10.11.16

ગૌરાંગ ઠાકર : દરરોજ સૂર્ય જોંઉ તો વિસ્મય થયા કરે






ખુલ્લું હ્રદય છે કોઇ ભલે પારખા કરે,
પણ બારણું નથી કે બધાં આવ જા કરે.

દુશ્મન તો એક પણ મને જીતી શક્યો નહીં,
હારી હું જાંઉ એમ કોઇ મિત્રતા કરે !

આથી વિશેષ કૈં જ મને જોઇતું નથી :
દરરોજ સૂર્ય જોંઉ તો વિસ્મય થયા કરે.

દીવો ભીતર વિલાસમાં જીવી રહ્યો હશે,
નહિંતર ન બંધ બારણે હુમલો હવા કરે.

મરજી પડે તો મોજથી અજવાળુ અવગણું,
પણ શી મજાલ રાતની કે બાવરા કરે.

ગૌરાંગ ઠાકર



ટિપ્પણીઓ નથી: