17.11.16

अदभुत है आनंद उसका - ओशो

~~~अदभुत है आनंद उसका ~~~
Osho Fragrance

मनुष्य को बनना है दर्पण ;
चुप,
एक लहर भी न हो मन पर ।

तो उसी क्षण में,
जो है ........
उसी का नाम
परमात्मा हम कहें ,
सत्य कहें,
जो  भी नाम देना चाहें ।
नाम से कोई फर्क नहीं पड़ता है ।
नाम के झगड़े सिर्फ बच्चों के झगड़े हैं ।

कोई भी नाम दे–दें –
एक्स ,वाय ,जेड कहें तो भी चलेगा ।

वह जो है ,
अननोन ,
अज्ञात ,
वह हमारे दर्पण में प्रतिफलित हो जाता है
और हम जान पाते हैं ।

तब है आस्तिकता ,
तब है धार्मिकता,
तब धार्मिक व्यक्ति का जन्म होता है ।

अद्भुत है आनंद उसका ।

सत्य को जानकार कोई दुखी हुआ हो ,
ऐसा सुना नहीं गया ।

सत्य को बिना जाने कोई सुखी हो गया हो,
ऐसा भी सुना नहीं गया ।

सत्य को जाने बिना आनंद मिल गया हो किसी को ,
इसकी कोई संभावना नहीं है ।

सत्य को जानकर कोई आनंदित न हुआ हो ,
ऐसा कोई अपवाद नहीं है ।

सत्य आनंद है ,
सत्य अमृत है ,
सत्य सब कुछ है –

जिसके लिए हमारी आकांक्षा है
जिसे पाने की प्यास है,
प्रार्थना है ।

- ओशो



 


10.11.16

ગૌરાંગ ઠાકર : દરરોજ સૂર્ય જોંઉ તો વિસ્મય થયા કરે






ખુલ્લું હ્રદય છે કોઇ ભલે પારખા કરે,
પણ બારણું નથી કે બધાં આવ જા કરે.

દુશ્મન તો એક પણ મને જીતી શક્યો નહીં,
હારી હું જાંઉ એમ કોઇ મિત્રતા કરે !

આથી વિશેષ કૈં જ મને જોઇતું નથી :
દરરોજ સૂર્ય જોંઉ તો વિસ્મય થયા કરે.

દીવો ભીતર વિલાસમાં જીવી રહ્યો હશે,
નહિંતર ન બંધ બારણે હુમલો હવા કરે.

મરજી પડે તો મોજથી અજવાળુ અવગણું,
પણ શી મજાલ રાતની કે બાવરા કરે.

ગૌરાંગ ઠાકર



મધુ રાય : પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી



 



મધુ રાય :
પરમાત્માની અસીમ કૃપાથી 


આચાવળાઈ, વાયડાઈ ને રોમાન્સથી થરથરતો લેખ લખાય છે ત્યારે અમેરિકાના પૂર્વકિનારે સત્તર માળની તુરંગની ભીતર સ્વૈચ્છિક નજરકેદ છે ગગનવાલા. આજે છે અમેરિકાનાં છેલ્લાં 100 વરસનો વિક્રમભંજક સૌથી ઠંડોગાર અવળચંડો વેલેન્ટાઇન્સ ડે, ધગધગતા રોમાન્સનો દિવસ, ઊર્મિના ઉદધિનો અવસર, દિલ કેરાં અરમાન જાહેર કરવાનું જશન ને ગોપિત પ્રેમના ઇજહારનો ચાન્નસ. સખીના હાથમાં હાથ નાખી ડિનર પર લઈ જવાની ડેટનો શિરસ્તો માઇનસ વન ડિગ્રી ફેરહિટમાં સટાક ઊડીને કાગડો બની જાય છે ને કોઈ નટખટ કન્યા મેસેજ મોકલે છે કે અંકલ, આજે ખજૂર ખાજો તો કહી શકશો કે તમને 'ડેટ' મળી છે.

નઠારા લોકો કહે છે કે વેલેન્ટાઇન ફેલેન્ટાઇન નથ્થિંગ! ડબલ્યુટીએચ! ખજૂર જાય જહન્નુમમાં.
બે માસ ખાલી રહેલા ઘરમાં દાણાદૂણીના ડબ્બાનાં તળિયાં દેખાય છે, ફ્રીઝમાં સબડી રહેલાં શાકના અવશેષ હાંસી કરે છે, એલએમએઓ! આગબંબાનું પાણી આગને અડકે તે પહેલાં બરફ બની જાય છે. કન્સ્ટ્રક્શન કામ તાત્કાલિક સ્થગિત છે, કેમ કે ધસમસતા પવનમાં ઊંચી ઊંચી ક્રેઇનો પેપર કપની જેમ ફંગોળાઈ જાય છે. એક અઠવાડિયાથી ટાઢના કાયર ગગનવાલા ઘરની બહાર નીકળ્યા નથી. ક્યોંકિ રૂંછાળો રશિયન કોટ ને મૂછાળા ચાઇનીઝ ટોપાની બુકાની બાંધી બહાર નીકળો તો હૃદયમાં મદનનાં બાણને બદલે ગાલ ઉપર શિશિરની બર્છી જેવા કાપા પડે છે.

હિમડંખથી તમારું નાક ખરી પડવાની વોર્નિંગ સંભળાય છે. રસ્તે વેરાયેલા સ્નોને ઉસેડી ખસેડવા શહેર સુધરાઈની ટેન્કો ધસી રહી છે તમારી છાતી ઉપર. તમારા રોમાન્ટિક કાનમાં ઉત્તર ધ્રુવ ઉપરથી પુરપાટ ગતિથી સૂ સૂ કરતો વંટોળિયો સાંય સાંય કરે છે ને જામી ગયેલા સ્નોની લીસી સપાટી ઉપર તમારી સમતુલા ડગમગે છે, હલો રોમિયો! સન 1916માં થીજી ગયેલાં તરસ્યાં જુવાન હૈયાંનાં ડાકલાં ખીખી કરે છે, એલએમએઓ! તમે આજ સુધી જેને કહી નથી શક્યા તે–તે ક્રૂર પ્રેમિકાઓને છાનાછાના આઈહાર્ટયુના સંદેશ મોકલવા જાઓ ત્યાં આંતરડાં ઉર્દૂ અવાજે ખાવા ધાન માગે છે.

નાસિકામાં ઉષ્ણ પ્રણયના શ્વાસને બદલે ગળે છે પારદર્શક પાણી ને ગગનવાલા ટીવી ખોલી પોલિટિકલ ડાગલાઓની ડિબેટોના વિશ્લેષણ તરફ દોરવાય છે. ક્લિક ક્લિક ક્લિક, જૂઠા, ધુતારા ને કપટી લોકોનાં પાજી દ્વિઅર્થી વચનો ને પોલિટિકલ પંડિતોનાં ડાહ્યાંડમરાં વિશ્લેષણો, અને હલો! તે વચનો ને વિશ્લેષણોની વચ્ચે વચ્ચે તમારી બાબરી માટે લોશન ને બ્લડપ્રેશર માટે કોશન ને ખાવાપીવાસૂવા ને ચાહવા માટેની વિજ્ઞાપન અને સ્ક્રીનની નીચે લીટી લીટી વાવાઝોડાના, સાત ફીટ સ્નોની આગાહીના ને પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાના સંદેશા સરકે છે, તમારી મખૌલ કરતા મરકતાં મરકતાં.

પણ દિલ એટલે દિલ છે, યારો! આવા ગોઝારા કુદરતી તોફાનના દિવસે પણ દિલવાલા અમેરિકનોએ મિલિયન્સ ઓફ ડોલર્સનાં વેલેન્ટાઇન કાર્ડ્ઝ ખરીદ્યાં છે ને બિલિયન્સ ઓફ ડોલર્સની ચોકલેટથી પ્રણયસંગીને રીઝવવાના છે, કેમ કે દિલ મીન્સ ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ, યાહ? નઠારા લોકો કહે છે કે વેલેન્ટાઇન ફેલેન્ટાઇન નથ્થિંગ! લુચ્ચા વેપારીઓએ પોતાનાં કાર્ડ ને ચોકલેટ ફોકલેટ વેચાય તે માટે ઊભો કરેલો આ બનાવટી તહેવાર છે ને પાકિસ્તાનના મુલ્લાં કહે છે કે આ વેસ્ટમાંથી આયાત કરેલો શયતાની ત્યોહાર છે; ને ભારતીય સન્સક્રિતિના સંરક્ષકો પોકારે છે કે વેદોં મેં કહીં વેલેન્ટાઇન્સ ડે નહીં હૈ.

પરંતુ ટાઇમ મેગેઝિન કહે છે કે આજે ભલે કોમર્શિયલ નુસખો બની ગયો હોય, પણ દરઅસલ વેલેન્ટાઇન્સ ડેમાં વજૂદ છે. ચૌસર નામે કવિની કવિતામાં આવે છે કે 14મી સદીમાં 14મી ફેબ્રુઆરીનો દિવસ પંખીઓના પ્લે–મેટ્સ પસંદ કરવાનો દિવસ હતો. પંખીઓના એક્સટેન્શનથી બન્યો હશે પ્રેમીપંખીડાંના પ્રણયનો દિવસ, નો? એન્ડ 17મી સદીમાં શેક્સપિયરે 'હેમલેટ' નાટકમાં ઓફિલિયાની સુરાહીદાર ગરદનમાંથી ગીતના બોલ નીકળે છે: કલ હૈ વેલેન્ટાઇન્સ ડે, જાનુ, મૈં આઉંગી બનઠન કે શામ ઢલે, વેલેન્ટાઇન બનકે તુમ્હારી ખિડકી કે તલે. સમથિંગ લાઇક ધેટ.


તો પછી આ વરસે અમ્રિકામાં કુદરતનો આવો કુહર કેમ મચ્યો છે? વ્હાય? યુ નોવ વ્હોટ? ઇન્ડિયા ને પાકિસ્તાનના જુવાનિયાં આવી નાપાક હરકતોમાં ફેસબુક ઉપર છવાઈ ગયા છે, તેની આ તો કુદરતની પનિશમેન્ટ છે. જય ખજૂર!

__._,_.___





8.11.16

અશોક દવે - આજે કોનો હૅપી બર્થ ડે છે...?



અશોક દવે :
આજે કોનો હૅપી બર્થ ડે છે...?

 

બર્થ-ડે પાર્ટીઓનું તો કેવું છે કે ,  બર્થ-ડે પાર્ટીઓનું તો એવું જ હોય છે !

જમવાનું કીધું હોય એટલે તો જવું પડે જ ! અને ગયા પછી જમીને જ આવવું પડે. જમવું જરૂરી એટલા માટે છે કે , 
આપણા પર્સનલ કોઇ જાતના ઉમંગ-ઉલ્લાસ વગર ₹  ૫૦૦/-થી માંડીને  ₹ ૧ , ૦૦૦/-ની ગિફ્ટ રૅપરમાં વીંટાળીને લઇ ગયા હોઇએ , 
આપણા પોતાના કપડાં ઉપર મોંઘા ભાવના ફ્રેન્ચ-પરફ્યૂમો છાંટયા હોય , 
સોસાયટીવાળા આપણને જોઇ શકે ,  એ માટે ગાડીમાં બેસતા વારો વધારે લગાડી હોય , ( વાઇફોઝની વાત થાય છે ! - સ્પષ્ટતા પૂરી)
માણસને બદલે ભૂત થયા હોત તો વહેલા પહોંચત ,  એવા વિચારો   આવે એટલો રાક્ષસી ટ્રાફિક-જામ દર બબ્બે કીલોમીટરે.
ગાડીનું એ.સી. ચાલુ ન રાખો તો ફ્રેન્ચ-પરફ્યૂમને બદલે ઘાસલેટ છાંટીને નીકળ્યા હો ,  એવી વાસ મારે !
અને બસ્સો-અઢી સોનું પેટ્રોલ બાળ્યું હોય ,  એ બધું વસૂલ તો કરવું પડે !
આ કારણે ગયા પછી જમ્યા વિના પાછું ન અવાય ! 

આમ જોવા જાઓ તો પાર્ટીમાં ન જાઓ ને બહાર હોટેલમાં જમી લો તો બે જણનું   ₹  ૫૦૦-૭૦૦માં પતી જાય ,  પણ પાર્ટીમાં ગયા વિના કોઇનું ચાલ્યું છે?  એ પોતે રહેતા હોય બોપલમાં ને આપણે મણીનગરમાં ,  એટલે હોટલે ય બોપલવાળી રાખી હોય ,  એમાં આપણે એવા સિવાઇ જઇએ કે ,  એક બંગલો બોપલમાં ય રાખી લેવો સસ્તો પડે ! આના કરતા કોકના બેસણામાં જઇ આવવું સારૂં પડે! કોઇ ખર્ચો તો નહિ ને એક જ એરીયામાં બે-ત્રણ બેસણાં પતાવવાના હોય તો બહુ સસ્તાં પડે ! બર્થ-ડે પાર્ટીઓ એક જ એરીયામાં હોય ને બે પતાવવાની હોય તો ઉપરથી મોંઘી પડે...
જમવાનું એકમાં ને ગિફ્ટો બે ય માં ! સુઉં કિયો છો  ?

તમે જોઇ જુઓ કે ,  બર્થ-ડે પાર્ટીઓ આપણી પાસે કેટલું જુઠ્ઠું કરાવે છે ! ગાડીમાંથી ઉતરતી વખતે ગમે તેવો મૂડ હોય ,  પણ હૉટલના ગૅટ પર પહોંચતા મોંઢા ઉપર ખડખડાટ હસવાનું મહોરૂં પહેરી લેવાનું...! સાલું કઇ કમાણી ઉપર એના બર્થ-ડે ઉપર આપણને આટલી ખુશી થતી હોય... ?  એમને મળતા વ્હેંત કારણ વગરની   ' જોક્સો '  મારવાની ,  એ તો જુદું ! એના કરતા ય એની ફાલતુ જોક ઉપર આપણે હસવું પડે ,  એ હવે નથી પોસાતું... ભાઇ... નથી પોસાતું !

પાર્ટીમાં પહોંચી ગયા પછી ય ક્યાં સુખ હોય છે   ?  આપણી માફક દરેક પાર્ટીમાં પહોંચી જનારા ત્યાં હોય જ... આમંત્રણ ભલે ને નામનું મળ્યું હોય ! એમની સાથે પાછી દેશની સુરક્ષાની વાતો કરવાની તેમ જ મોદીએ શું કરવું જોઇએ ,  એની સલાહ પેલી પાર્ટીને આપણે આપવાની ! આપણું ધ્યાન વૅલકમ-ડ્રિન્ક્સ પીતી એની વાઇફ પર હોય ,  જેને ગુલાબી રંગની મૂછો ચોંટી હોય ! (સૌજન્ય ખાતરે ય... આપણાથી એ મૂછો કાઢી ય ન અપાય !... આમાં તો બન્નેની બાઓ ખીજાય !)

એક બાજુ બડી જોરોં કી ભૂખ લાગી હોય ને એ લોકો જમવાનું સ્ટાર્ટ કરતા ન હોય ,  કારણ કે હજી કૅક કાપવાની બાકી હોય ! કૅકો કપાવાના પાછા ટાઇમિંગો કોઇ ના હોય... એ તો મન થાય ત્યારે કપાય. આપણા જીવો અને પેટો અધ્ધર પહોંચ્યા હોય છતાં એ લોકોના મનો ના થાય.

આપણે હોટેલની બારી પાસે અદબ વાળીને ઊભા રહી રહીને કેટલું ઊભા રહીએ   ?  બહાર જોવામાં ય નીચે પાણી-પુરીની લારીવાળો દેખાતો હોય !

