બ્રધર અમેરિકાથી આયા છે...
અશોક દવે
અત્યારે
સિઝન
ઇંગ્લેન્ડ-અમેરિકાથી
બે કે ત્રણ
વીક્સની રજા
લઈને આવેલા
બ્રધરો અને
બ્રધરીઓ એટલે
કે ભાભીઓને
પાછા જવાની છે.
છેલ્લા
નવેમ્બરથી
ગુજરાતના
ઘરઘરમાં
બોલાતું એક જ
વાક્ય હતું,
‘બ્રધર
અમેરિકાથી આયા
છે...’ આપણે
પૂછીએ કે,
‘શનિવારે કેમ
નહોતા આવ્યા?’
તો સવાલે ય
પૂરો થવા દીધા
વગર જવાબ આપી
દે છે, ‘હમણાં
તો બ્રધર
અમેરિકાથી આયા
છે, એની બધી
દોડધામ!’ બ્રધર
લોકોનું પાછું
કેવું હોય કે,
બબ્બે મહિને
પાછા ગુડાતા
હોય. હવે કાંઈ
પહેલાં જેવું રહ્યું નથી કે, એક
વાર
ઇંગ્લેન્ડ-અમેરિકા
ગયા એટલે
પાંચ-છ વર્ષે
માંડ પાછા આવે.
હવે તો
એરપોર્ટથી
મૂકીને પાછા
આવો ત્યાં
સુધીમાં તો
બ્રધર બીજી
વારના પણ આવી
ગયા હોય. અંદર
જાઓ ત્યારે ખબર
પડે કે, આવીને
તરત બ્રધર તો
નહાવા ગયા છે!
એ લોકોમાં
નહાવા-ધોવાનું
બહુ!
બિલકુલ
ફ્રી
વિડિયો-કોલિંગ
થઈ ગયું છે
એટલે રોજ
મા-દીકરી
કિચનમાં વિડિયો
પર વાતો કરે
રાખે. ત્યાં
સવાર હોય ને
અહીં રાત, એટલે
રોજ જે કરવી
હોય એ બધી વાતો
થાય. ‘લીલી
બેટુ, આજે સુઉ
બનાઇવું છે?’
લીલુડી પાછી
રસોઈમાં હજી
‘ઢ’ હોય એટલે
ઢોકળીની રેસિપી
ફોન પર જ પૂછી
લે અને એ
દાળ-ઢોકળી
લીલીનો લાલો
ઓફિસેથી
થાક્યોપાક્યો
આવ્યો હોય એને
ખવડાઈ દેવાની!
ઘણા બ્રધરો તો
આવા ત્રાસથી
બચવા જ વારંવાર
ઇન્ડિયા
આવતાં-જતાં થઈ
જાય છે !
પણ હવે
ડિસેમ્બર પૂરો
થવા આવ્યો અને
બ્રધરને હવે તો
નીકળવું જ પડે.
આ લોકો
‘વીક’માં વાત
કરે. ‘બ્રધર
ફક્ત ત્રણ
વીક્સ માટે જ
આવ્યા છે.’
સાલું, આનાથી
વધારે તો આપણો
શંકર, કાળુ કે
બહાદુર એમના
ડુંગરપુરમાં
રોકાય છે.
બ્રધર લોકોને
ઓફિસોમાં રજાઓ
વીક્સમાં મળે
અને એ ય
મેક્સિમમ ત્રણ
વીક્સ! ભાભી
લોકો ય
નોકરી... સોરી,
‘જોબ’ કરતાં
હોય, એટલે એ
લોકોને ય બ્રધર
સાથે જ પાછા
જવું પડે.
પ્રોબ્લેમ
બ્રધરનાં
ટેણિયાં-મેણિયાં
કરતાં હોય. એક
તો સાલું,
આપણને એમના
જેવું તો જાવા
દિયો, આપણા
જેવું ઇંગ્લિશ
બોલતા ય આવડે
નહીં. કાંઈ
બોલીએ-પૂછીએ તો
સમજે નહીં ને એ
લોકા બોલે તો
આપણે ખાલી
‘યસ-યસ’ જ
કરવાનું હોય.
‘Mumma, why
does Gran’pa
say ‘YES’ when
I asked him,
are you mad?’
પાછું
અમેરિકામાં તો
બીજા કોઈથી
બીજા કોઈનાં
બાળકોને અડી ન
શકાય એટલે આપણે
તેડવા જઈએ તો ય
એની મોમ ખિજાય,
‘નો ડેડી...
એને તેડતા
નહીં. એને કોઈ
તેડે, એ નથી
ગમતું.’ 114
કિલોની એની
મોમને આપણું
આખું ઘર ભેગું
મળીને ઊંચકે તો
ય ઊંચકાય નહીં
ને એનાં
છોકરાંઓને
ઊંચકવા ન દે.
સાલી, આ તે
કાંઈ જિંદગી
છે!
પણ આ ત્રણ વીક્સમાં બ્રધર સાથે જે મજો આવ્યો છે, જે મજો આવ્યો છે, તે માય ગોડ... ભુલાશે નહીં. બે વાર તો બ્રધરને લઈને સરદાર સરોવર જઈ આયા, એક વાર અક્ષરધામ ગયા, સાયન્સ સિટી તો બ્રધરનાં છોકરાંઓને બહુ ગમે. બ્રધરને જમવાનું તો પાછું ‘દુર્યોધન-થાળ’નું જ ભાવે, એટલે રોજ ડિનર ત્યાં જ હોય. હેલ્થ માટે ભાભી પણ બહુ પર્ટિક્યુલર. એમને અહીંની પાણીપૂરી બહુ ભાવે અને ત્યાં આવી ભૈયાના હાથની પાણીપૂરીઓ ન મળે, મસાલા ઢોંસાની જેમ પ્લેટમાં મળે, પણ જે મજો ભૈયાના હાથની પૂરી-પકોડી ખાવામાં આવે, એ સાલું ત્યાં ન મળે. ‘આંઈ દેસ જેવાં ખારાં-તીખાં આંબોળિયાં તો તિયાં ય નો મળે.’ પણ બ્રધર પર્ટિક્યુલર બહુ. હેલ્થ માટે બહુ કેરફલ. વાઈફને પાણીપૂરી બહુ ભાવે એટલે અમેરિકાથી જ ચોખ્ખા પાણીની 50-75 નનેકડી બોટલો લેતા આવ્યા હોય. ‘ભૈયાજી, ઇસ પાણી મેં ડૂબોકર પકોડી ખિલાના... ઉપર સે મસાલા ભર દેના! મીઠી ચટણી જુદી દેના!’
બ્રધર આવે એટલે સગાંવહાલાં આમંત્રણો ઠોકવા મંડી પડ્યાં હોય. એમાં શું છે કે, એ લોકોનાં તો કોઈ સગાં ઇંગ્લેન્ડ-અમેરિકા હોય નહીં ને બ્રધરને જમવાનું કીધુ હોય એટલે બ્રધર એ લોકો માટે Twix, Mars, Bounty અને Snickers જેવી વીસ-પચીસ ચોકલેટો લેતા આવે એટલે પાર્ટી ખુશ! અડધી તો મમ્મી-પપ્પા ને ડોહા રાત્રે ફ્રીઝ ખોલીને ખાઈ ગયાં હોય! જોકે, બીજી વખતે બ્રધર આવે ત્યારે એમને ડિનરનું ઇન્વિટેશન આપવું કે નહીં, એનો આધાર બ્રધર એ લોકો માટે શું-શું લેતા આવ્યા છે, એની ઉપર હોય છે. દુનિયાભરના બ્રધરો ત્યાંની ‘વન ડોલર શોપ’માંથી પેન-પેન્સિલ, ટોર્ચ, ટેણિયાંઓ માટે જર્સી, કાકા માટે વાંચવાનાં ચશ્માં કે ઘડિયાળો લેતા આવે. આપણે તો Made in USA લખેલું જોઈને જ ખુશમખુશ! પણ પહેલી વાર બ્રધરે આવું કાંઈ લાવવામાં કંજૂસાઈ કરી હોય તો બીજી વખતે ડિનરના આમંત્રણમાં નાટકો થવા માંડે.
‘એ
સન-ડે તો આવો
જ.’ એમાં બ્રધર
હા પાડી દે તો
પેલા તાબડતોબ
આખો સન-ડે
ફેરવી નાખે,
‘ઓહ ન્નો... આ
સન-ડે તો મારે
સુરેન્દ્રનગર જવાનું
છે. સોરી, એ
પછી ક્યારે
ફાવે?’
સાલું
પેલાને જ્યારે
ફાવતું હોય એ
બધામાં આમની
સ્ટોરીઓ તૈયાર
હોય,
‘ઓ મમ્મી
ગોડ... આ
ફ્રાઇ-ડે તો
મારા ઘેર
કિટ્ટી રાખી
છે. બધી બહુઓ
અહીં આવશે ને
તોફાન મચાવશે.
એ પછી ક્યારે ય
ફાવે એવું
નથી?’
બ્રધર
આવે એ તો બહુ
ગમે, પણ જાય
ત્યારે જીવો
બળે. આવ્યા હોય
ત્યારે ત્યાંથી
દાદાજી માટે
સ્વેટર, ભાઈ
માટે દાઢી
કરવાનું રેઝર,
ભાભી માટે
નાકની ચૂની,
છોકરાંવ માટે
સાન્ટાક્લોઝનાં
લાલમલાલ કપડાં,
વાઇફ માટે
મોર્નિંગ-વોકના
સ્નીકર્સ ને
મારા માટે બહુ
લાંબું ચાલે
એવું આલિંગન.
એની બો’નને
સરખી રીતે
સાચવવા માટે!
હજી સાંજે
બ્રધરને અહીંની
વાટી દાળના ખમણ
બહુ ભાવે, એ બે
કિલો લઈ આવેલો.
ઘરના બધાએ
મળીને માંડ
ત્રણ ઢેફાં
ખાધાં. બાકીનાં
વધેલા ખમણ
ફલેટની નીચે
ઊભા રહીને
વેચવા તો ન
બેસાય, બા
કેવાં ખિજાય?
પણ બ્રધર જવાના
હોય એના બે
દિવસ પહેલાથી,
‘ભા’આય, તું
ખરેખર જાવાનો?
મારાથી તો શહન
નથ્થી થાતું
ભા’આય. બે-ચાર
દિ’ વધારે
રોકાણો હોત
તો? (...તો
સાલા મારે બીજા
આઠ કિલો ખમણ
વેચવા ફ્લેટ
નીચે ઊભા
રહેવું પડત!
સુઉંકિયો છો?)
બ્રધરની બહેને
ય પાછી પરણી તો
મને હોય, એટલે
ય કાંઈ ઓછી ન
હોય. જવાની
ફ્લાઇટની ટિકિટ
આપણા હાથમાં
હોય ને બે
દહાડા મોડો
પાછો જાય તો
બ્રધરની વાઇફ
તો ઠીક, ત્યાં
ગયા પછી પેલો
ડોનાલ્ડ ટ્રમ્પ
મારી નાખે.
જવાનું ખરેખર
કન્ફર્મ થઈ
ગયું હોય એમ આ
બ્રધરની
સિસ્ટરનો આગ્રહ
વધતો જાય,
‘ભાઆ’ય... તું
નો જ માઇનો, તી
નો જ માઇનો,
કાં? કાંય વાન્ધો
નંઈ. એક કામ
કર. આવતા વર્ષે
તું નો આવતો.
હું ને તારા
બનેવી એકાદ
આંટો મારી
જાશું. તું
વાંહે અમારી
ચિંતાયુ નો
કરતો!’
આમાં તો
પેલાને ઊભી-ઊભી
વોમિટો થાય કે
નહીં? એ
અત્યારથી આવતા
વર્ષે સાઉદી
અરેબિયા કે
સોમાલિયાની
ટૂરની ટિકિટો
બુક કરાવી લે,
પણ ઇન્ડિયા
પાછો ન આવે અને
અમને ય જવા ન
દે !
ગયા વર્ષે
વાઇફે બધરની
બ્રાન્ડ-ન્યૂ
બેન્ટલી કાર
કેલિફોર્નિયાના
ઝાડ સાથે
અથડાવી મારી
હતી.
એના
આગલા વર્ષે રામ
જાણે ઉતાવળમાં
એ કઈ ટ્રેનમાં
ચઢી બેઠી કે,
બીજે દિવસે
બપોરે ધોયળી
પોલીસો ઘેર
મૂકવા આવી
ત્યારે મારો
મૂડ ઊતરી ગયો
કે, ‘આ તો હજી
છે!’
બ્રધર પાછો કોઈ ધોયળીને પરણ્યો છે અને અમે ત્યાં જઈએ એટલે એ બંનેની વાતો વખતે ધોયળીના ચહેરા ઉપર બધુ મળીને 36, 557 હાવભાવો આવે અને દરેક ભાવ કેમ જાણે કહેતો ન હોય, ‘What Dose she say?’ બે વાર તો પેલી પાસે પરાણે ગરબા ગવડાવ્યા, એનો વાઇરલ થયેલો વિડિયો જોઈને અડધુ અમેરિકા હસ્યું હતું.
પણ હવે તો બ્રધરને ખરેખર જવાનો ટાઇમ આવી ગયો.
દૂર
કોઈના ઘરમાં
કોક મરી ગયું
હોય, એવાં કરુણ
દૃશ્યો ઘરમાં
સર્જાય.
વિદાયનાં
દૃશ્યો તો
આપણાથી જોયાં ન
જાય, એટલાં
કરુણ હોય.
ભેટમભેટી ને
રડમરડી ને હાથ
તો હેઠો ન બેસે
બ્રધરને લાંબી
‘બાઆઆઆઆઆઆ...ય’
કીધા વિના!
મારો પ્રોબ્લેમ શું છે કે, હું કોઈનો બ્રધર નથી અને સાસરા સિવાય પરદેશમાં મારું કોઈ નથી, ક્યાં જવું?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો