વધો તો જાણે નવું જ જગત... 
ત્યાંથી એક ફૂટ આગળ વધો તો બીજું નવું જગત... 




ગણ્યાં ગણાય નહીં અને વીણ્યાં વિણાય નહીં એટલાં પરવાળાં, 
વનસ્પતિ, માછલી અને અન્ય જીવો... એમાંના તમામ પાછા એકદમ ખુશ લાગે. 








પોતાના રંગો દ્વારા એ જાણે પોતાના હોવાપણાની-
અસ્તિત્વની ખુશી વ્યક્ત કરી રહ્યા હોય એવું લાગે. 
‘હું છું એ જ કેટલો મોટો ઉત્સવ છે!’ એવું કહી રહ્યા હોય એવું લાગે. 




થોડી જ વારમાં, આપણે જમીન પરના જીવ (મનુષ્ય) હોવા છતાં 
જાણે આપણે પણ એ દરિયાઈ ભીડમાંના જ એક જીવ હોઈએ 
અને વર્ષોથી એ બધા સાથે અલગ છતાં એકાકાર થઈને જીવી રહ્યા હોઈએ એવું લાગે. 
દરિયામાં લહેરાતું આપણું અસ્તિત્વ પણ 
પેલા લાખ્ખો રંગોમાં એક વધારાનો રંગ ઉમેરનાર શરીર સિવાય બીજું કશું જ નથી એવું લાગે...






સોરી, શબ્દ સાવ ટૂંકા પડી રહ્યા છે, સાવ જ ટૂંકા. 
રંગ, ઉમંગ, તરંગ... આ બધાની ટોચે (વાસ્તવમાં દરિયાના તળિયે) 
તમે છેવટે એટલા શૂન્યમનસ્ક થઈ જાવ 
કે પેલો બોટવાળો તમને રંગોના એ શહેરમાંથી અચાનક ફરી વગડામાં, ફરી કાંઠે લઈ આવે 
ત્યારે તમે... તમે થોડી પળો કશું બોલી ન શકો. 
‘ઝિંદગી ન મિલેગી દોબારા’ના હૃતિકની જેમ. 


આવો અનુભવ લીધા બાદ કોઈ હૃતિકની જેમ રડી પડે તો એના પર હસવું નહીં, પ્લીઝ. 
મારા અનુભવની વાત કરું તો, મારી બોલતી બંધ થઈ ગઈ. 
મગજ એવું ઠપ્પ થઈ ગયું કે કેમેય ઝટ ચાલુ ન થાય (મારે ચાલુ કરવું પણ નહોતું). 
કાંઠા પર આડા પડેલા ઝાડના મૂળિયા પર બેઠા પછી પણ થોડી વાર સુધી તો હું કોઈ મનુષ્ય (લેખક-ફેકક, પત્રકાર-ફત્રકાર તો દૂરની વાત છે, માત્ર અને માત્ર મનુષ્ય) જેવો વિચારશીલ જીવ નહીં, બલકે દરિયામાં લહેરાતા પેલા જીવો જેવો, વિચારશૂન્ય, નૈસિર્ગક, શાંત, મૌન જીવ હોઉં એવી મારી અવસ્થા રહી.





આવા અનુભવ પછી તમે... તમે... જાણે રમેશ પારેખ બની જાવ. 
ના, એમના જેવા કવિ બની જાવ એવું હું નથી કહેતો. 
કોઈ મહારથીએ રમેશ પારેખ વિશે કહેલું કે ‘આ માણસ કશુંક ‘ભાળી’ ગયો છે.’ 
મતલબ, એણે જાણે દિવ્યત્વનો સાક્ષાત્કાર કર્યો છે. 
તો, એવો જે માણસ છે, ‘ભાળી ગયેલો માણસ’, એવા તમે બની જાવ, 
એલિફન્ટ બીચની દરિયાઈ સૃષ્ટિ ‘ભાળી’ ગયેલો માણસ...
એક વાર એ ભાળ્યા પછી વાત ત્યાં અને ત્યારે પૂરી નથી થતી.

પછી તો લાંબા સમય સુધી તમને રહી રહીને એવા ઝબકારા થાય કે 
‘આ ઇશ્વર કે પ્રકૃતિ કે જે કહો તે, એણે સૃષ્ટિમાં જે અપાર સૌંદર્ય વેર્યું છે 
એ માત્ર મનુષ્યના લાભાર્થે નથી. 
માનવી દરિયાના પેટાળમાં તો હમણાં હમણાંથી, સાધનોની સગવડો વધ્યા બાદ જતો થયો. 
પણ પેલી અફાટ સૌંદર્યની સૃષ્ટિ તો હજારો, લાખો વર્ષોથી ‘પોતાની ધૂનમાં, પોતાની મસ્તીમાં’ 
લહેરાઈ રહી છે. એ સૌંદર્યને મનુષ્ય માણે કે ન માણે, તેનાથી એ સૌંદર્યને કશો ફરક નથી પડતો.’

હેવલોકથી પાછા ફર્યા બાદ, કામે લાગી ગયા બાદ, ક્યારેક જીવનમાં કોઈ લોચો પડે, મગજ ચૂંથાય ત્યારે અચાનક પેલી દરિયાઈ સૃષ્ટિનું ર્દશ્ય મગજમાં ચમકારો કરે 
કે ‘હે ભાઈ, હે ઊંચાનીચા થતા જીવ, જરાક તો બારીની બહાર જો... 
જેમ એલિફન્ટ બીચના દરિયામાં તેમ આકાશમાં પણ 
જે અપાર રંગો દેખાય એ તો જો... 
અને જમીન પર ચારે તરફ પક્ષીઓ ગાઈ રહ્યાં છે, વૃક્ષો ડોલી રહ્યાં છે, 
પ્રાણીઓ સાહજિક જીવન જીવી રહ્યાં છે.
એ તમામ જીવોએ પણ આફતો, અગવડો વેઠવી પડતી હશે. 
છતાં, મનુષ્ય સિવાયનો ભાગ્યે જ કોઈ જીવ મનુષ્યની જેમ, ક્ષુલ્લક વાતે, 
લાંબું લાંબું વિચારીને દુ:ખી થતો હશે. 
સૃષ્ટિમાં ચોતરફ હિંસા, બીમારી, ભક્ષણ, મરણ હોવા છતાં 
છેવટે તો સૌંદર્યનું, શાંતિનું, ઉલ્લાસનું પલ્લું જ ભારે છે.’

આવા બધા ફિલોસોફિકલ વિચારો તમને આવે કે ન આવે, 
દરિયાઈ સૃષ્ટિ જોવામાં તમને ભારે માંહ્યલી મજા તો આવે જ આવે... 
એની ગેરંટી!

કપ એટલે કાનજી ને રકાબી તે રાધા

 
ઊડતી રકાબીની શોધ કોણે કરી તે મને ખબર નથી 
કારણ કે હું વિજ્ઞાનનો માણસ નથી પરંતુ અજ્ઞાનનો માણસ છું 
પણ મારા ઘરના રસોડામાંથી ઘણીવાર ઊડતી રકાબી જોવા મળી છે.
 
પામર પુરુષ આગળ અશકત સ્ત્રીને વિજેતા સાબિત કરવા માટે કપરકાબી કાફી છે. 
આપણે રકાબીને કપ ઉપર ઊંધી ઢાંકીએ તો આખો કપ ઢંકાઇ જાય છે 
જ્યારે કપને રકાબીમાં ઊંધો વાળો તો પોણી રકાબી ઉઘાડી રહે છે 
એ સાબિત કરે છે કે ઘર તથા વર બંનેનું ઢાંકણ નાર છે.

સ્ત્રી લાજશરમ છોડે તો ધણી એને ઢાંકી શકતો નથી 
કારણ કે રકાબીબહેન સાવંત કે રકાબીબહેન શેરાવતનું ઢાંકણ થવાનું 
જગતના કોઇ કપભાઇનું કામ નથી.
 
 ચા પીધા પછી કપને ફેંકી દેવા 
એ તો ઉપયોગ કરીને ફેંકી દેવા જેવી અમાનવીય પ્રવૃત્તિ છે 
જે પશ્ચિમની દેન છે. 
યાદ રાખજો પૂર્વની સંસ્કૃતિ ઓઝલને સ્વીકારશે 
પણ ડિસ્પોઝેબલને સ્વીકારશે નહીં. ‘
 
 

7.11.11

ગણપતિબાપા સાથે એક મુલાકાત

પ્રભુ બોલ્યા,  
તારી સોસાયટીવાળા સસ્તા મહારાજ ઊંચકી લાવ્યા છે તે ‘સ’ના બદલે ‘શ’ બોલે છે. 
 ‘કરું તમારી શેવા’ એમ બોલે છે ત્યારે મને ખરેખર ડર લાગે છે કે 
હવે એ અસ્ત્રો લઈ મારી શેવ કરી નાખશે. 

કાલે જ મારા જે ભાવિક ભક્તે મારી સ્થાપના કરી એને હું મનોમન આશીર્વાદ આપતો હતો. 
ત્યાં જ એનાં મમ્મીએ બાળકને કહ્યું, “લોર્ડ ગણેશાને પ્રે કરી લો. બ્લેસિંગ્સ લઈ લો.” 
બાળકે માથું નમાવ્યું. મેં આશીર્વાદ આપવા માટે હાથ લાંબો કર્યો ત્યાં જ ખબર પડી 
કે બાળક બ્લેસિંગ માટે નહીં પણ લાડુ લેવા માટે નમ્યો હતો. 
લાડુ ખાતાં ખાતાં બાળકે પપ્પાને પૂછયું, “પપ્પા, ખરેખર કોઈનું માથું આવું હોય?” 
 પપ્પા બોલ્યા, “બેટા, આ તો રિલિજિયસ સિમ્બોલ છે.” 
બાળક બોલ્યો, “અચ્છા, હું તો સમજેલો કે આ સ્ટેટસ સિમ્બોલ છે.” 
પપ્પા લાડવો ઉપાડવા ગયા ત્યાં જ મમ્મી તાડુકી, 
“રહેવા દો, કાલે બ્લડ સુગર કરાવવાનું છે.”
આટલું બોલતાં ગણપતિબાપાને ડૂમો ભરાયો, 
 પછી આગળ એ ભક્તાણીએ શું કહ્યું ખબર છે? 
 મને બતાવીને, ટુ બી પ્રિસાઇઝ મારું પેટ બતાવી, પોતાના પતિને કહ્યું કે, 
“આપણે આમના જેવા નથી થવાનું સમજ્યા!”


મૂર્તિકારે જ્યારે મને રચ્યો ત્યારે મેં કહ્યું કે ધન્ય છે તારી ભક્તિ! 
તેં માટીમાંથી શ્રદ્ધાપૂર્વક-ભાવપૂર્વક મને અવતાર્યો.
એ બોલ્યો,”પ્રભુ, તમે પાછલું અડધું સાચું બોલ્યા, 
 મૂર્તિ રચવાના ધંધામાં શ્રદ્ધા જેવું તો ખાસ પોસાય નહીં, પણ ભાવ સારો મળે છે. 

આમ પણ એ બહેનને ત્યાં તો મને રોજ ધ્રાસકા પડે છે. 
એક તો એમના નોકરનું નામ પણ ગણેશ છે.
જોકે, નોકરને એ ગણેશ અને મને એ ગણેશા કહે છે. 
મારા નામની આવી દુર્દશા સાંભળી મારા મોંથી નીકળી ગયું, “હે રામ!’ 
 તો ભગવાન રામ ત્યાં જ રામા સ્વરૂપે પ્રગટ થઈ બોલ્યા, 
“આ લોકોએ મને ય રામમાંથી રામા બનાવી નાખ્યો તો તું તો બચ્ચું છે.”

(વાતનું વતેસર)

3.11.11

સવાર સવારમાં ................[ ફેસબુક ધમાલ ]

અધીર અમદાવાદી


સવાર સવારમાં પ્રેશર નથી આવતું :(
``
```
````
````
````

````

````
````

શાવરમાં. કદાચ કચરો ભરાયો લાગે છે.
તમે શું સમજ્યા ?
D. Dave
મિસ-કોલ તો આવતા જ હશે !

B. પંજવાની
 
હા હા હા , દિવાળી હજમ ના થઇ


K. Mehta
ભૂલ થી બૈરી ના હાથના મઠીયા -ઘૂઘરા ખાધા હતા કે શું..?

P.Thakkar
યુરેકા ફોર્બ્સ વેક્યુમ ક્લીનર ના સેલ્સમેન ને ફ્રી ડેમો માટે બોલાવો .... શાવર નો કચરો સાફ થઇ જશે !

C. Shani
કાયમ ચુર્ણ ની બોટલ પાણી ની ટાંકી માં નાખી જો બકા

N. Choksi
સીવીલ એન્જીનીરીંગ પ્રમાણે બેક પ્રેસર આપી લાઈન સાફ કરો....!

Billimora No Billu
જલ્દી  ડિસીઝન લો નહીં તો મનમોહન સુધી વાત પહોંચી જશે ... 
દિગ્વિજય તો ... અન્ના નો હાથ છે આમાં .. એમ જ કહેશે


R.M.Mehta

MMS(Man Mohan Singh) સુધી વાત જશે તો પછી ,

.
.
.
જે કોઈ થોડું ઘણું પ્રેશર રહ્યું હશે ,
એ પણ ખલાસ થઇ જશે !

J. Dave

પ્લીઝ  ૧૦૮ ડાયલ કરો ....! અફકોર્સ  શાવર માટે જ સ્તો ....!


J. Divya
અધીર ભાઈ હાવ હાચ્ચું ક્વ ને તો ક્યાં તો ટમ્બલર ને ડોલ લઇ ને નાહી  લે
ક્યાં અહિયાં કોમેન્ટું ના વરસાદ માં નાહી લે બકા !


Billimora No Billu

ન . મો. કહે છે.... આ એક આપણા ગરવી ગુજરાત ની જ સમસ્યા નથી...
પુરા દેશ ની સમસ્યા છે ...... અને.......
આના  માટે કેન્દ્ર સરકાર ની ઢીલી નીતિ જવાબદાર છે ...
ઢીલા MMS (man mohan) ને કારણે .. કોમેન્ટ્સ નું પુર આવી જશે .... સરકાર જોતી જ રહેશે ..

A. Vala

અમારે તો શાવરમાં કચરો ભરાય જ નહિં, "કાયમ"ના ધોરણે પ્લ્મબર રાખ્યો છે

(નોંધ: કાયમચુર્ણની એડ છે એવું માનવું નહિં)



M.Pathak

રાતે વહેલા જે સુઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર.
એવું બાળમંદિરમાં ગવડાવતા.
પહેલા લોકો ઘરે ખાતા અને બહાર જાતા (લોટા લઇ ને)
હવે ઊંધું છે. માટે પ્રેશરનો પ્રોબ્લેમ રહે.


V. Rabara

એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબ રૂપે લાગતા બળને દબાણ કહે છે.

ધર્મેશ

એક મોટર (ઉંચા હોર્સ પાવર વાળી) મુકાવી દયો ને.... શાવર માં હો ને... :પી

Amit A.

અન્ડર પ્રેશર  ઘણા સારૂં પરફોર્મ કરતા હોય છે !


Dharmen 

સવાર સવારમાં પ્રેશર નથી આવતું ... તો બધી પાઈપ લાઈનો બદલાવી નાખો ને !

P. Desai
ભાઈ ! અહીં સવાર સવારમાં હું તો કાયમ " અધીર " જ હોઉં છું ....
તમે   સવાર સવારમાં  બહુ " ધીર " રહેતા લાગો છો ..... !