8.8.19

'પ્રેમ' શબ્દ સાથે જોડાયેલી પ્રાઇસટેગની પણ ખબર રાખવી જરૂરી છે (કાજલ ઓઝા વૈદ્ય)


ઇમોશનલ ઈએમઆઈ: પહેલાં અને પછી!
કાજલ ઓઝા વૈધ




'પ્રાઇવેટ પર્સન છું. તું જ્યાં જઈશ અને જે કરીશ એ બધું જ અખબારમાં છપાયા વગર રહેશે નહીં. તારી સાથે જીવવાનો અર્થ છે મારી અંગત જિંદગી ખતમ થઈ જશે.' ડૉક્ટર હસનત ખાન કહે છે, પ્રિન્સેસ ઓફ વેઇલ્સ ડાયનાને, ફિલ્મ 'ડાયના'માં.


'હું પ્રસિદ્ધ છું એની ખબર તમને મારી સાથેના સંબંધમાં પ્રવેશતાં પહેલાં જ હતી. હું મારી જિંદગી કે વ્યક્તિત્ત્વને બદલી શકું એમ નથી, એ મારા હાથમાં જ નથી.' ડાયના આંખમાં આંસુ સાથે આ વાત ડૉક્ટર હસનતનું પાત્ર ભજવતા નવીન એન્ડ્રુઝને કહે છે.


ડાયના  વિશે બ્રિટિશ અખબારોએ જાતજાતની અને ભાતભાતની લોકવાયકાઓ વહેતી કરી હતી. જેમાંની એક અફવા, જે વર્ષો પછી સત્ય પૂરવાર થઈ એ હતી, લંડનમાં કામ કરતા હાર્ટ અને ફેફસાંના સર્જન ડૉક્ટર હસનત ખાન સાથેનો સંબંધ!  2013માં બનેલી ફિલ્મ 'ડાયના'માં બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધની એ કથા કહેવામાં આવી છે, જેમાં  બે જુદી પર્સનાલિટી અને તદ્દન જુદી માન્યતા ધરાવતાં બે જણાં ગમે તેટલો પ્રયાસ કરે, પરંતુ સંબંધને ટકાવી શકતાં નથી.



હસનત ખાન પોતાની જિંદગી બંધ બારણાની પાછળ જીવવા માગતા હતા. જે ડાયના જેવા પબ્લિક ફિગર, પ્રસિદ્ધ વ્યક્તિ સાથે અસંભવ હતું. આ પ્રશ્ન ઘણા લોકો સાથે થતો હોય છે. જેને પ્રેમ કરતાં હોઈએ એ વ્યક્તિ સાથેનો સંબંધ શરૂ થાય, ત્યારે બધું જ સારું લાગે છે. આપણે એ વ્યક્તિને ઓળખતાં જ હોઈએ છીએ, એની નબળાઈઓ, એની સારાઈ બંને આપણને ખબર હોય છે. મોટાભાગના લોકો એ સમજણ અને જાણકારી સાથે જ સંબંધમાં દાખલ થતાં હોય છે, પરંતુ એક વાર સંબંધમાં પ્રવેશ્યાં પછી આપણે બધું આપણી રીતે ગોઠવવું હોય છે. એ વ્યક્તિને સંપૂર્ણપણે બદલવી કે આપણને અનુકૂળ કરી લેવી એ આપણી જરૂરિયાત જ નહીં, જીદ બની જાય છે. ફિલ્મ 'ડાયના'માં આ વાત  સરસ રીતે મૂકવામાં આવી છે. ડાયના પોતાના તરફથી સામાન્ય થવાનો અને જીવવાનો પૂરો પ્રયાસ કરે છે. એ એક વિગ બનાવડાવે છે, જેનાથી એના સોનેરી વાળ અને જાણીતી હેર સ્ટાઇલ સંતાઈ જાય. એ પોતાના બટલરની ગાડી લઈ હસનત સાથે કન્ટ્રી સાઇડ પિકનિક કરવા જાય છે. એનાથી જે કંઈ બની શકે તે બધું જ કરવા છતાં જે એના હાથમાં નથી એ વિશે કોઈ પણ વ્યક્તિ શું કરી શકે? ડાયના સાથે પણ કદાચ એમ જ થાય છે. હસનત જ્યારે એની સાથેના સંબંધમાં દાખલ થાય છે ત્યારે એ જાણે જ છે કે ડાયના પ્રસિદ્ધ છે. એ જ્યાં જશે ત્યાં એની પ્રસિદ્ધિ એની પાછળ આવશે જ અથવા તો એની પહેલાં પહોંચી જશે, પરંતુ એના પરિણામોની કલ્પના એમને પ્રેમમાં પડતી વખતે નથી, કદાચ!


ડાયના જ શું કામ? વિશ્વની કોઈ પણ પ્રસિદ્ધ વ્યક્તિને પ્રેમમાં પડવાનો અધિકાર નથી? એની અંગત જિંદગી અને એની કારકિર્દીને જુદી નહીં રાખી શકાય તે વાત એને પ્રેમ કરનાર વ્યક્તિએ સમજવી જ પડે. પ્રસિદ્ધ વ્યક્તિ પોતે કદાચ એ બે જિંદગીઓને જુદી રાખવા માટે  પ્રયાસ પણ કરે છે, તો એ પ્રયાસની નોંધ લેવાની જવાબદારી એ વ્યક્તિની છે, જે એને પ્રેમ કરે છે. કોઈ આપણી અંગત જિંદગીમાં દખલ દે તો આપણે શું કરી શકીએ? ડાયનાના બીબીસીના ઇન્ટરવ્યૂ પછી ડૉક્ટર હસનતના ઘર પાસે ભેગા થયેલા પત્રકારોને જોઈને હસનતની મન:સ્થિતિ બદલાઈ જાય છે. એ ભૂલી જાય છે કે ડાયના ફક્ત એના માટેના પ્રેમને ખાતર છેક લાહોર, એના ઘર સુધી જવાની હિંમત દાખવી શકે છે.


આપણે બધા જ પ્રેમને 'પ્રેમ' તરીકે જોઈ શકતા જ નથી. આપણને પ્રેમ પણ આપણી ફ્રેમમાં ફિટ કરવો હોય છે. મુક્ત, વહેતો, સ્વતંત્ર, પાંખો ફફડાવતો, આકાશ માપી શકતો પ્રેમ મોટેભાગે કોઈને પચતો નથી. જેને પ્રેમ કરતાં હોઈએ એ વ્યક્તિએ આપણે બનાવેલી ફ્રેમમાં ફિટ થઈ જવું પડે, તો જ આપણે આપણો પ્રેમ 'કન્ટિન્યૂ' કરી શકીએ. નહીં તો એ સંબંધ પૂરો થઈ જાય! 
કેવી નવાઈની વાત છે! 
બધું જાણી, સમજીને સંબંધમાં પ્રવેશેલી એક વ્યક્તિ માટે ધીરે ધીરે એ સંબંધની નાની-નાની બાબતો મોટી થતી જાય, જે વાત સમજદારીથી નિભાવવાની હતી એ સમસ્યા બની જાય! સવાલ ફક્ત ડાયના કે હસનતનો નથી, વિશ્વભરના એવા લોકોના પ્રણયસંબંધનો છે, જેમણે પ્રેમમાં પડતી વખતે અને પ્રિયજનને પામી ગયા પછી બે જુદા સ્ટારન્ડર્ડઝમાં પોતાના સંબંધને તોળીને એને ગૂંચવી નાખ્યો હોય. પ્રેમમાં પડતી વખતે કોઈ વિચારતું નથી, એવું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે, પ્રેમ કરાય નહીં, થઈ જાય છે, પરંતુ પ્રેમમાં વિચાર્યા વગર પડી ગયા પછી જે ગણતરી અને વિચાર શરૂ થાય છે, જે ગમા-અણગમા અને પસંદ-નાપસંદ વિશેની સમજણ વિકસે છે એ બધું એટલા માટે પછીથી થાય છે, કારણ કે આપણને 'પ્રેમ' શબ્દ સાથે જોડાયેલા મૂલ્ય અથવા પ્રાઇસટેગની ખબર નથી હોતી. એ સંબંધનું બિલ આવે ત્યારે સમજાય છે કે આના ઈએમઆઈ કેટલા મોટા હશે અને કેટલા બધા વર્ષો સુધી ભરવા પડશે !


બની શકે તો બીજી વ્યક્તિને એ સંબંધમાં ઘસડતાં પહેલાં આપણે સમજી લેવું જોઈએ કે એનું વ્યક્તિત્વ અને એની સાથે જોડાયેલી બીજી બાબતોને આપણે પચાવી શકીશું કે નહીં. 

KAAJAL OZA VAIDYA

LIVE- જીવનને બરાબર જીવો. (મોહમ્મદ માંકડ)

LIVE.
જીવનને બરાબર જીવો.

મોહમ્મદ માંકડ



થોર્ન્ટન વાઈલ્ડરના એક નાટક ‘અવર ટાઉન’માં એક યુવાન સ્ત્રી એકાએક મૃત્યુ પામે છે, પરંતુ મૃત્યુ થયા પછી તેને તેના જીવનનો એક દિવસ જીવવાની એક તક ફરી આપવામાં આવે છે. એ યુવાન સ્ત્રી પોતાની વીસમી વર્ષગાંઠનો દિવસ પસંદ કરે છે. એ દિવસ તેને પૂરેપૂરી તીવ્રતાથી જીવી લેવાની, જાણી લેવાની ઝંખના હોય છે. બધું જ જોઈ લેવાની, જાણી લેવાની અને માણી લેવાની ઉત્કટ ઈચ્છા હોય છે.

પરંતુ તેને એ જોઇને અફસોસ છે કે જે ઉત્કટતા એ પોતે અનુભવતી હતી એવી કોઈ ઉત્કટતા તેના કુટુંબીજનો અનુભવતા નહોતા. કુટુંબીજનોમાં એ અંગેની કોઈ સમજણ જ નહોતી. તેના સગાંવહાલાં અને કુટુંબીઓ એમની જિંદગીના દિવસને બેફિકરાઈથી વેડફી રહ્યાં હતાં. એને જિંદગી જીવવાનો એક દિવસ જ મળ્યો હતો એટલે જિંદગી વિશે એને જે અનુભૂતિ થતી હતી એવી અનુભૂતિ બીજાઓને સ્વાભાવિક રીતે થતી જ નહોતી. આખરે વિશાળ ધરતી સામે જોઈને અફસોસથી બોલી ઊઠે છેઃ “ ઓ સુંદર ધરતી, ઓ પૃથ્વી! તું કેટલી અદ્ભુત છે! કેટલી ભરપૂર છે! પરંતુ ત્યાં જીવનાર કયો મનુષ્ય તારા સૌંદર્યને જોઈ શકે છે! આહ! જીવન જીવવું તે કેટલું રહસ્યમય અને ભર્યું ભર્યું છે, પરંતુ માણસને તેની ક્યાં ખબર છે?! અને આ ભરપૂર જિંદગીમાંથી આખરે તે ખાલી હાથે જ વિદાય લે છે.”

આ નાટકથી આપણને અહેસાસ થાય છે કે લાખો-કરોડો માણસો પોતાનું જીવન આમ જ વેડફી રહ્યા છે. એકવીસમી સદીમાં માણસે સમજવા જેવો કોઈ શબ્દ હોય તો તે છે LIVE. જીવનને બરાબર જીવવું, અનુભવવું, તેના પ્રત્યે સજાગ રહેવું અને જીવનનો જે સ્વાભાવિક ક્રમ છે તે પ્રમાણે હરેક પળ કે ક્ષણને જીવવી.

આમ તો આ શબ્દ સામાાન્ય લાગે છે, પરંતુ એકવીસમી સદીમાં આપણે સૌ કદાચ ઘણું ઉતાવળિયું, અધકચરું જીવન જીવી રહ્યા છીએ એ જોતાં એમ લાગે છે કે હવે પછી આ શબ્દ LIVE કદાચ સૌથી ઉપયોગી શબ્દ થઈ પડશે. આજે આપણે એટલા ઉતાવળમાં હોઈએ છીએ કે જિંદગીને જીવવાના બદલે કદાચ ભાગમભાગ જ કરી રહ્યા છીએ. જીવન જીવવું એટલે ખાવું પીવું અને અસ્તિત્વ ટકાવી રાખવું એટલો જ એનો અર્થ નથી, પરંતુ એનો અર્થ ઘણો વિશાળ છે. 
જોન ગાર્ડનરે પણ તેના એક લેખમાં આવો જ પ્રશ્ન કર્યો છે કે એકવીસમી સદીમાં જીવનારને સાચી શિખામણનો એક શબ્દ કહેવાનો હોય તો તમે એ કયો શબ્દ કહેશો?
તેણે અનેક માણસોને, અનેક મિત્રોને, કાર્યક્રમો અને સંમેલનોમાં જુદી જુદી રીતે પૂછીને જુદા-જુદા શબ્દો જાણ્યા પછી અગત્યનો શબ્દ પસંદ કર્યો : 
LIVE.
જીવનને બરાબર જીવો.

પરંતુ આ LIVE એટલે શું?
એક એવી અસ્પષ્ટ રેખા દોરી શકાય કે જેની ઉપર માણસ હોય ત્યારે તેને પોતે જીવંત હોય એમ લાગે છે. એ રેખાની નીચે જયારે એ ડૂબેલો હોય ત્યારે માત્ર શ્વાસના ટેકે નાશવંત શરીરને એ ટકાવી રાખતો  હોવાનું અનુભવે છે.

સ્ટુઅર્ટ ચેઈઝે કેટલીક અવસ્થાઓ બતાવી છે જેમાં માણસને પોતે ‘જીવે છે’નો અનુભવ થાય છે અને બીજી કેટલીક અવસ્થાઓમાં એને ફક્ત  ‘હોય છે’ એવો અનુભવ થાય છે.

જ્યારે તમે કશુંક સર્જનાત્મક કામ કરો છો ત્યારે તમે તમારી જિંદગી જીવો છો. જ્યારે તમે લખો છો, ચિત્રકામ કરો છો, મકાન બનાવો છો અને એ કામને તમે ચાહો છો ત્યારે તમે જીવંત હો છો.

જ્યારે તમે પર્વત સામે ઊભા રહો છો કે પર્વત ઉપર ચડવાનો પ્રયત્ન કરો છો, સમુદ્ર સામે નજર કરો છો અને તારાઓ તમારા હૃદયના ધબકારા સાથે મળી જાય છે, કુદરત સાથે તમે ઓતપ્રોત થઈ જાવ છો ત્યારે તમે જિંદગીને તમારામાં દોડતી અનુભવો છો.

પ્રેમ એ જીવ છે. જ્યારે તમે નિસ્વાર્થ અને નિખાલસ પ્રેમ કરો છો કે નિખાલસ પ્રેમ પામો છો ત્યારે તમે જીવનને પામી શકો છો.

વેદના એ પણ જિંદગીનું રૂપ છે. જ્યારે તમને દુઃખનો ખટકો લાગે છે ત્યારે તમારા લોહીમાં જિંદગી ધબકવા લાગે છે.

જ્યારે તમને કકડીને ભૂખ લાગે છે અને પછી ખાવાનું શરૂ કરો છો અને તરસ લાગ્યા પછી તમારા હોઠને પાણીનો સ્પર્શ થાય છે ત્યારે તમે જિંદગીનો સ્વાદ માણી શકો છો.

દિવસ આખાના કામ પછી જ્યારે તમે ઊંઘમાં પડો છો ત્યારે તમે જિંદગીના ઝરામાં ડૂબકી મારો છો એ તમને નવી તાજગી આપે છે, નવું જીવન આપે છે.

જ્યારે તમે દિલ ખોલીને હસો છો ત્યારે તમારા અણુએ અણુમાં જિંદગી ખીલી ઊઠે છે અને તમે જીવંત હોવાનો અનુભવ કરો છો.

ભૂખ વિના જમવાનું, તરસ વિના પીવાનું આદતના જોરે ઊંઘવાનું માણસના પ્રાણને હરીલે છે.

જ્યારે તમે કામના આનંદને બદલે નિરર્થક વેઠ કરતા હોવાનું અનુભવતા હો, પરાણે દાઢી કરતા હોકે કપડાં બદલતા હો અને એમાં તમને કોઈ રસ ન હોય ત્યારે તમે મૃત થતા જાવ છો.

જ્યારે તમે ક્રોધ કરો છો, ઈર્ષા કરો છો, લોભ કરો છો ત્યારે એક અંધારી ખાઈમાં પ્રવેશ કરો છો અને જીવનથી તમે દૂર ખસતા જાવ છો.

એકની એક વસ્તુઓ, ચહેરાઓ, શહેરો, દીવાલો, શેરીઓ માણસની સંવેદનાને બુઠ્ઠી કરી નાંખે છે અને જીવન સાથેનો એનો સંપર્ક તૂટતો જાય છે.

અનેક ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિ માનવીના જીવનમાં આવે છે. વ્યક્તિ કોઈ એક જ સ્થિતિમાં હંમેશાં રહી શક્તી નથી. સંસારી મનુષ્ય હજારો પરિસ્થિતિઓથી ઘેરાયેલો રહે છે, પણ એણે સપાટીથી ઉપર તરતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમાં જ જીવંત રહેવાનો એ અનુભવ કરી શકે છે.

મને લાગે છે કે એકવીસમી સદીમાં ઉતાવળિયું અને અધકચરું જીવન જીવતા લોકો માટે સામાન્ય લાગતો શબ્દ ‘LIVE હવે પછી કદાચ સૌથી અગત્યનો શબ્દ થઈ પડશે.

MOHAMMED MANKAD

10 questions everyone must ask himself to discover true self

The following are a set of 10 questions that everyone must ask themselves in order to discover their true self.

1. What about myself do I like most?


Perhaps the most important goal in one’s life must be to achieve inner peace and this is not possible without accepting yourself for who you are. Hence why the first question must be, ‘What about yourself do you like and appreciate the most?’ By preparing a list of things you like about yourself, self-acceptance is built.

2. What aspects of my life do I wish to see a change in?
Just as important as knowing the positive things, equally necessary is to ask oneself, ‘What aspects of my life do I wish to see a change in, with regards to myself?’ This helps to improve the quality of you as a person by working on your negative aspects.

3. What are my fears?

Confronting one’s fears is a big milestone, conquering of the fears and insecurities is only possible when you recognize what these fears are- hence the next thing you should be asking yourself is, ‘What are your fears? What holds you back?’
“Fear is only as deep as the mind allows” – Ralph Waldo Emerson

4. What am I grateful for?

Gratitude is one of the most important virtues of a person. In order to understand and appreciate all the things that hold value and render you thankful for, you must ask yourself, ‘So far in my life, what are all the good things and who are all the people in my life I should be thankful for?’This lets you access all the people who mean the most to you but most importantly who has been there for you in times of despair.

5. Am I happy doing what I’m currently doing?

Another life-changing question everyone must ask themselves periodically is whether they are actually happy doing what they are currently doing. Is it really what you wanted to be doing or are you just following instructions of those who have dictated to you that this is how life should be? If the answer is no, then you must ask yourselves what can be done to change this.

6. What are the most important things I’ve learned in life?

Another question that proves very helpful when addressed regularly is the one that asks, ‘So far in life what are the most important things that you have learned?
Which of the lessons have been life-changing and what changes have you brought about- positive and negative to your life based on these lessons?

7. Who inspires me the most and what is it that inspires me about them?
Very insightful questions to ask yourself is, “Who is the person who inspires you the most and what is it about this person that inspires you? “- This will give you an important outlook on what exactly is it that you are working towards and what necessary personal changes must you make in accordance with achieving these goals.

“We must let go of the life we have planned, so as to accept the one that is waiting for us.” – Joseph Campbell

8. How important is money to me?

‘How important is money to me?’ This is a very important question as it determines not only your goals in life but also helps you discover what exactly your priorities are and whether or not you are assigning your time and resources towards what is most important to you.
In case the answer is that money is not a priority, then it leads you to the question of what exactly is your current priority and what should you be doing for this.

9. Where do I see myself in 5, 10 and 20 years?

Only when you recognize and accept your goals in a realistic and achievable manner keeping in mind your duties and responsibilities towards your family, can you work towards your goals as per your maximum potential and dedicate yourself towards realizing all of them in the order that you want to.

10. What do I believe in?

‘Do I believe in the idea of God? What does God represent in my life? Identifying with a religion irrespective of what you are born into highlights your moral principles in life and reflects what exactly you believe to be good and to be wrong.

A person who believes in God is seeking security and a modem of self-reassurance as well as a conscience upon which they can build a set of values and virtues abide by for a life with the least regrets. The belief in God shows that such persons need the responsibility of being answerable to someone who checks out their actions.
Asking yourself the above-mentioned questions shall act as a guide in your path of self-discovery and realizing your goals and passions before time runs out.
It also helps you to prioritize who and what means the most to you and whether you are dividing your attention correctly respective of the priority you have assigned.

जगाओ अपने अंदर सोये पड़े गीत को

जगाओ 

अपने अंदर 

सोये पड़े गीत को
Osho





प्रत्येक मनुष्य एक गीत लेकर पैदा होता है 
लेकिन बहुत थोड़े-से सौभाग्यशाली लोग हैं
जो उस गीत को गाकर विदा होते हैं।
अधिक गीत अनगाए ही मर जाते हैं।
यही जीवन की पीड़ा है,
यही विषाद है।
यही जीवन की चिंता और संताप है।

जब तक तुम्हारा गीत गाया नहीं गया है, तब तक तुम हो या नहीं बराबर है।
जब तक तुम्हारा बीज नहीं टूटा, तब तक तुम्हारा होना एक आभास मात्र है,
एक छाया-भर,
एक परछाईं!
जिस दिन तुम्हारा गीत प्रकट होगा . . .
और ध्यान रहे, वह तुम्हारा हो!
वह बुद्ध का न हो, महावीर का न हो, कृष्ण का न हो, मेरा न हो--
वह तुम्हारा हो!
और सभी बुद्धों ने यही कहा है।
किसी के गीत दोहराने नहीं हैं।
किसी को भी कार्बन कापी बनकर मर जाना नहीं है।
उससे बड़ा कोई दुर्भाग्य नहीं है।

मूल बनों! अपने को प्रकट होने दो।
खोजो अपने भीतर,
कहां तुम्हारा खजाना दबा है?
तलाशो,
टटोलो!
तुम भी हीरा लेकर आए हो।
परमात्मा ने किसी को भी बिना पाथेय के भेजा नहीं है;
पूरी यात्रा का सारा प्रबंध करके भेजा है।
वह सब दिया है जो तुम्हें जरूरी पड़ेगा। वह सब दिया है जो तुम चाहते हो।
और इतना दिया है जितना तुम कभी चाह नहीं सकते हो।

जब जीवन की संपदा मिलती है तो आश्चर्यचकित होकर यह पता चलता है कि हम तो कौड़ियां मांगते थे और उसने हीरों के ढेर दे रखे हैं।
हम तो कुछ छुद्र की मांग किए बैठे थे,
उसने विराट दे रखा है।
हम तो पदार्थ मांगते थे, परमात्मा स्वयं हमारे भीतर मौजूद है।
सम्राटों का सम्राट् तुम अपने भीतर लिए बैठे हो;
पर सोया पड़ा है,
तुमने जगाया नहीं,
तुमने पुकारा नहीं।

धर्म और कुछ भी नहीं है,
अपने भीतर सोए पड़े गीत को जगाने की प्रक्रिया है।
तुम्हारे मन में,
तुम्हारी समाधि है।
तुम जो-जो बाहर तलाश रहे हो,
तलाशो लाख, पाओगे नहीं।
क्योंकि जिसे तुम बाहर तलाश रहे हो वह तलाश करनेवाले में ही छिपा है।



(ज्‍योति से ज्‍योति जले)

ओशो

7.8.19

તમારી આ બાબત મને બહુ ગમે છે! (રામ મોરી)


રામ મોરી





‘’ગમવું’’.  
આ ઘટના એ સૃષ્ટિમાં મળેલું સૌથી મોટું વરદાન છે.  કોઈ આપણને બહુ ગમે કે કોઈ આપણને બહુ ગમાડે એ બંને ઘટના ડિવાઈન છે.  ગમતી વ્યક્તિ વીશે વિચારતા હોઈએ ત્યારે ચહેરા પર આપોઆપ સ્મિત આવી જાય. 

કોઈ આપણને ખરેખર બહુ જ ગમતું હોય ત્યારે એની સાથે જોડાયેલી બધી જ ઘટનાઓ, બધી જ બાબતો  ગમવા લાગે.  ગમતી વ્યક્તિ સાથે વાત કરીએ, એને મળીએ કે એના ફોટોસ જોઈએ ત્યારે આપણા શરીરમાં એક નવી ચેતના દોડવા લાગે. બધું ટેન્શન ભૂલી જવાય છે. તાજગી અનુભવાય છે. 

ગમતી વ્યક્તિ જ્યારે આપણી સાથે હોય ત્યારે એક અલગ જ પ્રકારના વ્રાઈબેશન્સ આપણે અનુભવી શકતા હોઈએ છીએ.....

એક મિનિટ.

પણ આપણે અહીં ગમતી વ્યક્તિની વાત નથી કરવાના. 
તો? 

આપણે તો એ બધાની વાત કરવાના છીએ જે આપણને ગમે તો છે પણ આપણે એમને ક્યારેય કહી શક્યા નથી કે તમે મને ગમો છો કે તમારી આ બાબત મને ગમે છે કે પછી તમે આ જે કંઈ કરો છો એ મને બહુ ગમે છે!

આંખ બંધ કરીને એકવાર વિચારો. 
તમારી આસપાસ તમારી સાથે જોડાયેલા એવા કેટલાય લોકો છે જેની ઘણી બધી એવી બાબતો છે જે તમને ગમે છે પણ તમે કદાચ એને આજ સુધી કહ્યું જ નથી. 

કોઈ તમને દરરોજ ડ્રોપ કરે છે કે લીફ્ટ આપે છે એને તમે કહ્યું છે કે તું મને દરરોજ આ રીતે મુકી જાય છે કે લઈ જાય છે એ મને બહુ ગમે છે ? 

દરરોજ ટિફિનમાં ભૂલ્યા વગર ત્રણ પ્રકારના સલાડ કે પાપડ મુકતી પત્નીને ક્યારેય કીધું છે કે તું આ રીતે દરરોજ અલગ અલગ વેરીએશનના સલાડ મુકે છે તો મને એ ગમે છે ? 

પપ્પાને કીધું છે કે પપ્પા હું તમારી પાસેથી બે હજાર માંગુ ને હંમેશા તમે મારી ડિમાન્ડ ઉપર પાંચસો ઉમરીને આપો છો એ મને ગમે છે.  


મમ્મીને કીધું છે કે મમ્મી, તું મને દરરોજ આ રીતે ગરમા ગરમ રોટલીઓ આપે છે કે મારા માટે હાથરૂમાલને મોજા શોધી રાખે છે એ મને બહુ ગમે છે. 

તમારા રસોઈ બનાવતા મહારાજ કે રસોઈ બનાવનાર વ્યક્તિને વ્યક્તિગત રીતે મળીને તમારા હાથની રસોઈ મને બહુ ભાવે છે એવું કહ્યું છે ક્યારેય? 

તમને ઓફિસ કે ઘરે સહીસલામત પહોંચાડનાર ડ્રાઈવરનો આભાર માન્યો છે?  

તમારો જીદ કરતો કોઈ ભાઈબંધ હશે જેના પર જાહેરમાં તમે ઘણીવાર અકળાયા હશો પણ એને તમે ક્યારેય કીધું છે તે તું જીદ કરે છેને એ મને બહુ ગમે છે.  

