માઉન્ટ આબુમાં બ્રહ્નકુમારીની સંસ્થાના જે આધ્યાત્મિક વડા હતા તે દાદી જાનકીને મળવા હું ભાગ્યશાળી થયો છું. તેમણે કહેલું કે જીવનની ફિલસૂફી બહુ ઊંડી નથી. તમને દરેક વ્યક્તિ પ્રત્યે કમ્પેશન-કરુણા હોવી જોઈએ અથૉત્ પ્રેમ હોવો જોઈએ. કોઈ બીજો જીવ દુ:ખી હોય તો તેને પ્રેમ આપવો જોઈએ.
કોઇમ્બતુરના ઈશા ફાઉન્ડેશનવાળા સદ્ગુરુ જગ્ગી વાસુદેવે કહેલું કે જગતમાં કે ભારતમાં યુદ્ધ હોય કે ન હોય, પણ આપણે ડરેલા રહીએ છીએ. દુ:ખથી ભાગીએ છીએ. તમારા મનમાંથી બીજા માટેનો ધિક્કાર કાઢી નાખો એટલે તમામ સમસ્યા ઊકલી જાય છે. પ્રેમનું જ સામ્રાજ્ય ફેલાવા દો.
એક જમાનો હતો જ્યારે ‘રામરાજ્ય’ હતું કારણ કે બધા એકબીજાને ચાહતા હતા. જે માણસ પાસે થોડુંક વધુ હોય તો તે જેની પાસે નથી હોતું તેને આપતો અને જો કંઈ ન હોય તો પછી પ્રેમ આપતો. ‘રામરાજ્ય’ માત્ર અયોધ્યામાં જ નથી હોતું જ્યાં પ્રેમ હોય છે ત્યાં ‘રામરાજ્ય’ છે.
માનવી માટે આજે પ્રેમની સૌથી વધુ જરૂર છે. એટલા માટે કે જે પ્રેમાળ હોય અને પ્રેમ આપતો હોય તે જ સતત ઊંચો થતો જાય છે. પ્રેમ તમને કોઈ પણ ચીજ હાંસલ કરવાનું કૌવત બક્ષે છે. પ્રેમ તમને હરેક અવરોધો કે કેલેમિટઝિ કે આવી પડેલાં દુ:ખોનો સામનો કરવાની શક્તિ આપે છે. આખરે માનવીને શું જોઈએ છે?
‘એ ટાઈમ ટુ બી ફ્રી’ નામના પુસ્તકના લેખક જે. બી. ડબ્લ્યુ કોવરે કહ્યું છે કે
આપણે જેમ જેમ આધ્યાત્મિક રીતે વિકસતા જઈએ છીએ તેમ તેમ આપણે બીજાઓને અનકંડિશનલ લવ આપતાં શીખીએ છીએ. પ્રેમમાં કોઈ બંધન ન ખપે. લેતી દેતી ન ખપે. શરતો ન ખપે.
ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ
30.8.11
28.8.11
News Views Reviews: ઓશોઆશ્રમ અને ગરિબાઈ!
ઓશો સાથેની એ પ્રથમ મુલાકાતઃ
હિન્દુસ્તાન મેં વિચાર મર ગયા હૈ ! ઓશોની દિનચર્યા : વેઇટ લિફિટંગથી લઇને પુસ્તકો અને ભોજન
રજનીશ તેમની કોલેજ લાઇફમાં કેવા હતા?
એમને દિવ્યજ્ઞાન ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત થયું?
આ સંસ્મરણોમાં તમામ એવી વાતો છે
જે રજનીશનો આપણે કદી ન જોયો હોય એવો ચહેરો દેખાડે છે...
વૃક્ષ નીચે તેઓ બેહોશ અવસ્થામાં પડયા હતા. પણ કદાચ ભીતર એક પ્રચંડ ચેતના જાગી ઉઠી હતીએમને દિવ્યજ્ઞાન ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત થયું?
આ સંસ્મરણોમાં તમામ એવી વાતો છે
જે રજનીશનો આપણે કદી ન જોયો હોય એવો ચહેરો દેખાડે છે...
22.8.11
मैं ये कैसे मान जाऊँ के वो दूर जा के रोये
मेरी दास्ताने हसरत वो सुना सुना के रोये
मुझे आझमाने वाले मुझे आझमाके रोये
कोई ऐसा एहले दिल हो के फसाना -ऐ - मोहब्बत
मैं उसे सुनाके रोऊँ, वो मुझे सुनाके रोये
मैं हूँ बे-वतन मुसाफिर , मेरा नाम बे-कसी है
मेरा कोई भी नहीं है जो गले लगाके रोये
मेरे पास से गुज़र के मेरी बात तक ना पूछी
मैं ये कैसे मान जाऊँ के वो दूर जा के रोये
मेरी आरज़ू की दुनिया दिले-नौत्वां की हसरत
जिसे खोके शादमां थे, उसे आज पा के रोये
तेरी बेवफ़ाईयों पर तेरी कजअदाईयों पर
कभी सर झुका के रोये , कभी मुंह छुपा के रोये
जो सुनाई अंजुमन में शब-ऐ-गम की आपबीती
कई रो के मुस्कुराये , कोई मुस्कुराके रोये
[जनाब सैफुद्दीन सैफ]
17.8.11
કહાણી ભાઈ ચિચોડાની અને ગઢિયા ગોળની..
દરબારો સાથે કે વારતહેવારે કણબી-પટેલના આમંત્રણથી અમે વાઢે જઈએ. ત્યાં ઊનો ઊનો ગોળ ખાઈએ. હરીફાઈ ચાલે. કોણ વધારે થાય છે ? જેને જેટલો ખાવો હોય તેટલો ખાવાની છૂટ. (તે વખતનું ગ્રામપ્રજાનું વાત્સલ્ય યાદ આવતાં આંખમાંથી આંસુની ધારા વહે છે.
કડામાં રસ ઉકળવા માંડે ને ભમરિયું પડે ત્યારે ‘કોઈક પોકારી ઉઠે ઃ ‘એ... ઈ. કડા ઘુ્રબકે પડી.’ ગોળ બનતો હોયને કડા ઘુ્રબકે પડે (ઉભરાવા માંડે) એટલે ફીણમાંથી પાતળો સુવાસિત ગરમ ગોળ છાલિયામાં જ સીધો લેવાનો. તે થોડો જ ખાવાનો હોય પણ તેની મિઠાશ અને મજા એટલે બસ અમૃત જ જોઈ લ્યો ભાઈ ! કામશ (કચરો) લેવાઈ ગઈ હોય ને સરસ બદામી ફીણ ઉભરાતા હોય ત્યારે વાંકા વળીને છાલિયા વડે કડામાંથી એ ફીણ લઈ લેવાના. જેવી અદ્ભુત તેની મિઠાશ તેવો અલૌકિક તેનો રંગ !
વાઢ કરનાર કણબી પટેલનો પોરહા ય એવો હોય. તે ગામના શેઠ, શાહુકારો, રાજપૂત-દરબારો, કાઠી દરબારો, નોકરિયાતો, અમલદારો, સગાં વહાલા, બહેનો-દીકરીઓ, ભાણેજો અને મોટિયારોને શેરડી ખાવા હોંશેહોંશે વાઢે તેડાવે. માંડવામાં ગોદડાં ને રજાઈયું પાથરીને બેસાડે. ચિચોડાને ધોઈ, શેરડીના સાંઠાની છાશ કાઢી આદુ ને લીંબુ નાખી રસના બોઘરણા તૈયાર કરાવી સૌને છાલિયાં ભરી તાણ્ય કરી કરીને પિવરાવે. પછી અશેળિયો નાખેલો ગરમ ગરમ ગોળ એરંડાના પાંદડામાં મૂકીને ખાવા આપે. ગરમ ગરમ ગોળ મેસુબ જેવો મીઠો લાગે હો ભાઈ.વાઢ ઉપર ‘રસિયો ગોળ’ પણ તૈયાર થાય. ઇલાયચી અને ભગરી ભેંસનું ઘી નાખીને બનાવેલો ગરમ રસિયો ગોળ એકવાર ચાખો તો એનો સ્વાદ તમને જીવનભર યાદ રહી જાય.