એ પછી ઘંટ વગાડીને કેક કાપવાની જાહેરાત થાય. હોળી પ્રગટાવવાની હોય ,  એની પહેલા ભક્તજનો એની આજુબાજુ ગરબાના આકારે ગોઠવાઇ જાય છે. બરોબર એ જ આકારે હૅપી બર્થ ડેની પાર્ટીમાં કૅકની આજુબાજુ આપણા   ' દેસીઓ '  ભક્તિભાવથી ગોઠવાઇ જાય છે.   એક તો ,  નાના છોકરાઓની જેમ મોંઢા ઉપર બાઘડા પહેરીને પાર્ટીમાં લેવા-દેવા વગરના બધા હસહસ કરતા હોય ,  એમાં બર્થ-ડે કોની છે ,  એની ખબર ન પડે. કારણ કોઇને ખબર નથી ,  પણ ફૂંકો મારવાની હોય ,  એની પહેલા લેવાદેવા વગરની લાઇટો ઑફ કરી દેવામાં આવે છે અને અંધારા ઘોરમાં ફોટોગ્રાફર બર્થ-ડે બૉયને   ' સ્માઇલ પ્લીઝ ' ની બૂમો પાડતો રહે... તારી ભલી થાય ચમના... તું તારે આડેધડ ફોટા પાડે રાખ ને... સૅલ્ફીના જમાનામાં તારા ફોટા જોવા કોઇ નવરૂં નથી ! સાલો છપ્પન વરસનો ઢાંઢો થયો હોય તો ય કહેવાય   ' બર્થ-ડે બોય ' !  જન્મદિવસ એની બાનો હોય તો એને   ' બર્થ-ડે બા '  કહેવાય   ?

મને ખબર નહિ કેમ ,  પણ કોઇની બર્થ-ડે પાર્ટીમાં ફૂંક મારેલી કૅક ખાવી ગમતી નથી. જેની બર્થ-ડે હોય ,  એણે સળગતી મીણબત્તીઓ હોલવવા થૂંક ન ઊડે ,  એ  રીતે મસ્સમોટી ફૂંક મારવાની હોય છે. એમાં ફૂંકે-ફૂંકે ફેર પડે.... ઘણાની મીણબત્તીઓ ત્યાંની ત્યાં ઊભી હોય ને કૅક સામેની ભીંતે  જઇને ચોંટે ,  એવી તોતિંગ ફૂંકો મારી હોય !

નાનું બાળક હોય તો હજી સમજ્યા. પણ ભરચક તમાકુ ખાનાર કે બીડીઓ પીનારાની બર્થ-ડે પાર્ટી હોય ,  એ પણ કૅક ઉપર ફૂંકો મારીને થૂંકો ઊડાડતો મીણબત્તાઓ હોલવે ,  એ તો ક્યાંથી સહન થાય   ?  કબડ્ડી-કબડ્ડી રમતો હો. ,  એમ આપણને કૅક ખવડાવવા ધસી આવેલો હાથ ધોયા વગરનો ચમનો સીધો આપણા મોંઢામાં નાંખે ,  એ ય મારાથી સહન ન થાય ! મને હજી આંખે પૂરતું દેખાય છે અને પ્લેટમાંથી મારી જાતે હું કૅક લઇ શકું એમ છું ,  છતાં , '' આઆઆ...આઆ ,  ચલો મોંઢું ખોલો જોઇએ... ચલો ,  આઆઆઆ...! ''  એમ પરાણે આખા પાર્ટામાં બધાના મોંઢા ખોલાવીને છેલ્લે એવા એંઠા હાથે આપણી પાસે આવ્યો હોય...  આપણાથી પાછી બહુ નાઓ ય ના પડાય ,  નહિ તો ઉત્સાહમાં આપણા નાકમાં કૅક પરોવી આવે !