તમારા નાના મોટા ભાઈ બહેન સાથે તમારી લડાઈ સતત ચાલતી હશે પણ તમે એમને ક્યારેય કહ્યું છે કે એ લડાઈ તમને બહુ ગમે છે!

હવે કેટલાક વિદ્વાનો કહેશે કે અરે ભાઈ, ઘરના અને આપણા લોકોને એવું તો વળી શું કહેવાનું કે આ ગમે છે ને આ નથી ગમતું! વેલ, એમની સામે દલીલ નહીં જ કરું એમને પ્રણામ. પણ એ સિવાય પણ કોઈના મનમાં આ સવાલ ઉભો થાય કે એવું કેમ કહેવું જોઈએ તો એનો જવાબ બહુ રસપ્રદ છે. 

જ્યારે તમને ખબર પડે કે તમારા જીવન સાથે જોડાયેલી કોઈ એક બાબત બીજાને બહુ ગમે છે ત્યાર પછી આપોઆપ એ બાબતની માવજત અનાયાસે તમારાથી વધી જવાની. મેં એક ઝેન કથા ક્યાંક વાંચેલી. એક માણસ આત્મહત્યા કરવા નીકળેલો અને રસ્તામાં એક અજાણ્યો માણસ એને મળ્યો. એ માણસે કહ્યું કે હું દરરોજ તમને આ રસ્તેથી પસાર થતાં જોઉં છું અને તમે જે ઝડપે ચાલીને જતા હો છો એ જોઈને મને બહું સારું લાગે છે. તમારી ચાલવાની ઝડપ મને ગમે છે. આત્મહત્યા કરવા જતો માણસ આ સાંભળીને અટકી ગયો. એને થયું કે યાર જીવન એટલું પણ નકામું નથી. આ જીવનમાં એવું પણ કોઈક છે જેને મારા જીવન સાથે જોડાયેલી કોઈ એક બાબત ગમી હોય અને એ માણસે આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો.


આ ઝેન કથા જ્યારે વાંચેલી ત્યારે પણ બહુ ગમેલી અને આજે પણ એટલી જ ગમે છે. તમે તમારા લોકોને જ્યારે ગમતી વાત કરશો, સામાવાળાની જીંદગીની એવી બાબતો જે તમને બહુ ગમે છે એ બાબતે ખુલીને ચર્ચા કરશો તો શું ખબર સામાવાળાને જીંદગી જીવવાનું કોઈ બહુ મોટું કારણ મળી જાય. 

એક પ્રયત્ન કરી જોજો. 

તમારી સાથે જોડાયેલી કોઈ વ્યક્તિનો હાથ પકડીને એમની બાજુમાં બેસીને એમને કહેજો કે તમારી આ બાબત મને ખૂબ ગમે છે. તમે જોજો એના ચહેરાના રંગો. તમને આખી વાત રૂબરુ સમજાઈ જશે.

જીવનમાં દરેક સમયે દરેક લોકો સુખી નથી તો દરેક લોકો દુ:ખી પણ નથી જ. 
લોકો ટકી જાય છે એકબીજાના ઈમોશન્સના આધારે. 
માણસો જીંદગી જીવી જાય છે જીવનમાં મળતા અમુક કોમ્પ્લિમેન્ટસના આધારે. આપણે ખોટા વખાણ નથી જોઈતા પણ હુંફ તો જોઈએ જ. કોઈ આપણને ગમાડે છે એ જીવન દ્વારા મળેલી સૌથી મોટી ભેટ છે. કોઈને ગમાડવું કે કોઈ ગમે એ ખરેખર ગુનો નથી અને ત્યાં સુધી ગુનો નથી જ્યાં સુધી એમાં બીજા કોઈનું અહિત ન થતું હોય. બાકી જીવન સુંદર છે જો કોઈને ગમાડી શકો, તમે પણ સુંદર છો જો તમને કોઈ કારણ વગર પણ ગમે છે. કોઈને ગમાડવા માટે બહુ બધા કારણોની જરૂર નથી ને ગમાડવા માટે કારણ જોઈએ તો એ ગમાડવું નહીં છેતરવું ને છેતરાવવું છે. 

ગમો ને બીજાને ગમવા દો!