ગોળ માગવા આવેલા કોઈને નિરાશ કરવામાં આવે. ભરપેટે શેરડી ને ગોળ ખવરાવે. એ કાઠિયાવાડનો કૃષિ સંસ્કાર.
લોકગાયક રતિકુમાર કહે ‘ખાવાથી ને ખવરાવવાથી કોઈનું ખૂટી પડતું નથી. દેઈ દેવ ગણાય, રાખે ઈ રાક્ષસ કહેવાય. લોભ એ લંગોટી છે ને ઉદારતા એ ઓવરકોટ છે. આવી ઉદારતા લોકજીવનમાં હતી, એમાંય હવે તો ઓટ આવવા માંડી છે.
આવી છે કહાણી ભાઈ ચિચોડાની અને ગઢિયા
14.8.11
પ્રકૃતિની સમીપે
Every child is an artist.
The Problem is how to remain an artist when he grows up.
Pablo Picaso
પ્રકૃતિથી નિકટ હોવું એટલે સર્જનાત્મક હોવું.
સાચો કલાકાર પ્રકૃતિની નિકટ હોય છે. બાળક પણ.દરેક બાળક કલાકાર હોય છે.
સમસ્યા એ છે કે બાળક જેમ જેમ મોટું થતું જાય છે, એની ઉંમર વધતી જાય છે
સાચો કલાકાર પ્રકૃતિની નિકટ હોય છે. બાળક પણ.દરેક બાળક કલાકાર હોય છે.
સમસ્યા એ છે કે બાળક જેમ જેમ મોટું થતું જાય છે, એની ઉંમર વધતી જાય છે
તેમ તેમ એનું કલાકાર બની રહેવું મુશ્કેલ બનતું જાય છે.
પરમાત્માનો જે ભાગ દ્રશ્ય બની ગયો છે તે પ્રકૃતિ છે*
અને જે હજી અર્દશ્ય છે તે પરમાત્મા છે.*
બસ, પ્રકૃતિ જ લીન થતાં થતાં પરમાત્મા બની જાય છે અને
પરમાત્મા જ પ્રગટ થતાં થતાં પ્રકૃતિ બની જાય છે. [ઓશો]
એટલે જ જેનો આત્મા દિવ્ય છે. જાગૃત છે
તેનું શરીર વૃદ્ધ હોવા છતાંય એમાં એક બાળક સદૈવ જીવતું હોય છે.
એમને જીવવાની કલા સહજ હોય છે.
એવા માણસો જીવી જાય છે,
જ્યારે કેટલાક માત્ર જીવી ખાય છે.
ગાંધીજી વૃદ્ધ થયા ત્યારે પણ એમનામાં બાળપણ અકબંધ રહ્યું.
હંમેશાં નિર્દોષ અને નિર્મળ રહી શક્યા
અને જીવન જીવવાની કલામાં શ્રેષ્ઠ કલાકાર સાબિત થયા.
પણ આપણી વિડંબના એ છે કે
સુખને પામવાના ધમપછાડામાં
જે કંઇ પ્રકૃતિદત્ત છે,
પ્રકૃતિગત છે અને
પ્રકૃતિસ્થિત છે તેને પણ
જાણે અજાણે વિકૃત કરતા રહીએ છીએ,
ક્યારેક વિકાસના નામે તો ક્યારેક સુધારાના બહાના હેઠળ.
ખલીલ જિબ્રાને ‘The Prophet’માં બાળકો વિશે લખ્યું છે તે આ સંદર્ભે ઉલ્લેખનીય છે.
‘તમે તમારા બાળકોને પ્રેમ આપજો
પણ તમારી કલ્પનાઓ નહીં
કારણ,
તેમને એમની પોતાની કલ્પનાઓ છે.
તમને એમના શરીરને રહેવા ઘર આપજો,
પણ એમનાં આત્માને નહીં.’
[* મૂળ લેખમાં ક્ષતિ હોવાથી અહી અને બીજે ઘણે ઠેકાણે સુધારાઓ કર્યા છે]
13.8.11
તમે બુદ્ધ છો, તમે અંકુરિત થઈ રહેલા બુદ્ધ છો
ક્ષર-અક્ષર - વિનોદ ડી. ભટ્ટ
ઓશો કહે છે, યાદ રાખો, ‘બુદ્ધ’ એ ગૌતમ બુદ્ધનું નામ નથી. બુદ્ધ એ એક ઉચ્ચ અવસ્થા છે, જે તેમણે પ્રાપ્ત કરી હતી. તેમનું નામ તો ગૌતમ સિદ્ધાર્થ હતું પછી એક દિવસ તેઓ બુદ્ધ બન્યા. એક દિવસ તેમની બોધિ, તેમની બુદ્ધિ પૂર્ણપણે ખીલી ઊઠી અને તેઓ બુદ્ધ કહેવાયા.
દરેક વ્યક્તિ બુદ્ધ થવાની ક્ષમતા ધરાવે છે. તમારા અંતરમાં રહેલું બીજ જો અંકુરણ પામે અને મહાકાય વૃક્ષ તેમાંથી ખીલે ત્યારે તમે બુદ્ધની અવસ્થાએ પહોંચી શકો.
બુદ્ધનાં અતિ સુંદર અને સરળ હૃદયસૂત્રો વ્યાપક જનસમુદાય સુધી પહોંચી શકે, તેવા શુભ આશયથી બુદ્ધના હૃદયસૂત્ર ઉપરના ઓશોનાં મૂળ અંગ્રેજી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ, ‘હૃદયસૂત્ર’ નામે ઉપનિષદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયો છે.
હૃદયસૂત્રનું અન્ય એક સુંદર સૂત્ર છે.
‘ભગવતીને - પ્રજ્ઞાની પરિપૂર્ણતાને,
સુંદર અને પવિત્ર ને નમસ્કાર!’
ઓશો કહે છે,
“હું તમારી અંદર વસતા બુદ્ધને નમસ્કાર કરું છું,
કદાચ તમને એ વાતનો ખ્યાલ નહીં હોય.
કદી સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય કે તમે બુદ્ધ છો.
બૌધિત્વ તમારા અસ્તિત્વનું હાર્દ છે.
પરંતુ તમે ગાઢ નિંદ્રામાં છો.
તમે જાણતા નથી કે તમે કોણ છો.
તમારે બુદ્ધ બનવાનું નથી,
પરંતુ તમારે કેવળ એ સમજવાનું છે કે તમારે તમારા પોતાના મૂળ સ્ત્રોતમાં પાછા જવાનું છે,
તમારે તમારી અંદર દૃષ્ટિ કરવાની છે.
તમારી જાત સાથેનો તમારો સંઘર્ષ તમારા બૌધિત્વને અભિવ્યક્ત કરશે
તમારા હૃદયમાં એ વાત ધરી રાખો કે તમે બુદ્ધ છો.
તમે બુદ્ધ છો તમે અંકુરિત થઈ રહેલા બુદ્ધ છો.
તમે એકાકાર બનવા સમર્થ છો.
કેવળ થોડી જાગૃતિની જરૂર છે.
થોડી વિશેષ ચેતનાની જરૂર છે-
ખજાનો તો ત્યાં જ છે,
તમારે કેવળ તમારા ઘરમાં એક નાનકડો દીવો લાવવાનો છે.
એક વાર અંધકાર અદૃશ્ય થતાં, તમે ભિખારી રહેશો નહીં, તમે બુદ્ધ હશો, તમે સાર્વભૌમ સમ્રાટ હશો, આ સમગ્ર રાજ્ય તમારું છે,
સવાલ કેવળ કહેવાનો છે, તમારે કેવળ દાવો કરવાનો છે.
જ્યારે ચિત્ત થંભી જાય છે અને કંઇ પણ પ્રાપ્ત કરવામાં રસ રહેતો નથી
ત્યારે તે બૌધિત્વ પ્રાપ્ત કરે છે
જ્યારે ચિત્ત પૂર્ણવિરામ પર આવીને ઊભું રહે છે ત્યારે તે કશે પણ જતું નથી, તે અંદર જવાનું શરૂ કરે છે
તે પોતાના જ અસ્તિત્વમાં - તે અગાધ ઊંડાણમાં ડૂબકી મારવાનું શરૂ કરે છે.
પૂર્ણ શૂન્યતા, અપ્રાપ્તિપણા દ્વારા પ્રાપ્ત થાય છે આથી પ્રાપ્તકર્તા ના બનો.
યાદ રાખો, મુક્તિનો અર્થ સ્વત્વની મુક્તિ એવો નથી. મુક્તિનો અર્થ છે
સ્વત્વથી, નિજત્વથી, તમારી જાતથી છુટકારો- મુક્તિ.
મુંબઈકર કોને કહેવાય ? -મન્નુ શેખચલ્લી
મન્નુ શેખચલ્લી
રવિવારે સાંજે બે કલાક સુધી બાબલાને રમાડયા પછી જો તમને ખબર પડે કે, આ તમારો નહિ, બાજુવાળાનો બાબો છે !
તમારા ગામડે ગયા હો ત્યાંની 'શાંતિ'ને કારણે તમારા કાનમાં ધાક પડી જતી હોય !
વાતવાતમાં તોફાની જોક્સ – મન્નુ શેખચલ્લી
2023ની એક બપોરે….
શૅરબજારનો એક સટોડિયો એક વાર રસ્તા પર જતો હતો ત્યાં અચાનક તેને એક્સિડન્ટ થઈ ગયો. વાહનની ટક્કરથી એ તરત જ બેહોશ થઈ ગયો. તરત જ તેને કોઈએ હૉસ્પિટલ પહોંચાડ્યો. હૉસ્પિટલમાં અનેક પ્રયત્નો કરવા છતાં તે હોશમાં જ ન આવ્યો. ઊલટો તે કોમામાં સરી ગયો. આમ પૂરાં 20 વરસ લગી તે કોમામાં રહ્યો. છેવટે સન 2023ની એક બપોરે તે અચાનક ભાનમાં આવી ગયો !
હૉસ્પિટલમાંથી છૂટીને તે સીધો જ સામેના ટેલિફોન બૂથ પર ગયો. ત્યાંથી તેણે શૅરબજારમાં ફોન લગાડ્યો હતો.
‘રિલાયન્સ ? દસ હજાર રૂપિયા !’
‘વાહ વાહ !’ સટોડિયો ખુશ થઈ ગયો, ‘હું તો લાખ રૂપિયા કમાઈ ગયો !’
પછી તેણે પૂછ્યું : ‘ઈન્ફોસિસ શું ભાવ છે ?’
‘ઈન્ફોસિસ પંદર હજાર.’
સટોડિયો તો નાચવા લાગ્યો, ‘વાહ ભઈ વાહ ! હું તો બીજા લાખ રૂપિયા કમાઈ ગયો ! અચ્છા, હલો, હિન્દુસ્તાન લિવરનો શું ભાવ છે ?’
‘હિન્દુસ્તાન લિવર પાંચ હજાર.’
‘પાંચ હજાર ?!’ સટોડિયો હવે કૂદવા લાગ્યો, ‘અને હલો…. વિપ્રો શું ભાવ છે ?’
‘વિપ્રો બાર બજાર.’
‘ક્યા બાત હૈ !’ સટોડિયો ગેલમાં આવી ગયો.
‘વાહ, શું મારાં નસીબ છે ! આજે તો હું ચાર લાખ રૂપિયા કમાઈ ગયો !’
છેવટે તેણે ફોન મૂકીને પી.સી.ઓ બૂથવાળાને પૂછ્યું : ‘કેટલા પૈસા થયા ?’
ફોનવાળો કહે : ‘કેટલા ફોન કર્યા ?’
‘બસ એક જ. અને એ પણ લોકલ.’
‘તો ચાર લાખ રૂપિયા લાવો.’
‘ચાર લાખ ?’ સટોડિયાની તો આંખો ફાટી ગઈ, ‘અલ્યા ભઈ, એક લોકલ ફોનના તો બે રૂપિયા હતા ને ?’
‘એ 2003માં હતા. આ 2023 છે !’
શૅરબજારનો એક સટોડિયો એક વાર રસ્તા પર જતો હતો ત્યાં અચાનક તેને એક્સિડન્ટ થઈ ગયો. વાહનની ટક્કરથી એ તરત જ બેહોશ થઈ ગયો. તરત જ તેને કોઈએ હૉસ્પિટલ પહોંચાડ્યો. હૉસ્પિટલમાં અનેક પ્રયત્નો કરવા છતાં તે હોશમાં જ ન આવ્યો. ઊલટો તે કોમામાં સરી ગયો. આમ પૂરાં 20 વરસ લગી તે કોમામાં રહ્યો. છેવટે સન 2023ની એક બપોરે તે અચાનક ભાનમાં આવી ગયો !
હૉસ્પિટલમાંથી છૂટીને તે સીધો જ સામેના ટેલિફોન બૂથ પર ગયો. ત્યાંથી તેણે શૅરબજારમાં ફોન લગાડ્યો હતો.
‘રિલાયન્સ ? દસ હજાર રૂપિયા !’
‘વાહ વાહ !’ સટોડિયો ખુશ થઈ ગયો, ‘હું તો લાખ રૂપિયા કમાઈ ગયો !’
પછી તેણે પૂછ્યું : ‘ઈન્ફોસિસ શું ભાવ છે ?’
‘ઈન્ફોસિસ પંદર હજાર.’
સટોડિયો તો નાચવા લાગ્યો, ‘વાહ ભઈ વાહ ! હું તો બીજા લાખ રૂપિયા કમાઈ ગયો ! અચ્છા, હલો, હિન્દુસ્તાન લિવરનો શું ભાવ છે ?’
‘હિન્દુસ્તાન લિવર પાંચ હજાર.’
‘પાંચ હજાર ?!’ સટોડિયો હવે કૂદવા લાગ્યો, ‘અને હલો…. વિપ્રો શું ભાવ છે ?’
‘વિપ્રો બાર બજાર.’
‘ક્યા બાત હૈ !’ સટોડિયો ગેલમાં આવી ગયો.
‘વાહ, શું મારાં નસીબ છે ! આજે તો હું ચાર લાખ રૂપિયા કમાઈ ગયો !’
છેવટે તેણે ફોન મૂકીને પી.સી.ઓ બૂથવાળાને પૂછ્યું : ‘કેટલા પૈસા થયા ?’
ફોનવાળો કહે : ‘કેટલા ફોન કર્યા ?’
‘બસ એક જ. અને એ પણ લોકલ.’
‘તો ચાર લાખ રૂપિયા લાવો.’
‘ચાર લાખ ?’ સટોડિયાની તો આંખો ફાટી ગઈ, ‘અલ્યા ભઈ, એક લોકલ ફોનના તો બે રૂપિયા હતા ને ?’
‘એ 2003માં હતા. આ 2023 છે !’
હવામાં ગોળીબાર બે હજાર વીસના હાસ્યલેખો...
હવામાં ગોળીબાર
બે હજાર વીસના હાસ્યલેખો...
ઓલ્ડ ટાઈમ્સમાં જોક્સ માટે પિપલ એસએમએસ સેન્ડ કરતા હતા. ધેટ ટાઈમ હાફ પિપલને હાફ જોક્સ બાઉન્સર જતી હતી. એ લોકા ફ્રેન્ડ્ઝ લોકાને ફોન કરીને જોક્સનું મિનીંગ પૂછતા હતા ! હાઉ ફની, નો?*********************
વન એનઆરઆઈ ગુજુ સેકન્ડ દેસી ગુજુને કેય ચેઃ ટમે ફ્રી ચો?
દેસી ગુજુ ઃ ના, હુ એક પર એક ફ્રી ચુ !
************************************
પૈસા બચાવવાની પચ્ચીસ રીતો ! – મન્નુ શેખચલ્લી
[http://gujratipremi.multiply.com/journal/item/27]
ઘરના લોકો અમથાઅમથા ફ્રિજ, વોશિંગ મશીન, ઘરઘંટી, પંખા, ગિયર, ગ્રાઈન્ડર-મિક્સર જેવી વસ્તુઓ વાપર્યા કરતા હોય છે. એટલે ઘરના સભ્યોને ખબર ન પડે એ રીતે અઠવાડિયામાં બે દિવસ ઘરનો ફ્યુઝ ઉડાડી દો !
***************************
ઘરની કામવાળીની આસપાસ આંટા મારો. તેની સાથે હસી હસીને વાતો કરો. તમારી પત્નીને શંકા જતાંની સાથે જ તે કામવાળીને કાઢી મૂકશે. અને નવી કામવાળીઓ કંઈ રસ્તામાં રેઢી પડી છે ? નવી ને આવતાં દિવસો જશે. ત્યાં સુધી તમારી પત્ની ઘરકામ કરશે અને તમે કામવાળીના પૈસા બચાવશો !
**************************
ક્રિકેટ મેચોની શરત લગાડો.
હંમેશાં એવી જ શરત મારો કે ભારત હારશે !
ગણી જોજો, સરવાળે ફાયદો જ છે !
*******************************
12.8.11
શિવ મહિમ્ન સ્તોત્ર
શિવ મહિમ્ન સ્તોત્ર |
बहलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः
प्रबलतमसे तत्संहारे हराय नमो नमः ।
जनसुखकृते सत्त्वोद्रिक्तौ मृडाय नमो नमः
प्रमहसि पदे निस्त्रैगुण्ये शिवाय नमो नमः ॥
प्रबलतमसे तत्संहारे हराय नमो नमः ।
जनसुखकृते सत्त्वोद्रिक्तौ मृडाय नमो नमः
प्रमहसि पदे निस्त्रैगुण्ये शिवाय नमो नमः ॥
જગત રચતા બ્રહ્માને, હું નમું રાજસ રૂપ જે,
નમું જગતના કર્તા, રૂદ્ર બન્યા તામસ રૂપ તે,
સુખ જગતને દેતા, વિષ્ણુ નમું સત્વ સ્વરૂપને ;
ગુણાતીત સ્વરૂપ તેજોમય સદાશિવને નમું ॥
નમું જગતના કર્તા, રૂદ્ર બન્યા તામસ રૂપ તે,
સુખ જગતને દેતા, વિષ્ણુ નમું સત્વ સ્વરૂપને ;
ગુણાતીત સ્વરૂપ તેજોમય સદાશિવને નમું ॥
આ ભક્તિપૂર્ણ સ્તોત્રથી તરબોળ થવા અહી ક્લિક કરો...
11.8.11
ગુજરાતમાં વસતી તમામ જ્ઞાતિ-જાતિઓ........ કોણ કેવી રીતે ‘આઇ લવ યૂ’ કહે છે
બુધવારની બપોરે
એક સીઘું સાદું ‘આઇ લવ યૂ’
http://ashok-dave.blogspot.in/
જૈન
સાંજના છ-પછી કોઇને પણ ‘આઇ લવ યૂ’ ના કહેવાય.
બ્રાહ્મણો
બ્રાહ્મણો ‘આઇ લવ યૂ’ પણ માંગી માંગીને બોલે છે
વૈષ્ણવો
આ લોકોમાં બઘું શ્રીનાથજી બાવાની કૃપાથી જ થતું હોય. જાતમેહનતનું કાંઇ નહિ
આ સુપર-ડુપર હાસ્ય-લેખ વાંચવા અહી ક્લિક કરો.
બહુ ખોટું થયું (બુધવારની બપોરે - અશોક દવે )
http://ashok-dave.blogspot.in/
ઘણાં એવું ભાવનામય બોલતા હોય છે કે, કાકો ય ઉપર બેઠો મુંઝાય કે, ‘હું હાળો ખોટો ઉપડી ગયો... અત્યારે જવા જેવું નહોતું !’
*****************
મિત્રો, ઘ્યાન રાખવું કે મૃત્યુ પ્રસંગે પંપાળવા માટે ફક્ત ખભો જ વપરાય છે. બગલની નીચે કે પડખામાં પંપાળો તો પેલાને ગલીપચી થાય ને સાલો કટાઇમે હસવે ચઢી જાય.
*****************************
આ એક જ ક્રિયા એવી છે કે એમાં કલા કે વિજ્ઞાન ન જોવાય.... હૃદયની ઉર્મિઓ જોવાય, થયેલું દુઃખ જોવાય... (હજી કંઈક ત્રીજું ય જોવાતું હોય છે, પણ મને અત્યારે બહુ યાદ નથી આવતું... કોઈ પંખો ચાલુ કરો.)
**************************
ગાડીનો કાચ સાફ કરવામાં અને ખભો પંપાળવા વચ્ચે ફરક ફક્ત સ્પીડનો છે. પોતું તો બન્ને જગ્યાએ મારવાનું છે, પણ અહીં, ‘‘મારે પછી બીજે ય જવાનું છે...’’ એટલે ઉતાવળ પૂરતો કોઈનો ખભો, ‘એક કામ પતે’ના ધોરણે સ્પીડમાં પંપાળી ના અલાય.
************************
સંસ્થાના ઘ્યાન પર એ ય આવ્યું છે કે, બેસણામાં જવાના બદલે કેટલાક મુમુક્ષુઓ નિરાંત મળ્યા પછી સ્વર્ગસ્થના ઘેર જાય છે પણ ત્યાં ગયા પછી શું કરવાનું, કેવું બોલવાનું અને કેટલું બેસવાનું તેની તાલીમ લીધી ન હોવાથી બાફી મારે છે. એ લોકો કાંઈ પણ બોલ્યા- ચાલ્યા વગર એવા ડઘાઈ ગયેલા મોંઢે બેસે છે કે, શોકગ્રસ્ત પરિવાર સમજે છે કે, આ લોકોના ઘરમાં ય કોક ઊડ્યું લાગે છે અને અહીં સામે ચાલીને ખરખરો કરાવવા આવ્યા છે. એ લોકો ઊભા થઈને આ લોકોને પાણી આપે છે.
****************
દિલાસો દેવાની સર્વોત્તમ પ્રથા જગતભરમાં શોધાઈ નથી. મળી આવે તો કહેવડાવજો. આપણે શરુઆત તમારાથી કરશું.
*****************
માઉન્ટ આબુ બુધવારની બપોરે - અશોક દવે
Gujarat Samachar :
આબુની પહાડીઓની લીલીછમ્મ ઝાડીઓના પગ ચાટતા ભીના ભીના રસ્તાઓ ઉપર આપણે ચાલવાનું, પણ એવા ચાલવાનો હવે કોઇ આનંદ ન હોય કારણ કે ચાલવાનું તો ૨૦-૨૫ વર્ષથી આપણી સાથે રેગ્યૂલર જે આવતી હોય એની સાથે જ ને? કમાવાનું શું?.... સાલું છતાં મોંઢું હસતું રાખવાનું.... કહે છે કે, પેલા જોકની જેમ, નખી તળાવમાં એક સાથે તરતા બગલા-બગલીમાં સાંજ સુધીમાં બગલી બદલાઇ જાય છે... આપણે તો આબુ હોય કે અંબાજી, એ જ જૂનો પુરાણો પેટીનો માલ વાપરવાનો!... કોઇ પંખો ચાલુ કરો હવે!
અમારા જામનગરનું એક ફૅમિલી પહેલી વાર આબુ આવ્યું હતું ને ફોગ તો ફિલ્મોમાંય નહિ જોયેલું, એમાં તો બગડ્યા, ‘‘...રાંઇન્ડનાં જામનગરના રીક્સાવારાંવ આંઇ આબુની હૉટલુંમાં પણ છોડતા નથ્થી...! આંઇ ઉપર આવીને ઘુમાડાં ગરકાવી જાઇ છે...!’’
**********************
ગુજરાતીઓ આબુ જઇને લસ્સીની માફક દારૂ પીવા માંડે અને પછી હોટેલની બહાર આવીને ઊલટીઓ કરે. હોટેલની પાછળ એમની વાઇફો ઊલટીઓ કરતી હોય... પરમેશ્વર એ બન્નેને સારા દિવસો દેખાડે!
***********************
આમ તો હરિભક્તો શ્રીકૃષ્ણજન્મની હોંશભેર ઉજવણી આબુ જઇને કરતા હોય છે, બાવન-પાનાની ગીતાના જ્ઞાનયજ્ઞો ગોઠવીને. અમારા માંકડ સાહેબ નાગર હોવાથી આ ભક્તિવંદનાને ‘રૂદ્રી’ કહે છે.
***************************
અંદર ગયેલો સમજે છે કે, બહાર ઊભેલાએ હવે જવાની જરૂર નથી... મેં પતાઇ દીઘું છે, એટલે મહીં બેઠો બેઠો મુસ્કુરાતો-મુસ્કુરાતો પ્રોજેક્ટ પૂરો કરતો હોય. બહાર ઊભેલા બધા ગીન્નાએ રાખે. કહે છે ને કે, ‘‘માંહી પડ્યા તે મહાસુખ પામે, દેખનારા દાઝે જોને...’’ એ શાંતિ-ઘાટ માટે કહેવાયું છે... લોકો ભજન સમજી બેઠા’તા...!
***************************
આ સુપર હિટ લેખ આખે-આખો વાંચવા અહી ક્લિક કરો.
આબુની પહાડીઓની લીલીછમ્મ ઝાડીઓના પગ ચાટતા ભીના ભીના રસ્તાઓ ઉપર આપણે ચાલવાનું, પણ એવા ચાલવાનો હવે કોઇ આનંદ ન હોય કારણ કે ચાલવાનું તો ૨૦-૨૫ વર્ષથી આપણી સાથે રેગ્યૂલર જે આવતી હોય એની સાથે જ ને? કમાવાનું શું?.... સાલું છતાં મોંઢું હસતું રાખવાનું.... કહે છે કે, પેલા જોકની જેમ, નખી તળાવમાં એક સાથે તરતા બગલા-બગલીમાં સાંજ સુધીમાં બગલી બદલાઇ જાય છે... આપણે તો આબુ હોય કે અંબાજી, એ જ જૂનો પુરાણો પેટીનો માલ વાપરવાનો!... કોઇ પંખો ચાલુ કરો હવે!
*********
અમારા જામનગરનું એક ફૅમિલી પહેલી વાર આબુ આવ્યું હતું ને ફોગ તો ફિલ્મોમાંય નહિ જોયેલું, એમાં તો બગડ્યા, ‘‘...રાંઇન્ડનાં જામનગરના રીક્સાવારાંવ આંઇ આબુની હૉટલુંમાં પણ છોડતા નથ્થી...! આંઇ ઉપર આવીને ઘુમાડાં ગરકાવી જાઇ છે...!’’
**********************
ગુજરાતીઓ આબુ જઇને લસ્સીની માફક દારૂ પીવા માંડે અને પછી હોટેલની બહાર આવીને ઊલટીઓ કરે. હોટેલની પાછળ એમની વાઇફો ઊલટીઓ કરતી હોય... પરમેશ્વર એ બન્નેને સારા દિવસો દેખાડે!
***********************
આમ તો હરિભક્તો શ્રીકૃષ્ણજન્મની હોંશભેર ઉજવણી આબુ જઇને કરતા હોય છે, બાવન-પાનાની ગીતાના જ્ઞાનયજ્ઞો ગોઠવીને. અમારા માંકડ સાહેબ નાગર હોવાથી આ ભક્તિવંદનાને ‘રૂદ્રી’ કહે છે.
***************************
અંદર ગયેલો સમજે છે કે, બહાર ઊભેલાએ હવે જવાની જરૂર નથી... મેં પતાઇ દીઘું છે, એટલે મહીં બેઠો બેઠો મુસ્કુરાતો-મુસ્કુરાતો પ્રોજેક્ટ પૂરો કરતો હોય. બહાર ઊભેલા બધા ગીન્નાએ રાખે. કહે છે ને કે, ‘‘માંહી પડ્યા તે મહાસુખ પામે, દેખનારા દાઝે જોને...’’ એ શાંતિ-ઘાટ માટે કહેવાયું છે... લોકો ભજન સમજી બેઠા’તા...!
***************************
આ સુપર હિટ લેખ આખે-આખો વાંચવા અહી ક્લિક કરો.
8.8.11
કાંતિ ભટ્ટ: મહાવીરવાણી, પરમશાંતિ લાવે તાણી
મહાવીરવાણી, પરમશાંતિ લાવે તાણી
કાંતિ ભટ્ટ(આસપાસ)
જૈનોના નવકારમંત્રનું મહાત્મ્ય આજના ક્રોધી, વેરભાવ રાખનારા અને અશાંતિ વહોરનારા સમાજે સમજવા જેવું છે. નવકારમંત્ર એ ખરેખર માત્ર જૈનોનો જ નથી એ તો સેક્યુલર મંત્ર છે.
માત્ર જગતના ૪૨ લાખ કે ૪૫ લાખ જૈનો માટે જ નહીં આ મંત્ર તમામ ધર્મના લોકો માટે છે.
મહાવીરે જગતના લોકોને યાદ દેવડાવ્યું કે જૈન ધર્મમાં પણ કહ્યું છે (જેમ સ્વામી વિવેકાનંદે કહેલું) કે પ્રત્યેક આત્મામાં પરમાત્મા બનવાનું પોટેન્શિયલ રહેલું છે.
પરમાત્મા બનવું કે પાશવ એ આપણા હાથમાં છે.
રજનીશે કહેલું 'નવકારમંત્રને તમે સાચા હૃદયથી રટો અને પાપ કરતાં કે ખોટું કર્મ કરતાં પહેલાં નિષ્ઠાથી રટો તો તમારામાં એક વિશેષ પ્રકારનું આત્મામંડળ નિર્માણ થાય છે.
તમે ખોટું કરતાં અટકો છો અને તબીબ વિજ્ઞાનમાં કહે છે તેવી
'રોગ પ્રતિકારશક્તિ' કુદરતી રીતે આવે છે.
રજનીશે કહેલું કે આમાં જે નમન શબ્દ છે તે નમનનો અર્થ છે, સમર્પણ. માણસ પછી તે જૈન હોય કે જૈનેતર, તેણે તેની બધી જ ચિંતા-વ્યથા અને ભાવિ ઇષ્ટદેવતાને સમર્પિત કરવાં જોઈએ.
મહાવીર, ઈશ્વર, અલ્લાહને ઉપાધિ સોંપી દેવી.
નવકારમંત્ર માત્ર શાબ્દિક ઉચ્ચાર નથી, એક જાગૃત ભાવ છે.
આ મંત્રનું સત્ય એ છે કે
જે જે મહાન આત્માઓ ઊંચું આત્મજ્ઞાન મેળવી ચૂક્યા છે તેવા
ગુરુઓને હું સમર્પિત થાઉં છું.
આ સમર્પણનો ભાવ સમજો તો ઉપરના અતિ કષ્ટપ્રદ ઉચ્ચારવાળો મંત્ર સહેલો બની જશે.
રજનીશે નવકારમંત્રને સમજાવતાં કહેલું કે તેમાં અરિહંતોને નમસ્કાર કરવાનું કહેવામાં આવ્યું છે.
અરિહંત એ માત્ર જૈન કે બૌદ્ધ નહીં પણ
જેણે શત્રુને જીતી લીધા છે (કામ, ક્રોધ, મોહ, ભય વગેરે) તે અરિહંત છે.
તેને નમસ્કાર કરવાનું કહેવાયું છે.
રજનીશે કહ્યું કે નમો અરિહંતાણંમાં કોઈ ખાસ ભગવાનનું નામ નથી.
મહાવીરનુંય નામ નથી, કારણ કે જૈન પરંપરા સ્વીકારે છે કે અરિહંત માત્ર જૈનોમાં જ નથી.
બીજા ધર્મોમાં પણ અરિહંતો છે.
એ દ્રષ્ટિએ
નવકારમંત્ર સેક્યુલર છે.
જે આખરી મંજિલે પહોંચી ગયા છે તેને નમસ્કાર કરવાના છે.
આધ્યાત્મિકતાના વેપારથી દૂર રહેનારા એક ખરા યોગી
ઘણીવાર યુ. જી. કૃષ્ણમૂર્તિ બોલતા હોય ત્યારે રજનીશ અને જે. કૃષ્ણમૂર્તિ જેવું બોલતા લાગે. કદાચ યુ. જી. કૃષ્ણમૂર્તિ દમનમાં માનતા નથી. તેઓ મુક્ત છે.
ધીરે ધીરે તેમને સત્ય સમજાઈ જતાં લાગ્યું કે બધા જ ગુરુઓ અને બધા જ ઉપદેશો નકામા છે.
જગતમાં કોઈ લક્ષ્યાંક (ગોલ) જેવું કંઈ જ નથી.
મેં તેમને કહ્યું : જો લક્ષ્યાંક જેવું ન હોય તો લોકો બીજા ગુરુઓ પાસે શું કામ જાય છે?
તમારી પાસે શું કામ આવે છે?
જવાબમાં યુ. જી. કૃષ્ણમૂર્તિએ કહ્યું :
'જે લોકો આવે છે તેમાનાં ઘણાને તો શું જોઈએ છે તે ખબર નથી.
બીજામાંથી ઘણાને આવા ગુરુઓની સામાજિક જરૂરિયાત હોય છે.
પરંતુ જગતના દરેક ગુરુઓના આશ્રમને હું તો જગત પરની આફત જેવા માનું છું.''
જુઓ, તમે બધા ધ્યાન અને યોગથી જે આનંદ મળે છે તે આનંદ કે સુખને કાયમી કરવા માગો છો. યોગ કરો તો જરૂર તત્કાળ ફાયદો થાય છે. તમારા શરીરનું રસાયણ બદલાય છે.
પણ લોકોને કાયમી આનંદ જોઈએ છે.
જગતમાં કશું જ કાયમી નથી.
ઘણા લોકો આધ્યાત્મિક જીવન અને દુન્યવી જીવન વચ્ચે ભેદ સમજે છે. એ લોકો પૂરા આધ્યાત્મિક બનવા માગે છે. પણ આધ્યાત્મિક જીવન અને દુન્યવી જીવનનો ભેદ ન પાડી શકાય. તમારા દુન્યવી જીવનથી તમે આધ્યાત્મને વેગળું પાડી ન શકો. તમે એમ કરવા જાઓ ત્યાં જ દુ:ખ પેદા થાય છે.
ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ
ધીરે ધીરે તેમને સત્ય સમજાઈ જતાં લાગ્યું કે બધા જ ગુરુઓ અને બધા જ ઉપદેશો નકામા છે.
જગતમાં કોઈ લક્ષ્યાંક (ગોલ) જેવું કંઈ જ નથી.
મેં તેમને કહ્યું : જો લક્ષ્યાંક જેવું ન હોય તો લોકો બીજા ગુરુઓ પાસે શું કામ જાય છે?
તમારી પાસે શું કામ આવે છે?
જવાબમાં યુ. જી. કૃષ્ણમૂર્તિએ કહ્યું :
'જે લોકો આવે છે તેમાનાં ઘણાને તો શું જોઈએ છે તે ખબર નથી.
બીજામાંથી ઘણાને આવા ગુરુઓની સામાજિક જરૂરિયાત હોય છે.
પરંતુ જગતના દરેક ગુરુઓના આશ્રમને હું તો જગત પરની આફત જેવા માનું છું.''
જુઓ, તમે બધા ધ્યાન અને યોગથી જે આનંદ મળે છે તે આનંદ કે સુખને કાયમી કરવા માગો છો. યોગ કરો તો જરૂર તત્કાળ ફાયદો થાય છે. તમારા શરીરનું રસાયણ બદલાય છે.
પણ લોકોને કાયમી આનંદ જોઈએ છે.
જગતમાં કશું જ કાયમી નથી.
ઘણા લોકો આધ્યાત્મિક જીવન અને દુન્યવી જીવન વચ્ચે ભેદ સમજે છે. એ લોકો પૂરા આધ્યાત્મિક બનવા માગે છે. પણ આધ્યાત્મિક જીવન અને દુન્યવી જીવનનો ભેદ ન પાડી શકાય. તમારા દુન્યવી જીવનથી તમે આધ્યાત્મને વેગળું પાડી ન શકો. તમે એમ કરવા જાઓ ત્યાં જ દુ:ખ પેદા થાય છે.
ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ
24.7.10
10.7.10
આહારમાં વિવેક-દાદાવાણી- એપ્રિલ ૨૦૧૦
આહારમાં વિવેક
લેખ ને સન્ક્ષિપ્ત માં મુકવા માટે આવશ્યક ગોઠવણી કરી છે. મૂળ લેખ વાંચવા દાદાવાણી લીક પર ક્લિક કરવી. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાને
અધ્યાત્મ વિજ્ઞાનની દ્ષ્ટિએ વાસ્તવિકતાની રજૂઆત કરી
ઘણી બધી અણસમજણો દૂર કરી આપી છે
દાદાશ્રી : જે ખવાય છે એ બધા જીવ છે. જીવ વગરની અજીવ વસ્તુ કોઇ ખાઇ શકાય નહીં. જાનવરેય અજીવ ના ખાય. ગાય-ભેંસ કોઇ અજીવ ના ખાય. જે એક-એક ઇન્દ્રિયના જીવ છે એ, અને જે આમ હાલતાં-ચાલતાં નથી, ત્રાસ પામતાં નથી, તે તમે ખાજો, કહે છે.
જે ખોરાક ખઇએ એ, જે જીવ આપણાથી ત્રાસ ના પામે તે ખોરાક, તે જીવની હિંસા કરવી આપણે. ત્રાસ પામનારા જીવોને અડશો નહીં અને મારશો નહીં. ફક્ત આ ઘઉં છે, બાજરી છે, ચોખા છે એ બધા ત્રાસ પામતા નથી એ તમને છોડશે.
આપણને ઘઉં, ચોખા, દૂધી, આ શાકભાજી એ બધું ખાવાનો અધિકાર છે, કારણ કે એકેન્દ્રિય જીવ છે. આ એકેન્દ્રિય જીવો ખાવાની છૂટ આપી છે. માણસને ખોરાક ખાધા વગર છૂટકો જ નથી. અને એ જીવહિંસાની ખોટ તો માણસને અવશ્ય જાય છે. એને ખઇને તમે જે કાંઇ ભગવાન તરફનો અધ્યાત્મ માર્ગ કરો તેનાથી એમની ગતિ ઊંચી જાય. એટલે આ બધો ગોઠવાયેલો ક્રમ છે.
આહારમાં ઊંચામાં ઊંચો આહાર કયો ? એકેન્દ્રિય જીવોનો ! બે ઇન્દ્રિયથી ઉપરના જીવોના આહારનો જેને મોક્ષે જવું છે એને અધિકાર નથી.
સહુથી સારામાં સારંુ ફળાહારી જીવન હોય. ફળાહારી, ફળો (ફ્રૂટ્સ) ઉપર માણસ જીવતો હોય તો એની સમજવાની શક્તિ બહુ જ જબરજસ્ત હોય
હવે ભગવાન શું કહેવા માગે છે કે પહેલાં મનુષ્યોને સાચવો. હા, એ બાઉન્ડ્રી શીખો કે મનુષ્યોને તો મન-વચન-કાયાથી કિંચિત્માત્ર દુઃખ ના દેવું. પછી પંચેન્દ્રિય જીવો ગાય, ભેંસ, મરઘાં, બકરાં એ બધાં જે છે, તેમની મનુષ્યો કરતાં થોડી ઘણી ઓછી પણ એમની કાળજી રાખવી. એમને દુઃખ ના થાય એવી કાળજી રાખવી. એટલે અહીં સુધી સાચવવાનું છે, મનુષ્ય સિવાયના પંચેન્દ્રિય જીવોને પણ એ સેકન્ડરી સ્ટેજમાં. પછી ત્રીજા સ્ટેજમાં શું આવે ? બે ઇન્દ્રિયથી ઉપરના જીવોને સાચવવાનું.બે ઇન્દ્રિયથી આગળનાં બધા જીવો ત્રસ જીવો કહેવાય. ત્રસ એટલે ત્રાસ પામી જાય !
પ્રશ્નકર્તા:પર્યુષણના આઠ દિવસ લીલોતરી ન ખાય એમાં કંઇ ફરક પડે ?
દાદાશ્રી : લીલોતરી તો એવું છેને, લીલોતરી પર જીવો બેસે એ જીવાત શરીરમાં જાય, શરીરને નુકસાન કરે છે અને શરીરને નુકસાન થાય એટલે ધર્મ થાય નહીં અને દોષ બેસે પાછો, જીવાતની હિંસાનો દોષ તો બેસેને ! શરીરને નુકસાન થાય ને દોષ બન્ને જોડે થાય.
પ્રશ્નકર્તા : ડુંગળી, લસણ એ બધું કેમ નહીં ખાવું ?