પણ પાર્ટીનો મોટ્ટો મજો   ' હૅપી બર્થ ડે ટુ યૂ '  ગાવાનો... આઇ મીન સાંભળવાનો ,  આઇ મીન જોવાનો આવે છે. ગીત અંગ્રેજીમાં હોવા છતાં રામદેવ પીરનો હેલો ગાતા હોય ,  એવા સાદે એકસામટા તાળીઓ વગાડતા શરૂ થાય. એકે યની તાળી બીજા સાથે મેળની ન હોય ,  જાણે તીનપત્તીના પત્તાં ચીપતા હોય કે જયઆદ્યાશક્તિની આરતી ગાતા હોય એવી તાળીઓ સાથે કોઇ મેળ વગરનું   ' હૅપી બર્થ ડે ટુ યૂ... '  ગાવામાં જોડાય. ખરા ભરાઇ જાય ,  બર્થ-ડે બૉયનું નામ આવે ત્યારે ! કોકનો એ ડોહો મામો થતો હોય ,  કોકનો સસરો ,  કોકનો હજી આ ઉંમરે ય જમાઇ થતો હોય અને બાકીના માટે એ આજે ય   ' કાળીદાસભાઇ '  જ હોય અને આવા કાળીદાસભાઇને બર્થ-ડે સૉન્ગમાં બેસાડવામાં ભલભલા ભરાઇ જાય છે. ન સૂરનું ઠેકાણું રહે ,  ન પ્રાસનું કે ન આખા નામનું ! હવે આ ઉંમરે ડોહાના નામની આગળ   ' ડીયર '  લગાડવાની ક્યાં જરૂરત હતી ,  પરિણામે બર્થ-ડે સૉન્ગ ત્યાં જ પડતું મૂકીને કૅક ખવાઇ જાય!

સાચું પૂછો તો કૅક આપણા દેશની રીતરસમ નથી.કાપાકાપી આપણું કલ્ચર નથી. આપણા એકે ય તહેવાર કે પૂજનવિધિમાં છરી-ચપ્પા આવતા નથી.... અને ન જ રહેવાતું હોય તો કૅકને બદલે આખું છોડીયાવાળું નારીયેળ કાપવાનું રાખો ને !



4.11.16

દીપક સોલિયા : ગુરુતા : લઘુતાની અભિવ્યક્તિની એક આડકતરી રીત !



એક વાતની સો વાત
દીપક સોલિયા

બાજીરાવ મસ્તાની જોઈ? ફિલ્મ સારી છે. એની વાર્તા એવી છે કે અજોડ યોદ્ધો પેશ્વા બાજીરાવ પોતાની પત્ની કાશીબાઈને ખૂબ પ્રેમ કરતો હતો, છતાં એ મસ્તાની નામની એક મર્દાની રૂપવતીના પ્રેમમાં પડયો, એટલું જ નહીં, મસ્તાની સાથે લગ્ન કરીને એ સોતનના દીકરાનો બાપ પણ બન્યો. અલબત્ત, પહેલી પત્નીને એણે તરછોડી નહોતી. ના, ઊલટાનું, પ્રથમ પત્ની કાશીબાઈનો માન-મરતબો અને પેશ્વીણ બાઈ(પેશ્વાની મુખ્ય પત્ની) તરીકેનો કાશીબાઈનો રૂતબો-હોદ્દો બરકરાર રહે એ માટે બાજીરાવે પૂરતું ધ્યાન રાખ્યું. જીવનમાં બીજી સ્ત્રીનાં આગમન પછી પણ કાશીબાઈ પ્રત્યેનો બાજીરાવનો પ્રેમ સાવ ઠરી-મરી નથી જતો. ટૂંકમાં, બેય પત્ની સાથે બાજીરાવનું ગાડું જેમતેમ ચાલતું રહ્યું પણ એક દિવસ કાશીબાઈએ પોતાની નારાજગીનું હાર્દ સ્પષ્ટ કરતાં બાજીરાવને કહ્યું, 'બીજું બધું તો ઠીક છે પણ તમે મારુંં ગુમાન તોડી નાખ્યું.'
વર બીજી બાઈના પ્રેમમાં પડયો એ ઠીક છે. બીજી બાઈ સાથે વર પરણી ગયો અને બીજીના પેટે છોકરુંં જન્મ્યું એ પણ ઠીક છે. 'વો સબ તો ઠીક હૈ, પર તુમને મેરા ગુરૂર તોડ દિયા.' આ એક વાતે કાશીબાઈ બાજીરાવને માફ કરવા તૈયાર નથી.
વાત સમજવા જેવી છે. કાશીબાઈનાં જીવનનાં કેન્દ્રમાં એક ગુમાન હતું કે 'હું કોણ? હું પેશ્વીણ બાઈ, મહાન પેશ્વા બાજીરાવની પ્રાણપ્યારી પત્ની.' પોતે બાજીરાવનાં જીવનનું કેન્દ્ર છે એ વાતનું ગૌરવ કાશીબાઈનાં જીવનનું કેન્દ્ર હતું. એ ગૌરવ એટલું જોરદાર હતું કે લોકો સાથેનાં જાહેર વર્તનમાં તો ઠીક, કાશીબાઈ ઘરમાં એકલી ચાલી રહી હોય તો પણ એની ચાલમાં એ ગૌરવ દેખાય, પછી પતિનાં જીવનમાં બીજી ઓરતનું આગમન થવાથી કાશીબાઈનો રોફ, અભિમાન,ખુમારી તૂટી ગયાં. જીવનનું કેન્દ્ર જ હચમચી ગયું. જોકે પછી પણ દુનિયાની નજરમાં 'બાજીરાવની પ્રાણપ્યારી પેશ્વીણ બાઈ' તરીકેની પોતાની ઇમેજ અને મગરૂરી જાળવવાની મથામણો કાશીબાઈએ ચાલુ રાખી પણ એ તો તમાચો મારીને ગાલ લાલ રાખવાની કવાયત હતી. ગાલની અસલી લાલી તો વરનાં જીવનમાં બીજી સ્ત્રીનાં આગમન સાથે જ ગાયબ થઈ ચૂકી હતી.
ગુમાન-અભિમાન એ કોઈ મોટો સદ્ગુણ નથી, છતાં આપણામાંનાં લગભગ બધાં જ લોકોને અભિમાન-ગૌરવ ગમતું હોય છે. જ્ઞાતિની છોકરી બોર્ડમાં ૮૪ ટકા લાવે તો પણ આપણે જ્ઞાતિનું (અસલમાં ખુદનું) ગૌરવ પ્રગટ કરવા માટે સમારંભ યોજીએ છીએ. હિંદુવાદીઓ તો સ્પષ્ટ હિન્દીમાં કહે કે 'ગર્વ સે કહો હમ હિંદુ હૈ'. ભારતીય લોકો અમેરિકામાં પેપ્સી-ગૂગલના સીઈઓ બને ત્યારે ભારતમાં બેઠેલાં લોકોની છાતી ગજગજ ફૂલે.
આ ગર્વ શા માટે ?
ચડિયાતાપણા (સુપિરિયોરિટી) ની લાગણી આપણને આટલી બધી પ્યારી શા માટે હોય છે ?
સુપિરિયોરિટીની આ લાગણી છેવટે છે શું ?
જવાબ સાદો છે :

ઇન્ફિરિયોરિટી (લઘુતા) થી બચવા માટે માણસ સુપિરિયોરિટી અનુભવવા મથ્યા કરે છે.
કોઈ મહાન મનોવિજ્ઞાનીએ કહ્યું છે કે અસલમાં સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ જેવું કશું નથી હોતું. કોમ્પ્લેક્સ તો ફક્ત ઇન્ફિરિયોરિટીનો જ હોય છે. પોતાની લઘુતા-ઓછપ છુપાવવા માણસ ગુરુતા દેખાડવા મથે, તોછડાઈ દેખાડે, બીજાને ઊતરતાં ગણે... પ્રોબ્લેમ લઘુતા છે.
ગુરુતા તો લઘુતાની અભિવ્યક્તિની એક આડકતરી રીત માત્ર છે.
હું જો મારા ભારતના ભ્રષ્ટાચાર-ગરીબી-ગંદકીને લીધે લઘુતા અનુભવતો હોઉં તો એ લઘુતા છુપાવવા મારે એવા દાવા કરવા પડે કે બોસ, મારી ભારતીય સંસ્કૃતિ મહાન હતી અને વિમાનો તેમજ પ્લાસ્ટિક સર્જરી ભારતમાં જ શોધાયેલી. કમઓન, આજની તારીખે હિંદુ સંસ્કૃતિ જગતની એક અત્યંત આદરણીય પ્રાચીન સંસ્કૃતિ છે, વેદ-ઉપનિષદ-ગીતા ખરેખર સમૃદ્ધ ગ્રંથો છે, શૂન્યની શોધ ભારતમાં થયેલી... આ બધી હકીકતોને શાંતિથી ટાંકી જ શકાય, આમાં મિથ્યા-અભિમાનની કોઈ જરૂર જ નથી, છતાં પોતાના ધરમ વિશેનું ખોટું અભિમાન જગતના તમામેતમામ ધર્મના અનુયાયીઓ અનુભવે છે. ર્ધાિમક ગૌરવનું સૌથી વરવું રૂપ જોવું હોય તો આઈએસ(સીરિયા-ઇરાકમાં પેધા પડેલા ઉગ્રવાદીઓ) જુઓ. એ જગતમાં ખલીફા-રાજ સ્થાપવા માગે છે. આ તો એક્સ્ટ્રીમ(અંતિમ) ઉદાહરણ થયું, બાકી, પોતાના ધરમ-કોમ-દેશ-જ્ઞાાતિની વાત નીકળતાં આપણા સૌનાં નસકોરાં સહેજ ફુલાઈ જાય અને આપણે સહેજ તણાવપૂર્વક-આવેગપૂર્વક વાત કરવા લાગીએ... આવું શા માટે?
માણસ જ્યારે 'હું કોણ?' એ સવાલના જવાબમાં પોતાનાં મનમાં પોતાની જાત વિશેની જે છબી દોરે એમાં બે મુદ્દે બહુ ઘાટી રેખાઓ દોરે : લઘુતા અને ગુરુતા યાને કિ શરમ અને ગૌરવ. અસલમાં આ બેય લાગણીઓ પીડાની જ અભિવ્યક્તિ છે. લઘુતા એ પીડાની સ્પષ્ટ અભિવ્યક્તિ છે જ્યારે ગુરુતા એ લઘુતાની પીડાની આડકતરી અભિવ્યક્તિ છે. આ લઘુતા-ગુરુતાની લાગણીઓ આપણી સ્વ-છબીના, આપણી ઓળખના મુખ્ય રંગો બની રહે છે.
આ છબી રચનાર જે છબીકાર છે એ છે 'નકલી હું'.
'નકલી હું' પોતાની નકલી છબી બાબતે બહુ જ પઝેઝિવ-પ્રોટેક્ટિવ હોય છે. કોઈ બીજી વ્યક્તિનાં વર્તનથી પણ આપણી આ છબી ખરડાય ત્યારે આપણે કાશીબાઈ-મોડમાં આવી જઈએ છીએ. કાશીબાઈ એના વરની બેવફાઈ તો માફ કરી શકી પણ એના મનમાં એની પોતાની જે છબી હતી એ તૂટી એ વાતે કાશીબાઈ પોતાના વરને માફ ન કરી શકી.
મારી છબીની મસ્તી નહીં, મારી ઇમેજ સાથે ચેડાં ન જોઈએ, મારી ઓળખનું નામ નહીં લેવાનું... આ જે આગ્રહ છે એ આપણા સૌના 'નકલી હું'ની મૂળભૂત જીદ હોય છે. પોતાની ઓળખનું ગુમાન અને પોતાની ઓળખનો ક્ષોભ આ બેય 'પીડા'ને'નકલી હું' જડથાની જેમ વળગી રહેવામાં માને છે, કારણ કે એ પીડાઓ 'નકલી હું'નું હાર્દ છે, આવામાં કોઈ આવીને મારી લઘુતા-ગુરુતાની આ પાયારૂપ ઓળખ પર (કાશીબાઈના બાજીરાવની જેમ) પ્રહાર કરશે તો! મારી આત્મછબી ખરડાઈ જશે તો! આ ચિંતાને લીધે 'નકલી હું' એટલે કે તમે ને હું સતત એક આછી બેચેની અને અસ્વસ્થતા અનુભવતા હોઈએ છીએ.
 
લઘુતા-ગુરુતાની ગ્રંથિઓ સમગ્ર માનવજાતને કનડતી એક અત્યંત ગંભીર સમસ્યા છે. અસલમાં આ બિનજરૂરી ગ્રંથિઓ છે. આ ગ્રંથિઓ વિના જીવી જ શકાયઊલટાનું વધુ સારી રીતે જીવી શકાય. પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ અને ઠીક ઠીક હદે બાળકો પણ લઘુતા-ગુરુતાના ભાર વિના જીવે જ છે. આપણે પણ એવી રીતે જીવી શકીએ. વ્હાય નોટ?
__._,_.___