દાદાશ્રી : તમારે સંસારમાં જો રહેવું હોય અને સંસારમાં જો તમને પોતાની ઉગ્રતા બહુ ના ગમતી હોય, ક્રોધ ના ગમતો હોય તો આ અમુક વસ્તુઓ, ડુંગળી છે, લસણ છે એવી જે ઇમોશનલ કરનારી વસ્તુઓ ના ખાવ. કારણ કે એ ડુંગળી, લસણ હિંસક છે. માણસને ક્રોધી બનાવે છે અને ક્રોધ થાય એટલે સામાને દુઃખ થાય.
અને સંસારમાં તારે રહેવું છે એટલે તમને જો કદિ અજાગૃતિ રહેતી હોય તો આ શક્કરિયાં છે, બટાકા છે તે કંદમૂળ ના ખાવ. ભગવાને કહેલું કે આ વસ્તુ હિતકારી નથી. બીજું મળતું હોય તો પછી બટાકાથી પેટ ભરવાને કંઇ કારણ નથી. બટાકાનો, કંદમૂળનો શોખ ના હોવો જોઇએ. વખતે કોઇ કારણસર ખાવું પડે એ વાત જુદી છે પણ શોખ ના હોવો જોઇએ. મહીં પરમાણુ ગયા એટલે અસર થયા કરશે. આ દેહ, બૉડી જ પરમાણુનું બંધાયેલું છે. એટલે ભગવાને કહ્યું કે પરમાણુના બંધાયેલામાં જાગૃતિ રાખજો.
આ જે કંદમૂળ છે તે આવરણને વધારનારંુ છે, માટે ના પાડી છે. બાકી જીવની કંઇ પડી નથી. ગરીબ પ્રજાને માટે [બટાકા] કામના છે. પણ જે સાધનસંપન્ન છે, જેમને ખાવા-પીવાનું સુંદર રીતે મળે છે, તેને ની જરૂરિયાત નથી. આ બધા સંતો પેલા હિમાલયમાં જંગલમાં રહે છે તે બધા કંદમૂળ ખાઇને રહેને ! એટલે કંદમૂળ માટે આપણાથી અવળું ના બોલાય. બાકી બટાકા ખાવામાં કોઇ જગ્યાએ પાપ નથી. પણ તમને નુકસાન શું થશે ? કે મગજની સ્થૂળતા આવશે, જાડી બુદ્ધિ થઇ જશે. કંદમૂળમાં સૂક્ષ્મ જીવો બહુ છે, નર્યું જીવનો જ ભંડાર છે. તેથી કંદમૂળથી જડતા આવે, એ કષાય ઉત્પન્ન થાય.
મોક્ષને માટે જાગૃતિ આવે, એટલા માટે કંદમૂળનો ત્યાગ કરવાનો છે. ત્યારે એ જાગૃતિનો ઉપયોગ લોકોએ સંસારમાં કર્યો.
ગમે તેટલો બાહ્ય ત્યાગ આ લોકો કરે પણ ત્યાગમાં વિષમતા આવે તો (પોતાની) ભૂલ ના દેખાય, પણ ત્યાગમાં સમતા આવે તો (પોતાની) ભૂલ દેખાય. સાધુ વહોરવા ગયા હોય પણ એમાં એકાદ બટાકો દેખાઇ જાય તો વિષમતા થઇ જાય, તો ભૂલ શી રીતે દેખાય ?
ત્યાગમાં સમતા રહેવી જોઇએ. સમતા ક્યારેય પણ ના છોડાય. ત્યાગમાં સમતા રહે તો 'એ' મોક્ષે લઇ જનાર છે. ત્યાગ તો સમતા વધારવા માટે છે અને જો સમતા ના રહે તો એ ત્યાગ એ ત્યાગ નથી.
ભગવાને ત્યાગીઓનોય મોક્ષ ના કહ્યો ને ગૃહસ્થીઓનોય મોક્ષ ના કહ્યો. એક માણસને ચાનો ત્યાગ નથી અને એ ચા ગ્રહણ કરે છે, તો એ ગ્રહણ કરવાનો અહંકાર કરે છે. જ્યારે બીજો ચાનો ત્યાગ કરે છે અને ચા ગ્રહણ કરતો નથી, તો એ ત્યાગ કરવાનો અહંકાર કરે છે. આ બંને જે કરે છે એ ઇગોઇઝમ છે અને ઇગોઇઝમ છે ત્યાં સુધી મોક્ષમાર્ગ નથી.
જ્ઞાનીને ત્યાગાત્યાગ સંભવે જ નહીં. તીર્થંકરે કહેલું જેવા સંયોગ હોયને, તે પ્રમાણે વર્તે. વિકલ્પ ના કરે કે હવે આમ કરંુ, કારણ કે કર્તા નથી. એટલે શું થાય ? કે જે બની આવે સહેજમાં, તે પ્રમાણે જ વર્તે, બીજી કશી ભાંજગડ નહીં. ભગવાનેય દોષ ના કાઢી શકે. કારણ કે એ તો પોતે કર્તા નથી બિલકુલેય, સંપૂર્ણ અકર્તાભાવ. એ તો સહેજાસહેજ જે બને તે પ્રમાણે જ રહે. ના મળે તોય વાંધો નહીં, મળે તોય વાંધો નહીં.
પ્રશ્નકર્તા : તો પણ આમ રાત્રિભોજન તો ન જ કરવું જોઇએ ને ?
દાદાશ્રી : રાત્રિભોજન જો ન કરાય તો એ ઉત્તમ વસ્તુ છે. એ સારી દ્ષ્ટિ છે. ધર્મને ને એને લેવા દેવા નથી. આ તો ધર્મમાં ઘાલેલું, એનું કારણ શું ? કે જેમ શરીરની શુદ્ધિ હોય એટલું ધર્મમાં આગળ વધે. એ હિસાબે ધર્મમાં ઘાલેલું. બાકી ધર્મમાં કંઇ એની જરૂર નથી પણ શરીરની શુદ્ધિ માટે સારામાં સારી વસ્તુ છે એ.
પ્રશ્નકર્તા : દહીં તો ખાઇ શકીએ. તો આ દહીંમાં જે જીવો છે એ અને ઇંડાના જીવમાં ફેર શો છે ? દહીં ખાવામાં વાંધો નહીં અને ઇંડું ખાવામાં વાંધો શું ?
દાદાશ્રી : એવું છે, દહીં ખાવામાં જે જીવ છે એ બધા એકેન્દ્રિય જીવો છે. અને ઇંડાંમાં જે જીવ છે તે પંચેન્દ્રિય જીવ છે, ત્યારે ભગવાને શું કહ્યું હતું કે તમે એકેન્દ્રિય જીવ બધા ખાજો, કારણ કે જીવ વગર તો બીજો ખોરાક છે જ નહીં.
પ્રશ્નકર્તા : પણ દૂધ તો વાછરડા માટે કુદરતે મૂક્યું છે, આપણા માટે નથી મૂક્યું.
દાદાશ્રી : વાત જ ખોટી છે. એ તો જંગલી ગાયો ને જંગલી ભેંસો હતીને, તેને પાડું ધાવે, તે બધું દૂધ પી જાય. અને આપણે ત્યાં તો આપણા લોકો ગાયને ખવડાવીને પોષે છે. એટલે વાછરડાને ધવડાવવાનુંય ખરંુ અને આપણે બધાએ દૂધ લેવાનુંય ખરંુ. અને તે આદિ-અનાદિથી આ વ્યવહાર ચાલુ છે. અને ગાયને વધારે પોષણ આપેને, તો ગાય તો ૧૫-૧૫ રતલ દૂધ આપે છે. કારણ કે એને ખવડાવવાનું, જેવું સરસ ખવડાવીએ એટલું એનું દૂધ નોર્મલ જોઇએ તેના કરતા ઘણું વધારે હોય. એવી રીતે લેવાનું અને બચ્ચાને ભૂખ્યું મારશો નહીં.
પ્રશ્નકર્તા : તાવ આવ્યો, ગૂમડું થયું, પાક્યું, પછી આ જંતુઓ મહીં મારી નાખવાની દવા આપે, તે લેવાય કે નહીં ?
દાદાશ્રી : જંતુની ચિંતા કરવાની નહીં, અમુક લોકો સિવાય બીજાં જંતુની ચિંતા કરતા જ નથી. જંતુની ચિંતા ના કરશો.
પ્રશ્નકર્તા : પેટમાં કૃમિ થયા હોય ને એને દવા ના આપે તો પેલું છોકરંુ મરી જાય.
દાદાશ્રી : એને દવા એવી પાવ કે મહીં કૃમિ કશું રહે જ નહીં. એ કરવાનું જ છે. ભગવાને આવી હિંસા પાળવા માટે કહ્યું જ નથી.
પ્રશ્નકર્તા : હવે આત્મસાધના માટે શરીરને સારંુ રાખવાનું. હવે એને સારંુ રાખતા, જો જીવને હાનિ થાય તો એ કરવું કે ના કરવું ?
દાદાશ્રી : તમારે શરીર સાચવવું છે, એવા જો તમે ભાવ કરવા જશો તો સાધના ઓછી થશે. જો પૂરી સાધના કરવી હોય તો શરીરનું તમારે ધ્યાન નહીં રાખવાનું. શરીર તો એનું બધું લઇને આવેલંુ છે. બધી જ જાતની સાચવણી લઇને આવેલું છે અને તમારે એમાં કશો ડખો કરવાની જરૂર નથી. તમે આત્મસાધનામાં પૂરાં પડી જાવ, હંડ્રેડ પરસેન્ટ. ને આ બીજું બધું કમ્પ્લીટ છેે. તેથી હું કહું છું ને, કે ભૂતકાળ વહી ગયો, ભવિષ્યકાળ 'વ્યવસ્થિત'ના તાબામાં છે એટલે વર્તમાનમાં વર્તો !
છતાં અમે શું કહીએ છીએ કે જે દેહે જ્ઞાની પુરુષ ઓળખ્યા એને મિત્ર સમાન માનજો. આ દવાઓ હિંસક હોય તો તેય પણ કરજો ને શરીરને સાચવજો. કારણ કે લાભાલાભનો વેપાર છે આ. આ શરીર જો બે વર્ષ ટક્યું વધારે, તો આ દેહ જ્ઞાની પુરુષને ઓળખ્યા છે, તો બે વર્ષમાં કંઇનું કંઇ કામ કાઢી નાખશે. અને એક બાજુ હિંસા બાબતમાં ખોટ જશે, તો એના કરતાં આ વીસ ગણી કમાણી છે. તો વીસમાંથી ઓગણીસ તો આપણે ઘેર રહ્યા. એટલે લાભાલાભનો વેપાર છે.
4.7.10
તમે સુખી છો ?
તમે સુખી છો ?
નવાંગતુક માર્કેટિંગ ડિરેક્ટર નાં સ્વાગત સમારોહમાં
એમની સાથે આવેલ એમની પત્ની ને અન્ય સ્ત્રીઓએ પૂછ્યું
“તમારા પતિથી તમે સુખી છો ને?”
નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત્ જવાબ ની આશામાં , વિશ્વાસ સાથે , થોડા ટટ્ટાર થઇ ગયા.
એમને ખાતરી હતી કે એમની પત્ની નો જવાબ હકારમાં જ હશે.
એમને અને બીજા બધાંને પત્નીનો જવાબ સાંભળીને સખત આંચકો લાગ્યો જયારે તેણે કહ્યું,
“ના, હું મારા પતિ થી સુખી નથી !”
આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ!
પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ!
એ માની જ નહોતા શકતા કે એમની પત્ની આવું કહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે.
પોતાના માથા પરનો સ્કાર્ફ સરખો કરતાં કરતાં એ સ્ત્રી એ આગળ કહ્યું :
“ના, હું એમના-થી સુખી નથી, હું [જાતે] સુખી છું !”
હું સુખી છું કે કેમ, એ બાબત એમના પર આધારીત નથી ,
એ બાબત મારા પર આધાર રાખે છે!
“મારૂં સુખ ફક્ત મારા પર આધાર રાખે છે. ”
જિંદગીની હરેક પરિસ્થિતિમાં, હરેક ક્ષણમાં હું સુખનો અનુભવ કરવાનું પસંદ કરૂં છું.
સુખનો અનુભવ કરવા માટે મારે બીજા લોકો પર,
બીજી બાબતો પર કે પરિસ્થિતિઓ પર આધાર રાખવાનો હોય
તો તો હું મુશ્કેલીમાં મૂકી જઉં!
આપણી જિંદગીમાં અસ્તિત્વ ધરાવે છે એ તમામ વસ્તુઓ પરિવર્તનશીલ છે :
માણસો, સંપત્તિ, મારૂં શરીર, હવામાન, ખુશીઓ
આ તમામ પરિવર્તનશીલ છે..
મારી જિંદગીમાં હું કેટલીક બાબતો શીખી છું:
હું સુખી છું એવો નિર્ણય હું કરી લઉં છું
બાકીની તમામ બાબતો
“અનુભવો” યા તો “પરિસ્થિતિઓ” નો વિષય છે!
જેમ કે મદદરૂપ થવું,
સમજવું,
સ્વીકારવું,
સાંભળવું,
સધિયારો આપવો:
મારા પતિ સાથે હું આમ જ જીવું છું.
સાચું સુખ મળે છે ક્ષમાવાન થવામાં,
અને તમારી જાતને ને બીજા બધાંને ચાહવામાં.
.....મને સુખી કરવાની જવાબદારી મારા પતિ ની નથી
એની પાસે પણ એના પોતાના “અનુભવો” કે “પરિસ્થિતિઓ” છે!
અમારા સંજોગો ગમે તે હોય , પણ
હું એને ચાહું છું, અને એ મને ચાહે છે
એ બદલાતા રહે છે, હું પણ બદલાતી રહું છું.
વાતાવરણ બદલાતું રહે છે.
તમામ વસ્તુઓ બદલાતી રહે છે
ક્ષમાશીલતા હોય, સાચો પ્રેમ હોય
અને પરિવર્તનો તો હમેશા આવે જ છે એ જોયું હોય
તો બંનેએ એક બીજા માટે પોતાના હદયમાં રહેલા પ્રેમ વડે આવા પરિવર્તનોને ઝીલવા જોઈએ.
જો આપણે બેઉ એકબીજાને પ્રેમ કરતાં રહીએ અને માફ કરતાં રહીએ
તો પરિવર્તનો એવા “અનુભવો યા પરિસ્થિતિઓ” બની રહેશે
જે આપણને સમૃદ્ધ કરે અને શક્તિશાળી બનાવે.
એમ નહી થાય તો આપણે ફક્ત “ સાથે જીવન ગુજારનાર” બની રહેશું.
સાચો પ્રેમ કરવો કઠિન છે.
સાચો પ્રેમ એટલે
અપેક્ષારહિત્ ક્ષમા આપવી
“અનુભવો યા પરિસ્થિતિઓ”ને છે એમ જ સ્વીકારવા
અને એમને સાથે રહીને ઝીલવા
અને પરિણામ થી ખુશ રહેવું.
એવા કેટલાય લોકો છે જે કહેશે:
હું સુખી થઇ શકું એમ નથી
...... કારણકે હું રોગગ્રસ્ત છું
........ કારણકે મારી પાસે એક પણ પૈસો નથી
......... કારણ કે ભયંકર ગરમી છે
................કારણકે એમણે મારૂં અપમાન કર્યું છે
.......... કારણકે એ હવે મને પ્રેમ કરતો નથી
....... કારણકે એ હવે મારા વખાણ કરતો નથી!
પણ તમને ખબર નથી કે
રોગગ્રસ્ત હોવા છતાં
ભયંકર ગરમી હોવા છતાં
પૈસા ના હોવા છતાં
અપમાનિત થવા છતાં
પ્રેમ ના મળવા છતાં
કે
ખ્યાતિ ના મળવા છતાં
તમે સુખી રહી શકો છો.
સુખી હોવું
એ જીવન વિશેનું આપણું મનોવલણ છે
અને
એ આપણે નક્કી કરવાનું છે!
સુખી હોવું
એ તમારા પર નિર્ભર કરે છે !
એ તમારા પર નિર્ભર કરે છે !
Diseño original y galería de fotos de libre acceso en internet
Cortesía de Carlos Rangel
Santiago de Querétaro, Mex. Dic. 2007
Carlitosrangel@hotmail.com
Translated into English by
Paul Cushman
gocush@comcast.net
[ "Are You Happy?" શીર્ષક ધરાવતા પાવરપોઇન્ટ્નો અનુવાદ]
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)